One visit, last visit.... books and stories free download online pdf in Gujarati

એક મુલાકાત, આખરી મુલાકાત....

એકાએક એ યાદો તારી તાજી થઈ ગઈ હતી એ દ્રશ્ય પણ તાજુ થઈ ગયું અચાનક મને એ વાતો ને વાગોળવા નું મન થઇ ગયું એટલે આજે આ યાદો ને યાદ કરી આ સત્ય વાર્તા માં લખી ને વાગોળી રહ્યો છું.એ દિવસ મને હજુ યાદ છે ધીમે ધીમે પ્રસંગ નજીક આવ્યો ને તારી સાથે મુલાકાત ની સંભાવના ઓ વધી રહી હતી અને હા તે દિવસ આવી જ ગયો મળ્યા પેહલા વાર ત્યારે આટલું બધું નોહ્તું વિચાર્યું પણ આજે આ બધી યાદો ની ડાયરી ને નજર સામે આવી કારણ એક જ જે સ્પષ્ટ કઈશ કે અર્બન ગુજરાતી ચલચિત્ર " ઓમ મંગલમ સિંગલમ" . આ મિત્રતા ને મિત્રતા માં ક્યારે પ્રેમ નું પ્રથમ પાનું લખાય ગયું એ વિચારવું એટલું અઘરું છે જેટલું દરિયા ના પાણી ને ખાલી કરી ને તળાવ માં ભરવું.
હા તમે સાચું જ વાંચ્યું વાત એક મુલાકાત ની જ છે જે એક મુલાકાત પછી બીજી મુલાકાત નું ડાયરી નું પનનું હંમેશા માટે ખાલી રઈ ગયું.
આજ થી ઘણા વર્ષો પહેલા ગીત અને પ્રથમ ની વાત ચાલુ થઈ બને એકબીજા સાથે ધીમે ધીમે વાતો માં ને વાતો માં નજીક આવ્યા ગીત ના મન માં તો ખબર નઈ પણ પ્રથમ ના મન માં નક્કી કઈક આવ્યું હતું અને સાહિત્યિક ભાષા માં કઈએ તો પ્રેમ નો દીવો દિલ ની દિવેટે પ્રગટ્યો હતો . વાતો કરતા કરતા ખબર પડી કે ગીત ના લગ્ન ની વાત આવી છે અને બને તરફ થી હા આવી છે એટલે લગ્ન નું મુહૂર્ત જોવામાં આવ્યું પ્રથમ ની વાત ચીત થોડો સમય બંધ થઈ ગઈ અને અચાનક ફરી શિયાળા માં વરસાદ પડે એમ માવઠા ની જેમ ગીત નું પ્રથમ ની જિંદગી માં ફરી આગમન થયું . આ સમાચાર આપતા ગીત એ કહ્યું કે એ બઉ સરસ છે અને મને બઉ સારી રીતે રાખે છે એટલે પ્રથમ એ શુભેચ્છા આપી અને એ આખી વાત ના ગમતી હોય એ રીતે પૂર્ણવિરામ આપ્યું . ફરી પાછું પ્રથમ એ જૂની વાતો ને યાદ કરી ને કેવા લાગ્યો કે કેવા દિવસો હતા આપણા બને ના બઉ મઝા આવતી હતી .આમ ફરી પાછા વાર્તાલાપ ના ફકરે ફકરા લખવવા માંડ્યા .
સમય લગ્ન નો આવી ગયો એટલે કંકોત્રી વોટ્સ એપ ના માધ્યમ થી પ્રથમ ને ગીત એ મોકલી એટલે તરત પ્રથમ એ કાર્યક્રમ ની વિગત વાંચી અને ફરી શુભેચ્છા આપી. એટલે તરત ગીત એ કીધું કે તું મારા લગ્ન માં આવજે અને એટલે જ આ કંકોત્રી તને મોકલી છે માત્ર શુભેચ્છા આપવા નઈ .એટલે પ્રતિઉતર માં પ્રથમ એ કીધું આવશે તો આવીશ અને કદાચ હું આવું ને આ બધું ના જોઈ શકુ એટલે ના પણ આવું .એટલે ગીત કહે અરે એમાં શું હવે એ બધું ભૂલી ને તું તારી નવી જિંદગી જીવ અને હું મારી. એટલે પ્રથમ કહે હા વાંધો નઈ ચલ આવીશ પણ એક શરત છે કે હું તારી વિદાઈ વખતે નઈ રોકાવ અને એના માટે તું મને દબાણ ના કરતી. એટલે ગીત કહે હા હાજરી જોઈએ મને ભલે ત્યારે ના રહે તું. આમ આંખો વાર્તાલાપ ને જોતજોતામાં રાત્રિ ના ૧ ના ટકોરે પોહચ્યો હતો.
