Janki - 26 in Gujarati Love Stories by HeemaShree “Radhe" books and stories PDF | જાનકી - 26

જાનકી - 26

વેદ જાનકી ની ડાયરી વાંચી રહ્યો હતો ત્યારે યુગ ત્યાં આવે છે... ડાયરી વચી રહ્યો હતો વેદ પણ તેની અસર નિહાન ના ચહેરા પર દેખાઈ રહી હતી... વેદ યુગ ની સાથે વાત કરી રહ્યો હતો બરાબર તેના હાથ માં વેદ અને નિહાન બંન્ને ની નજર એક સાથે panda પર જાય છે... વેદ બોલ્યો..
" સારું થયું આ લેતો આવ્યો... જાનકી આંખ ખોલી ને તારી સાથે આ panda ને જોશે તો જરા સારું ફીલ કરશે... તારા જેટલો જ જરૂરી છે આ pando તેના માટે... એક દિવસ જમ્યા વગર ચલાવી લેશે પણ આના વગર નહીં...


પાંચ વર્ષ પહેલાં કૉલેજ માં


નિહાન હાથ માં એક બેગ લઈ ને આવે છે પણ જાનકી હજી આવી નથી... એટલે નિહાન ને એક એક મિનિટ એક એક કલાક જેવી લાગી રહી હતી... એક એક મિનિટ માં એક એક વિચાર વધતા જતા હતા... બરાબર ત્યારે જ જાનકી આવે છે તેની આંખો જોઈ ને કોઈ પણ કહી શકે કે રડી ને આ આંખો સોજી ગઈ હતી.. જાનકી નિહાન ની બાજુ માં આવી ને ઉભી રહે છે ત્યારે નિહાન તેને જ જોઈ રહ્યો હતો એટલે જાનકી એ તેને વિચાર માંથી બહાર લાવવા માટે કહ્યું..
" નિહાન મને અંદર ની બાજુ બેસવા માટે જગ્યા આપીશ..."
નિહાન તેને "હા" કહી ઉભો થયો અને જાનકી બેન્ચ માં બારી પાસે જઈ ને બેસી ગઈ... કંઈ પણ બોલ્યા વગર..
જાનકી ને આમ ચૂપ જોવું નિહાન માટે અઘરું હતું.. તેને તો તેની જાનકી ને પાણી ની જેમ ખડ ખડ અવાજ કરતી જ જોઈ છે.. આમ શાંત હોય તો તોફાન ના એંધાણ વર્તાઈ રહ્યાં હતાં... નિહાન ના વિચાર સાથે હવે ધબકારા પણ વધી રહ્યા હતા... તેને જાનકી સાથે વાત કરવી હતી પણ તેની હીંમત પણ ના થઈ રહી હતી જાનકી ને બોલવા માટે... થોડી વાર પછી નિહાન હીંમત એકઠી કરી ને બોલ્યો..
" જાના, તું ઠીક છે.?!"
જાનકી આજ પણ કટાક્ષ કરતા બોલી...
" હા , ઠીક જ છું... કેમ નતું હોવાનું મારે ઠીક...!? મારે હજું ગુસ્સો કરવા નો હતો.. કે હજુ એ જતાવાનું હતું કે શું ચાલે છે મારા મન માં કે એ જાણવા માટે કે તું શું વિચારી રહ્યો છે હજુ મારા માટે તે જાણવા માટે તારા સાથે વાત કરવાની હતી.." જાનકી ને ખુદ ને સમજાતું ના હતું કે તેને શું કરવું અને તેના થી નિહાન પર જરા ગરમ થવાય ગયું..
નિહાન પણ બોલ્યો..
" જાનકી ગમે તે કર પણ આમ ચૂપ તો ના જ રે... તારો ગુસ્સો સહન થશે પણ તારું મૌન નહીં... અને વાત નહીં કરે તો અંદર અંદર વિચારી ને હેરાન થશે, જે મારે નથી થવા દેવી..."
જાનકી તેની સામે જોઈ પણ ના શકતી હતી.. બરાબર ત્યારે જ ક્લાસ માં કોઈક આવી ને બોલ્યું...
" થોડા દિવસ માં કોલેજ માં એન્યુઅલ ફંકશન છે તો આજ થી તેની તૈયારી કરવા ની છે તો કોઈ મેડમ કે સર આજ આવશે નહિ લેક્ચર લેવા..." આ સાંભળી નિહાન અને જાનકી એક બીજા ની સામે જોવે છે...
જે બોલી રહ્યું તેને ફરી થી બોલ્યું...
" અને લગભગ બધાં એ ત્યારે એથનિક વેર માં આવવાનું થશે... તેમાં ભાગ લેવા માટે હરીન મેડમ ને મળવા નું છે.. અને હરીન મેડમ બધાં ક્લાસ માંથી અમુક સ્ટુડન્ટ ને ફરજિયાત ભાગ લેવા માટે પણ કહી શકે એમ છે.." આટલું બોલી ને તે ક્લાસ ની બહાર જતું રહ્યું...
નિહાન જાનકી નો હાથ પકડી ને બોલ્યો..
" જાનકી, કંઈક તો બોલ..."
જાનકી બોલી.. "
"નિહાન શું સાંભળવું છે તારે...!? પેલા એક કામ કર મને અહીં થી ક્યાંક બારે લઈ જા... જ્યાં આપણાં બે સિવાય કોઈ ના હોય... આટલા અવાજ માં મને કંઈક થાય છે.. મને થોડી શાંતિ જોઈએ છે... ક્યાંક એવી જગ્યા પર જ્યાં મને ચા મળી શકે..."
નિહાન ને એમ પણ જાનકી થી એકલા માં જ વાત કરવી હતી.. પણ તે બોલી ના શકતો જતો કે ચાલ આપણે બહાર જઈએ જાનકી એ સામે થી આ બોલી ને નિહાન ને થોડો હળવો કરી દીધો.... તે બોલ્યો
"જાનકી ક્યાં જવું છે...!? તું બોલ ક્યાં લઈ જાઉં...!?"
જાનકી બોલી "ગમે ત્યાં..."
નિહાન થોડું વિચારી ને બોલ્યો.. "જ્યાં આપણે બે જ હોઈએ એવી તો એક જ જગ્યા છે.."


Rate & Review

Jigisha Shah

Jigisha Shah 1 month ago

Falguni Patel

Falguni Patel 3 months ago

Khandubhai  Patel

Khandubhai Patel 3 months ago

Amit Pasawala

Amit Pasawala 3 months ago

Khyati Pathak

Khyati Pathak 3 months ago