The Scorpion - 84 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ-84

રાવલો ચીસ સાંભળીને એનાં કૂબામાંથી બહાર નીકળી આવ્યો એનાં ચહેરાં પર ક્રોધ હતો હાથમાં એનું ખડગ જેવું હથિયાર હતું જ્યાં નૃત્ય સંગીત અને પ્રેમાલાપ ચાલતો હતો ત્યાં સન્નાટો છવાઇ ગયો. મદીરા પીને મસ્ત થયેલાં યુવાનો જાણે તંદ્રામાંથી બહાર આવ્યાં એમણે બધાએ પોત પોતાનાં ભાલા પકડીને ત્યાં ધસી આવ્યાં.

રાવલાએ એના પિતાને જોયાં એમનાં પેટમાં કોઇ ધારદાર હથિયારનો ઘા જોયો લોહી નીકળી રહ્યું હતું. રાવલાએએ બૂમ પાડી “તાપસીબાવા તાપસીબાવા.. કોઇ તાપસીબાવાને બોલાવો જડીબુટ્ટી લાવો.”

કબીલાનાં યુવાનોએ રાજા ધ્રુમનને ઊંચકી ત્યાં મોટાં લાકડાનાં બનેલાં થડ જોવી પાટ પર સુવાડ્યાં ત્યાં મોટી દાઢીવાળા તાપસીબાવા દોડતાં આવ્યાં એમનાં ગળામાં હાથમાં શંખ-રુદ્રાક્ષની માળાઓ હતી એમણે હાથમાં તુંબડું રાખેલું એમણે બધાં યુવાનોએ આઘા કાઢ્યા. રાજા ધ્રુમનનાં ઘા ને જોયો એમણે તુરંતજ ચોખ્ખા વસ્ત્ર માંગ્યાં.

સેવકો એ દોડીને ચોખ્ખું સુતરાઉ કાપડ જેવું વસ્ત્ર આપ્યું એને ફાડીને તાત્કાલીક પાટો બનાવીને કસીને બાંધ્યું.... પછી તેઓ દોડીને એમનાં કૂબામાં ગયાં ત્યાંથી તુંબડામાં વનસ્પતિ લાવ્યા બધી જડીબુટ્ટી હતી એમાં અમુક પાન હાથમાં લઇને ઘા પર પાટો છોડી દબાવ્યાં કરી પાટો બાંધ્યો અને બીજી જડીબુટ્ટી આપી કહ્યું “આને વાટીને જલ્દી લાવો. લોહીતો હમણાં બંધ થઇ જશે.”

રાવલાની નજર ચકળવકળ બધે ફરી રહી હતી એણે ચોકી કરતાં એનાં સેવકોને બોલાવી પૂછ્યું “તમે શું કરો છો ? રાજાનાં કૂબામાં કોણ આવેલું ? કોણે એમનાં ઉપર હુમલો કર્યો ?”

ત્યાં રોહીણી વસ્ત્રો બધું પહેરીને બહાર આવી એણે રાજા ધ્રુમનને જોઇ ચીસ પાડી કહ્યું “ઓહ કોણે આ ઘા કર્યો ?” એ સેવિકાઓ સાથે જડીબુટ્ટી વાટવા જતી રહી જતાં જતાં કહ્યું “રાવલા કોઇ જાણ ભેદુ હોવો જોઇએ. તું છોડીશ નહીં.”

રાવલાએ કબીલામાં બધાં કૂબાઓમાં તપાસ કરવા આદેશ આપ્યો. સેવકો હથિયાર સાથે બધાં કૂબામાં તપાસ કરવા લાગ્યાં. રાવલાએ જોયું એનાં પિતાની આંખો બંધ છે મૂર્છાધીન થયેલાં છે એણે કહ્યું “તાપસીબાવા રાજાને કોઇ પણ રીતે બચાવો ભાનમાં લાવો”. એણે એનાં પિતા તરફ એક નજર નાંખી અને એનાં પિતાનાં કૂબામાં ગયો એણે કૂબામાં જોયું કોઇ હતુ નહીં કૂબાની રચના એવી હોય છે કે એમાં બે નાની નાની બારી અને એકજ પ્રવેશદ્વાર હોય છે.

એણે પેલી ગોરી છોકરીને પકડીને કહ્યું “તમે લોકો અંદર હતાં કોણ આવેલું ? પ્રવેશદ્વાર ખૂલ્લો હતો ?” પેલી રાવલા સામે જોઇ રહેલી ખૂબ ગભરાયેલી હતી એણે પણ આસવ લીધો હતો એણે રાવલાને ઇશારાથી સમજવવા પ્રયત્ન કર્યો.

ત્યાં રોહીણી આવી એણે રાવલાને કહ્યું “તું રહેવા દે હું પૂછું છું એમ કહી એ ગોરી છોકરીને પકડીને કૂબામાં ગઇ.. પેલી આ લોકોની ભાષા નહોતી સમજતી છતાં ઇશારાથી સમજાવી રહી હતી કે અહીં અંદર અમારાં બે સિવાય કોઇ નહોતું. રાજા મારી સાથે... એ મને પ્રેમ કરી રહેલાં.. અંધારુ હતું. અને પૂર્ણતા પર પહોચીયે પહેલાં કોઇ ઓળો આવ્યો મારીને ઝડપથી બહાર નીકળી ગયો.”

