Visit of visitors in Gujarati Travel stories by Harsh Pathak books and stories PDF | મુલાકાતી ઓ ની મુલાકાત

મુલાકાતી ઓ ની મુલાકાત

યુરોપ ( નેધરલેન્ડ ) થી પધારેલા અને હાલ માં બાલી ( ઈન્ડોનેશિયા ) ખાતે પોતે વસવાટ કરતા વુધ્ધ યુગલ પધાર્યા હતા . જેઓ ૫૧ દિવસ ની ભારત દર્શન યાત્રા માં નીકળેલા છે. દરેક જગ્યા એ તેઓ પૌરાણિક અને મુખ્ય જગ્યાઓ ની મુલાકાત કરી રહ્યા છે . જાણવા જેવું વાત એ છે કે આ ડચ યુગલ છે તે પતિ - પત્ની ૭૨-૭૦ વર્ષ ના છે અને આજે પણ તેઓ આ ભારત ની ભુમી પર સંસ્કૃતિ અને પ્રકૃતિ ને માણવા માટે ફરી રહિયા છે .તેમને હળવદ નો મહેલ બહાર થી નિહાળ્યો તેમજ મુખ્ય બજાર માં આવેલ પૌરાણિક આદ્ય નારાયણ દેવ ના દર્શન કર્યા અને ફોટો પાડી અને યાદગીરી સ્વરૂપે તેમના કેમેરા માં કંડાર્યા . ત્યારબાદ તેઓ મારી લાગણી ને માન આપી અને હિરવા ફેશન માં આવ્યા . ખાસ સમય ના હોવા છતાં પણ અડધી કલાક જેવું તો અહીંયા બેસી ને વાર્તાલાપ કર્યો . તેમની સાથે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ વિશે ઘણી બધી રસપ્રદ વાતો આદાનપ્રદાન કરી . તેમને જણાવ્યું કે ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં શાંતિ અને જીવન ની મઝા અહીંયા જ છે. તેઓ કહે અમારા યુરોપિયન ડચ લોકો કહે છે કે રામાયણ અને શ્રીમદ ભાગવત ગીતા આ બધી વાર્તા છે અમે લોકો રામેશ્વરમ ગયા ત્યાં વાંચ્યું અને જોયું કે રામસેતુ બનાવ્યો છે. તેમજ ત્યાં ભગવાન રામ અને હનુમાનજી ની વસ્તુ ને બધું જોઈ તો અમને એ યુરોપિયન ડચ લોકો ની વાત મિથ્યા હોઈ એમ લાગ્યું એટલે કે આ બધું જ એક વાર્તા નઈ પણ ઇતિહાસ ના પના માં સત્યઘટના આધારિત છે . આ વાત સાંભળીને મને બઉ આનંદ થયો કે ભારત નહિ પણ ભારત બહાર ના લોકો પણ આ ઇતિહાસ ને નજર માં રાખે છે અને સત્ય એજ શિવ સત્ય એજ રામ અને સત્ય એ જ કૃષ્ણ છે એ વાત બઉ ખુલ્લા દિલ થી સ્વીકૃત કરે છે .તેમને દ્વારિકાધીશ નો ઉલ્લેખ કરી ને પણ તેમને દ્વારિકા નગરી ને એક ઉત્કૃષ્ઠ જગ્યા તરીકે વર્ણન કર્યું સાથે જ તેમને કયું કે ભારત દેશ માં સંસ્કૃતિ , પ્રકૃતિ ખુશી ,પ્રેમ,સ્નેહ અપાર છે ભારત એક જાદૂઈ જગ્યા છે જ્યાં આવતા જ અમને એક શાંતિ અને સમૃદ્ધિ ભર્યા જીવન નો અનુભવ થાય છે . તેમની વાતો અને પ્રસંગો માં સ્નેહ અને મિત્રતા નો ભાવ દેખાય રયો હતો . તેવો સતત ફરતા હોવા છતાંપણ આ લોકો થાક નામની વસ્તુ ને અંશમાત્ર પણ દ્રશ્યમાન કરતા ન હતા . તેમની સાથે થી વાત માં એક વાત સરસ હતી તેઓ કહે મને કે તમે બાલી , ઈન્ડોનેશિયા નું નામ સાંભળેલું છે તો મે કીધું હા ઘણા કપલ અહીંયા થી લગન કરી ને હનીમૂન માં ત્યાં જાય છે તરત જ પ્રતિઉતર માં મંદ હાસ્ય સાથે કહે અમે લોકો એ બધું મૂકી ને શાંતિ ની શોધ માં અહીંયા આવીએ છીએ .આશ્ચર્ય ની વાત એ છે કે તેમના મન માં ભારત પ્રત્યે જેટલો આદર સતભાવ હતો તેટલો જ આદર સન્માન અમારા પ્રત્યે પણ હતું. આવેલા મહેમાન ની આગતા સ્વાગતા કરવી એ ફરજ છે એ માટે મે હિરવા ફેશન માં તેમના માટે હળવું કોલ્ડ્રિંક મંગાવ્યું તેઓ એ ખૂબ જ ખુશી પૂર્વક પીધું જેની તસવીર યાદગાર છે.આ જોઈ આનંદ થયો કે આટલું ઉંમરે પણ ભારત માં આવી ને લોકો જુવાન ની જેમ જ ખુશ અને સ્વસ્થ રહે છે .બહુ બધા ફોટો તેમને અમારા સૌ સાથે ક્લિક કર્યા .તે ડચ કપલ વિદાય લઈ રહ્યું હતું ત્યારે મે nice to meet you કહ્યું એટલે તરત બોલ્યા હળવદ અને તમને હું હંમેશા યાદ રાખીશ દોસ્ત....અને આમ જ તેમને દુકાન પર થી વિદાય લીધી .

લેખક - હર્ષ પાઠક
૧૫/૧૨/૨૦૨૨
( મુલાકાતી ઓ ની મુલાકાત)
Share