The Scorpion - 66 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ-66

દેવમાલિકા પાછી ફરી રહી હતી એ દેવને કંઇક કહેવા આગળ આવે ત્યાં કોઇ સેવક દોડતો એની પાસે આવ્યો અને બોલ્યો" આપને પિતાજી બોલાવે છે અને અહીંના મહેમાન શ્રી.. દેવમાલિકાને એમનાં પિતાજી બોલાવે છે.”

દેવમાલિકા એ કહ્યું “ભલે..” અને દેવની નજીક આવીને કહ્યું “મારે બીજા મહેમાનને મળવાનું હોવાથી મારે જવું પડે છે પણ શાંતિથી મળીશુ હવે ઇન્ટ્રો થઇ ગયો છે એટલે..” આગળ બોલ્યા વિના ખીલ ખીલાટ હસી પડી. “હવે હું તમને એવું કહેવા માંગતી હતી કે તમને તમારાં પિતાજી બોલાવે છે.” એમ કહી દેવ તરફ મીઠી નજર નાંખી ત્યાંથી જતી રહી.

દેવે કહ્યું “થેંક્સ.”. અને એણે આકાંક્ષા તરફ જોયું બોલ્યો “આકુ તું તો આવી છે ત્યારથી શાંતિ છે”. આકુએ કહ્યું “સાચી વાત ભાઈ હું આવી છું ત્યારથી બધું જે બની રહ્યું છે એનાંથી ખૂબ આશ્ચર્યચકિત છું.@

દેવે પૂછ્યું “કેમ એમ બોલે છે ? એવું શું થઇ ગયું ?” આકુએ કહ્યું “પહેલા પાપાનો ફોન આવેલો કે આકુ બેટા તું ઇન્ડીયા આવી જા હું બધી વ્યવસ્થા કરુ છું આમ પણ તેં શેર કર્યુ એ પ્રમાણે તારે હમણાં મીડટર્મ બ્રેક છે.”

“અરે અચાનક ઇન્ડીયા આવવાનું થયું ભલે એ મારું ખૂબ ગમતુંજ હતું અને આપણે પણ વાત થઇ હતી કે હું ઇન્ડીયા આવવા વિચારુ છું તરતજ બધી વ્યવસ્થા થઇ કોલકતા આવી ત્યારે CM નાં ચીફ સેક્રેટરીની ઓફીસમાંથી મને સૂચના મળી તમારે CMની સાથેજ કોલીંગપોંગ અને ત્યાંથી અહીં રુદ્ર રસેલ અંકલની ત્યાં આવવાનુ છે મને તો આશ્ચર્યજ થયાં કરતું હતું.”

દેવ હસવા લાગ્યો એટલે આકાંક્ષાએ કહ્યું “ભાઇ હસો નહીં અહીં ભવ્ય પૂજા ચાલે તમે - મોમ પાપા પૂજામાં આવી ગયેલાં. અહીં આવી અને દેવમાલિકાએ મને પહેરવા માટે બધુ આપ્યું ના ઓળખાણ ના પીછાણ જાણે હું પાપાને ખૂબ સારાં સંબંધ છે જાણી એની ફ્રેન્ડ બની એની સાથે આવી.”

“હજી પૂજામાં આવી તમે દેવાધી દેવને અર્ધ્ય આપવા ઉભા થયાં જાણે તમારાં ઘરમાંજ પૂજા હોય એમ કોઇ સંકોચ વિના શ્લોક ઋચાઓ બોલીને અર્ધ્ય આપો આ બધું મને પચીજ નહોતું રહ્યું.”

“મને થયું અચાનક આપણે સંબંધ નીકટતા કેવી રીતે આવી શકે ? મને તો શરમ અને સંકોચજ ખૂબ આવી રહેલો પણ ભાઇ એક વાત મને ખૂબ ગમી.. તમે મહાદેવજીને ત્યાં પાર્વતીમાં, શેશનારાયણ ભગવાનને જે રીતે અર્ધ્ય આપી રહેલાં. જાણે કોઇ રાજકુમાર પૂજા કરી રહેલો મને ખૂબ આનંદ આવી રહેલો...” પછી બોલવા ગઇ તો દેવે રોકી અને બોલ્યો “હમણાં સુધી શાંત બેઠી હતી હવે બસ બોલેજ જાય છે મને સાંભળીશ ?”

“તું સીધી US થી આવેલી તને કંઇ ખબર નહોતી એટલે તને આશ્ચર્ય થાય સ્વાભાવિક છે પણ અમે અહીં આવ્યાં પછી માં-પાપા સાથે બધી વાત થયેલી અને રુદ્ર રસેલનાં ફેમીલીની મને ઘણી વાતો કરેલી... અને રુદ્ર રસેલજી ને હું પહેલાં મળેલો છું.”

“જ્યારે પૂજા માટે અર્ધ્ય આપવા મને બોલાવ્યો ત્યારે.. સાચું કહું આકુ.. હું ભવ્ય મૂર્તિ જોઇને એટલો એમનામાં ઓતપ્રોતજ થઇ ગયેલો હું સ્વગત રૂચાઓ અને શ્લોકો બોલવા માંડેલો મને કંઇ ભાન નહોતું બસ જાણે સાક્ષાત ઇશ્વર હતા અને હું એમનામાં ખોવાઇ ગયેલો...”.

