Trikoniy Prem - 8 books and stories free download online pdf in Gujarati

ત્રિકોણીય પ્રેમ - 8

ભાગ….૮

(રામ અને માયા પોતાની આપવીતી આત્માનંદ મહારાજને કહે છે અને પોતાને સંન્યાસ આપવાનું પણ કહે છે. પણ ચંપાનંદને તેમની સાથે વાત કરતાં શક થાય છે અને આ બાબતે કેતાનંદસાથે ઉગ્ર ચર્ચા થાય છે. હવે આગળ....)

"બાપજીએ કહેવડાવ્યું છે કે તેમને આજથી પંદર દિવસ મૌનવ્રત લઈને ધ્યાનમાં બેસવાનું હોવાથી તમારી દીક્ષા પંદર દિવસ બાદ થશે. ત્યાં સુધી આપ અહીં રહીને સંન્યસ્ત વિશે જાણો અને આશ્રમનો આનંદ લો. ૐ શાંતિ..."

આ સાંભળીને રામઅને માયા એકબીજાની સામે જોઈ રહ્યા. તેમની રૂમમાં જઈને તેમને અશ્વિન સિંહને ફોન કરીને કહ્યું કે,

"સર આ લોકોને અમારા પર શક પડ્યો લાગે છે."

"પણ કેવી રીતે?"

"સર એ તો ખબર નથી, તેમને પંદર દિવસ પછી સંન્યાસ આપશે એવું કહેવડાવ્યું... હા, કદાચ માલવનો અને તેની વાતનો ઉલ્લેખ મારાથી થઈ ગયો એટલે ચંપાનંદ મહારાજના ચહેરાના ભાવ બદલતાં જ મેં તેમની વાતો ચૂપકેથી વાતો સાંભળવા પ્રયત્ન કર્યો. તેમની વાતોમાં સાન્યા વિશે અને તેની સેન્સ વિશેની વાતો થઈ હતી. મને ડર છે કે આના લીધે એના પર ભય ના રહે."

"એટલે? અને આમાં સાન્યા ક્યાં આવી?"

રામે બધી જ સાંભળેલી વાતો કહી.

"હમમ.. હું જોઈ લઈશ, પણ તમે તમારું ધ્યાન રાખો. અને હમણાં મારો કોઈ કોન્ટેક્ટ ના કરતાં. તમે હાલ પૂરતાં સાયલન્ટ થઈ જાવ, જેથી એમને તમારા પરનો શક નાબૂદ થઈ જાવ. એવી જરૂર લાગશે તો હું જ તમને મળવા આવી જઈશ અને આગળનો પ્લાન વિશે પણ તમને જણાવી જઈશ. અને હા, તમને કોઈ પણ જાતની તકલીફ લાગે તો બહાનું કરીને નીકળી જજો. પણ જીવ જોખમમાં ના મૂકતાં."

"જી સર.."

અશ્વિન તો ફોન મૂકીને વિચારમાં પડયા કે,

'કરવું તો શું કરવું, એક બાજુ સાન્યા બધું જ ભૂલી ગઈ છે. અને એકબાજુ આ લોકોના મનમાં આવા વિચાર. ગમે તે થાય પણ મારે કંઈક તો વિચારવું જ પડશે. એક જ કામ શક્ય છે, હું મારા મિત્ર સાવન પાલને જ મળું, તો તે કદાચ કંઈક સોલ્યુશન આપે તો.'

આવું વિચારીને અશ્વિન સાવન પાલને મળ્યા અને તેમને તે માટેનો ઉપાય પણ બતાવ્યો. એ પ્લાન પર અશ્વિન એગ્રી થઈ ગયા અને તે માટે એ મુજબ ઓન પેપર વર્ક પણ રેડી કરી લીધું.