લગ્ન ના બે દિવસ પહેલા પારિવારિક રીતે લગ્ન માં હાજરી માટે પોહચ્યા. એકબીજાની સામે વાત નોહતી કરી શકતા પણ હા વોટસએપ માધ્યમ જે હતું એ ગીત અને પ્રથમ ને સાંકળ ની જેમ જોડાયેલું રાખતું હતું હવે બને વાત નોહતી કરી શકતા એમાં પરિવાર કરતા પણ બને ની હિંમત નોહતી એવું પણ કહી શકાય. અચાનક રાત્રે ૧૦ વાગતા ગીત એ પ્રથમ ને કહ્યું ચલો આપણે બધા મિત્રો સાથે કઈક રમીએ એટલે પ્રથમ એ સીધી જ ના પાડી દીધી એટલે ગીત કે પછી આ પણ ગુમાવીશ તું એના કરતા ચાલ. સ્ત્રી હઠ ને કોણ રોકી શકે એટલે પ્રથમ કે ચાલ પણ હું બેસીશ તમે રમજો . એટલે મિત્ર વર્તુળ માં રમત શરૂ થઈ . અને આમ જ રાત ના ૧૨.૩૦ ક્યાં થઈ ગયા ખબર ના રઈ એટલે બધા જય શ્રી કૃષ્ણ કંઈ ને છૂટા પડ્યા . ત્યાં જ ગીત નો અવાજ આવ્યો કે તું પણ સૂઈ જાય છે એટલે પ્રથમ કે હા વળી કાલે વેહલું ઉઠવાનું છે કામ છે આમ તેમ બહાના કરી ને છટકવા નો પ્રયાસ કર્યો પણ એમ ગીત કંઈ પોચું મૂકે તેમ હતી નઈ એટલે કહે સારું સૂઈ જા. જેવો પ્રથમ રૂમ માં સુવા આડો પડ્યો ને ટ્રીંગ ટ્રિંગ નો અવાજ મોબાઈલ માં આવ્યો એટલે જોયું તો ગીત નો મેસેજ .તરત ખોલી ને વાંચ્યો તો લખ્યું હતું કે તમે એમ કે તું દૂર દૂર રઈશ ને મને ખબર નઈ પડે એટલે જ મેસેજ કર્યો છે બોલ મઝા આવી કે નઇ રમત માં ? એટલે પ્રથમ કે શું મઝા ? ઠીક છે બધું ટૂંકા જવાબ માં પ્રથમ એ ઘણું બધું કંઈ ને વાત ને પૂર્ણવિરામ મૂકવાનો પ્રયત્ન કર્યો . ગીત કહે કાલે મારી મહેંદી છે તું રહેજે જોડે બને હાથ અને પગ માં મહેંદી હસે તો પાણી પીવડાવવા ખવડાવવા માટે મદદ જોશે એટલે પ્રથમ કહે અરે એવું બધું મને નઈ ફાવે હા રઈશ પણ એ કામ કોઈક બીજા ને કહેજે .એટલે ગીત કહે સારું કાલે વિચારે હવે સૂઈ જઈએ .
સવાર સવાર માં ફોન રણક્યો એટલે તરત જોઈ ને પ્રથમ ની ઊંઘ ઊડી ગઈ . મેસેજ માં લખ્યું હતું ઊંઘણશી હવે ઉઠ ૨ દિવસ માં હું જતી રેવાની છું. અને ફરી પાછા એજ વિચારો માં પ્રથમ ની સવાર પડી અને ખરેખર એમ કહીએ તો ચાલે કે સવાર જાણે પડી ગઈ હોઈ એમ મોઢું થઈ ગયું. બપોરે મહેંદી મૂકી એટલે ગીત કહે મી.પ્રથમ પાણી આપો હવે આ એક ઘડી એવી થઈ ગઈ કે ના પણ ના પડાય ને પાણી પણ કેમ પીવડાવવું પણ મહા મહેનતે આપ્યું.આમ જોતજોતામાં રત પડી ગઈ એટલે ફરી પાછો બધા સાથે બેસવાનો ને હસી મજાક નો માહોલ થઈ ગયો .
