Janki - 11 books and stories free download online pdf in Gujarati

જાનકી - 11

વેદ યુગ ને સુવડાવી ને પોતાના અને જાનકી ના રૂમ માં આવે છે... રૂમ નો દરવાજો ખોલતાં જ તેને સામે એક સાઈડ ની દીવાલ કાચ હતી... જેને બરાબર તગત બાલ્કની હતી... ત્યાં થોડા છોડવા લગાવ્યા હતા... એક સિંગલ જુલો હતો.. મોગરા, ગુલાબ આવા ફૂલ ની સુગંધ આવી રહી હતી... રૂમ માં બરાબર વચ્ચે એક દાદરો ચડી ને બેડ... બેડ ની ઉપર જાનકી અને વેદ નો લગભગ દીવાલ જેવડો જ ફોટો હતો.. જેમાં બંને એક બીજાની સામે જોઈ ને ઊભા છે વેદ ના હાથ જાનકી ની કમર પર હતા અને જાનકી ના હાથ વેદ ના ગળા માં... બંને ની આંખો અનહદ પ્રેમ વરસાવતાં હતા.. વેદ તે ફોટા ને જોઈ રહ્યો હતો... તે બંન્ને નું જીવન તે બંન્ને નો પ્રેમ એવો કે કોઈ બહાર નું વ્યક્તિ જોવે તો નજર લાગી જાય...

વેદ અને જાનકી ના પરિવાર કોઈ લગ્ન માં મળ્યાં હતા.. વાત પર થી વાત ચાલી કે બંન્ને છોકરાઓ નું સગપણ કરવાં માટે કોઈ સારો પરિવાર ની શોધ કરી રહ્યા હતા... તો કોઈક જાણીતા વ્યક્તિ એ જે આ બંન્ને પરિવાર ને જાણતા હતા, તેમને સલાહ આપી કે આ બંન્ને ની જોડી સારી લાગશે.. ઉંમર પણ બરાબર કહેવાય..
હવે સમય હતો જાનકી અને વેદ ને મળવવા નો... તે બંન્ને ને મળવા માટે કોઈ આઇસક્રીમ પાર્લર નક્કી કરવા માં આવ્યું... નક્કી થયેલ સમય પર બંન્ને પોહચી ગયા...
ક્રીમ કલર નો કુર્તો જેમાં એક ગળા પર જ ખાલી નામ નું દોરા વડે ભરત કરેલ હતું, સાથે નીચે બાંધણી ની ચુડીદાર તેનો મેચિંગ દુપટ્ટો જે મલ્ટી કલર નો હતો... સાથે કાન માં નાના એવા જુમકા અને એક બિંદુ અને આંખ માં કાજલ થી જાનકી પોતાની સાદગી ને દર્શાવતી હતી... આ તરફ વેદ લાલ કલર નું ટી-શર્ટ અને બ્લેક કલર નું જીન્સ પેહરી ને આવેલ હતો... વેદ અને જાનકી એક બીજા ને જાણવા માટે ત્યાં એક ટેબલ પર બેઠા... જાનકી સાથે વાત કરતા કરતા વેદ અને જાનકી ને એક બીજા નો સાથ સારો લાગ્યો... તેઓ એ હજી એક વખત મળવા નું નક્કી કર્યું... આવી રીતે લગભગ ત્રણ ચાર મુલાકાત પછી બંન્ને એ ઘર માં આ વાત ને આગળ ચાલવા માટે હા પાડી... એક વીક માં સગાઈ થઈ ગઈ બંન્ને ની... આશરે 6 મહિના માં લગ્ન પણ થઈ ગયા...
કેવી આશ્ચય ની વાત છે ને, સગાઈ લગ્ન 6 મહિના માં થઈ જાય પણ ને વ્યક્તિ ને સમજવા માટે કદાચ 6 વર્ષ પણ ઓછા પડે... મળવા વાળા 6 મહિના મળી પણ જાય અને એક પણ થઈ જાય... બાકી પ્રેમ માં લોકો ને 6 વર્ષ સુધી સાથે રહી ને પણ એક ના થઈ ના શકે...
લગ્ન પછી જાનકી અને વેદ પોતાની જીંદગી નો આનંદ માણી રહ્યા હતા... આમ જ કોઈક વાર લડાઈ કોઈક વાર પ્રેમ એમ જીંદગી ચાલતી હતી... ઘણી વાર ના ચાહવા છતાં જગડાં થઈ જતાં... તો ઘણી વાર અચાનક કોઈ અણધારી ખૂશી મળી જતી... આવી જ એક ખૂશી હતી યુગ.. તેમનો પોતાનો યુગ નવ મહિના સુધી ખરાબ તબિયત, ના જાણે કેટલા ખતરા પછી કેટલી કાળજી પછી યુગ આવ્યો હતો તેમના જીવન માં... જાણે ભગવાન ની મોકલેલ અમૂલ્ય ભેટ બરાબર... યુગ ના આવવા થી બંન્ને ની જીંદગી માં જાણે એક કારણ વધી ગયું હતું પ્રેમ નું... સાથે સાથે જગડાં નું પણ...
જેમ બંન્ને વ્યક્તિ ની પોતાની જીવવાની અલગ રીત હોય તેમ છોકરા ને સમજાવવી ની , સમજવા ની , કંઈ પણ કેહવાની કે બોલવા ની બધી રીત અલગ હોય.. ઘણી આવી જ વાતો નું સ્વરૂપ મોટું થઈ જતું... તો ઘણી વાર યુગ ની હિસાબે તે વધુ નજીક આવી જતા... યુગ તે બંન્ને ને બાંધી ને રાખતી એક દોરી થઈ ગયો હતો.. તો ઘણી વાર વિચારતાં પણ ખરા કે શું આપણી વચ્ચે આપણ ને ભાંધી રાખવા દોરી ની જરૂર હોય...! યુગ ની જરૂર ના હતી એમ નહિ પણ તેની હિસાબે જ આપણે નજીક છીએ એ વાત તે બંન્ને ને યોગ્ય ના લાગતી... તે એક બીજા ને વધુ સમજવાની કોશિશ કરતા.. મન ની વાત જણાવતાં સાથે મળી ને યુગ ને સમજાવતા.. આમ એક વાર ફરી બંન્ને ની બધી જવાબદારીઓ અને પ્રેમ આ બંન્ને ત્રાજવા ને સમતલ કરી ને ચાલતાં...