When excess becomes present books and stories free download online pdf in Gujarati

અતિત જ્યારે વર્તમાન બને

અમીશા અને અમર બંને એક જ કોલેજમાં હતા અમીશા એક વિદ્યાર્થીની તો અમારા ત્યાં નવા જોડાયેલા એક પ્રોફેસર અમીશા તે વખતે શિક્ષિકા બનવાનું કોર્સ કરી રહી હતી અને અમારા ત્યાં બસ પ્રોફેશરની જોબમાં જોડાયેલા હતા ખબર નહીં જોગ કહો કે સંજોગ આજે 16 -17 વર્ષ પછી બંને પતિ પત્નીના રૂપમાં જીવન વ્યતિત કરે છે હું વિશ્વાસ નથી કરી શકતી કે શું આ સત્ય છે ?હા પણ આ ખરેખર સત્ય છે આજે અમીશાને આશરે 41 વર્ષ પૂર્ણ થયા છે તો અમરને કદાચ 49 વર્ષની આસપાસ બંનેના ઘરમાં લગ્નની પૂર્વ તૈયારીઓ ચાલતી હતી તેઓ ખૂબ જ ખુશ છે અમને ની માતા તો ખૂબ જ આનંદિત છે કે અમીશા તેની પુત્ર વધુ બનવા જઈ રહી છે પણ અમીશાના પરિવારમાં તેના નાના ભાઈ અને ભાભી આ લગ્નથી ખુશ નથી તેઓને ઘણી તકલીફો છે અને અમીશા આ ઉંમરે આવું પગલું તે ભરશે તેઓએ સપનામાં પણ વિચાર્યું ન હતું..
વર્ષો પહેલાંની વાત કરીએ તો અમીશા એ ત્રણ બહેનો માં સૌથી નાની અને તેનાથી નાનો ભાઈ આનંદ અને અમિશા ના પિતા એક શિક્ષક એટલે ઘરમાં વાતાવરણ પણ એકદમ શિસ્તબદ્ધ બધા ભાઈ બહેનોને એમને ઉચ્ચ અભ્યાસ અને સારા સંસ્કારોનું સિંચન કર્યું અમીશા ભણવામાં હોશિયાર એટલે તેને શિક્ષક બનવાની ઈચ્છા હતી એટલા માટે તેને શિક્ષકનો ટ્રેનિંગ કોર્સ જોઈને કર્યો અને ત્યાં તેની મુલાકાત અમર સાથે થાય છે તે જ કોલેજમાં પ્રોફેસર હોય છે એટલે અમીશા તેને ખૂબ જ આદર આપતી હોય છે હંમેશા અમર ના વિચારોથી તે એટલી પ્રભાવિત હતી તો વળી અમર પણ તેના શિષ્યોમાં હંમેશા અમીશા માટે માનની લાગણી ધરાવતો આ શિક્ષક ટ્રેનિંગ કોર્સ દરમિયાન જ અમીશા ના ઘરમાં સભ્યો પણ અમરની મુલાકાત થાય છે અને અમીશા ના પપ્પા પણ અમરને માટે ખૂબ જ આદર ધરાવતા અમીશા ના હૃદયમાં તેમના માટે એક અલગ જ સ્થાન હતું અને હંમેશા તે તેને આઇડલ માનતી જ્યારે અમરના માટે તો બસ એક વિદ્યાર્થીની જ હતી. અમર તો બસ તેના દરેક શિષ્યો માંથી અમીશા માટે હોશિયાર અને જવાબદાર વિદ્યાર્થીની જ માનતા બંને એકબીજા માટે માનની લાગણી ધરાવતા એ સમય દરમિયાન જ અમરના લગ્ન થાય છે પણ પતિ પત્નીના મનમેળ ન રહેતા લગ્ન ભંગ થાય છે અને આ સમય દરમિયાન જ અમીશા માટે તેના મમ્મી પપ્પા સારા મુરતિયા ની શોધમાં હોય છે પણ અમીશા ઈચ્છે છે કે તે પોતાનો કોષ પૂર્ણ કરી લે પછી જ લગ્ન વિશે વિચારશે એટલા માટે તે પોતાનું ટ્રેનિંગ કોર્સ પૂર્ણ કરે છે અને આ બાજુ અમરને પણ બીજી જગ્યાએ કોલેજમાં પ્રિન્સિપાલ નુ સ્થાન મળે છે એટલે તે ત્યાં શિફ્ટ થઈ જાય છે પછી કોઈ જ જાતની તેમની વચ્ચે વાતચીતનો દોર રહેતો નથી