આ માહોલ વચ્ચે પ્રથમ નો સ્વભાવ કઈક અલગ હતો પણ મિત્ર વર્તુળ માં અન્ય છોકરીઓ સાથે તે હસી મજાક થી રેહવા માંડ્યો અને એના કીધું કરવા માંડયો એટલે તરત આ વાત ને અહીંયા જ પૂરી કરવા ગીત કે ચલો મને ઊંઘ આવે છે સૂઈ જઈએ એટલે પ્રથમ કહે અરે તું બે દિવસ જ છે જાગ ને હવે એટલે કઈક બહાનું બનાવીને ગીત પ્રથમ ને બહાર લાવી ને કે સીધો રેહજે સેજ પણ કોઈ ની સામે જોઈ ને હસવાની કે મજાક કરવાની જરૂર નથી તારે એટલે પ્રથમ કહે અરે તારા લગ્ન થવાના છે મારા તો બાકી છે તો હવે કોઈક ગોતવી તો પડશે ને એટલે આ તો તૈયારી કરું છું ગીત કહે જો તું આમ કરીશ તો મને નઈ ગમે એ સીધું કંઈ દવ છું . એટલે આટલી વાત સાંભળી ને જય શ્રી કૃષ્ણ કરી ને છુટા પડ્યા અને તે રાત્રે તો ગુસ્સા માં ગીત એ એક પણ મેસેજ ના કર્યો.એટલે પ્રથમ એ મેસેજ કરી ને કહ્યું સારું તને ના ગમતું હોય તો નઈ બોલવું કોઈ ને બસ એમ કરી ને વાત ને થાળે પાડી.
આ દિવસ બઉ મહત્વ નો હતો માંડવા બંધાઈ ગયા હતા અને બધા સાજ શણગાર થઈ ગયા હતા .અને ગીત હોમ હવન માં કાર્ય માં આવી . એને જોતાં જ પ્રથમ બોલ્યો અરે વાહ બઉ જ મસ્ત લાગે છે આજે નજર ના લાગે ધ્યાન રાખજે અને હા સાંભળ હવે આજે બહાર ના નાસ્તા કે ઠંડું પીણું પિતી નઈ ગરમ નવશેકું પાણી પીજે આંખો દિવસ .એટલે ગીત બોલી હા મી. પ્રથમ સર બીજું કંઈ ? એટલે પ્રથમ કહે બસ બીજું કંઈ નઈ જાવ હવે વિધિ માં બેસી જાવ. આ બાજુ ગીત વિધિ માં બેઠી અને પ્રથમ અન્ય તૈયારીઓ માં વ્યસ્ત થઈ ગયો પણ અચાનક પ્રથમ ને થયું લાવ જોઈ આવું ક્યાં પોહચ્યું બધું વિધિ નું કામ એટલે જેવો રિસોર્ટ ના મુખ્ય મંડપ માં પોહચયો ત્યાં વિધિ ચાલુ હતી .પ્રથમ ને જોઈ ને ગીત ની નજર વિધિ માં થી સીધી એના તરફ પડી એટલે મંદ મંદ સ્મિત કરી ને પાછી વિધિ માં ધ્યાન દેવા લાગી પણ આજુબાજુ માં અન્ય મિત્ર તેની બેઠી હતી એટલે એમને પ્રથમ ને આવકાર્યો અને કહે આવ અહીંયા બેસ થકી ગયો હશે અને આમ કરતાં કરતાં વાતો કરવા લાગ્યા અને હળવા હાસ્ય સાથે સમય પસાર કરી રહ્યા હતા એટલા માં ગીત ની નજર તેની મિત્ર અને પ્રથમ પર પડી એટલે તરત મોઢું પ્રથમ સામે ગીત નું બગડ્યું અને આંખ ના ઇશારે કહ્યું કે ઊભો થઈ ને બીજા કામ માં લાગી જા પણ પ્રથમ ને થયું એ તો હશે કઈક એટલે મોઢું બગડ્યું હશે એટલે ધ્યાન ના આપ્યું પણ ફરી પાછું વિધિ માં ઈશારો કરતા કરતા કહ્યું બીજા ઘણાય કામ છે એ સંભાળો આમને સંભાળવાની જવાબદારી તમારી નથી મી. પ્રથમ એટલે પ્રથમ એ તરત ત્યાંથી ચોથા ગિયર માં ગાડી ઉપાડી ને ઉભો થઇ ને ચાલ્યો ગયો.
