Mrugtrushna - 35 in Gujarati Love Stories by Hiral Zala books and stories PDF | મૃગતૃષ્ણા - ભાગ 35

મૃગતૃષ્ણા - ભાગ 35

[ RECAP ]

( દિવ્યા ઘરે આવે છે અને પાયલ જાગે નહિ એ રીતે રૂમ માં આવી ને સુઈ જાઈ છે, સંજય ઘરે આવી ખૂબ જ ટેન્શન માં હોઈ છે અને સ્વાતિ ને ઓબરોય ઇન્ડસ્ટ્રી છોડવાં નું કહે છે. બીજી તરફ ધનરાજ આદિત્ય ના લગ્ન કરાવવા નું નક્કી કરે છે. )

______________________________________
NOW NEXT
______________________________________

ડાઇનિંગ ટેબલ પર અનંત ને જમવા નું આપી તરત દેવાંગી એ પૂછ્યું " શું થયું ?? "

અનંત : એ જ તો ખબર નથી કે થઈ શું રહ્યું છે. ભાઈ આવો ફેંસલો કરશે હું વિચારી પણ નતો શકતો , શું જરૂર હતી ફરી આ બાબત કાઢી નવા લગ્ન ઊભા કરવાની. આ બાબત ની આદિત્ય પર શું અસર પડશે એ જાણો છો , એ ભલે કંઈ ના કહે પણ આ ખોટું છે.

દેવાંગી : તો અનંત સાચું શું છે? તું શું ચાહે છે?

અનંત : સાચું એ જ છે કે હમણાં કોઈ લગ્નની જરૂર નથી. ભાભી અત્યારે આદિત્ય ની ઉંમર....

દેવાંગી આદિત્ય ને વચ્ચે જ રોકતા બોલે છે , " તો શેની ઉંમર છે આદિત્ય ની , ભણવાની કે પછી ઓફિસ માં કામ કરવા ની , તમે બંને ભાઈઓ શું ચાહો છો એ નથી સમજાતું , અનંત આદિત્ય 26 વર્ષનો છે , હા ! કદાચ આદિત્ય એ કહ્યું હોત કે મારે હમણાં નથી લગ્ન કરવા તો એ વાત અલગ છે અને આપણે એને ફોર્સ કરતા પણ નઈ , પણ આદિત્ય ને એના માટે કોઈ એક વ્યક્તિ પસંદ કર્યું છે , જેની સાથે એ રેહવા માંગે છે , જીવવા માંગે છે. તો એવું તો શું કારણ છે કે એને પોતાની ઈચ્છા મારવી પડે. અનંત છોકરાં ને ઈમોશનલ બ્લેકમેઇલ કરી એનું મન મારી શકાય , જીતી ક્યારે પણ ન શકાય."


દેવાંગી ની વાત સાંભળી અનંત કંઈ જ નાં બોલ્યા કારણ કે ક્યાંક ને ક્યાંક એ પણ જાણતા હતા કે ધનરાજ નો આ ફેંસલો આદિત્ય માટે બરાબર ન હતો. ધનરાજ ના મન માં શું ચાલી રહ્યું હતું એ કોઈજ જાણતું નતું , ક્યારેક લગ્ન માટે ના અને ક્યારેક આદિત્ય ના લગ્ન નો ફેંસલો , થોડા જ દિવસ માં આદિત્ય અને દિવ્યા ના જીવન માં એ ઘટના ઘટી ગઈ જેની બંને ને જાણ પણ ન હતી. આદિત્યને હતું કે એ એના મમ્મી પપ્પા ને મનાવી લેશે. પણ ધનરાજના નિર્ણય સામે આદિત્ય એ પોતાનાં પ્રેમ ને જતો કર્યો. બીજી તરફ કોઈ જ દલીલ કર્યા વિના દિવ્યા એ આદિત્યનો સાથ આપ્યો. પ્રેમ છુપાવો બોવ અઘરો છે પણ અહીંયા પોતાના લોકો ને સાચવવામાં અને એમની ઈચ્છાઓ ને માન આપવા માં આ બંને નો પ્રેમ એમના મન માં જ ઘૂંટાઈ ને રહી ગયો. આદિત્ય માટે દેવાંગી અને દિવ્યા માટે પાયલ બંને લોકોએ પોતાના થી બનતા દરેક પ્રયાસ કર્યા પરંતુ અંતે તો એ જ નિર્ણય માન્ય રહ્યો જે ધનરાજ એ કહ્યો.

