The Scorpion - 78 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ-78

રુદ્રરસેલે બધાની વાત સાંભળી પણ અંદરને અંદરથી ચિંતામાં પડી ગયાં. ગણપત જ્યારે હાજર નહોતો ત્યાં સૂપણ મરી ગયાંની વાત હતી તો એને કેવી રીતે ખબર પડી ? એ ગૂંચવાયા વિચાર્યુ કંઇક તો ભેદ છે એમાં. એમણે તિક્ષ્ણ દ્રષ્ટિથી ગણપતની સામે જોયું. ગણપતની આંખમાં આંખ પરોવીને જોયું તો ગણપત એમની નજર સહી ના શક્યો નીચું જોઇ ગયો. રુદ્રરસેલે એનાં પરથી નજર હટાવી લીધી.

***********

રાયબહાદુર રાયે વાયરલેસથી મેજર અમન અને સિધ્ધાર્થ સાથે વાત કરી પ્રથમ સિદ્ધાર્થ સાથે વાત કરી.. ત્યારે સિધ્ધાર્થે કહ્યું “સર બે દિવસથી હું આપનો સંપર્ક કરવા પ્રયત્ન કરું છું. મને કોલકત્તા હેડકવાર્ટસ પર બોલાવેલો છે હું ત્યાંજ છું આજેજ બધી કાર્યવાહી પુરી થઇ છે પણ.. પહેલાં આપને ખુશખબર આપી દઊં.. પછી બીજી ખબર..”

રાયબહાદુરે કહ્યું “સિધ્ધાર્થ હું નિશ્ચિંત થઇને રજાઓ માણી રહેલો અને મારો વાયરલેસ સેટ વિગેરે આપણી જીપમાંથી કાઢી પ્લેનમાં સાથે લાવેલાં પણ.. ઓન નહોતો હમણાં તારી જરૂર પડી ત્યારે... શું થયું તને કોલકત્તા કેમ બોલાવેલો ? અચાનક હેડકવાર્ટર પર બોલાવવા પાછળ શું કારણ છે ? અને શું ખુશખબર છે ?”

સિધ્ધાર્થે કહ્યું “સર મને હતું આપ રજા પર છો એટલે વાયરલેસ.. મેં સેટેલાઇટ ફોન પર પણ પ્રયત્ન કરેલો.. ખેર ! સર ખુશખબર પહેલાં જણાવુ કે અમને અંદરખાને વાત તો મળી હતી પણ આજે જાહેર થયું કે આપનું પ્રમોશન ગ્રહખાતાનાં ચીફ સેક્રેટરી તરીકે થયું છે આપને સમાચાર નથી પહોંચ્યાં ? જોકે મને કલાક પહેલાં જ ખબર મળી અભિનંદન સર..”.

રાયબહાદુરે સુખદ આશ્ચર્ય અનુભવતા કહ્યું “ઓહ થેંક્સ સિધ્ધાર્થ હજી મારાં સુધી સમાચાર નથી આવ્યા પણ મળી જશે. પણ તને ત્યાં કેમ બોલાવ્યો મારે પણ તારું કામ હતું હું મેજર અમનને પણ અહીં તલબ કરવાનો છું આમ તો એ આ રેન્જમાં જ ડ્યુટી પર છે.”

સિધ્ધાર્થે કહ્યું “સર ખૂબ નવાઇની અને આઘાત જનકવાત છે દેવની ટુરમાં જે છોકરી USથી આવી હતી એ પ્લેનમાં બેઠીજ નથી... એનું સીક્યુરીટી ચેક બધી પ્રક્રિયા પતી ગઇ હતી પણ પછી ખબર પડી કે પ્લેનમાં બેઠીજ નથી એની શોધ ચાલુ છે. દેવને ખાસ એલર્ટ થવા કહેજો અમે પણ એનાં પગલાં વિચારી રહ્યાં છીએ ત્યાં રુદ્રરસેલજીની પણ સેના છે..આપ તો ખુદ હવે ગ્રહખાતાનાં સર્વેસર્વા બની ગયાં આપની પાસે બધાંજ રીપોર્ટ અને ખબર આવી જશે પછી આપનાં આદેશ મુજબ કાર્યવાહી કરીશું. સર હું આવતીકાલે સવારે હેડક્વાર્ટરથી ત્યાં આવવા નીકળી જઇશ.”

રાયબહાદુરને આશ્ચર્ય અને આધાત આપતી ખબર મળી રહી હતી એમણે કહ્યું ”તું રુદ્રસેલને ત્યાંજ આવીજા મેજરને પણ પહોંચવા કહું છું હોમ મીનીસ્ટરનાં મારાં પર સંદેશ આવે એમની સાથે ચર્ચા કરીને પછી આગળનાં નિર્ણય લઇશું. તું અહીં પહોંચ.” એમ કહી ફોન કટ કર્યો.

