Janki - 17 in Gujarati Love Stories by HeemaShree “Radhe" books and stories PDF | જાનકી - 17

જાનકી - 17

જાનકી અને નિહાન એક બીજા પર થોડા ગુસ્સે થઈ ગયા હતા... જાનકી તેને ગીત ના શબ્દ મેસેજ કરે છે... તે વાંચી ને નિહાન ને ઘ્યાન તો આવવું જોઈએ કે જાનકી તેને ખાલી મમ્મી માટે જ કહેતી હતી... બાકી નિહાન પર ગુસ્સો કરવા નો તેનો કોઈ બીજો ઈરાદો ના હતો.. જાનકી ખરેખર તેના મન અને માન ને કોઈ રીતે ઠેશ પોહચાળવા ના હતી માંગતી પણ તેના થી ભૂલ થી તે જ થયું હતું.. તે વાત તે નિહાન ને બસ કેહવા માંગતી હતી..

નિહાન ને પણ તે વાત સમજાય જ ગઈ છે... કે જાનકી માત્ર મમ્મી માટે ચિંતિત હતી એટલે ગુસ્સે થઈ ગઈ હતી.... અને એ પણ કે જાનકી માટે સંબંધ વધુ મહત્વ નો હતો નહીં કે કોઈ વાત.. એટલે જ તેને વાત સાંભળવા માટે પેહલું ડગલું ભર્યું હતું... બીજે દિવસે સવારે રોજ ના સમય પર બંન્ને કૉલેજ પોહચે છે.. સીધા ક્લાસ માં પોતાની જગ્યા પર જવા લાગે છે.. તે લોકો ની પેલી બારી વાળી બેન્ચ.. ક્યાંય નહીં મળે ત્યારે ત્યાં જ મળે બંન્ને.... આજ પણ એવું જ હતું... ક્લાસ માં અંદર આવવા માટે બે દરવાજા હતા... એક દરવાજે થી જાનકી આવી.. અને બીજા દરવાજે થી નિહાન.. બંન્ને એક જ સાથે ત્યાં પોહચે છે... જાણે આંખ થી કેટલી બધી વાત કરી લીધી અને કહી દીધી.. જાનકી ને અંદર જવા માટે જગ્યા આપતા અને જરા વિચારતાં નિહાન બોલ્યો..
" Good morning Janki..."
જાનકી પણ મસ્ત સ્માઈલ આપી ને બોલી...
" Good morning Nihan...."
જાનકી ની તે સ્માઈલ જોઈ ને નિહાન ના જે ઘર થી નીકળી ને અહીં પોહચતાં સુઘી વધી રહેલા ધબકારા, શાંત થઈ ગયા...
અને એમ જોઈએ તો વધારે વધી ગયા... કેમ કે જાનકી ની એ સ્માઈલ હર ટાઈમ નિહાન ના ધબકારા વધારી દેતી... પણ તેને જે ડર હતો કે જાનકી સાથે વાત કંઈ રીતે કરશે, તે હવે જતો રહ્યો હતો...
નિહાન બોલ્યો..
" જાનકી , sorry કાલ માટે..."
જાનકી જાણે તેના બોલવાની જ રાહ જોતી હતી એમ બોલવા લાગી...
" નિહાન sorry ને છોડ.. એ કે મમ્મી ને કેમ છે..? દવા લીધી..?"
નિહાન જરા હસતા બોલ્યો...
" હા , ઠીક જ છે મમ્મી... દવા લીધી.. તબિયત પણ હવે બરાબર છે... બીજું કંઈ જાણવાનું છે તારે જાનકી...?"
નિહાન ના મન પર થી જાણે ભાર ઉતરી ગયો હોય તેમ તે હળવો થઈ ગયો હતો... નિહાન ને એમ બરાબર જોઈ ને જાનકી પણ હવે ઠીક હતી..
જાનકી પણ હસી ને બોલી... "એટલે..!?"
"એટલે એમ કે તને કેટલા સવાલ થાય... " નિહાન તેના કપાળ પર ટપલી મારતાં બોલ્યો...
નિહાન ઓછું બોલવા વાળો.. સામે જાનકી જાણે બંન્ને ના ભાગ નું બોલતી હોય એમ બોલ્યા કરે... જાનકી ને બધી વાત માં કેટલા બધા સવાલ હોય... આ કેમ આમ છે.. આવું ના હોય તો શું થાય.. તે કોણ છે.. તેને આવું શા માટે કર્યું... તેને આવું કેમ બોલ્યું... તેનો મતલબ શું હતો... તેને કંઈ થયું નહિ..
આવાં તો અનેક સવાલ તેના મન માં આખા દિવસ માં આવતા હશે...
નિહાન ને પેહલા તો એમ થતું કે જાનકી ને આટલા સવાલ કેમ થાય છે.. હવે તો જે દિવસ જાનકી કંઈ સવાલ ના કરે ત્યારે એમ સમજવાનું કે કંઈક ગડબડ છે આજ જાનકી ની લાઈફ માં..
હા, તે પણ થતું... ઘર માં વેદ સાથે કંઈક બોલા ચાલી થઈ હોય... કે તબિયત થોડી ઠીક ના હોય.. કે યુગ ને લગતી કોઈ વાત હોય જે તેને ચિંતિત કરતી હોય.. તો જાનકી નું બોલવાનું ઓછું હોય તે દિવસે.. પેલા તો નિહાન ને તે ખબર ના પડતી કે કંઈક થયું લાગે છે.. પણ હવે તો એવું કે જાનકી કલાસ માં આવે અને ખાલી તેની આંખ ને એક વાર જોઈ લે તો સમજી જાય કે આજ જાનકી ના મન માં તોફાન છે કે મસ્ત ખુશનુમા વાતાવરણ છે... જાનકી એ નજર જુકાવી ને તેને ઘણી વાર પોતાની વાત થી ચિંતા ના થાય માટે છુપાવવી કોશિશ કરતી તો તે દિવસે તો નિહાન ને પેલા જ ખબર પડી જતી... કે જાનકી કંઈક છૂપાવે છે... દિવસે ને દિવસે તે બંન્ને એક બીજા ને વધુ ને વધુ સમજવા લાગ્યા હતા... તેમાં ના કોઈ જાણી જોઈ ને કંઈ ના કરી રહ્યું હતું આવું.. પણ તે બંન્ને વચ્ચે કંઈક અલગ જ બોન્ડિંગ થઈ ગયું હતું... તે પણ આપો આપ થયું હતું....


Rate & Review

Jigisha Shah

Jigisha Shah 2 months ago

Jayshree Thaker

Jayshree Thaker 2 months ago

Bhavna Patel

Bhavna Patel 3 months ago

Mayuri Patel

Mayuri Patel 3 months ago

Khyati Pathak

Khyati Pathak 3 months ago