સાન્યા ઓફિસ જવા નીકળી અને તે એકટીવા પર ઓફિસ તરફ આગળ વધી રહી હતી, તેમ તેમ તેને એવું લાગી રહ્યું હતું કે, કોઈ તેની પાછળ આવી રહ્યું છે. એટલે તે પાછળ વળીને જુવે છે, તો કોઈ દેખાતું નથી. તે ખાસ્સી વાર રાહ જોઈ એકટીવા ઊભું રાખીને આગળ પાછળ પણ જોયું, પણ કોઈ દેખાયું નહીં. તે મૂંઝવણમાં પડી ગઈ કે,

'કયાંક કોઈ મને નુકસાન પહોંચાડનાર છે કે પછી મારો ભ્રમ?'

પણ છેવટે તે પોતાનો ભ્રમ સમજીને ઓફિસ પહોંચે છે.

પલ્લવઓફિસમાં આવીને પહેલા સાન્યાની કેબિનમાં જાય છે તો સાન્યા આંખો બંધ કરીને બેઠી હોય છે, જાણે કે કોઈ મૂર્તિ. સાન્યાએ આજે યલો કલરનો ચૂડીદાર ડ્રેસ અને તેના પર લાલ બાંધણીનો દુપટ્ટો પહેરેલો. ચહેરા પર એકદમ સાદો મેકઅપ, હોઠ પર લિપ બામ અને તેના ધોયેલા વાળમાંથી શેમ્પુની સ્મેલથી જ સામેવાળો મદહોશ થઈ જાય. આ બધામાં સાન્યાની સુંદરતા ચાર ચાંદ લગાડતાં હતાં.

જ્યારે પલ્લવે બ્લ્યુ જીન્સ, રેડ શર્ટ અને બોડી સ્પ્રે લગાવેલું અને તે એકદમ હેન્ડસમ અને સ્માર્ટ લાગી રહ્યો હતો. તેને,

"સાન્યા..."

સાન્યાએ તેની સામે જોયું. પલ્લવે તેને અસંમજસમાં જોઈને પૂછ્યું કે,

"શું વાત છે, સાન્યા? એની પ્રોબ્લેમ?"

સાન્યા કંઈ બોલી નહીં એટલે તેને મૂડમાં લાવવા પલ્લવે મજાક કરતાં કહ્યું.

"બીજો કોઈ ગમી તો નથી ગયો ને સાન્યા, જે હોય તે કહેજે?"

"હા, કેમ નહીં, તમારા કરતાં હેન્ડસમ અને સ્માર્ટ મળી જાય પછી તેને ગમાડું જ ને, એ તમને જરૂર કહીશ."

"હમમમ... તો પછી મારે એની સોપારી આપવી પડશે."

"કેમ?...કેમ? મારી પસંદગી તો ખૂબ જ સરસ છે, તે તમે એની સોપારી આપશો, તો તે પણ કંઈ કમ નથી. અને તે પણ તમારી સોપારી આપશે તો..."

સાન્યાએ માસૂમ ચહેરો બનાવીને કહ્યું.

"એટલો બધો વગવાળો પણ છે?"

"હાસ્તો... કેમ તમે નથી દેખ્યો?"

પલ્લવે નિરાશ થઈને કહ્યું કે,

"ના, કયાંથી દેખું, તે મને એનો ઈન્ટ્રો જ ક્યાં કરાવ્યો છે?"

"હા, નહીં... તમને ખબર છે, તે સ્માર્ટ, હેન્ડસમ અને વગવાળાની સાથે સાથે કેરિંગ, લવિંગ એન્ડ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ તે મને જેવો જોઈએ તેવો છે. તમે તેને જુઓને તો તેના સિકસ પેક ભલે નથી, પણ સ્લીમ બોડી, હાઈટેડ અને ફેમિલિયર પણ ખૂબ જ છે. મને જેટલી એના વિશે ખબર છે, એના કરતાં મારા વિશે તેને વધારે ખબર છે."

"સાચે જ, શું તે તને એટલો બધો પસંદ છે?"

"હાસ્તો, મને તે ખૂબ જ પસંદ છે, એ પણ કોલેજના સમયથી."

