remaining life in Gujarati Short Stories by Bindu _Maiyad books and stories PDF | શેષ જીવન

શેષ જીવન

રોજ શાળામાં પ્રવેશતા અનામિકાની આસપાસ એની વિદ્યાર્થીઓ તેને ઘેરી લે. અને ગુલાબ કે વિવિધ ફૂલોનો ગુલદસ્તો તેના પ્રિય શિક્ષકને તેઓ આપે .હંમેશા હસતો અનામિકાનો ચહેરો ના જાણે કેટલાય દુઃખોને દિલમાં ધરબી દીધા હશે તે ક્યાં કોઈને ખબર ? કે આ હસતો ચહેરો કેટલું દુઃખ સહન કરતો હશે ? પણ અનામિકા માટે તો તે તેના વિદ્યાર્થીઓનો મુખ પર નું સ્મિત જાણે તેના દિવસભરની ઉર્જા બક્ષે. તેની આંખોમાં તેના પ્રત્યેનો પ્રેમ તેને જીવન જીવવાની પ્રેરણા આપે...
એમાં પણ આરવનના મૃત્યુ પછી તો અનામિકાની અંદર ક્યાંથી એટલું તેજ કે શક્તિ આવી કે જાણે પરિસ્થિતિ એ તેને કઠણ બનાવી કોણ જાણે શું થયું? એ શાળામાં પ્રવેશતા જ કોઈ પણ દુઃખ કે હતાશા ને ખંખેરીને બસ શાળામાં જ ઓતપ્રોત થઈ જાય. સૌથી પહેલા તો શાળામાં પ્રવેશીને છોડ અને ફૂલોનું જતન કરવું ત્યાં કોઈ સુકાઈ ગયું છે કે ક્યાંક કુંડા ગોઠવવા છે .મનમાં આવી બધી જ ગોઠવણ તે કર્યા કરે અને વિદ્યાર્થીઓને કહે એટલે એટલું માન આપે વિદ્યાર્થીઓ કે તેના બેનની વાતને ક્યારે તેઓ અવગણે નહીં અને બધી જ સૂચનાઓનું તેઓ પાલન કરે. ક્યારેક તો એ રજા ના દિવસે પણ શાળામાં આવે અને શાળાને સ્વચ્છ કરવી કે શાળામાં કંઈક નવું કરવું એ પોતે પણ વિદ્યાર્થીઓ સાથે કામે લાગી જાય.
અને શાળામાં ભણતા દરેક વિદ્યાર્થીઓની પોતે એટલી કાળજી પણ લે કે જેથી ગમે ત્યારે કોઈ તકલીફ હોય તો એ હંમેશા તેના વિદ્યાર્થીઓ તેમને જ યાદ કરે .. થોડા સમયમાં તો અનામિકા તેના વિદ્યાર્થીઓમાં હૃદયમાં એટલું સ્થાન લઈ લીધું કે ક્યારે ક્યારેક બાળકો અનામિકા માટે કઈ લઈ પણ આવે પણ અનામિકાનો સિદ્ધાંત કે કોઈ પાસેથી કશું જ લેવું નહીં અને જાણે તેનો હઠાગ્રહ વિદ્યાર્થીઓ તો છાનામાના તેના બેનને ગાડી ઉપર સાક કે એની સિઝનનો પેલો પાક કે થોડું કંઈક મુકતા જાય અને જતા રહે ત્યારે ક્યારેક તો અનામિકા મૂંઝાઈ જાય કે હવે શું કરું ?પછી તો એને કડકથી કહી દીધું કે તમારી વસ્તુઓ નથી લેતી એ મારા સિદ્ધાંતો પર ચાલુ છું તમે ચાલવા દો ને અને તમે જો મારા સિદ્ધાંત પર મને ચાલવા માં મારા સંકલ્પને ડગમગાવશો તો એ કેમ ચાલશે ?માટે વિદ્યાર્થીઓએ પણ બેનની વાત સ્વીકારી લીધી પણ દીકરીઓ તો કોણ જાણે શું ખબર બેનને માટે ક્યારેક ક્યારેક ખાટી આંબલી કે બોર લઈ આવે કે જે બેનને ખૂબ જ ભાવે જેથી કરીને બેનને આપે અને ખવડાવે હા સાથે લઈ જવાની મનાઈ એટલે કે છે કે થોડાક તો ખાવ અને પછી અનામિકા પણ હશે તેમની આ બાલીસતા પર. આમ તો કેટલીય યાદો અનામિકાની આ શાળા સાથે જોડાયેલું છે કે બાળકો સાથે જોડાઇ હશે તેના મીઠા સંસ્મરણોમાં તે છપાઈ ગઈ હશે વળી કોઈક તો એને ઘરની અંગત વાત પણ કરી આપે અને ક્યારેક તેમાંથી નીકળવાના ઉપાયો કહે કા તો કહે કે દ્વારકાધીશ પર છોડી દો ને સમય વિતશે તો બધું