Janki - 6 in Gujarati Love Stories by HeemaShree “Radhe" books and stories PDF | જાનકી - 6

જાનકી - 6

નિકુંજ ને જ્યારે ખબર પડે છે કે આ જાનકી બીજી કોઈ નહીં પણ નિહાન જેને પાગલ ની જેમ પ્રેમ કરે છે તે છે... અને તે નિહાન ના બન્ને ખંભા પર હાથ રાખી ને બોલે છે..
" સામે જો નિહાન, શું કહ્યું તે આ જાનકી અહુજા તે તારી જાનકી છે...!!??? પેલી જે લેખિકા છે તે...?! જેની વાતો કરતા કરતા તું થાકતો ના હોય...? ઓહો, મને કેમ ધ્યાન ના ગયું પેલો panda, તે ડાયરી....."

નિહાન હજું નીચે જોઈ ને જ ઉભો હતો પણ નિકુંજ એ જ્યારે આટલું બોલ્યું પછી તેણે ધીમે થી ઊંચું જોયું... તેની આંખમાં લોહી ઉતરી આવ્યું હોય એમ લાલ થઈ ગઈ હતી.. આંસુ બહાર આવવા માટે ઉતાવળ કરતું હોય તેમ આંખ ના ખૂણા સુધી આવી ગયું હતું.. અને તે બોલ્યો..
" હા , નિકુંજ હા આ તે જ જાનકી છે... તે panda પણ મારો આપેલો છે... અને તે ડાયરી તેમાં તે પોતાની બધી સ્ટોરી લખે છે ડાયરી છે..."

નિકુંજ કંઈ બોલવા જેવો રહયો જ નહીં.. તેને જરા વિચારી ને કીધું... "જાનકી ને જોઈ તે.?? નહીં જ જોય હોય ચાલ મારી સાથે...."

નિહાન તેની નજર સાથે એક વાર નજર મિલાવી તેની સાથે ચાલવા લાગ્યો... થોડું ચાલ્યાં બાદ તે એક રૂમ ની બહાર પોહચે છે.. પણ તેના પગ ત્યાં દરવાજા બાહર જ અટકી જાય છે... એક ઊંડા શ્વાસ સાથે ફરી મારી મન સાથે એક એક ડગલું આગળ વધી રહ્યો હતો, તે પાંચ ડગલાં આગળ વધી રહયો હતો પણ તેનું મન પાંચ વર્ષ પાછળ લઈ જતું હતું... તે દરવાજો ખોલે છે, અને તેની નજર જાનકી ના સાવ શાંત પડેલ ચેહરા પર પડી... જાનકી નો એ ખામોશ ચેહેરો પણ જાણે કેટલી વાતો કરતો હતો...
અને નિહાન ને તેની મસ્તી બોલેલ શબ્દ યાદ આવતા હતા...
" Nihan, કોઈ વાર અચાનક બોલાવીશ જોજે હું તને... તું આવીશ ને..?"
નિહાન તેનો હાથ પકડી ને " હા, વાદા રહા" આવું મસ્તી માં બોલે છે...
અને જાનકી તેની વધુ મસ્તી કરતા કરતા ગીત ગાતી હતી...
"जो वादा किया वो निभाना पड़ेगा
रोके ज़माना चाहे रोके खुदाई तुमको आना पड़ेगा
जो वादा किया वो निभाना पड़ेगा"
આજ નિહાન ને એમ થાય છે કે જાણે આજ ના દિવસ માટે જાનકી એ વચન લીધું હતું... અને નિહાન બોલે છે મન માં...
" મે મારુ વચન નિભાવ્યું, પણ જાનકી આમ ન હતું આવવા નું હતું તારે સામે.. એમ જ બોલાવી લીધો હોત તો પણ હું આવી જાત..." અને તેની આંખ માંથી જે રોકાયેલ આંસુ હતું તે તેના ગાલ પર થઈ ને નીચે પડી ગયું...
તેની સામે જાનકી હોસ્પિટલ ના કપડા જે આછા વાદળી રંગ ના હતા તે પેહરી ને બેડ પર સુતેલી હતી... એક હાથ માં બાટલો ચાલુ હતો...
જાનકી ને જોઈને તેને પાંચ વર્ષ પહેલાં ની જાનકી યાદ આવી ગઈ...

પાંચ વર્ષ પહેલાં....

21 વર્ષ ની ઉંમર માં એરેન્જ મેરેજ કરી જ્યારે કોલેજ ના બીજા વર્ષ ને અધૂરું રાખ્યું, પછી થોડા ટાઈમ માં યુગ આવી જવા થી તેની કોલેજ છૂટી જ ગઈ હતી... જ્યારે યુગ સ્કૂલ જવા લાગ્યો ત્યારે તેને પોતાની કોલેજ ફરી ચાલુ કરી...

એક દિવસ કોલેજ માં sy.bcom ના ક્લાસ માં બારી પાસે આવેલ બેન્ચ પર એક છોકરી બેઠી હતી...જેનો ચેહરા બીજી તરફ હતો એટલે દેખાતો ના હતો... ના મરૂન કે ના રાણી કલર કંઈ શકાય તેવી કુર્તી પેહરી હતી, સાથે સ્કયબ્લુ જીન્સ... થોડા પાતળાં પણ શિલ્કી કથ્થાઈ વાળ જે તેની કમર સુધી પોહચતાં હતા તેને માત્ર એક પીન વડે અટકાવેલ હતાં.. જે વારે વારે પવન ના કારણે તેના ચેહરા પર જતા હતા.. તે વાળ ને પેલી છોકરી વારે વારે પોતાની આંગળી વડે હટાવી રહી હતી અને કાન પાછળ ટેકવી રહી હતી... તે સમય તેની કાન પેહરેલ સિલ્વર બુટી દેખાતી હતી તેમાં એક બે નાની નાની ઘૂઘરી હશે કદાચ તેનો અવાજ આવતો હતો આંગ્લી અડતા... બારી બહાર ખબર નહીં એવું તો તે શું જોતી હતી કે શું ગોતતી હતી...! કે તેને ખબર પણ ના હતી કોઈ તેને જોઈ રહ્યું હતું...

Rate & Review

Parash Dhulia

Parash Dhulia 4 weeks ago

milind barot

milind barot 4 weeks ago

Jigisha Shah

Jigisha Shah 2 months ago

Bhimji Rabadia

Bhimji Rabadia 3 months ago

Pratima Patel

Pratima Patel 3 months ago