ઘણી વખત જોગ સંજોગથી મનુષ્ય મળે છે કે વિખુટા પડે છે એવું માનવું જ પડે અમીશા નું ટીચિંગ કોર્સ પૂર્ણ થાય છે અને તેની માતાનું અકાળે જ મૃત્યુ થાય છે અને તેના ભાઈ આનંદ જે ખૂબ જ નાનો હોય છે તેની અને તેના પિતાની તેના પર જવાબદારી આવી જાય છે મોટી બહેનોને તો ઘણા વર્ષો પહેલા જ પરણાવી દીધી હોય છે માટે ભાઈ અને પપ્પાની જવાબદારીએ હવે માત્ર અમીશાએ સંભાળવાની હોય છે અને આ સમય દરમિયાન અમિષાને શિક્ષકની સરકારી નોકરી મળે છે અને તે પણ બાજુના ગામમાં જ નોકરી મળી જાય છે ભાઈ અને પિતાની જવાબદારીમાં તે નક્કી કરે છે કે તે હવે આજીવન કુંવારી જ રહેશે
તો આ તરફ અમર પણ પોતાના કાર્યમાં ખૂબ જ વ્યસ્ત થઈ જાય છે બંને વચ્ચે કોઈ જાતનો સંપર્ક રહેતો નથી પણ અમરની માતાને જ્યારે અમીશા ના માતાના મૃત્યુ વિશે જાણ થાય છે ત્યારે તેઓ અમરને લઈને અમીશા ના ઘરે જાય છે અને તેના પિતાને મળે છે અને અમિષાને તેની માતા સાંત્વના આપે છે અને કહે છે કે દિકરી હવે હિંમત રાખજે અને ત્યારબાદ અમરની માતા ક્યારેક ક્યારેક અમીશા સાથે ટેલીફોનિક વાતચીત કરે છે અને અમીશા ને ઘણી વખત દિલાસો પણ આપે છે અને બંને અમર તથા નિશા પોતાના જીવનમાં એવા ગૂંચવાઈ જાય છે કે જવાબદારીઓના કારણે એક અલગ જ દુનિયામાં ખોવાઈ જાય છે.
આમને આમ ઘણા વર્ષો વીતી જાય છે એક દાયકા કરતાં પણ વધારે હવે બને છે એવું કે અમરનુ એક નાનકડું એક્સિડન્ટ થાય છે અને તેમાં તેને ખબર નથી પડતી અને માથામાં ક્યાંક ઊંડો ઘા વાગવાથી માનસિક સમતુલન ગુમાવી બેસે છે અને તેની જોબ પણ જતી રહે છે અને તે એક મોટા પરિવારનો સૌથી નાનો દીકરો હોય છે માટે તે તેના માતા પિતા અને મોટાભાઈ ભાભીઓ સાથે રહેવા જાય છે તેની માતા તેની સારી એવી સેવા કરે છે પણ પરિવારના અન્ય સભ્યો બધા ધીરે ધીરે અલગ થઈ જાય છે બહારથી સ્વસ્થ દેખાતો અમર માનસિક સમતુલન ગુમાવી બેસે છે એટલે ગમે ત્યારે ઉગ્ર સ્વભાવના કારણે કોઈ તેની સાથે રહેવા સહમત નથી થતું. અમરના માતા-પિતા હવે અમરની ચિંતામાં પડી જાય છે કે આ વળી અચાનક શું થઈ ગયું ધીરે ધીરે તેની સારવારમાં પોતાનું સમય વધારે આપે છે એ દરમિયાન અમીશા ને પણ પોતાના ગુરુજી વિશે ખ્યાલ આવે છે તે પણ ક્યારેક ક્યારેક તેમના ખબર