Aekalta nu Andharu - 4 books and stories free download online pdf in Gujarati

એકલતા નું અંધારું - 4

આપડે આગળ નાં ભાગ માં જોઈ ગયા કે તેની સાથે ઓલો છોકરો ટકરાય છે ને નાયરા ને ગુસ્સો આવ્યો યો તો.....

ત્યાં લોકો ભેગા થય જાય છે. પછી નાયરા ને સેજલ અને કિંજલ તેને લય જાય છે ને ત્યાં થી લોકો ની ભીડ પન વિખાય જાય છે પણ પેલો છોકરો ત્યાં જ ઊભો રહી જાય છે અને મન માં ને મન માં બોલે છે,' શું કયામત છે ઉફ્ફ એક દમ સિંહણ જેવી છે, શું અદા છે એની હાય હું તો ઘાયલ થય ગયો...'
પછી તે અચાનક યાદ આવતા પાછળ જોવે છે તો તે ગાયપ થય ગય હતી. તેને યાદ આવ્યું કે તે ને મમ્મી એ કામ માટે મોકલ્યો હતો. એટલે તે pn ત્યાં થી ચાલ્યો ગયો પોતાના કામ માટે...
***************
નાયરા , સેજલ અને કિંજલ આગળ જતા હતાં ને રસ્તા માં બધાં એ નાસ્તો કર્યો ને પાછી હોસ્ટેલ માં જવા માટે નીકળ્યા. રસ્તા માં જ સેજલ બોલી કે કાક તો કનેક્શન છે તારું અને પેલા છોકરા નું એટલે તો બીજી વાર પણ તને જ ટકરાયો, પછી કિંજલ બોલી શું સવાર માં પન ટકરાયો હતો. એમ કહી ને તેને સેજલ સામે જોયુ, ત્યારે તેને હા માં ડોક હલાવી જવાબ અપી દીધો. પછી નાયરા બોલી શું બોલે છે યાર આજે સવાર નો દી જ ખરાબ છે મારો, એને તકરવા માટે હું જ મળી હતી.. તેમ વાતું કરતા કરતા હોસ્ટેલ આવી ગય ને બધાં રૂમ માં જય ને પોતાના કામ કરવા લાગ્યા.
************************
સામે મુંબઈ માં તો અલગ જ વાતાવરણ હતું. બંને જણાં એકલા જ ડાયનીગ ટેબલ પર બેઠાં હતાં. ને તેની સામે જમવા નું હતું પણ બંને મા થી કોઈ ને જમવા ની ઈચ્છા જ ન હતી. ત્યાં તેને ત્યાં કામ કરતાં રામુકાકા આવે છે ને બંને ને કહે છે કે,' જમી લો ને તમે બેય કાલ નુ તમે સરખું જમ્યા નથી, મને પણ ખબર છે કે તમને દિકરી ની યાદ આવે છે પણ જમસો નય તો તે પાછી આવશે ને મારા પર ગુસ્સો કરસે તેમ પણ તમારે નથી જમવું ને તો હુ એને ફોન કરીશ..' એટલું કહેતાં તો બન્ને લોકો એ હાથ મા ચમચી લય લીધી અને કીધું ના ના કાકા અમે જમી લય છી બસ. તમે એને કાય ના કહેતા નકર તે ખૂબ ગુસ્સો કરસે.. એટલું કહી બંને જણાં જમવા લાગ્યાં.. જમી ઉભા ત્યા તો થોડી વાર માં જ નાયરા નો ફોન આવ્યો ને કૈલાશ ભાઈ એ ઉપાડ્યો ને તરત બોલ્યા સો વર્ષ ની ઉંમર છે તારી હમણાં જ યાદ કરતા હતાં, એટલે નાયરા બોલી હું પન તમને યાદ કરતી હતી. અને આજે જે કામ કર્યું તે બધી વાત કહી ને કાલ થી ક્લાસ છે એમ બધી જ વાત જણાવી આપી. પછી કવીતા બેન સાથે વાત કરી તેને તો પેલો જ સવાલ પૂછો કે તે જમી લીધું,? એટલે નાયરા એ કીધું હા અમે બારે નાસ્તો કર્યો છે આને બધી વાત કરી થોડી વાર વાત કાર્ય પછી તેને ફોન મેકી દીધો ને બેડ પર સૂતી ત્યાં ઓલી બેય પણ પોતાનુ કામ પતાવી બેડ પર સૂતા પછી થોડી વાર વાતો કરતા કરતા સૂઈ ગયા....
******************
ઓલો છોકરો પણ તેના ઘરે જમી પોતાના રૂમ માં જય ને બેડ પર સૂતો અને વિચારો માં ખોવાય ગયો તે પોતાના મન માં જ પોતાના સાથે વાત કરવા લાગ્યો ને તે બોલ્ય, એ કયામત નુ નામ શું હતું? હા કા ઓલી છોકરી તેને નાયરા બોલી હતી. હમમ તો તે કયામત નું નામ પણ એના જેવું જ છે, ને તે બોલીઓ કે કાલ પન તે આમ જ મળી જાય તો કેવું સારું, એમ તે તેના વિચારો મા જ એન ક્યારે નીંદર આવી ગય તેની પોતાને જ ખબર ના પડી...
*******************
હોસ્ટેલ માં પાછો સવાર માં એલાર્મ વાગે છે ને પછી બધાં પોતાના કામ કરી નાસ્તો કરી ને કોલેજ જવા માટે નીકળ્યા. આજે નાયરા ને પેહલો દિવસ હતો ક્લાસ નો માટે તે બેય ને by કહી ને પોતાના ક્લાસ માં જાય છે ને જોવે છે હજી કોઈ જાજા સ્ટુડન્ટ આવ્યા ન હતાં એટલે તે આગળ ના ભાગ માં બેન્ચ પર બેસી જાય છે ને પોતાની બુક કાઢી આમ તેમ પના ફેરવે છે આમ થોડી વાર માં બધાં આવા લાગે છે. અને ક્લાસ મા અવાજ વધતો જાય છે, થોડી વાર પછી ઓલો છોકરો તેજ ક્લાસ મા આવે છે અને તેની નજર નાયરા પર પડે છે એટલે તે ચૂપ ચાપ તેની પાછળ ની બેન્ચ પર બેસી જાય છે ત્યા કોક તેને બૂમ પાડીને કહ્યું કે," ઓય નીલ ત્યાં કેમ બેસી ગયો અમે આયા છી એ પછી નીલ પાછળ જોઇ ને કહ્યું કે આયા આવતા રયો અને તેના જે 4-5 friends ત્યાં આવે છે, પછી અચાનક ત્યા દેકારો વધતા નાયરા એ પાછળ ફરી ને જોયું ને તરત જ બોલી તું અહીં શું કરે છે ? એટલું બોલી ત્યારે તેને ખબર જ ન હતી કે તે કેટલું જોરથી બોલી હતી. તેનો અવાજ સાંભળતાં બંધાય ચૂપ થય ગયા ને નીલ ની નજર તેના પર પડે છે....


હવે આગળ શું થશે તે જોવા માટે વાચો આગળ નો ભાગ એકલતા નું અંધારું પ્રકરણ 5.
અને આ સ્ટોરી તમને કેવી લાગી તે જરૂર કૉમેન્ટ માં જણાવજો...