Janki - 1 books and stories free download online pdf in Gujarati

જાનકી - 1

બરોડા ના અલ્કાપૂરી વિસ્તાર માં સાત માળ ની બિલ્ડીંગ માં સૌથી ઉપર ના માળ માંથી રોજ આમ જ રાત પડે ને જૂના ગીતો નો અવાજ આવતો...
આજ પણ એવું જ હતું , એક પછી એક ગીત વાગતાં હત...
- આપકી નજરો ને સમજા પ્યાર કે કાબિલ હમે,
- યે રાતે ,યે મોસમ નદી કા કિનારા,
- એક લડકી કો દેખા તો એસા લગા
- એક પ્યાર કા નગમાં હૈ,

અહીં બીજી બાજુ બરોડા સિટી ના બાયપાસ રોડ પર દોડતી સફેદ કલર ની મારુતિ સ્વિફ્ટ માં ચાલી રહેલા ગીતો માં પણ અચાનક તે જ સમય પર તે જ ગીત વાગ્યું...

एक प्यार का नगमा है
मौजों की रवानी है
ज़िंदगी और कुछ भी नहीं
तेरी मेरी कहानी है
एक प्यार का नगमा है

ગાડી ની સ્પીડ અચાનક ધીમી થઈ ગઈ... જાણે સામે કાચ પર એક ચહેરો આવી ગયો હોય તેમ તેણી તેને જોવામાં ખોવાઈ ગઈ,
તે જ લાંબો ગોરો ભરાવદાર ચેહરો, નહિ કાળી કે નહિ કથ્થાઈ તેવી મિક્સ કોઈ તેની આંખોં ને માત્ર એક વાર ધ્યાન થી જોઈ લે તો મોહાય જાય તેવી આંખો, જરા પોહળું પણ તેના ચેહરા માટે એક દમ બરાબર એવું નાક, ગુલાબ નો ગુલાબી કલર પર આછો લાગે એવા ગુલાબી હોઠ.... બહુ અસામાન્ય એવો એનો અતિ સુંદર ચેહરો જોઈ તેણી બધું જ ભૂલી ગઈ કે પોતે ગાડી ચલાવી રહી છે...

ચાર રસ્તા પરથી પસાર થતા... એક ટ્રક એ તેની ગાડી ને હોર્ન વગાડી ને સચેત કરવાં નાકામ કોશિશ કરી ને એટલી જ વાર માં બીજી તરફ થી અતિ સ્પીડ માં આવતો ટ્રક થી ગાડી ને ઠોકર લાગી અને તેની ગાડી ત્યાં થી દૂર સુધી ઢસડાઈ, અને તેણી પર ગાડી નું બધું વજન આવી ગયું.. ધસડવા થી તેણી ના શરીર પર ખૂબ ઇજા થઇ, એક તરફ નો દરવાજો ખુલી ગયો હતો, તેમાં થી તેણી નો એક હાથ બાર રોડ પર આવેલ દેખાતો હતો, ગાડી ની અંદર રહેલા બીજા હાથ માં panda નું teddy પકડેલ દેખાય રહ્યું હતું,જે બ્લેક એન્ડ વ્હાઇટ ની જગ્યા એ હવે બ્લેક એન્ડ રેડ થઈ ગયું હતું... પણ તેની પકડ મજબૂત એવી હતી કે કોઈ તેને છોડાવી ન શકે... દરવાજો ખુલી જવા થી ગાડી માં ચાલતું ગીત બાર સંભળાવા લાગ્યું...

जो बीत गया है वो
अब दौर न आएगा
इस दिल में सिवा तेरे
कोई और न आएगा
घर फूँक दिया हमने
अब राख उठानी है
जिंदगी और कुछ भी नही
तेरी मेरी कहानी है

एक प्यार का नगमा है
मौजों की रवानी है
ज़िंदगी और कुछ भी नहीं
तेरी मेरी कहानी है


આવાં ભયાનક એક્સિડન્ટ બાદ ત્યાં આસપાસ ભીડ જામી ગઈ, એક જ વાત અલગ અલગ વાક્ય રચના માં કરવાં માં આવી રહી હતી, કે અંદર રહલી વ્યક્તિ જીવીત નહીં રહે જો તરત હોસ્પિટલમાં સારવાર નહીં અપાઈ તો... એટલા માં જલ્દી થી ત્યાં 108 એમ્બ્યુન્સનો અવાજ સંભળાયો સાથે પોલીસ ની જીપ ભી દેખાઈ...

ગાડી માં રહેલ તે છોકરી ને બહાર કાઢી તો હજુ સુધી તેમાં શ્વાસ ચાલતાં જોઈ તેને જલ્દી થી હોસ્પિટલ પોહચાડવા માં આવી... અકસ્માત ને કારણે તેણી નો ફોન ક્યાંક ગાડી બહાર ફેંકાઈ ગયો હતો તેથી તે કોણ છે, ક્યાં થી આવી, ક્યાં જતી હતી તેની કોઈ જાણકારી ના હોવા થી પોલીસ ત્યાં ન્યૂઝ રિપો્ટરને ને બોલાવી ને દરેક ન્યૂઝ માં આ અકસ્માત ની જાણ કરવા નો નિર્ણય લે છે, ગાડી નંબર, છોકરી નો ચહેરો, પણ દેખાડી ને તેણી ના પરિવાર સુધી જાણ કરવા ની કોશિશ માં પોલીસ લાગી જાય છે...

આ તરફ આ બધાં થી અજાણ તેનો પરિવાર એકતા નગર માં આવેલ તેના ફ્લેટ માં આરામ થી જમી રહ્યો હતો, આખા દિવસ દરમિયાન ની વાતો એક બીજાં સાથે ચર્ચા કરી રહ્યા હતા... થોડી વાર માં કોઈ ના ફોન માં ન્યૂઝ ની notification આવી, તેમાં જોયેલી ગાડી, છોકરી નો ચહેરો તેનું વર્ણન કરવામાં આવ્યું હતું તે જોઈ ને ઘરના લોકો ની જાણે દુનીયા જ હલી ગઈ કે દુનીયા અટકી ગઈ તે કહી શકવું અઘરું હતું ..