થોડીવાર પછી વિધિ પૂર્ણ થઈ ને બધા વ્યવહારિક ભોજન માં પધારેલા તેમના માટે વ્યવસ્થા કરવામાં આવી અને વ્યવસ્થા કરી ને છેલ્લે બધા પરિવાર જનો ભોજન માં પધાર્યા એટલા માં ગીત ની નજર એક ખૂણા માં બેઠેલા પ્રથમ પર ગઈ એને ઈશારો કરી ને તેની પાસે બોલાવ્યો અને કહે અહીંયા આવ એટલે ગીત પાસે પ્રથમ પહોંચ્યો અને જામ્યો હતો એટલે કહે સરખું જમજે બઉ કામ કર્યું છે મારી બહેનપણી ઓ ને સાચવવા નું હવે એની સામે આ બધું ચોખવટ કરવું યોગ્ય ના લાગ્યું એટલે તરત વાત ને બીજા માર્ગે દોરી ને અન્ય વસ્તુ ને વ્યવહારિક વાતો માં ધ્યાન એનું બદલ્યું .
હજુ જમી ને પ્રથમ ઊભો થયો ને તરત એની મિત્ર વર્તુળ એ કહ્યું પ્રથમ આજે પાર્ટી આપવી પડે તારે પણ આ વાત ગીત ને ગળે ના ઉતરી એટલે ગીત એ ઉતાવળા આવજે કહ્યું કેમ એને પાર્ટી આપવાની ? એટલે એની મિત્ર એ પણ મગ નું નામ મરી ન પાડ્યું અને કહ્યું એ અમારી ડિલ છે એ તરે શું ? એટલે પ્રથમ સામે જોઈ ને મોઢું બગાડતાં બગાડતાં ગીત બોલી મરે શું જે હોઈ તે . પ્રથમ એટલા માં જ એક કીમતી વસ્તુ લઈ ને ગીત ને આપી કે આ તારી સાથે લગ્ન ના થાય ત્યાં સુધી રાખજે એટલે ગીત ખુશ થઈ ગઈ અને કહેવા લાગી કે આતો મને યાદ જ નથી કે રઈ ગયું હતું જે નજર ના લાગે એટલે રાખવું પડે. આમ બપોર થઈ ગઈ અને સૌ પોતપોતાના કામ માં જોડાઈ ગયા .
રાત્રે રિસોર્ટ ના ગ્રાઉન્ડ માં રાસ ની રમઝટ હતી બધા જ તૈયાર થઈ ને આવી ગયેલા પણ પ્રથમ ની હાજરી દેખાતી નોહતી એટલે ગીત એ એને ફોન કરી ને કહ્યું કે જલદી આવી જ ચાલુ થઈ ગયું છે ત્યાં એકદમ ધીમા સ્વરે પ્રથમે કહ્યું હું નઈ આવું તબિયત બરાબર નથી તું રમી લે રાસ. આ વાત ગીત ના મગજ માં ના બેઠી એટલે ફરી ફોન કરી ને કહ્યું કે સાચું બોલ કેમ નથી આવતો એટલે પ્રથમ એ કંઈ જ દીધું કે બસ હવે મારા થી આ નથી જોવાતું હું નઈ આવું. અને હા કાલે આવીશ એ પણ કે મને કામગીરી સોંપેલ છે એ સાંભળી ને પૂર્ણ કરી ને જતો રઈશ. બાય તું એન્જોય કર.ખબર નઈ એ પછી ગીત ના રાસ કેવા રહ્યા હશે પણ પ્રથમ આખી રાત જાગી ને આ જ વિચાર માં હતો . અચાનક રાત્રે ૨ વાગતા ફોન માં મેસેજ આવ્યો કે તું જાગે છે ? તો આવ અહીંયા મઝા આવશે અમે બધા ગ્રાઉન્ડ માં નાસ્તો કરીએ છીએ બહાર તો આવ રૂમ ની જો .આ મેસેજ વાંચી ને ઇગનોર કરતો હોય એમ પ્રથમ એ જવા દીધો .
સવારે વેલા ઊઠી ને રિસોર્ટ માં મુખ્ય ચોરી ના મંડપ પાસે પ્રથમ પોહચી ને બધી વ્યવસ્થા સંભાળી કારણ કે આજે કે દિવસ ની રાહ જોવાતી હતી તે મોંઘેરી જાન આવાની હતી એટલે ક્યાંય કચાસ ના રઈ જાય એમ જીણવટ પૂર્વક પ્રથમ માણસો પાસે કામ કરાવતો હતો .
