Janki - 23 in Gujarati Love Stories by HeemaShree “Radhe" books and stories PDF | જાનકી - 23

જાનકી - 23

નિહાન બોલ્યો કે કૃપાલી એ કહ્યું કે તેને નિહાન ગમવા લાગ્યો છે.. તે સાંભળી ને જાનકી ના પગ નીચે થી જમીન જ નીકળી ગઈ પણ તે કંઈ બોલી શકી નહીં... બસ એટલું જ બોલી કે તું જા તેની પાસે આયા શું કરે છે..!?
નિહાન ફરી બોલ્યો જાનકી નો હાથ પકડી ને...
" જાનકી, સાંભળીશ કે નહીં મને એમ કહી દે.. જો સાંભળવાની હોય તો જ બોલું હું..."
જાનકી એક શ્વાસ લઈ ને બોલી..
" હા બોલ..."
નિહાન બોલ્યો...
" તેણે મને કહ્યું કે તેને હું ગમું છું અને કદાચ તે મને પ્રેમ પણ કરવા લાગી છે.. તે પેહલા એક વખત લાગ્યું હતું કે મને તેના માટે મન માં કંઈ થવા લાગ્યું હતું, પણ જ્યારે તેના મોઢે થી આ વાત સાંભળી ને તરત જ હું સમજી ગયો કે મારા મન માં તેના માટે કંઈ ફિલિંગસ છે જ નહીં.... તેની સાથે વાત કરી કેમ કે મગજ માં ઘણું બધું હતું.... બસ મન હલકું કરવા.. પણ હું એ સંબંધ માં એક મિત્ર થી વધારે આગળ વધવા નથી માંગતો.. હું તેને પણ કહી દેવાનો છું આજ... પણ તેની પેલા મારે તારા સાથે વાત કરવી હતી..."
નિહાન ફરી એક વાર જાનકી તરફ આગળ વધી ને બોલ્યો...
" પેલા મારે મારી જાના સાથે વાત કરવી હતી એટલે મેં તેને કાલ થી કંઈ જવાબ જ નથી આપ્યો... Jaan સાચે હું તેના માટે કંઈ નથી ફીલ કરતો....
હવે તું આમ રડવા નું બંધ કરીશ...!? અને આટલું રડું કંઈ વાત નું આવે છે..!? તું હર ટાઈમ તેના થી આટલી કેમ કતરાઈ છે..!?"
જાનકી ગુસ્સા માં બોલી..
"નિહાન કેમ કે હું તને love કરું છું એટલે કોઈ બીજા ને તારી નજીક નથી જોઈ શકતી... બસ હું આવી જ છું જે મારું છે તે મારું જ છે.. કોઈ તેને જોવે તો પણ મારા થી સહન નહીં થાય... અને તને આ વાત સમજ નતી આવતી કે હું તને love કરું છું... તો હું કંઈ રીતે બોલું.!? હું તારા કરતા સાવ અલગ જગ્યા પર છું.. જો કદાચ બોલી પણ દઉં કે આમ છે તો પણ તું શું વિચારીશ મારા માટે કે કોઈક ની પત્ની અને એક બાળક ની માં થઈ ને એમ કેમ love કરવા લાગી.....!? મારી જાત પર સવાલ ઉઠાવશે તું અને આ દુનિયા.. પણ સાચું કહું તો તને પેલા દિવસ થી જે જાનકી મળી તે માત્ર જાનકી હતી... ના કોઈ ની પત્ની કે ના કોઈ ની માં... હું લગભગ કેટલા સમય થી માત્ર એક તારી જાના થઈ ને જ આવતી હતી... પણ તને એ દેખાયું જ નહીં... બસ એટલે જ આટલું રડું આવી ગયું... અને એના લીધે જ મને કૃપાલી તારી સાથે વાત પણ કરે તો નથી ગમતું.."
નિહાન જાનકી ને એકી નજરે જોઈ જ રાખતો હતો...
આટલું બોલ્યા પછી જાનકી જરા શ્વાસ લે છે... અને નિહાન ની સામે જોવે છે.. તેને એક વાર એમ થાય છે કે આ વાત પર નિહાન શું બોલશે હવે...!?
નિહાન પણ જરા જડપ થી બોલ્યો...
"જાનકી મને બધું દેખાયું જ હતું.. હર ટાઈમ.. પણ મને એમ લાગતું હતું કે તે ખાલી મારો વહેમ છે... તું કોઈક ની પત્ની છે તો કંઈ રીતે હું આ વાત માની લેતો કે તું પણ એ જ મેહસૂસ કરે છે જે હું કરું છું... એક વખત માટે જો એ સંબંધ નથી હોય તો ચાલે પણ મને મારી ફ્રેન્ડ હંમેશા જોઈએ છે... એટલે હું બોલ્યો ના હતો... દિવાળી પર પણ આ જ હતી કે હું થોડો મૂંઝવણ માં હતો કેમ કે રજા પેહલા મે તારી ડાયરી માં મારી કલ્પના માં તું તે વાંચી લીધું હતું... તેમાં જે kanha નો ઉલ્લેખ થયો હતો ત્યાર થી હું મારી જાત ને સમજાવું છું કે સાચવું છું તે મને ખુદ ને નથી ખબર... તેને શું લાગે છે હું જ તારી ધ્યાન રાખું છું તું જે કરે છે તેનું શું... તું ખાલી આંખ થી સમજી જાય કે બધું બરાબર છે કે નહીં...!? મારા મમ્મી પપ્પા ની ચિંતા મારા કરતા વધારે કરી લે કોઈક વાર... કોઈક વાર બધું છૂપાવી લે કે જેના થી હું બરાબર રહું... જાનકી મારી નાની નાની વાત માં તું તારું બધું ભૂલી ને મને સાચવા માટે દર વખતે હાજર હોય.. તેનું શું...!?"

Rate & Review

milind barot

milind barot 3 weeks ago

Jigisha Shah

Jigisha Shah 1 month ago

Jayshree Thaker

Jayshree Thaker 2 months ago

Bhakti Sayta

Bhakti Sayta 3 months ago

Mayuri Patel

Mayuri Patel 3 months ago