બીજી તરફ સંજય એ ઘરે આવી સ્વાતિ ને કહી દીધું કે હવે હું ઓફિસ નઈ જાવ. એક દીકરી તરીકે જેને સંજય એ હંમેશા વ્હાલ કર્યો , એનું ધ્યાન રાખ્યું , અને એના ઘણા નખરાં પણ સહન કર્યા. એની આવી હાલત જોઈ સંજય હેરાન રહી ગયા હતા. એક બાપ તરીકે ચાહે સામે એનો મિત્ર જ કેમ ન હોઈ પણ સંજય અનંત થી ખુબ ગુસ્સે થઈ ચૂક્યાં હતાં. પાયલ અને અનંત આ બંને ને જો કોઈ એક વ્યક્તિ સમજી શકે એવા ફક્ત સંજય હતા. અનંત ની બધી વાત ને સંજય એ હંમેશા માન આપ્યું. પણ પાયલ ને દુઃખી જોઈ એ તૂટી ગયા હતા અને અંતે એમની પાસે રીઝાઈન કરવા સિવાય બીજો કોઈ રસ્તો પણ ન હતો.
બીજા દિવસ ની સવાર આ સૌ માટે એક નવો પડકાર લાવવા ની હતી. શું થશે એની કોઈ ને જાણ નતી. પણ સૌ જાણતા હતા કે પરિસ્થિતિ સાથે એમને લડવું તો પડશે.
___________________________

સવારે ઓફિસ માં જઈ સૌથી પેહલા ધનરાજ આદિત્ય ના કેબિન માં જાય છે. દરવાજો ખોલી એક રમુજી સ્માઇલ આપી આદિત્ય ને પૂછે છે , " આવું હું અંદર "
આદિત્ય ધનરાજ ને જોઈ ખુરશી પરથી ઉભા થઈ એમને જવાબ આપે છે. " ડેડ , પૂછો છો કેમ , આ તમારી ઓફિસ છે. "
ધનરાજ અંદર આવી આદિત્ય ને જવાબ આપે છે.
" હાં , આ ઓફિસ તો મારી છે. પણ આ કેબિન તારી છે. અને તું મારો દીકરો છે. અને જેટલો અધિકાર આ જગ્યા પર મારો છે એટલો જ અધિકાર તારો છે."
આદિત્ય એ શું કેહવુ એ નતું સમજાઈ રહ્યું , કારણ કે એમનાં મગજ માં પેહલે થી જ બધું ચાલી રહ્યું હતું. આદિત્ય ને જોઈ ધનરાજ સમજી ગયા અને એમને આદિત્ય ને કહ્યું
" આદિત્ય ઘણી વખત આવનારી પ્રોબ્લેમ અને પરિસ્થિતિ ને એના હાલ ઉપર છોડી દેવી એજ એનો સૌથી સારો રસ્તો હોઈ છે. "

આદિત્ય : નાં હું એ નતો વિચારી રહ્યો , હું તો....

ધનરાજ : તો શું વિચારી રહ્યો હતો?😄

આદિત્ય : આજે ક્લાઈન્ટ સાથે મિટિંગ છે. એટલે એની જ વાત દિમાગ માં ચાલતી હતી.

ધનરાજ : બસ આ જ વાત....બીજું કંઈ નઈ???

આદિત્ય : હા...બીજું કંઈ નથી.

ધનરાજ : અચ્છા...ઠીક છે કામ પર ધ્યાન આપવું જરૂરી છે.પણ તને ખબર તારી જગ્યા એ હું હોત તો અત્યારે શું વિચારી રહ્યો હોત?
હું વિચારી રહ્યો હોત કે મારા બાપે પોતે તો લવ મેરેજ કર્યા અને મારા એરેંજ મેરેજ નાં સપના જોવે છે. સાચું કવ તારી જગ્યા પર હું હોત તો ભાગી જાત છોકરી ને લઈ ને😄😄😄 તારો શું વિચાર છે???

ધનરાજ પાસે થી આવા શબ્દો સાંભળી આદિત્ય એક દમ મૌન બની ધનરાજ ને જોઈ જ રહ્યો. અને તરત બોલી પડ્યો
" નઈ પપ્પા હું એવું કંઈ નઈ વિચારતો , હું તમારી વાત ને સમજુ છું અને આવી રીતે ભાગી જાવ નું વિચારીશ પણ નઈ. તમને અને મોમ ને દુઃખી કરી મને કોઈ સુખ નથી મળવાનું."

ધનરાજ : બરાબર...હાં...જો હું મેઇન કામ તો ભૂલી ગયો.

આદિત્ય : કયું કામ??

ધનરાજ એ તરત પોતાના વોલેટ માંથી 6980 રૂપિયા કાઢી આદિત્ય ને આપે છે.
આદિત્ય : ડેડ...આ શું છે??