જાન આવી ગઈ હસ્તમેળાપ નો સમય થઈ ગયો એટલે ત્યાંથી પ્રથમ એ ચાલતી પકડી અને કેટરર્સ ના આયોજન તરફ તે જતો રહ્યો અને રિસોર્ટ ના અન્ય ભાગ માં કે જ્યાં કોઈ જોવે નઈ એમ તે બેસી ગયો . આમ લગ્ન પૂર્ણ થઈ ગયા અને બસ હવે વિદાય ની ઘડીઓ ગણાય રહી હતી એટલે તરત જ પ્રથમ જમ્યા વગર જ ત્યાંથી અન્ય જગ્યા એ કામ અર્થે જવાનું બહાનું કાઢી ને ચાલતી પકડી. આ વાત ની કોઈ ને ખબર નોહતી કે પ્રથમ હવે અહીંયા નથી. ગીત ને ખબર હતી કે વિદાય વખતે આ નઈ હોઈ એટલે એ જ જાણતી હતી.આમ જોતજોતામાં વિદાય થઈ ગઈ અને લગ્ન પ્રસંગ સુપેરે પર પડી ગયો પણ પ્રથમ ના હ્રદય માં જાણે જિંદગીભર નો ઘા રઈ ગયો .
પ્રથમ આ બધી વાત ને ભૂલી જઈ ને ફરી થી હવે જોબ માં વ્યસ્ત થઈ જવાનું ક્લાઈન્ટ સાથે વ્યસ્ત રેવાનું વિચારે ત્યાં જ એક દિવસ અચાનક ૧ મહિના પછી ગીત નો મેસેજ પ્રથમ માં આવ્યો એટલે પ્રથમ એ પેહલા ઓપચારિક રીતે હાય હેલ્લો કર્યું એટલે ગીત એ પૂછ્યું કેમ છે ? મી. પ્રથમ ત્યાં પ્રથમ બોલ્યો બસ મૂકી ને ગઈ એવો જ છું કઈજ ફરક નથી હવે .આમ વાત ફરી શરૂ થઈ પ્રથમ એ પૂછ્યું તરે કેમ છે તારું લગ્ન જીવન કેમ ચાલે છે તો ગીત કહે સારું છે બધું અત્યારે હું પિયર આવી છું થોડા દિવસ રોકાવવા એટલે મને થયું કે તન યાદ કરું .
પ્રથમ કહે સારું કેવાય ધન્યવાદ તમે અમને યાદ કર્યા એના માટે એટલે ગીત કહે ઊંઘણશી હોશિયારી ના કરીશ સવાર માં ૭ વાગ્યા માં મેસેજ કરેલો હતો હું આવી ને તરત જ તને સમય જ ક્યાં છે ઊંઘ અને તારી ઓફિસ માંથી .એટલે પ્રથમ કહે અરે ના ના એવું નથી પણ હા ચોક્કસ વ્યસ્ત થઈ ગયો છું એ સાચું છે . આમ આંખો દિવસ વાર્તાલાપ ચાલુ રહ્યો.
અચાનક ઓફિસ થી ઘરે જતો હતો ને રીંગ વાગી એમાં ગીત નો ફોન આવેલો ફોન ઉપાડી ને કહ્યું બોલો મેડમ એટલે ગીત જાણે મને ખીજવતી હોઈ એમ કહે આ મારા મોબાઇલ માં મિસ કોલ બતાવતા હતા તમારો જાણે તમે મને મિસ કરતા હસો એટલે મે તમને ફોન કર્યો છે . પ્રથમ કહે હા મિસ ચોક્કસ કરતો જ હતો અને રહીશ પણ મે મિસ કોલ નથી કર્યો તમારી મરજી વગર . આમ ૧ કલાક થી વધુ ફોન પર આ વાર્તાલાપ ચાલુ રહ્યો પછી કોઈક કારણોસર ગીત એ પછી કરું એમ કરી ને ફોન મૂકી દીધો.
શ્રાવણ ના મેહ ની જેમ બને વચ્ચે વાતો ફરી શરૂ થઈ ગઈ .ગીત અને પ્રથમ ની વાતો એ એટલો રંગ પકડ્યો કે બને એ નક્કી કર્યું કે આપણે એકલા માં મુલાકાત કરીએ ભલે ક્યાંક ગાર્ડન માં કે એમ જઈશું પણ ગીત અને પ્રથમ એકલા જ .હવે એક બાજુ વિવહિક સ્ત્રી ગીત અને પ્રથમ સાથે મુલાકાત કરે ? એ પણ વિચારવું પડે એમ બને એ ચોકઠાં ગોઠવી ને મુલાકાત નું સ્થળ અને તારીખ નક્કી કરી.
