Nanand books and stories free download online pdf in Gujarati

નણંદ

આજે હું તમારી સમક્ષ એવા બે પાત્રોની વાત કરીશ કે ખરેખર એક એના કર્તવ્યથી પોતાના પરિવારનું રક્ષણ કરે છે તો બીજી પોતાની ફરજ ને પણ ચૂકે છે તો આજની મારી આ સ્ટોરી છે નાણંદ..

આયુષને પોતાના બિઝનેસના કારણે ઘણો આર્થિક રીતે ફાઈન્સયલી ખોટ થઈ રહ્યું હોય છે રોજ રોજ ઘરમાં ઝઘડાઓ વધવા મંડ્યા હતા આયુષને હતું કે તે બધું જ રોકાણ કરશે અને જ્યારે વહેંચશે ત્યારે તેની ડબલ કિંમત તેને મળશે પણ પરિસ્થિતિ એવી વણસી ગઈ કે આયુષનું વિચારેલું બધું જ ફોક ગયું અને તેણે કરજનું માથે ચક્ર ફરવા લાગી ગયુ આવા સમયે તો સગા ભાઈ પણ મોં ફેરવીને જતા રહે છે પણ...
આવા કપરા સમયે તેની મોટી બહેન રક્ષા તેને મદદ કરે છે અને પોતાની સેલેરીમાંથી અડધી સેલેરી લોનના હપ્તામાં આપે છે જેથી કરીને પોતાના પરિવારમાં ઝઘડાઓ ના ઊભા થાય અને પોતાના નાના ભાઈ કાજે તે આવું મોટું બલિદાન કરે છે કે પોતાની કમાણી નો અડધો હિસ્સો તે દર મહિને લોનના હપ્તામાં ચૂકવે છે ખરેખર રક્ષા પોતાના કર્તવ્યમાં ખૂબ જ સફળ થાય છે અને પોતાના ભાઈ તથા પોતાના પરિવારને રક્ષણ કરે છે અને સમાજ માં કોઈ ને જાણ પણ થવા દેતી નથી અને પોતાના નાના ભાઈ કાજે તે આટલો મોટો નિર્ણય લે છે...
જ્યારે બીજું જે આ પાત્ર છે તે છે સંયોગીતા કે જે ખૂબ જ અમીર ઘરાનામાં પરણીને ગયેલી જે પરિવારમાં તેને સુખ અને સમૃદ્ધિની છોડો ઉછળતી હતી પણ ક્યારેય તે તેના નાના ભાઈ ને મદદ તો શું પુછતી પણ નથી અરે ક્યારેક તો એના ઘરે કોઈ સામાજિક પ્રસંગ હોય તો પણ તેના સગા ભાઈ ને આમંત્રણ પણ આપતી નથી..
હવે બને છે એવું કે એના નાના ભાઈને એક અસહ્ય બીમારી આવી જાય છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે તેનો ખર્ચ પણ ખૂબ વધારે હોય છે પણ સંયોગીતા એક રૂપિયા માટે પણ એના ભાઈને પૂછતી નથી અને એના ભાભી તેના ભાઈની સેવા ચાકરીમાં જ લાગેલા હોય છે અને અચાનક જ એક દિવસ એના ભાઈનું પ્રાણ પંખેરુ ઉડી જાય છે પણ સંયોગીતા તેને હેરાન કરવામાં કોઈ બાકી જ રાખતી નથી તેનો એક જ ભાઈ હોય છે નથી તેના પપ્પા હોતા કે નથી બીજા કોઈ કુટુંબીજનો હોતા ત્યારે તેના ભાઈના મૃત્યુ પછીની વિધિમાં પણ તેની ભાભી ને હેરાન પરેશાન કરે છે અને ન બોલવાના વેણ બોલે છે અને થોડાક સમય અને થોડાક સમયે ફોન કરીને એને પરેશાન કર્યા કરે છે ત્યારે તેની ભાભી પણ નક્કી કરે છે કે આવી નણંદ કરતાં તો નણંદ ન હોય એ જ સારું અને એ તેનાથી તેનો સંબંધ કાપી નાખે છે..
અહીંયા આ બેવ પાત્રો એ છે તો સ્ત્રી જ અને નણંદ પણ એક બહેન રક્ષા કે જે પોતાના ભાઈ માટે કેટલું મોટું બલિદાન આપે છે જ્યારે બીજી સંયોગીતા કે જે પોતાના ભાઈ ને કયારેય મદદ તો કરતી નથી પરંતુ તેના મૃત્યુ બાદ પણ તેના ભાભી ને સુખથી જીવવા પણ દેતી નથી અને ઉલટા નું પરેશાન કરવામાં કંઈ બાકી રાખતી નથી

આપણા સમાજમાં આ નણંદ શબ્દથી જ ઘણા લોકો કંઈક ને કંઈક ખોટું વિચારી લેતા હોય છે પણ એવી કેટલી રક્ષાઓ હોય છે જે પોતાના ભાઈ અને પોતાના પરિવાર માટે ગમે તેટલું કરી છૂટવા છતાં પણ કોઈને જતાવતી નથી કે આ હું કરું છું
ધીતકાર છે સંયોગીતા જેવી નંણદને તો વંદનીય છે રક્ષા જેવી નંણદને.. જય દ્વારકાધીશ 🙏🏻