અંતર પૂછે છે અને પોતાના નોકરી ભાઈના લગ્ન માટેની તૈયારીઓ પિતાની તબિયતમાં દુનિયાદારીમાં તે ડૂબેલી હોય છે પિતાની ઈચ્છાને માન આપીને તે પોતાના નાના ભાઈ ના લગ્ન કરાવે છે અને બસ પોતાના પપ્પાને ભાઈના આ બે સભ્યો પૂર્તિજ સીમિત એ જિંદગી એમ જ ચાલ્યા કરે છે પણ ભાભીના આવવાથી તેને ખ્યાલ આવે છે કે પોતે ઘણી મોટી મંજલ કાપી છે પણ હવે મંજિલથી ભટકી જવાશે તેમ છતાંય મને શાંત રાખવા માટે પ્રયત્નશીલ રહે છે ધીમે ધીમે પિતાની તબિયત વધારે લથડે છે અને અમીશા ખૂબ જ મહેનત કરે છે પણ તેને બચાવી નથી શકતી હવે અમીશા પર પોતાના નાના ભાઈ અને ઘરની જવાબદારી આવી જાય છે અને અચાનક જ તેના ઘરમાં એક સન્નાટો છવાઈ જાય છે શાળાએથી આવીને તે પોતાના પિતા સાથે કેટલો સમય વિતાવતી બંને બાપ દીકરી વાતો કરતા કરતા ઘણા ખરા કામોને ઉકેલી નાખતા તેની તેને ખબર પણ ન પડતી પણ હવે તેને ઘરમાં સુનકાર લાગે છે સાથે સાથે ભાભીનું ખરાબ સ્વભાવ પણ અમીસાને ખૂબ જ દર્દ પહોંચાડે છે તે કોઈને કહી નથી શકતી પણ અંદરને અંદર રડ્યા કરે છે
આ બાજુ હું અમીશા ના પિતાના મૃત્યુની જાણ અમર ની માતા ને થાય છે તેઓ પણ ખૂબ જ દુઃખી થાય છે કારણ કે તેઓ અમીશાને સારી રીતે જાણતા તેઓ અમીશા પાસે જાય છે અને તેને સાંત્વના આપે છે ઘણા સમય બાદ એક વાત અનીશાને સાંભળવા મળે છે કે ભાઈ અને ભાભી તેના સગપણ માટે ઘણી જગ્યાએ તપાસ કરે છે વચ્ચેના સમય દરમિયાન બધા લોકો કહેતા પણ અમીશા જ ઘર બાંધવાની ના પાડતી પણ હવે અમીશા ના ભાઈ ભાભી તેમાં જોડાઈ જાય છે અમીશા નિરૂત્સાહ થઈ જાય છે પણ અચાનક જ એક દિવસ અમરની માતા અમિશાની સામે એક પ્રસ્તાવ મૂકે છે જે ઘણો ગંભીર હોય છે પણ અમીશા તેમાં હામી ભરી દે છે ઘરમાં વિરોધનો વંટોળ ચાલે છે અમીશા નો નાનો ભાઈ તેનાથી નારાજ થઈ જાય છે અમરની માતા નો પ્રસ્તાવ હોય છે કે તેને પોતાના ઘરની પુત્ર વધુ બનાવુ પણ અમીશાના ભાઈને તે મંજૂર હોતું નથી જ્યારે આ બાજુ અમીશા લગ્ન કરવા તૈયાર થઈ જાય છે ઘણા બધા વિરોધ પછી પણ બધા પરિવારજનોની સહમતિથી અને ખૂબ જ ઓછા લોકોને આમંત્રિત કરીને એક નાનકડા મંદિરમાં અમર અને અમિશા ના લગ્ન યોજાય છે જેમાં અમરની માતાનો હરખ જ માતો નથી પણ અમિશાના ભાઈ ને ભારે હૃદય આ પગલું ભરવું પડે છે આમ નાનકડો એવો પ્રસંગ પણ ખૂબ ધૂમધામ થી બધી જ વિધિઓથી એ પ્રસંગને ઉજવાય છે આજે અમિષા અને અમર પતિ પત્ની છે...
ઓહ કેવો જોગ સંજોગ કે અતિત જ્યારે વર્તમાન બને..
જય દ્વારકાધીશ 🙏🏻