રાયબહાદુર એમનાં રૂમમાં આવી વાયરલેસ સેટ ચાલુ કરી એક્ટીવ થયા બાદ સિધ્ધાર્થ સાથે વાત કરી એમનો સેટેલાઇટ ફોન પણ ફુલ ચાર્જ થયો એને પણ ચાલુ કર્યો. તેઓ વિચારમાં પડી ગયાં કે બે દિવસમાં આ બધુ શું બની ગયું ? એમનાં પ્રમોશનની ખબરથી ખુશ થયાં અને દેવ વગેરેને પણ જાણ કરવાની ઇચ્છા થઇ. આવી એમણે સેટેલાઇટ ફોન ઉચક્યો ત્યાં સામેથીજ રીંગ આવી.

રાયબહાદુરે ફોન તુરંતજ ઉઠાવ્યો સામેથી ચીફ મીનીસ્ટર ગોવિંદરાય પંત હતાં એમણે કહ્યું “રાયબહાદુર.”. રાયબહાદુરજીએ કહ્યું “સર.”. પછી તેઓ મુખ્ય પ્રધાન જે બધું બોલી રહેલાં એ શાંતિથી સાંભળી રહેલાં.. પુરી 15 મીનીટ વાત થયાં પછી મુખ્ય પ્રધાને કહ્યું “તમને હમણાં હોમમીનીસ્ટર સ્ટેટનો ફોન આવી જશે ત્યારે ત્યાં રોકાઇને આ પ્રશ્ન ઉકેલીને પછીજ કોલકત્તા આવવાનું રહેશે”.

મુખ્યપ્રધ્રાન બોલી રહેલાં ત્યારે રાયબહાદુર રાયનાં ચહેરાં પર વારંવાર હાવભાવ બદલાઇ રહ્યાં હતાં ક્યારેક કપાળમાં કરચલી ક્યારેક તંગ થતું ક્યારેક હળવાશનાં ભાવ આવી જતાં એમણે ફોન પુરો થયે મૂક્યો એ વિચારમાં પડી ગયાં હવે શું કરવું. ક્યાંથી શરૂઆત કરવી ?

રાયબહાદુરનાં કપાળે પરસેવો આવી ગયો. આટલી ઠંડીમાં પણ કપાળે પ્રસ્વેદબિંદુ આવી ગયાં એમણે કપાળ લૂછ્યું. પણ એનાંથી ચિંતા દૂર ના થઇ આતો બધું કર્યું કરાવ્યું ધૂળમાં મળી ગયું. સી.એમ. સાહેબે છતાં ગ્રહ મંત્રીએ એમનાં પ્રમોશનની કરેલી ભલામણ કાયમ રાખી.. એમણે મારાં ઉપર ભરોસો જતાવ્યો છે.

રાયબહાદુરે વિચાર્યુ આવું કેવી રીતે થઇ શકે ? શોમીક બસુએ ખુદે કબૂલ કર્યું છે એનાં બંગલાની જડતી જંગલમાં એનાં ગોડાઉનોમાંથી જપ્ત કરાયેલો માલ એની કબૂલાત અને હવે કોલક્તા જઇને કહે છે હું, સ્કોર્પીયન છું નહીં મને ખોટો ફસાવવામાં આવ્યો છે હું સ્કોર્પીયનને મદદ કરતો. પૈસા મળ્યાં ઐયાશી કરતો પણ હું સ્કોર્પીયન નથી એતો ત્યાંના જંગલોમાં છૂટો ફરે છે. હું તો સરકારી અધિકારી છું મામલતદાર છું મારો ગુનો એટલોજ છે કે હું એને સપોર્ટ કરતો રાયબહાદુર ચિંતામાં પડી ગયાં જે ખબર સિધ્ધાર્થ પણ એમને આપી હતી.

રાયબહાદુરે તરતજ અમન ગુપ્તાનો સેટેલાઇટ ફોનથી સંપર્ક કર્યો અને કહ્યું “તમે અમારાંથી નજીકજ છો તમારી ટુકડી સાથે તમે તાત્કાલિક અહીં આવો બીજી ટુકડીઓનો ત્યાં બંદોબસ્ત રાખો.”

મેજર અમને રાયબહાદુરજીને બંધો રીપોર્ટ આપતાં કહ્યું “સર હું આ રેન્જ પર છું. અને મને જે રીતે માહિતી મળી છે એ પ્રમાણે સ્કોર્પીયન..”

રાયબહાદુરે કહ્યું ”મને બધી ખબર મળી ગઇ છે તમે રૂબરૂ આવો અહીં અગત્યનું કામ છે.” અમને કહ્યું “સર મારી પાસે જંગલથીજ સોલીડ ખબર આવી છે તો તમારાં આદેશ પ્રમાણે છટકી ગયેલાં સ્કોર્પીયનને પણ પકડી શકાશે.”

મેજર અમને કહ્યું “સર દેવ સાથેની છોકરી ગઇકાલેજ અહીંના જંગલમાં સોફીયા જોવા મળી છે એવી ગુપ્ત માહિતી મળી છે સર સ્કોર્પીયન મૂવીનાં શુટીંગ માટે જે આર્ટીસ્ટ આવવાનાં હતાં એ બધાં .”. ત્યાં રાયબહાદુરે કહ્યું. “બાકીની ચર્ચા રૂબરૂમાં કરીએ તો સારુ. તમે ત્યાં બંદોબસ્ત ગોઠવીને અહીં ટુકડીઓ સાથે આવી જાવ.”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-79