Declaration books and stories free download online pdf in Gujarati

ઘોષણા

કાશ એક એવી આપણે મનુષ્ય નિર્મિત પ્રણાલી રચી દઈએ કે કોઈ પણ સંબંધને આપણે એક નામ આપી દઈએ ઘોષણા કરી દઈએ કે આ વ્યક્તિ સાથે મારા આવા ઘનિષ્ઠ સંબંધ છે શું કામે જોનારાઓ સમજી નથી શકતા કોઈ વ્યક્તિઓના સંબંધોને કોઈક નામ આપી દે છે બેનામ સંબંધ ને..આવા સંબંધો પણ કેટલા આત્મીય હોય છે અને આ આત્મીયતાના સંબંધો ટકી રહે છે જ્યાં કોઈ પણ જાતનો સ્વાર્થ હોતો નથી જ્યાં એકબીજા માટે હુંફ, લાગણી અને વાત્સલ્ય હોય છે શું કામે આપણે કોઈ એક સંબંધને ઘોષણા આપી નથી દેતા કે જે તે વ્યક્તિ સાથે મારા આવા સંબંધ છે જે એક એવા પવિત્ર સંબંધ છે કે જેની કલ્પના પણ આવા દુષ્ટ વ્યક્તિઓ નહીં કરી શકે શું કામે આપણે એવું નથી કરી શકતા નથી જાણી શકાતું મારાથી પણ હા હૃદય રડે છે જ્યારે કોઈ શબ્દો આવા પવિત્ર સંબંધો પર લાંછન લગાડે છે ત્યારે.. દરેક સંબંધનું નામ હોવું ક્યાં જરૂરી છે લોહીના સંબંધો તો ઈશ્વર બનાવે છે પરંતુ આપણા કોઈ વ્યક્તિઓ સાથેના સંબંધો કે આપણે પોતે જ બનાવીએ છીએ હું માનું છું ત્યાં સુધી જ્યાં સુધી આપણો સ્વભાવ જ નહીં મળતો હોય ત્યાં સુધી કોઈ સાથે સંબંધ આગળ વધશે જ નહીં પણ જો સ્વભાવ એકબીજાને અનુકૂળ હશે ને તો આ સંબંધો લાંબા સમય સુધી ટકી રહેશે વર્ષોના વર્ષ વહી જશે પણ આ સંબંધો છે એ અકબંધ રહેશે દુષ્ટ વ્યક્તિઓને કોઈના સંબંધો વિશે કશું કહેવું એટલે કોઈ પણ જાતના વિચાર વગર વાતનું વતેસર કરી દેવું એ નથી સમજી શકતા કે સામેવાળાની લાગણીને ઠેસ પહોંચશે પણ શું એવા વ્યક્તિઓનો આપણે સાંભળવું જોઈએ? ના આત્મા કહે છે કે એવું કોઈનું ન સાંભળવું જોઈએ જ્યારે આપણને ખબર જ છે, આપણો ઈશ્વર જાણે જ છે કે જે તે વ્યક્તિ સાથેના આપણા સંબંધો ઘનિષ્ઠ છે આત્મીય છે અને સ્વજનના સ્વરૂપે છે અને એક પવિત્ર સંબંધ છે
તો પછી શા માટે આપણે આવા દુષ્ટ વ્યક્તિઓની પ્રાધાન્ય આપીએ છીએ તેમાં પણ મારા આટલા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે સ્ત્રી સ્ત્રીઓ વચ્ચેના સંબંધોમાં કોઈ જ આપત્તિ નથી કે પુરુષ પુરુષ મિત્રો વચ્ચેના સંબંધોમાં પણ કોઈ આપત્તિ નથી પણ જો એક સ્ત્રીના સંબંધ કોઈ પુરુષ સાથે હોય અને એ પણ કોઈ મિત્રતાના પણ નહીં એક લાગણીના સંબંધ હોય કે જ્યારે એકબીજા માટે ચિંતા કે એકબીજાના ઘર પરિવારના હાલ ચાલ પૂછવા એકબીજા ની ફિકર કરવી બસ એથી વિશેષ કશું જ ન હોય ન કોઈ મેસેજ ના કોઈ જાતના વાર્તાલાપ પણ હા જ્યારે મળે ત્યારે એક સરસ મજાનું હાસ્ય બંનેના હોઠો પર હોય બંનેના મુખ પર જય શ્રીકૃષ્ણના સંવાદ હોય..તો શું આવા સંબંધોને કોઈ નામ આપવું જરૂરી છે હું માનું છું ત્યાં સુધી એવું કશું જ હોતું નથી એવું હોવું પણ ન જોઈએ આપણે બધા જ શિક્ષિત છીએ આપણે સમજી શકીએ છીએ પણ હજી પણ આપણો સમાજ અનપઢ ગવાર છે અને રહેશે કહેવાના નામે તો કહેવાય છે કે આપણને આઝાદી મળી ગઈ પણ વિચારોથી ક્યારે આપણે આઝાદ થશુ? ક્યારે આપણે આપણા જીવનના નિર્ણયો પોતે લેતા થાશું ક્યાં સુધી આવા સમાજના દુષ્ટ વ્યક્તિઓને પ્રાધાન્ય આપતા રહેશું અને આપણા સંબંધો ઉપર પડદા પાડતા રહીશું વિના સંકોચે કોઈપણ સંબંધને સ્વીકારવા માટે થઈને ક્યારેય શરમ સંકોચનો અનુભવી જોઈએ જો આપણે કશું પાપ કર્યું જ નથી તો આવા દુષ્ટ લોકોની વાતો માનવી જ શું કામે જોઈએ હું માનું છું ત્યાં સુધી તો વટથી રહેવું જોઈએ જે બ**** કરવાવાળા છે તો કરશે જ પણ આપણે વિના સંકોચે આપણા સંબંધોને સમયે સમયે હુંફ અને પ્રેમ કે સ્નેહ ની લાગણીથી તેનું જતન કરવું જોઈએ અને આવા સંબંધો જ લાંબા સમય સુધી ટકી રહે છે બાકી સ્વાર્થના સંબંધો તો ક્યારેય ટકી શકતા જ નથી શું ઘોષણા કરવી જરૂરી છે???જય દ્વારકાધીશ 🙏🏻