"તું એને કોલેજના સમયથી ઓળખેછે?"

પલ્લવે આશ્ચર્યથી પૂછ્યું.

"હા, વળી જ તો કોલેજના સમયથી જ..."

પલ્લવને પોતાની મજાક ભારે પડતા પોતાની કેબિન તરફ પાછો વળવા જતો હતો ત્યાં જ સાન્યા બોલી કે,

"સર, તમારે એનો ફોટો પણ દેખવો નથી?"

"ના, મારે કોઈને દેખવો નથી. તું જ મળ એને અને ફોટા જો..."

"પણ સર, તમે આ ફોટો તો જોઈ લો."

"ના..."

"સર પ્લીઝ, એકવાર મારી ખાતર, મારી પસંદગી બરાબર છે કે નહીં તે તો કહો."

પલ્લવે સાન્યાનો મોબાઈલ લીધો અને તેમાં પોતાનો ફોટો જોઈને તેની સામે કતરાતી નજરે જોઈ રહ્યો એટલે સાન્યા હસવા લાગી તો પલ્લવે પણ તેને ટપલી મારી અને કહ્યું કે,

"સાન્યા તું તો મારો જીવ લઈશ."

"ના, એ તો કેવી રીતે લેવાય, એ તો મારી પાસે છે."

અને પલ્લવપણ હસી પડયો અને કહ્યું કે,

"તો પછી તું ટેન્શનમાં કેમ દેખાય છે?"

"ના, મને પણ ખબર નથી, પણ હું જ્યારે એકટીવા પર ઓફિસ આવી રહી હતી ત્યારે મને એવું લાગતું કે કોઈ મારો પીછો કરી રહ્યો છે."

"સાન્યા જોજે આ વખતે મારું પત્તું કાપી ના નાંખતી."

"શું પલ્લવતમે પણ એવું કંઈ નથી."

"તો પછી તારો પીછો કરનાર અને આ બધું શું છે?"

સાન્યાએ રડમસ અવાજે બોલી કે,

"પલ્લવતમને ખબર છે ને કે હું ટેન્શનમાં છું અને પાછા તમે મને ટેન્શન આપો છો."

"સોરી બાબા, ચાલ હસ પહેલાં..."

સાન્યા હસવા જતાં તેની આંખમાં આસું આવી ગયા તો પલ્લવે,

"અરે, રડ નહીં, હું છું ને, હું કંઈક કરું છું. તપાસ કરીશું તો ખબર પડી જશે કે વાત શું છે? તું ટેન્શન ના લે. ચાલ મારી ઓફિસમાં મારે નોટ લખાવી છે."

"જી..."

પલ્લવઅને સાન્યા મનમાં એકબીજાનો સાથ મેળવીને ખુશ થયા અને પોતપોતાના કામે લાગ્યા. આ બધીજ વાતો સાંભળનાર પણ તેના કામે લાગ્યો, પણ તે સાવચેત જરૂર હતો. છતાં સાન્યાની નજરે ઘણીવાર પકડાઈ જતો, પણ તેઓ ચાલાકીથી બચી જતાં. આમ ઘણાં દિવસ ચાલ્યું પણ આ વખતે સાન્યાએ મનથી નક્કી જ કર્યું કે,

'આ વખતેતો ફેંસલો લાવી જ દેવો છે કે શું છે આ બધું? જે હોય તે ફાઈનલી શોધી જ લેવું છે, જેથી દરરોજ ડરનો અહેસાસ સાચો છે કે મારો ભ્રમ?"

(શું સાન્યાને બાવાજી મહારાજ અને તેમના શિષ્યો નુકસાન પહોંચાડશે? અશ્વિન સિંહ કેવી રીતે બચાવશે?

સાન્યાનો પીછો કરનાર કોણ હશે, અશ્વિન સરના કે બાવાજી મહારાજના માણસો? સાન્યાતેમને પકડવા શું કરશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ  ભાગ...9)