રોહીણીને આ બધુ સમજતાં વાર લાગી એ સામેથી પેલીને ઇશારા કરી સમજાવી પૂછી રહેલી પેલી અંદર ઢોલીયા પર સૂઇ જઇને જે થયુ એ નાટકીય રીતે બતાવી રહી હતી.

રોહીણીને હસુ આવી રહેલું પણ એ ચૂપ રહી. પણ અંદરને અંદર એને ગુસ્સો આવી રહેલો એણે પેલીને ગાલ પર એક તમાચો મારીને કહ્યું “તારો કોઇ મળતીયો હતો ?” પેલી ઇશારાથી ના પાડી રહી હતી.

રાવલા ની ધીરજ ના રહી એણે એના માણસને ભેગાં કર્યા અને કહ્યું “આજની રાત ઉત્સવ હતો એ કબીલામાં બધાને ખબર હતી. અમારી સુહાગરાત હતી આ ગોરીને બે દિવસ ઉપર તમે લોકો જંગલમાંથી લાવેલાં એ બધી વાત માત્ર મારાં પિતા રાજા ધ્રુમનનેજ ખબર હતી તેઓ ભાનમાં આવે પછી ખભર પડે પણ મારે બધી જાણકારી જોઇએ બે દિવસમાં આપણાં કબીલા સિવાયનું કોણ અહીં આવેલું ?”

રાજા ધ્રુમનની સારવાર ચાલુ હતી તાપસીબાવાએ કહ્યું “એક પ્રહર સુધીમાં રાજાને ભાન આવી જશે પણ એમનાં ઘા ને સમાતાં 10-15 દિવસ નીકળી જશે એમને આરામની ખૂબ જરૂર છે. એમની આસપાસ 24 કલાક સેવકો રાખજો હું નિયમિત જડીબુટ્ટીથી ચિકિત્સા કરીશ એમને પ્રવાહી આપવું પડશે. સારુ છે ધા ઊંડો નથી એ થોડામાં બચી ગયાં છે એમણે સામે ઘા કર્યો હોવો જોઇએ એમના હથેળીમાં ઘસરકા છે ત્યાં લોહી છે એટલો સામેવાળા પણ ધવાયેલો હોવો જોઇએ.”

રાવલાએ કહ્યું “હું ધરતીનાં પડમાંથી શોધી નાંખીશ. આપણાં કબીલામાં આવી હુમલો કરનાર જાણભેદુજ હોઇ શકે કોઇ અજાણ્યાની હિંમત ના થાય એમનું કામ નથી”.

રોહીણી પેલી ગોરીને પાછી બહાર લઇ આવી રાવલાએ કહ્યું “રાજા એને કેમ અને ક્યાંથી લાવેલા ? એ બોલે સમજાતું નથી પણ નવાઇ એ છે કે એ કોઇ વિરોધ નહોતી કરી રહી આસવ-મંદીરા પીધો રાજા સાથે અંદર ગઇ.. નવાઇ નથી લાગતી ?”

“આ ગોરીની આવવા પાછળ કોઇ ચાલ ષડયંત્ર તો નથી ને ? રાજા એનામાં ફસાઇ ગયા ? નથી સમજાતું.” રોહીણીએ કહ્યું “રાવલા તું કબીલાનો સરદાર છે તારાંથી છુપુ કંઇ નહીં રહે.. તારાં સેવકોને બોલાવ જે ચોકી કરતાં હતાં એમને પ્રશ્નો કરીએ એમાંથી કોઇ માહિતી મળી જાય.”

રાવલાએ તાળી પાડી એનાં રક્ષકો સેવકો હતાં એ બધાને બોલાવ્યાં અને પૂછ્યું “કબીલામાં ઉત્સવ હતો તમે ચોકી કરી રહેલાં તમે કોઇને આવતો જતો જોયો ? તમે કોઇને આવતો જોયો નથી તો કોઇ કબીલાનો માણસજ હતો ?” પછી એણે તાપસીબાવાએ કહેવું યાદ આવ્યું અને પૂછવું “કબીલામાં ઘાયલ થયેલું કોણ છે ? જે અહીં હાજર નથી.”

ત્યાં કૂબાઓની તપાસ કરી રહેલાં સેવકો એક જણને ઢસડીને લાવી રહેલાં... એ લોહી લુહાણ હતો. કબીલાનાં સેવકે કહ્યું “આપણી વેશભૂષામાં આ કોઇ બહારનો કાળીયો છે.. એમ કહીને રાવલા પાસે લાવ્યા.. ત્યાં પેલી ગોરી છોકરી અચાનક બોલી “લોબો ?”



વધુ આવતા અંકે ---- પ્રકરણ-85