જ સારું થઈ જશે બાકી તો અનામિકા શું મદદ કરી શકે પણ બસ આ બે મીઠા શબ્દોથી વિદ્યાર્થીનીઓ સાંભળીને ખુશ ખુશાલ થઈ જાય અને પોતાના ઘરની સમસ્યાઓમાંથી જાણે તેને મુક્તિ મળી ગઈ તેવું અહેસાસ થાય ઘણીવાર તો અનામિકાના વિદ્યાર્થીઓ તેના માતા પિતા કે સ્વજનોને તબિયત વિશે સારી ન હોય તો કહી અને અનામિકા પાસે રડી પણ પડે ત્યારે અનામિકા તેમને હિંમત આપે અને સમજાવે કે તમે ચિંતા ન કરો બધું જ સારું થઈ જશે પણ અનામિકા જો ક્યારેક દુઃખી દેખાય તો તેના આંખો નીચેના કાળા કુંડાળા કે તેની આંખોનો ઉજાગરો દેખાતો હોય એ દીકરીઓ પણ સમજી જાય અને બેનની કાળજી રાખે ક્યારેક તો વાડીએથી નારિયેળ પાણીની બોટલ લાવે તો ક્યારેક તો ઘરના લીંબુ છે કહી લીંબુ પાણીની બોટલ આપી જાય છે અને ઘણી દીકરીઓતો કહે બેન અમે છીએ તમારી હાઇરે હો તમે મુંજાતા નહીં અને આ શબ્દો સાંભળીને અનામિકાને આરવવી યાદ આવી છે કે જે હંમેશા તેને કહે તો કે હું છું ને તારી સાથે અને તેના ગળામાં ડૂમો બાજી જાય ન કોઈ બોલી શકે કે રડી શકે વળી મનને મનાવીને તે પોતાના બાળકોને ભણાવવામાં વ્યસ્ત બની જાય....
આમ અનામિકા તો પોતાના જીવનના અંગત દુઃખો ને ભૂલીને શાળા અને તેના વિદ્યાર્થીઓમાં ઓતપ્રોત થઈ જાય.
રોજ સવારે ઊઠીને અનામિકા તેના દ્વારકાધીશને એક જ પ્રાર્થના કરે કે હે દ્વારકાધીશ ! થેન્ક્યુ સો મચ ફોર એવરીથીગ તું મારું કેટલું ધ્યાન રાખે છે કે મારી પરવા કરવાવાળા છે અને તું જ તો મને એનું ભાન કરાવે છે બસ તું મારી સાથે રહેજે.. કે તે મને ઘણું આપ્યું છે અને મારા આ શેષ જીવનમાં બસ બીજાને હું મદદ થઈ શકું એવું જ મારે કરવું છે..
ઘણી વખત તો દીકરીઓને જોઈને જ અનામિકાને ખ્યાલ આવી જતો કે બીમાર છે કે તેની સાથે કંઈક થયું છે અને બસ મમતા ભર્યો હાથ દીકરીઓના માથા પર પડે અને આંખોમાંથી દર-દડ આંસુઓ વહેવા માંડે. ક્યારેક ગાય વ્યાણી છે તો ક્યારેક ભાઈના ઘરે ભત્રીજા નો જન્મ થયો છે તો ક્યારેક બેનના લગ્ન છે ક્યારેક બાનું ઓપરેશન સફળ થયું છે કહી બેનને પેંડા કે ચોકલેટ પરાણે આપી જાય તો વળી ક્યારેક બેનના નામે કંકોત્રી હોય પોતાના ભાઈ મામા એ કાકા ના લગ્નની .આમ અનામિકા બાળકોના હૃદયમાં તો સ્થાન જમાવી દીધું પણ સ્ટાફના અન્ય કર્મચારીઓની આંખોમાં ખૂંચવા પણ લાગી ઘણીવાર તો તેને અપમાનીત પણ કરવામાં આવતી અને ઘણું બધું સંભળાવવામાં પણ આવતું પણ કોણ જાણે એ કઈ માટેની બની હશે કે સદાય તેનું મોઢું હસતું જ રહેતું ક્યારે ઉદાસ કે નિરાશ તે જોવા ન મળે કોણ જાણે તેના દ્વારકાધીશે એના ઉપર શું અસર કરી હશે કે એ શું એનો આશીર્વાદ હશે એતો બસ તેની જીવનની એક એક ક્ષણને જીવવા માંગતી હતી. કારણ કે તે તેના પ્રિયજનને જિંદગીની બાજી હારતો જોયો હતો. એક એવો લોખંડી પુરુષ કે જે સદાય હસતો અને અનામિકાને કહેતો કે "હું છું ને તારી જોડે" જો અનામિકા જીવનને માણવું હોય તો એને સાચું જીવતા શીખવું જોઈએ બાકી તો ધક્કો છે