Repentance - Part 4 - The Last Part books and stories free download online pdf in Gujarati

પશ્ચાતાપ - ભાગ 4 - છેલ્લો ભાગ

પશ્ચાતાપ (ભાગ-૪)

આગળ આપણે જોયું તેમ, મનોજભાઇ અને સેવંતીબેને તેમના એકમાત્ર દીકરા અનુજને વિદેશમાં ભણવા માટે મોકલ્યો. અનુજ તેની થનારી પત્ની સાથે ઘરે આવે છે. મનોજભાઇ અને સેવંતીબેન તેના વહુના ઘર વિશે પૂછે છે. તેમાં તેમને જાણવા મળે છે કે, તેના માતા નથી અને પિતાએ તેની માતાની હયાતીમાં બીજી કોઇ સ્ત્રી સાથે લગ્ન કરી દીધા હતા. આ વાત જાણીને મનોજભાઇ અને સેવંતીબેન થોડા ગંભીર થઇ જાય છે. સ્મીતાની વાત મનોજભાઇના ભૂતકાળ સાથે સંલગ્ન હતી. તેઓએ તેમની પહેલી પત્ની શારદા અને બે બાળકોને સેવંતીબેન સાથે લગ્ન કરવા માટે છોડી દીધા હતા. હવે મનોજભાઇ અને સેવંતીબેન તેમના કરેલા કર્મને સુધારવા માંગતા હતા. શારદાબેન સાથેની મુલાકાતમાં તેઓ બધી જ વાત વિસ્તારપૂર્વક કરી દે છે. શારદાબેનની ઇચ્છા પ્રમાણે તેમના બાળકોના લગ્નમાં મનોજભાઇ આશીર્વાદ આપવા અવશ્ય આવે. મનોજભાઇ તે વાતનો સ્વીકાર કરે છે. હવે આગળ..........................

મનોજભાઇ અને સેવંતીબેન ઘરે આવે છે. ત્યાં સુધીમાં તો અનુજ અને સ્મીતા પણ ઘરે આવી ગયા હતા. મનોજભાઇ અને સેવંતીબેન અનુજ અને સ્મીતાને સાથે રાખીને શારદાબેન વિશે વિસ્તારપૂર્વક વાત કરે છે. અનુજ પહેલા તો ગુસ્સે થઇ જાય છે પછી સ્મીતા તેને સમજાવે છે કે, ‘તમારા માતા-પિતા જીવનના આ તબક્કે પણ તેમની ભૂલ સ્વીકારીને તેમની માફી માંગી આવ્યા છે. તો હવે આપણે તેને ભૂલી જવું જોઇએ. આપણે તેમના બંને બાળકોના લગ્નમાં ચોકકસથી હાજરી આપવી જોઇએ. આ એક બહુ મોટી ભૂલ છે પણ ભૂલનો પસ્તાવો થાય એ જ બહુ મોટી વાત છે.’ અનુજને તેની વાત યોગ્ય લાગે છે.

            સેવંતીબેન બોલી ઉઠે છે કે, ‘વહુ બેટા, આજે મને તારા પર ગર્વ અને માન પણ છે. એટલા માટે નહિ કે તે અમારાથી થયેલા પાપને ભૂલીને નવેસરથી શરૂઆત કરવાની વાત કરી પણ એટલા માટે કે તે પણ આ યાતના ભોગવી છે છતાં પણ તું સારું ઇચ્છે છે. તારી માતાએ તને સારા સંસ્કાર આપ્યા છે અને અમે ઘણા ભાગ્યશાળી છીએ કે અમને તારા જેવી વહુ મળી. કેમ કે તમે દયા રાખવામાં માનો છો.’ મનોજભાઇ પણ હામી પૂરે છે. અનુજ કહે છે કે, અમે બંને તમારી સાથે છીએ.

            આ બાજુ શારદાબેન તેમના બાળકોને મનોજભાઇ અને સેવંતીબેન વિશે જણાવે છે તેમના બાળકો પણ આનાકાની નથી કરતા.

            અનુજ શારદાબેનના ઘરે ફોન કરીને તેમના પરિવારસહ ઘરે આવવા આમંત્રીત કરે છે. તેઓ તેના આમંત્રણનો સ્વીકાર કરે છે. આખો પરિવાર સાથે હોય છે. જોતજોતામાં દિવસો વીતતા જાય છે અને લગ્નનો દિવસ નજીક આવી જાય છે. લગ્નની તૈયારીમાં બંને પરિવારમાં સંગઠીત થઇને કામે લાગી જાય છે. શારદાબેનના બંને બાળકોના લગ્ન ધામધૂમથી થાય છે. એક પિતા તરીકેની દરેક ફરજમાં મનોજભાઇ હાજરી પૂરાવે છે. શારદાબેન અને મનોજભાઇ સાથે બેસીને દીકરા અને દીકરીના લગ્નની વિધિમાં જોડાય છે. આ વાતથી સેવંતીબેનને બિલકુલ નારાજગી ન હતી. પણ તેઓ ખુશ હતા કે શારદાબેને તે બંનેને માફ કરી દીધા એ જ મહત્વનું હતું. એ પછી અનુજના લગ્ન લેવાયા. અનુજના લગ્નમાં પણ શારદાબેન તેમના સહપિરવાર સાથે હાજરી આપી. અનુજના લગ્ન પણ ધામધૂમથી સંપન્ન થયા.

            બંને પરિવારમાં ઉલ્લાસ જ ઉલ્લાસ હતો. પણ શારદાબેન તેમના રૂમની બારી પાસે બેઠા હતા ત્યારે વિચારતાં હતા કે, બધું જ સુખ છે અત્યારે. બાળકો પણ પરણી ગયા. ઘરમાં કોઇ વાતની કમી ન હતી. પણ દિલના એક ખૂણામાં મનોજ માટે ખાસ જગ્યા છે. એ પોતે પણ મનોજને બહુ પ્રેમ કરતા હતા. એટલે જ ને જયારે તેઓ સામે આવ્યા એટલે તેમની હિમ્મત જ ના થઇ તેમનો અનાદર કરવાની. પોતે નહોતા જોઇ શકતા સેવંતી સાથે. પણ મન મજબૂત રાખ્યું હતું. આજે પણ તેમની સામે જોવાથી તેમનું હર્દય એક ધબકારુ ચૂકી જતું હતું. પણ તેઓ તેમની મર્યાદા અને તેમની સાથે થયેલ અન્યાયને બરાબર સમજતા હતા. કેટલો ગુસ્સો હતો તેમને મનોજ માટે. એ જ ગુસ્સાને કારણે તેઓએ જીંદગીમાં પાછળ જોયું નહી. એકલા હાથે બાળકોને ઉછેરીને મોટા કર્યા અને સારી રીતે લગ્ન પણ પાર પાડ્યા. હવે તો બસ ભગવાન બીજા જન્મમાં મનોજની પત્ની તરીકે મારો જ અધિકાર રહે તેવા વરદાન સાથે મોકલે તો જ સારું.

            એ પછી ફોન હાથમાં લઇને મનોજનું પ્રિય ગીત વગાડવા લાગે છે.

            ‘ગુમ હૈ કિસી કે પ્યાર મે, દિલ શુભહા શામ,

                        પર તુમ્હે લીખ નહી પાઉ, મે ઉસકા નામ.........’’

સમાપ્ત 

-  પાયલ ચાવડા પાલોદરા