ધનરાજ : એવું સમજ કે તારી અમાનત છે.

આદિત્ય : એટલે??
ધનરાજ : અરે મે લીધા હતા તારા એકાઉન્ટ માંથી એટલે પાછા આપુ છું તને.અને હવે વધારે સવાલો નઈ કર ,અને કામ પર લાગ. મારે ડીલ ફાઈનલ જોઈએ.

આદિત્ય : સારું...પણ પપ્પા તમે તો ક્યારે આવી રીતે કેસ નથી રાખતા.

ધનરાજ : હા..પણ હવે રાખું છું. બેટા અનુભવ થી શીખે માણસ. તું પણ શીખી જઈશ નજીક ના ભવિષ્ય માં ચિંતા નઈ કર.
આદિત્ય : એટલે?

ધનરાજ : એટલે ડીલ પર ધ્યાન આપ. વાતો ઉપર નઈ.

___________________________
સવારે અનંત 9 વાગે ઓફિસમાં આવે છે. ઓફિસ નો માહોલ એક દમ શાંત હતો. અનંત તો ફક્ત થોડા દિવસ થી ઓફિસ માં આવેલા પરંતુ સંજય સર તો આ ઓફિસ નો પાયો હતા. સંજય સર અને પાયલ બંને હાજર ન હતાં એટલે આખી ઓફિસ વિરાન થઈ ગઈ હતી. બધાં કામ તો કરી રહ્યાં હતાં પણ ફક્ત મજબૂરી માટે. ઓફિસ માં થતી બધી મસ્તી મજાક આજે શાંત હતી. આકાશ અને રાધિકા બંને એક ડીલ ના રીલેટેડ વાત કરવા અનંત ની ઓફીસ માં જાય છે. અને બહાર ઊભી આકાશ ધીમા અવાજે અનંત ને પૂછે છે
" કમિંગ સર "
અનંત લેપટોપ પર કામ કરી રહ્યા હતા. આકાશ અને રાધિકા ને જોઈ અનંત બંને ને અંદર આવવા નું કહે છે.

અનંત : બોલો...

આકાશ : સર...અને બજાજ વાળી ડીલ ફાઇનલ કરી દીધી છે સો એના માટે તમારા સિગ્નેચર જોઈતા હતા.

અનંત : ofcourse... આપો ફાઈલ.
અનંત ડોક્યુમેન્ટ નું ટાઈટલ વાચી સમજી જાય છે કે આ તો આ ઓફિસના ફાઈનલાઇસ ડોક્યુમેન્ટ છે.

અનંત : આકાશ કેટલાં ટાઈમથી છો આ ઓફિસ માં??

આકાશ : 8 વર્ષથી સર.

રાધિકા : કોઈ પ્રોબ્લેમ થઈ સર. કોઈ પ્રોબ્લેમ હોઈ તો ફરી ડોક્યુમેન્ટ એડિટ કરી દઈએ.

અનંત : રાધિકા કોઈ પ્રોબ્લેમ નથી પણ આ અહીંયા ના ડોક્યુમેન્ટ છે. અને આ બધાં પેપર્સ ઉપર ફક્ત સંજયના સિગ્નેચર માન્ય છે. એટલે એમની પાસે પેપર આપો એ એપ્રુવ કરશે.

રાધિકા : સર....સંજય સર આજે ઓફિસ માં નથી.

અનંત : હા...તો મિટિંગ માં હશે ક્યાંક , સાંજે કરવી લેજો સિગ્નેચર.

આકાશ : સર...રાધિકા નો મતલબ છે કે સર આજે ઓફિસ નથી આવ્યા.

અનંત : વૉટ???

440 વોટ નો જટકો લાગ્યો હોઈ એમ અનંત ખુરશી પરથી ઉભા થઈ જાય છે.

રાધિકા : સર....કાલે જે થયું એના લીધે સંજય સર બોવ જ ગુસ્સે હતા , અને કાલે રાતે એમને કંપની ના ઈમેઈલ પર રિઝાઈન લેટર મોકલી આપ્યો.

અનંત : બધાં આવા જ ભરાયેલા છે અહીંયા...બાળમંદિર જેવી ફિલિંગ આપો છો તમે બધાં. બીજા બધાં તો ઠીક પણ હવે તો તમારો એ સાહેબ પણ જુનિયર કેજી ના છોકરા જેવો થવા લાગ્યો છે. એક તો એ છોકરી જેની વાત કરવી જ મતલબ વગર ની છે. અને બીજું એના પર સવાશેર આ એમના સંજય સર. ખરેખર મને વિચાર આવે કે હું નઈ હોતો હોવ ત્યારે તો મારી ઓફિસ બીજું પ્રાણીસંગ્રહાલય જ હશે. બસ ખાલી હવે બાર ટિકિટ લગાવા ની વાર છે🤣

અનંત ને હસતા હોઈ એમની વાત પર આકાશ અને રાધિકા પણ હસવા લાગે છે.

