Repentance - 3 books and stories free download online pdf in Gujarati

પશ્ચાતાપ - ભાગ 3

પશ્ચાતાપ (ભાગ-૩)

આગળ આપણે જોયું તેમ, મનોજભાઇ અને સેવંતીબેને તેમના એકમાત્ર દીકરા અનુજને વિદેશમાં ભણવા માટે મોકલ્યો. હવે તે ઘરે આવવાનો હતો પણ સાથે એક સરપ્રાઇઝ લઇને પણ તેના માતા-પિતા બંને એવાથી અજાણ ન હતા કે સરપ્રાઇઝ શું હતી ? અનુજ તેની થનારી પત્ની સાથે ઘરે આવે છે. મનોજભાઇ અને સેવંતીબેન તેના વહુના ઘર વિશે પૂછે છે. તેમાં તેમને જાણવા મળે છે કે, તેના માતા નથી અને પિતાએ તેની માતાની હયાતીમાં બીજી કોઇ સ્ત્રી સાથે લગ્ન કરી દીધા હતા. આ વાત જાણીને મનોજભાઇ અને સેવંતીબેન થોડા ગંભીર થઇ જાય છે. સ્મીતાની વાત મનોજભાઇના ભૂતકાળ સાથે સંલગ્ન હતી. તેઓએ તેમની પહેલી પત્ની શારદા અને બે બાળકોને સેવંતીબેન સાથે લગ્ન કરવા માટે છોડી દીધા હતા. હવે મનોજભાઇ અને સેવંતીબેન તેમણે કરેલ ભૂલને સુધારવા માંગતા હતા. હવે આગળ..........................

સવારમાં અનુજ સ્મીતાને લઇને શહેરની મુલાકાતે જાય છે ને આ બાજુ સેવંતીબેન અને મનોજભાઇ નજીકના એક સંબંધી છે તેમની પાસેથી શારદાબેનની જાણકારી મેળવે છે. થોડી રકજક અને મગજમારી બાદ તેમને શારદાબેનના ઘરની માહિતી મળે છે. તેઓ બંને તેમના ઘરે પહોંચે છે. મનોજભાઇના બંગલાની જેમ જ આ બંગલો પણ આલીશાન હોય છે. નોકર-ચાકર ને બધી સુખ સુવિધા આ બંગલામાં તેમને દેખાય છે. તેઓ અંદર જાય છે તેવામાં સીકયુરીટી ગાર્ડ તેમને અટકાવતાં પૂછે છે કે, કોનું કામ છે? સેવંતીબેન કહે છે કે, શારદાબેન ? સીકયુરીટી ગાર્ડ તેમને અંદર જવાનો ઇશારો કરે છે. તેઓ અંદર જાય છે ત્યારે શારદાબેન પેપર વાંચતાં હોય છે. મનોજભાઇ તો તેમને જોતાં જ રહી જાય છે. અચાનક જ શારદાબેનની નજર મનોજભાઇ પર પડે છે. તે તેમની જગ્યા પરથી ઉભા થઇ જાય છે.

શારદા : તમે અહીં? આવો બેસો. સેવંતીબેન તમે પણ બેસો. (આવો આવકાર જોઇને મનોજભાઇ અને સેવંતીબેન તો અચંબામાં પડી જાય છે. ) થોડી વાર તો ઘરમાં શાંતિ રહી. પછી તરત શારદાબેને કહ્યું કે,‘અહી તમે કઇ રીતે ભૂલા પડયા?’

મનોજભાઇ કહે છે કે,‘બસ તમને અને બાળકોની જોવાની ઇચ્છા થઇ એટલે અહી આવી ગયા.’ શારદાબેન હસી પડે છે અને કહે છે કે,‘બહુ વહેલા આવ્યા તમે. પણ જવા દો. મારે તમારાથી હવે કોઇ ફરીયાદ નથી. હું આજે મારા બાળકો સાથે બહુ જ સુખી છું.’ સેવંતીબેન અને મનોજભાઇ હાશકારો અનુભવે છે અને પછી તેમને શારદાબેનના ઘરે કેમ આવવું પડયું તેના વિશે વિસ્તારપૂર્વક જણાવે છે. બંને વચ્ચે વાદ-વિવાદ ચાલતો રહે છે. ઘણી દલીલો પણ થાય છે. આખરે શારદાબેન કહે છે કે,‘તમને બંનેને અફસોસ છે એ બરાબર છે પણ સમય ઘણો વહી ગયો છે. મે જીવનમાં ઘણા દુખ સહન કર્યા છે પણ તેનો હવે કોઇ મતલબ નથી. પણ આ તબક્કે મને તમારી જરૂર છે. જો તેમ મદદ કરવા માંગતા હોવ તો?’ મનોજભાઇએ કહ્યું, ‘હા બોલો. અમે તમને બનતી મદદ કરીશું.’ શારદાબેન નિ:સાસો નાખતાં કહે છે કે, મારા બંને બાળકો સારો અભ્યાસ કરીને નોકરીએ લાગી ગયા છે અને ભગવાનની કુપાથી તેમના બંનેના લગ્ન આવતા મહિને છે. જો તમને વાંધો ના હોય તો તમે તે બંનેને આશીર્વાદ આપવા આવશો ? હું તમને આમંત્રણ આપવા આવવાની જ હતી એ પહેલા જ તમે અહી આવી ગયા.’

મનોજભાઇ અને સેવંતીબેન એકબીજાની સામે જુએ છે જાણે જવાબ તો હા માં જ હોય. મનોજભાઇ કહે છે કે, આ તો મારા માટે બહુ ખુશીની વાત છે. હું અને સેવંતી અવશ્ય આવીશું અને લગ્નનો તમામ ખર્ચ પણ હું જ કરીશ. એ તમારે સ્વીકારવું પડશે. તમે ચિંતા ના કરો અને બીજું એ કે હું તમારી જીંદગીમાં દખલ નહિ કરુ.’’ વચ્ચે જ શારદાબેન બોલી ઉઠે છે કે,‘‘દખલ કરી પણ નહિ શકો. મે લગ્ન જ નથી કર્યા. તમારા ગયા પછી બંને છોકરાઓને ભણાવવા અને તેમનામાં જ મે આખી જીંદગી વીતાવી છે. લગ્નનમાં તમને બોલાવવાનો આશય ફકત એટલો છે કે, મારા સંતાન માટે માતા તરીકેની બધી જ ફરજ મે નીભાવી છે. ફકત તમે જ હાજર નહોતા. એટલે જ તમને છેલ્લી વાર એક પિતા તરીકેની ફરજ નીભાવવા કહુ છું. એ પછી તમને કોઇ તકલીફ હું નથી આપવા માંગતી. બસ આ  છેલ્લી વાર’ શારદાબેન અને મનોજભાઇ એકીટશે તેમને જોઇ રહે છે બંને તેમની માફી માંગે છે અને નવેસરથી શરૂઆત કરવાનું વિચારે છે. આ બાજુ મનોજભાઇ પણ તેમના દીકરા અનુજના લગ્નની વાત જણાવે છે અને શારદાબેનને આમંત્રણ આપે છે.

શું મનોજભાઇ એ જ જવાબદારી લીધી છે તે નીભાવી શકશે? શારદાબેન અને સેવંતીબેનના બાળકો પરિસ્થિતિનો સ્વીકાર કરશે?

( વધુ આવતા પ્રકરણે ભાગ-૪ માં)

-   પાયલ ચાવડા પાલોદરા