આખી વાર્તા નો મુખ્ય મુદ્દો એ આ એક મુલાકાત મહા મહેનતે આ મુલાકાત ને આખરી ઓપ આપ્યો અને એક શાંત અને સુદંર પ્રકૃતિ ની વચ્ચે ગાર્ડન માં ગીત અને પ્રથમ ની પ્રથમ મુલાકાત થઈ બને વચ્ચે બઉ જ વાતો અને સાથે સાથે કઈક ઠંડું એક બીજા એ ખાધું અને પાછા વાતો કરવા લાગ્યા યાદગીરી સ્વરૂપે પ્રથમ એ ત્રણ - ચાર તસવીરો સેલ્ફી રૂપે પાડી.પણ એક પણ તસવીર માં બને ભૂલ થી પણ અડી ને પાડેલી હોઈ તેવી નઈ. એવો પવિત્ર પ્રેમ હતો. પછી ગીત કહે આપણે અલગ નથી એટલે તસવીર માં આપણે એક હોવા જોઈએ એમ માત્ર હાથ નો સ્પર્શ કરી ને ૧-૨ સેલ્ફી એવી લીધી અને પ્રથમ અને ગીત ફરી વાતો કરવા લાગ્યા . મુલાકાત ૧-૨ કલાક ની હતી એના જગ્યા એ ૪ કલાક નો સમય વિતી ગયો ખબર ના રઈ . અંતે બને ની મંજુરી થી છૂટા પડ્યા અને છેલ્લે જાણે પ્રેમ ની છેલ્લી ભેટ સ્વરૂપે એકદમ મજબૂતી થી ગીત ગળે લગાડી ને પ્રથમ અને ગીત ની આ મુલાકાત પૂરી થઈ.
પણ જાનકી નો નાથ પણ જાણી રે શકાયો નઈ કાલે સવારે શું થવાનું ?
એમ આટલું નજીક આવ્યા પછી આ એક મુલાકાત વાર્તા ના શીર્ષ નામ પ્રમાણે એક મુલાકાત , આખરી મુલાકાત થશે એ ખબર નહોતી . અચાનક ગીત નો ફોન આવ્યો અને પ્રથમ ને કહ્યું કે હવે આ બધું મારા થી નઈ થઈ શકે પણ હવે આપણે વાત કરવાની અને હવે મળવાનું તો કોઈ દિવસ નઈ . અને આજ પછી આપણા વચ્ચે જે કંઈ હતું એ સમય ને ભૂલી ને બને એ પોતપોતાની જિંદગી માં વ્યસ્ત થઈ ને રેવાનું છે અને હવે મહેરબાની કરી ને કોઈ જ એવી વાત ના કરતો કે જેનાથી તને એમ હોઈ કે ગીત ને અસર થશે અને ગીત પાછી ફરી ને આવશે અને એવું વિચારતો પણ નઇ. બસ એટલું કઈશ કે આ બધું જે હતું એ હતું હવે ભૂલી જજે .
પ્રથમ ની આંખ માં પાણી આવી ગયું અને મોઢા માં ડૂમો ભરાઈ ગયો કે આ અચાનક શું થયું આને અને આ કેમ આવો વ્યવહાર કરવા માંડી છે . જે કુદરત ને ગમ્યું તે જ સાચું એમ આમાં પણ એમની ઈચ્છા ની વિરૂદ્ધ હશે એમ વિચારી ને પ્રથમ એના જીવન ના નવા અધ્યાય માં પગલાં માંડવા માંડ્યો.
પ્રથમ આજે પણ એની રાહ જોવે છે અને ગીત ના શબ્દો,એની વાતો અને એના ઈશારા ઓ ને હજુ પણ માં મન માં ને મન માં વાગોળે છે અને ફરી પાછો તેના જીવન ના અધ્યાય માં જોડાઈ જાય છે .

લેખક - હર્ષ લલિતભાઈ પાઠક
( મિત્ર પ્રથમ અને ગીત ના પ્રેમ ની સત્ય ઘટના આધારિત વાત ને રજૂ કરતો " એક મુલાકાત , આખરી મુલાકાત..." નામક પ્રેમ વાર્તા નો પ્રથમ પ્રયાસ )