Prem Asvikaar - 16 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અસ્વીકાર - 16

જેવી હર્ષ ની આંખ ખુલી તો એ હોસ્પિટલ માં હતો અને બધા એના આજુ બાજુ ભાન માં આવવા ની રાહ જોઈ રહ્યા હતા.
એક દમ હર્ષ ઊભો થઈ ને બોલવા લાગે છે કે ઈશા ની તબિયત કેવી છે? તો ત્યાં નર્સ ઊભી હતી એ બોલે છે કે હજુ તમારે આરામ કરવા ની જરૂર છે. તમે સુતા રહો...આપડે બધીજ વાત કરીશું...
હર્ષ બોલ્યો " નાં નાં મારે બસ ઈશા ને મળવું છે " હર્ષ નાં મમ્મી અને પાપા બધું સંભાળી રહ્યા હતા પણ કંઈ બોલતાં ન હતા અને એવા માં બધા ને ડોક્ટર બહાર મોકલી દે છે. અને હર્ષ ને નીંદ નું ઇંજેક્શન આપી દે છે અને હર્ષ ફરી વાર બે હોશ થવા લાગે છે ....
છેલ્લે છેલ્લે નર્સ ને બોલે છે કે મને બસ એક વાર ઈશા ને મળવા દો પછી હું સુઈ જઈશ...એટલું બોલતાં બોલતાં હર્ષ સુઈ જાય છે...
ત્યાર બાદ જયારે ઊઠે છે તો ફરી થી ઈશા નું નામ લઇ ને નર્સ ને પૂછે છે તો નર્સ જવાબ આપે છે કે " અહી કોઈ ઈશા નથી, તમને કોઈ વહેમ લાગે છે તમે ખોટું મગજ પર નાં લેશો અત્યારે તમારે આરામ કરવા ની જરૂર છે" " નાં નાં બેન મને કઈ નથી થયું જે થયું છે એ ઈશા ને વધારે થયું છે એને મારે મળવું પડશે " " સર મે કીધું ને કે અહીંયા કોઈ નથી " એવા માં બાજુ માં ઊભેલી બીજી નર્સ બોલી કે હા હા ..મે જોયો તો એ કેશ.. પણ એ કેશ માં પેશન્ટ ને બહુ લોહી વહી ગયું હતું..કેશ બહુ સિરિયસ હતો એટલે એને મોટા દવાખાને ખસેડવમાં આવ્યા છે એમનું નામ નિશા હતું ને? " " હા હા મેડમ પણ એ અત્યારે કયા હોસ્પિટલ માં છે મારે એમને એક વાર મળવું પડશે " " એતો ખબર નથી પણ એમના મમ્મી પાપા આવ્યા હતા એટલે એમના ત્યાં હોસ્પિટલ માં એડમીટ કરવાના હતા આશરે અહીથી દુર છે 70 કિલોમીટર જેટલું.." " પણ મેડમ એમની તબિયત પૂછાય એવું કઈ હોય તો મને જાણ કરો ને મારે એમની તબિયત પૂછવી છે." " હા હા કેમ નહિ અમારા રેકોર્ડ માં એમના પાપા નો નંબર હશે અમે જાણ કરી ને તમને કહીશું " "હા હા મેડમ ...જાણ કરજો ને કારણ કે એ મારા ક્લાસ મેટ છે " " હા કઈ વાંધો નહિ અમે જાણ કરીશું પણ અત્યાર તમે આરામ કરો તમને 2 દિવસ માં રાજ મળી જશે.....
ત્યાર બાદ એવા માં હર્ષ નાં મમ્મી પાપા આવે છે અને એને ખબર પૂછે છે. ત્યાર પછી થોડી વાર પછી અજય અને નિધિ પણ ત્યાં આવે છે અને હર્ષ ની ખબર લે છે પછી બધા .....સાથે મળી ને બેસે છે ...
પછી અજય બોલે છે કે " ભાઈ તું નાં હોત તો હું આ દુનિયા માં નાં હોત ...કારણ કે તે બઉ બધા નો જીવ બચાવ્યો છે...તમે જેટલો પણ આભાર વ્યક્ત કરું તોયે ઓછું પડે ...
" ભાઈ હવે એ બહુ ધ્યાન માં નાં લેવા નું હોય...બચી ગયા એટલે બહુ છે...પછી હર્ષ વાત વાત માં પૂછી લે છે કે ઈશા ની તબિયત કેવી છે?"
નિધિ બોલે છે કે હાલ એની તબિયત બઉ સારી છે ...મે એને કૉલ કર્યો હતો...તો એ ને સજો થતા થોડો ટાઈમ લાગશે પણ બધું સારું થઈ જશે...
હર્ષ બોલે છે કે " હમમ તો અત્યારે વાત થઈ સકશે એના જોડે ? " " હા હા કેમ નહિ " પછી નિધિ કૉલ લગાવે છે પણ કોઈ કૉલ નથી ઉઠવ તું....
પછી અજય બોલે છે કે " ભાઈ પણ મને એ ખબર નાં પડી કે તું એટલું બધું હમણાં થી એની એટલી બધી ચિંતા કેમ કરે છે? " " નાં નાં ભાઈ એવું કઈ નથી એતો નિધિ ની ફ્રેન્ડ એટલે આપડે પૂછવું પડે ને? " અજય હસતા હસતા બોલે છે કે ..." ભાઈ બધું દેખાય છે તારી આંખો માં ...એમને બનવા ની કોશિશ નાં કરીશ..અમે તો તમે ...કોલેજ નાં પેલા દિવસ થી નોટ કરીએ છીએ...સુ કેવું નિધિ? " નિધિ હસતા હસતા બોલે છે કે હા હા ....પણ હર્ષ બહુ શરમાળ છે.....અને ઈશા ને કોઈ છોકરો પ્રપોઝ મારે બઉ મુશ્કેલ કામ છે....
અજય બોલે છે કે અરે ....એતો હર્ષ છે ..હજુ તું એને ઓળખતી નથી ....જો એ નાં બોલી શકે તો હું તો છું ને ...હું એને ...દિલ ની વાત કહેવામાં મદદ કરીશ...
નિધિ બોલે છે કે ..પણ ઈશા પ્રપોઝ મંજૂર નહિ કરે....
અજય બોલે છે કે ...કેમ એ કોઈ રાજ કુમારી છે?....
પછી હર્ષ બોલે છે કે ...હા ભાઈ હા એ મારા માટે તો ....એક સ્પેશ્યલ ગર્લ છે....એમ કહી ને સર્માઈ જાય છે....