આકાંક્ષાએ કહ્યું “ભાઈ મેં તમને ક્યારેય આમ જોયાં નહોતાં સાંભળ્યાં નહોતાં ઇશ્વરમાં કોઇ ખોવાઇ જાય એ બરાબર હું તમારો સ્વભાવ અને કુદરત અને ઇશ્વર મટે આસ્થા જાણું છું પણ પેલી દેવી દેવમાલિકામાં તરત ખોવાઇ જવાનું ? માનું છું સુંદર છે, મીઠી છે મોટો વ્યવસાય છે એના પિતાનો પણ એ...”

દેવે કહ્યું “એય બટકબોલી હવે મને બોલવા દે હું એનાં પૈસા કે વ્યવસાયથી નથી આકર્ષાયો એ એવી મેગનેટીક છે કે.. અને એ પણ મારાં તરફ દાણાં નાંખતી હતી.” એમ કહી જોરથી હસી પડ્યો. “પણ તેં એક વાત માર્ક કરી એની અંદર કોઇક અગમ્ય ડર પણ છે એવો મને પાકો એહસાસ છે.”

આકાંક્ષાએ કહ્યું “ભાઇ જે હશે એ ચાલો આપણને પાપાએ બોલાવ્યાં છે ફરી કંઈક કહેણ આવે પહેલાં પહોંચી જઇએ પાછાં એ બધામાં વ્યસ્ત થઇ જશે તો એમની સાથે વાત નહીં થાય.”

દેવે કહ્યું “તું આવી છે અહીં આપણી ફેમીલીનાં બધાં છે અહીં મહેમાનગતી માણવાં રોકાઇ જઇશું. શું સુંદર જગ્યા છે.”

આકાંક્ષાએ કહ્યું “ભાઇ એ પાપાને કહેજો. આ લોકો સમજશે પ્રસંગમાં બોલાવ્યા અને અઠે દ્વારકા કર્યું આ લોકોએ તો માન ના માન મેં તેરા મહેમાન.”

દેવે કહ્યું “બસ ચાંપલી મને ખબર પડે છે” ત્યાં વાતો કરતાં કરતાં પૂજા કક્ષ સુધી આવી ગયાં. દેવે નજર કરી તો પાપા CM સાથે બેસીને કંઇક ગંભીર ચર્ચા કરી રહેલાં એમની બાજુમાં એમનાં સેક્રેટરી મિશ્રાજી પણ વાતોમાં હતાં. દેવને થયું એ લોકો કોઇ અગત્યની વાત કરી રહ્યાં છે.

આકાંક્ષાએ કહ્યું “ભાઇ આપણને બોલાવ્યાં છે પણ એ લોકો તો વ્યસ્ત છે.” ત્યાં CMનાં પુત્ર દેવ આકાંક્ષાને જોઇને આગળ આવ્યો બોલ્યો “હાય હું આર્યન પંત...” દેવે પણ હાથ મિલાવીને કહ્યું “આઇ એમ દેવ રોય... પ્લીઝ ટુ મીટ યુ.” પછી પેલાએ આકાંક્ષાને કહ્યું “તમે અમારી સાથે હતાં એવુ ખબર પડી કે USથી આવ્યા અને પાપાએ અહીં આવવા સાથે લીધાં તમે રાય બહાદુર સરનાં...”

ત્યાં દેવે કહ્યું “હાં પાપાએ અચાનકજ બોલાવી અને પછી અહીં આવવાનું થયું એટલે થેક્સ.” આર્યન આકાંક્ષા બંન્ને સામે જોઇને વાતો સાંભળી રહી હતી આર્યને કહ્યું “પાપા સાથે 3-4 વર્ષ પહેલાં હું અહીં આવી ગયો છું ખૂબ સુંદર જગ્યાઓ છે. અહી બીજી કંપની પણ નથી.. આખો વખત આ વૃક્ષો ઝરણાં જોયાં કરવાં મારાં સ્વભાવમાં નથી... નેચરલ બ્યુટી છે પણ... મને સીટીનીજ લાઇફ ગમે”.

દેવે કહ્યું “યસ બધાની પોત પોતાની પસંદગી હોય છે. હું આવામાં રહેવાં તરસતો હોઉં છું મને કુદરત અને કુદરતી સ્થળો ખૂબ ગમે છે”. આર્યને કહ્યું “ઓહ તો તો તમને આ સ્થળ ખૂબ ગમશે.”

ત્યાં CMએ આર્યનને બોલાવ્યો... પેલાં સેક્રેટરી દેવનાં પિતા સાથે વાત કરી રહેલાં. દેવનાં પિતા, રાયબહાદુર રોયજીનાં ચહેરાં ઉપર આશ્ચર્ય અને આનંદનો ભાવ હતો એ ખૂબ ખુશ જણાતાં હતાં. રાવજીએ દેવ આકાંક્ષાને પોતાની પાસે બોલાવ્યાં દેવ આકાક્ષાં પહોચ્યા અને રાયબહાદુર બંન્નેને આનંદનાં સમાચાર આપ્યાં...





વધુ આવતાં અંકે -પ્રકરણ-67