આકાશ : સર...અમે બધાં આટલાં વર્ષો થી એક બીજા સાથે કામ કરીએ છે. નોર્મલી સવાર થી સાંજ એક બીજા સાથે રહીએ. પોતાની ફેમીલી કરતા પણ વધારે સમય અમે એક બીજા સાથે હોઈએ. આમ આવી રીતે મસ્તી મજાક સાથે કામ કરીયે તો કામ અને સમય બંને જલ્દી પૂરા થઈ જાય છે. સંજય સર અમારા બોસ છે પણ હમેશાં દરેક કામ અમારા મિત્ર બની ને શિખવાડ્યું છે. ભૂલ દેખાડવા ની સાથે સાથે એ ભૂલ કઈ રીતે સુધારવી અને ફરી ના થાય એનું ધ્યાન રાખતા શિખવ્યું છે. સંજય સર ને દીકરી ખૂબ ગમે છે પણ એમને કોઈ દીકરી નથી. પાયલ ના મોમ નથી અને એના ફાધર બોવ દૂર રહે છે. નાનપણ થી એ બંને વગર અહીંયા એકલા રહેલી છે. ધીરે ધીરે સંજય સર અને પાયલ બંને એકબીજા સાથે બોવ કનેક્ટ થઈ ગયા.

અનંત : હા એનો મતલબ એવો નથી કે તમે કામ ના ટાઈમ પર પણ મસ્તી મજાક કરો અને ઓફિસ ગમે ત્યારે ગમે એ સમય એ આવો. શરીર માટે જેમ જમવું જરૂરી છે તેમ જ આ ઓફિસ માટે ડીસીપ્લીન. અને આ તમારા બધાં પેહલા તમારા સંજય સર ને સમજવું જોઈએ. સારું...તમે બંને જાવ હું જોઈ લવ છું શું મેટર છે. આ જે ડીલ છે આજે હોલ્ડ પર રાખો. અને આગળ નું કામ જોઈ લો.

આકાશ : ઓકે સર.

________________________________________

દિવ્યા એના રૂમ માં આવી અચાનક વિચાર માં પડી જાય છે. પાછળથી પાયલ આવી દિવ્યા ને " congratulations " કહે છે. જેના લીધે દિવ્યા ગુસ્સે થઈ જાય છે.

પાયલ : દી...કેમ મન માં ને મન માં ગુસ્સે કેમ થાવ છો.

દિવ્યા : પાયલ...બસ કર હવે.

પાયલ : શું કરવા આ બધું કરો છો દી....કાકા એ જે કહ્યું એ સાંભળ્યું તમે? રિષભ અને એના ઘર ના બધાં કાલે તમને જોવા આવે છે. અને એમને બધું બરાબર લાગ્યું તો પછી આ લગ્ન ને વાર નઈ લાગવા ની.

દિવ્યા : હા..તો શું વાંધો છે પાયલ તને? હંમેશા એક જ વાત લઈ ને શું કામ મારી સામે આવી જાય છે. હું માનું છું કે મારો એક પાસ્ટ હતો. પણ હવે એના થી બહાર આવ , મારી નથી વિચારવું એ બધું. ભૂતકાળ માં જે પણ થયું હોઈ મારે કોઈ લેવા દેવા નથી એનાંથી. અને પાયલ હાથ જોડું છું.. હવે પાછી આને આ વાત લઈ ને મારી સામે બિલકુલ નઈ આવ.હું ખુશ છું પપ્પા ના નિર્ણય થી

પાયલ : હા...તો એ ખુશી ચેહરા પર પણ દેખાવી જોઈએ.મને ના પાડો છો કે મારી જૂની વાત નઈ કાઢ , પોતે આખો દિવસ હજી આદિત્ય ...આદિત્ય વિચાર્યા રાખો છો એ નઈ સંભળાતું.

દિવ્યા : પાયલ...વિચારેલું બધું સાચું થતું હોત ને , તો આજે તું અહીંયા 10 વાગ્યા સુધી ઘરે નઈ હોત. તને એક સારી સલાહ આપું છું કે મારી વાત માં જેટલું ધ્યાન આપે છે ને એટલું ધ્યાન હવે નવી જોબ શોધવામાં આપ.

