Shapit - 38 books and stories free download online pdf in Gujarati

શ્રાપિત - 38












પ્રકૃતિના ખોળે લીલી ચાદર ઓઢેલું તેજપુર ગામ એ રાતોરાત શ્રાપિત નગરી બની ગયું. જીવતી સળગાવવી દેવામાં આવલી સ્ત્રીનો શ્રાપ આખાં ગામને લાગ્યો. ધીમે-ધીમે ગામનાં બાળકોનું રહસ્યમય રીતે મૃત્યુ થવા લાગ્યું. ગામનાં સરપંચ રઘુવીર ચૌધરી પાસે બધાં લોકો આવી પહોંચ્યા. એક મહિનામાં જોતજોતામાં ગામનાં બધાં નદી,તળાવો, કુવા સુકાવા લાગ્યા. ખેતરનો લીલોછમ પાક સુકાવા લાગ્યો. ગામનાં સરપંચ રઘુવીર ચૌધરી કોઈએ મહાન વિદ્વાન જ્યોતિષી ત્રિભુવન શાસ્ત્રીને મળવાનું સુચવ્યું. ગામનાં અન્ય ત્રણ ચાર વ્યક્તિઓ ત્રિભુવન શાસ્ત્રીની શોધમાં નીકળી પડ્યાં. ડુંગરો રહીને તપસ્યા કરતાં શાસ્ત્રીને ગામમાં બોલાવ્યાં.

ત્રિભુવન શાસ્ત્રીએ ગામમાં આવીને પગ મુકતાં સાથે " ઘોર અપરાધ્...ઘોર પાપ કર્યું છે...કોઈને નહીં છોડે. એ જરૂર ફરી આવશે ". આટલું બોલીને ત્રિભુવન શાસ્ત્રી ગામનાં પાદરમાથી જંગલ તરફ પરત ફરી ગયાં.

ગામની પાદરમાં વડલાના ઝાડ નીચે બેસીને સરપંચ સહિત બધાં સભ્યો વિચાર કરવા લાગ્યા. ગામનાં લોકોએ સરપંચજીને ડરતાં અવાજે પુછ્યું," આપણે પેલી સ્ત્રીને આગ ચાંપી દીધી એની પાછળનું કારણ શું હતું ". આ વાત રઘુવીર ચૌધરીના કાન પર પડતાં કપાળમાં પરસેવો વળવા લાગ્યો. ગામનાં કોઈ વ્યક્તિએ દોડીને હાંફતા અવાજે કહ્યું. " તેજપુર આવતાં દલપતરામ સરપંચનું રસ્તામાં મૃત્યુ થયું ". આ વાત સાંભળીને બધાંનાં જીવ અધ્ધર થઈ ગયા. ગામનાં બધાં લોકો દ્વારા મળીને મૃત્યુ સ્થળે પહોંરયા. બંસીપુર ગામનાં સરપંચ દલપતરામ રસ્તામાં નીચે પડ્યાં હતાં. મોઢામાંથી લોહી નીકળી રહ્યું હતું. સાથે પગમાં એક નિશાન દેખાતું હતું. જોતાં વ્હેંત એનું લાગ્યું કે કોઈએ ગળું દબાવીને હત્યા કરી હોઈ આવું લાગી રહ્યું હતું.

ત્રણેય ગામનાં સરપંચએ મળીને દલપતરામની અંતિમયાત્રા કાઢવામાં આવી. જેવાં બધાં લોકો સ્મશાનમાં પહોંચ્યા ત્યાં પાછળથી છમ...છમ...છમ...ઝાંઝરનો અવાજ સંભળાયો. ઉભેલાં બધાંનાં હાથ-પગ ધ્રુજવા લાગ્યાં. ફટાફટ અંતિમ સંસ્કાર અડધા મુકીને લોકો ઘર તરફ જવા લાગ્યાં.


રધુવીર ચૌધરીને કોઈએ સમાચાર આપ્યાં. લાખાની ઘરેથી સમાચાર આવ્યાં તેની ગર્ભવતી પત્ની અને બાળકનું જન્મતાં વ્હેંત મૃત્યુ નિપજ્યું. થોડીવાર રહીને બીજા બે-ત્રણ વ્યક્તિનાં ઘરેથી આવાં અશુભ સમાચાર મળ્યાં. રઘુવીર ચૌધરીના માથે જવાબદારી અને બોજ વધવા લાગ્યો. ધીમે-ધીમે ગામમાં બાળકોનો જન્મમાં વ્હેંત મૃત્યુ થવા લાગ્યું. ગામનાં સરપંચને પાછળથી કાનમાં અવાજ ગુંજ્યો " તે ગર્ભવતી મહિલાને સળગાવી છે. ગામમાં કોઇનાં ઘરે સંતાનનો ઉછેર નહીં થાઈ". આ વાત સાંભળીને રઘુવીર ચૌધરીના પગ નીચેથી જમીન સરકી ગઈ.

ગામનાં સરપંચજી પહાડોમાં તાંત્રિક વિદુર આચાર્યને મળવાં નીકળી પડ્યાં. કહેવાય છે કે, તે કોઈ સામાન્ય પુરુષ નહીં પરંતુ એકસો પંદર વર્ષનું આયુષ્ય ધરાવનાર વિદ્વાન પંડિત હતી. જંગલોમાંથી ભટકી ભટકીને અંતે એક અઠવાડિયા પછી રઘુવીર ચૌધરી અંતે એનું રહેઠાણ શોધી કાઢયું. વિદુર આચાર્યને જોતાં વ્હેંત પગમાં પડીને ગામનાં સરપંચ રડવા લાગ્યાં. બે ત્રણ મુર્ખ વ્યક્તિઓની વાતોમાં આવીને પોતાનાં હાથ વડે બહું મોટું પાપ કરી નાખ્યું. એનો શ્રાપ આખાં ગામને લાગ્યો.