ધક્કો.. જો તુ આ ડુબતા સૂરજને જો. બે પળ શાંતિથી જોતો, વરસાદ વરસે છે તેને જો, ચાલને તેમાં ભીંજાઈએ કારણકે પલળે તો સૌ કોઈ છે પણ ભીંજાય તે બહુ જૂજ હોય છે અને અનામિકા અને વરસાદ આવે એટલે કહે કે ચાલ ગરમાગરમ પકોડા ખવડાવું. નવું મુવી રિલીઝ થાય એટલે કહે ચાલ આપણે જોઈ આવ્યે. અનામિકા જો ના કહે તો તરત જ ઉશ્કેરાઈ જાય એને કહે બસ તારે તો બચત યોજના નું ભાષણ આપવું હશે હેને અને મને આજ બહાર કંઈક અલગ ખાવાની ઈચ્છા થાય છે ચાલ જોઈએ જઈએ અનામિકાને તો બસ એની ફેવરિટ સેન્ડવીચ જ ભાવે પણ આરવ તેની ઘણી બધી ડીસો ટેસ્ટ કરાવે અને કહે થોડું જીવન જીવવું છે તો બધો ટેસ્ટ કરી લેવો જોઈએ માણી લેવું જોઈએ ન ભાવે તો છોડી દેવાય ખરેખર આરવે તેને જીવન કેમ જીવવું તે શીખવી દીધું હતું હંમેશા માટે કંઈક કંઈક સરપ્રાઈઝ પ્લાન કરતો હા પૈસા બહુ થોડા હતા પણ તેના પ્લાન જિંદગી જીવવાના ખૂબ જ મોટા હતા. જે સમયે જે મળ્યું છે તેને મન ભરીને માણી લેવું તે તેનો મૂળ મંત્ર હતો. બસ તેને ક્યારેય અફસોસ નહીં કરવાનું શીખવ્યું હતું હવે હંમેશા યાદ રાખજે અનામિકા કે આપણે દુઃખી હોઈશું ને તો કોઈ નહીં પૂછે. પણ જો થોડાક સુખી હશું તો બધા જ સળગી જશે તેની ઈર્ષાથી તને ખબર છે અનામિકા મારા પપ્પાના મૃત્યુ પછી મને સાચા સમાજની સમજ થઈ કે આપણે જે ધારીએ છીએ તેવો સમાજ હોતો જ નથી. બસ હાથી જેવા દેખાડવાના અને ચાવવાના કંઈક અલગ જ છે માટે આ સમાજની પરવા નહીં કરવાની સમાજના લોકો તો કૂતરાની માફક ભસે પણ આપણે હાથીની જેમ જીવન જીવવાનું અને કદાચ એટલે જ આરવ અનામિકાની જિંદગીના એવા પાઠ ભણાવી ગયો કે હવે તેના ગયા પછી તે તેને જીવવા માટે ઉપયોગી બન્યા ત્યારે ક્યારેક ક્યારેક આંખો ભરાઈ જાય તો એ પોતાના બેડરૂમમાં આરવ ના ફોટા સામે જોઈને ખૂબ જ રડે એટલું રડે કે આંખો લાલ થઈ જાય અને શ્વાસોશ્વાસ રૂંધાઈ જાય પણ કોને કહે અનામિકા કે મારે કશું જ નથી જોતું બસ મારે તો મારો આરવ જોઈએ છે જીવનના દરેક સ્થાને કે તેને હંમેશા સાથ આપ્યો આજે તે જ વ્યક્તિની ખોટ તેને કેટલી સાલવે છે અને આ ફાની દુનિયાને છોડી જતો રહેનારો આરવ એ માણસ પર શું વીતી હશે કે જેના પર તેના સ્વજન હંમેશા હંમેશા માટે આ દુનિયા છોડીને જતા રહ્યા હોય કોણ જાણે કેટલી યાદો તેના જીવન પર એટલી ઉગ્ર અસર કરી ગઈ કે તે ક્યારેકતો સંવાદ વિહીન જ બની જતી. હંમેશા આરાવને ચીડવતી અનામિકા આજે એકલી થઈ ગઈ સાવ એકલી ઘરમાં વૃદ્ધ સાસુમા અને એક નાના બાળકની સંભાળ અને નોકરી તેમજ પરિવારની જવાબદારીઓ હંમેશા આરવ ને તે એની નાની નાની બાબતો શેર કરતી. આજે બસ મૌન ધારણ કરીને તે ચૂપચાપ બધું જ સહન કરતી રહી પણ હવે અનામિકા એવું સ્વીકારી લીધું હતું કે તે પોતાનું શેષ જીવન તેના બાળકો અને તેના વિદ્યાર્થીઓ પાછળ જ વ્યતિક કરી દેશે હા તેનું શેષ જીવન...
જય દ્વારકાધીશ 🙏🏻
૦૯/૧૨/૨૨
૦૪:૦૫ AM

Rate & Review

juleeshamla

juleeshamla 5 months ago