પાયલ : જોબ તો હું શોધી લઈશ , અને તમને જેના કહી ને આ વાત એ દોઢ ડાહ્યાં ને પણ શોધી લઈશ🤣

દિવ્યા પાયલ પાસે આવી એની બાજુ માં બેસી પાયલ ને પ્રેમ થી કહે છે
" પાયલ આમ જો , હું ખુશ છું આ લગ્ન થી. હાં...થોડું અજીબ લાગે છે કારણ કે આ બધું અચાનક તને આટલી જલ્દી થઈ ગયું એટલે. હું તારી વાત સમજુ છું કે તું શું કહેવા માંગે છે પણ પાયલ હું કોઈ ભૂતકાળ થી આગળ વધવા લગ્ન નથી કરતી. માનું છું કે બધું બોવ થઈ ચૂક્યું છે આટલાં સમય માં , પણ આવું તો દરેક ના જીવન માં થાય , બધું આપણે ચાહીયે એવું હમેશા થાય એવું જરૂરી નથી. હું અને આદિત્ય ચાહતા હતા કે અમે એક બીજા સાથે હંમેશા અહીંયા , અને લગ્ન કરવા ખાતર જો અમે અમારી જીદ મનાવી પણ લેતા તો પણ અમારાં પોતાના જ દુઃખી થઈ જતાં. અમે બંને અલગ થયાં...હા અમને દુઃખ થયું પણ એ થોડા સમય માટે છે. જીવન માં આગળ જતાં અમે ધીરે ધીરે ભૂતકાળ ભૂલવા લાગશું. પણ એનો સૌથી મોટો ફાયદો એ થશે કે કોઈ દુઃખી નઈ હોઈ. પપ્પા ચાહે છે કે એ મારા લગ્ન પોતાના પસંદ ના છોકરાં સાથે કરાવે તો શું વાંધો છે એમાં? પાયલ દુનિયા માં કેટલા બધા લોકો એરેંજ મેરેજ કરે છે. એ કંઈ ખોટું નથી. પાયલ મને બસ એટલું ખબર છે કે મારા પપ્પા ખુશ છે. અને એ ખુશી મારા માટે આદિત્ય કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે.
અમારાં આ સંબંધ માં આદિત્ય એ મને એટલું તો શીખવ્યું છે કે જીવન માં સૌથી પેહલા ખુશી એમની મહત્વ ની છે જેમના લીધે તમે આ ધરતી પર છો , અને આટલા આગળ છો. આજે દુનિયા મને ડૉ. દિવ્યા કહી ને સંબોધે છે તો ફક્ત એટલે કારણ કે માટે પપ્પા એ રાત દિવસ દુકાન માં મેહનત કરી ને મને આટલી ભણાવી , સફળ બનાવી. અને પાયલ એમના માટે હું આદિત્ય મે ના છોડી શકું ને તો મને દીકરી કહેવાવા નો કોઈ અધિકાર નથી. એમના માટે હું આવતાં દરેક જન્મ આદિત્ય ને ભૂલી જવા રાજી છું.

પાયલ ને આટલું કહેતા કહેતા દિવ્યા ની આંખો માં આંસુ આવી જાય છે. પાયલ બસ દિવ્યા ને જોતી જ રહી ગઈ.પાયલ દિવ્યા ની આંખો માંથી આંસુ લૂછી એને બસ એટલું જ કહે છે કે " દી....આજે નઈ રડશો....કાલે મારા જીજાજી તમને જોવા આવે છે. એટલે હવે મસ્ત ચેહરા પર સ્માઈલ લાવો અને કાલ ની તૈયારી કરો"🥰🥰🥰🥰 પાયલ તરત જ દિવ્યા ને ગળે મળી જાય છે.
ઘર માં બધાં કાલની તૈયારીઓ કરવા લાગ્યા હતા. દિવ્યા ઓફિસ જતી રહી હતી. પાયલ લેપટોપ ચાલુ કરી એના માટે નવી જોબ શોધી રહી હતી. અને તરત જ પાયલ ના ફોન ઉપર રાજ નો કોલ આવે છે.

★★★★★★★
[ NEXT DAY ]

( NO SPOILER FOR SOME EPISODES🥰 )

THANK FOR READING 🙏🏻
BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️.

Rate & Review

Zalak Soni

Zalak Soni 3 months ago

Hiral Zala

Hiral Zala Matrubharti Verified 3 months ago

Usha Dattani Dattani
Harendra Lalpuria

Harendra Lalpuria 3 months ago

Parul

Parul 3 months ago