શાસ્ત્રીજી એની વાત સમજી ગયાં અને ગામમાં આવવાની હાં પાડી. પરંતુ વધારે કોઈ વ્યક્તિનું મૃત્યુ ન થાઈ એ માટે આખાં ગામને તુરંત ખાલી કરાવવાની સુચનાઓ આપી. અમાસની રાત્રે પોતે ગામમાં આવશે એવું સુચન કર્યું. રઘુવીર ચૌધરીએ ગામમાં આવીને પાદરમાં બધાં ગ્રામજનોને એકત્રિત કર્યા. બે દિવસમાં ગામ ખાલી કરવાનું કહ્યું અન્યથા ગામમાં કોઈ વ્યક્તિ નહીં બચે. આ વાત સાંભળીને ગામનાં બધાં લોકોમાં ડર વધું ફેલાવવા લાગ્યો.


રઘુવીર ચૌધરી દેવલપુર ગામનાં સરપંચ હરિપ્રસાદ સાથે વાતચીત કરીને ગામનાં બધાં લોકોનાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. ગામનાં બધાં લોકો પોતાનાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈને પોતાનાં પરિવાર સાથે દેવલપુર ગામમાં સ્થળાંતર થવા લાગ્યાં. ગામનાં સરપંચ રઘુવીર ચૌધરીને શાસ્ત્રીજી નાં સુચના અનુસાર આખાં ગામને ખાલી કરાવી નાખ્યું. સાંજના દિવસ આથમવા આવ્યો હતો." મહાદેવ... મહાદેવ...‌મહાદેવ..." કરતાં પંડિતજી આવી પહોંચ્યા. પીળાં વસ્ત્રો અને શરીર પર રુદ્રાક્ષ ધારણ કરીને આવી સફેદ લાબી જટા, શરીર પર ભસ્મ લગાવીને આવી પહોંચ્યા.

પંડિતજી સાથે અન્ય ચાર વ્યક્તિઓ સફેદ ધોતી અને ખંભે જનોઈ ધારણ રહેલાં હતાં. ખંભે રહેલાં ખડિયા માંથી વિધિનો સામાન કાઢવાં લાગ્યાં. અંધારૂં થવા લાગ્યું હતું. પેલી સ્ત્રીનાં ઘરની બહાર આઠ બાજોઠ પર વિવિધ દેવતાઓનું સ્થાપન કરવામાં આવ્યું. ભગવાન શિવનું ત્રીશુળ મંગાવવામાં આવ્યું. લગભગ સવારનાં ચાર વાગ્યા સુધી વિધિઓ સતત ચાલુ રાખવામાં આવી હતી. સ્થાપના પાસે રાખેલો દિવો અચાનક ઓલવાઇ ગયો. છમ...છમ...છમ... ઝાંઝરનો અવાજ સંભળાયો. ગામનાં ચાર-પાંચ વ્યક્તિઓ હાજર હતાં બધાં ગભરાઈ ગયાં.

પરંતુ શાસ્ત્રીજી પોતાની વિધિમાં અડગ હતાં. જોરથી પવન ફુંકાવા લાગ્યો છતાં મંત્રોચ્ચાર ચાલું હતો." નહીં છોડું....કોઈને નહીં છોડુ ફરીથી બદલો લેવા આવીશ..."ધીમે-ધીમે આગળ વધી રહેલી પેલી સ્ત્રીની આત્મા પર શાસ્ત્રીજી અંજલી છાંટતાં સાથે એક લાકડાંની પેટીમાં વશ કરવામાં આવી. પેટીને મંત્રોચ્ચાર સાથે વિવિધ પુજાની સામગ્રી દ્વારા બાંધવામાં આવી. શાસ્ત્રીજીના બે શિષ્યો ઉભા થઈને ઘરની બરોબર વચ્ચે એક ખાડો ખોદીને એમાં પેટી મુકી આવે છે. ઘરની બહાર નીકળીને ઘરની બહાર શિવજીનું ત્રિશૂળ બાંધવામાં આવે છે.


ગામની માથેથી મોટો સંકટ દુર થયો. ગામની સીમા બહાર નીકળીને શાસ્ત્રીજી પોતાનાં કમંડળ માંથી એક બીજ બહાર કાઢીને જમીનમાં વાવેતર કર્યું. ધીમે-ધીમે જમીનમાંથી બીલીનાં ઝાડનું વિશાળ સર્જન થયું. સાથે જમીનમાંથી એક દિવ્ય તેજ બહાર નીકળતાં સાથે ભગવાન શિવનું શિવલિંગ બહાર નીકળ્યું. આથી એ મંદિરને તેજપુર મહાદેવનાં મંદિરથી ઓળખવામાં આવતું હતું. સરપંચ રઘુવીર ચૌધરી શાસ્ત્રીજીના આશીર્વાદ લેવાં જાઈ એ પહેલાં તે અદ્રશ્ય થઈ ગયાં. કહેવાય છે કે, તે સાક્ષાત ભગવાન હતાં.

જોઈએ આગળનાં ભાગમાં પેલી સ્ત્રીની આત્મા બહાર કેવી રીતે નીકળી.


ક્રમશ...