Janki - 28 in Gujarati Love Stories by HeemaShree “Radhe" books and stories PDF | જાનકી - 28

Featured Books
Categories
Share

જાનકી - 28

નિહાન ઘરે આવી ને જાનકી માટે ચાઈ બનાવે છે એટલી વાર માં જાનકી નિહાન ના હોલ માં ફેરફાર કરવા લાગી... ટીવી યુનિટ માં અને ટેબલ પર ફેરફાર કરી ને જાનકી નું મન ભરાયું નહીં તો તેને હવે સોફા ની જગ્યા પણ ફેરવી હતી... તેમાં વજન વધારે હતું એટલે ફરવા માં અવાજ આવ્યો... તે સાંભળી ને નિહાન ચાઈ ને પડતી મૂકી ને ભાગ્યો કે જાનકી ને કંઈ થયું કે શું...!? આવી ને જોવે છે જાનકી નીચે જમીન પર બેઠી હતી... નિહાન તેને આમ જોઈ ને એમ સમજ્યો કે કંઈક પડી ગયું હશે જાનકી નું સોફા નીચે એટલે કાઢતી હશે... તે કહે છે "ઊભી રે હું કાઢી આપુ..."
જાનકી બોલી "કંઈ પડી નથી ગયું... મને આ સોફા ની જગ્યા ફેરવી છે..."
નિહાન કંઈ સમજ્યો નહીં કે જાનકી શું બોલે છે.. પછી તેની નજર ત્યાં થયેલ ફેરફાર પર પડી... એટલે નિહાન બોલ્યો...
" જાનકી આ શું કરે છે...!?"
જાનકી બોલી..
"કંઈ ખાસ નહીં... મને ના ગમતું હતું તેની જગ્યા ફેરવી અને એમ કહીએ તો ચાલે કે મકાન ને ઘર બનાવતી હતી... બધું જેમતેમ પડેલ હતું તો બરાબર કરતી હતી..."
ફરી થી જાનકી બોલી..
"ચાલ સોફો ફેરવી દે... પછી ચાઈ પીવી છે..."
નિહાન પાસે જાનકી ની વાત માનવા સિવાય બીજો કોઈ રસ્તો જ ના હોય તેમ બાજુ માં આવી ને જેમ જાનકી એ કહ્યું તેમ ફેરવી ને રાખી દીધું... પછી બોલ્યો.. " મેડમ હવે કંઈ કરવાનું છે..!?"
જાનકી મોં બનાવતા બોલી.. "હા, પણ હમણાં નહીં હું જોઈ લઈશ બીજું... હાલ તો ચાઈ પીવડાવ..."
નિહાન ચાઈ લઈ ને જાનકી ની બાજુ માં બેસે છે અને જે વાત અધૂરી હતી તેને પૂરી કરતા બોલ્યો...
" જાનકી આ લે ચાઈ.. હવે એ કહે શું ચાલે છે દિમાગ માં... કાલ નું.. જો હું તને મારી જાન કરતા વધારે love કરું છું આવું મારે કેહવાનું ના હોય, અને મારે કેહવુ પણ નથી એવું... કેમ કે તને તે ખબર છે હવે એ બોલ તું શું કહેવા માગે છે... તું શું વિચારે છે.."
જાનકી ચાઈ ને પીતા પીતા બોલી...
"મારા મન માં જે ચાલે છે તે તેને ખબર જ છે હવે... Love તો થઈ જ ગયો છે.. પણ હવે શું...? મારી સાથે રહી ને તારુ કંઈ ભવિષ્ય નથી, હું તને કોઈ જાત ની ખોટી આશા આપવા નથી માંગતી.. આ જાનકી તારી જ છે, જે તારી સાથે હોય છે.. પણ જાનકી ના બીજા ઘણા રોલ છે જે જાનકી ને નિભાવવાના છે.. તેમાં કંઈ બાંધ છોડ ચાલશે નહીં... સાચું કહું તો એવું જરા પણ નથી કે હું વેદ ને ઓછો પસંદ કરું છું એટલે તારા થી love થઈ ગયો.. કે નથી એવું કે તને કોઈ દિવસ એના થી ઓછો પોતાનો માન્યો છે..."
નિહાન વચ્ચે જ બોલે છે
"પોતાની જાત ને ચોખવટ કરે છે કે મને જાના...!?"
જાનકી તેની આંખ માં જોઈ ને બોલી..
"લભગભ બંન્ને ને.. એવું લાગે છે..કે મારા થી જીંદગી ની સારા માં સારી ભૂલ થઈ ગઈ છે... આમ કોનો વાંક કે મને તું ગમી ગયો.. હવે તો જે થાય તે થવા દેવું છે મારે... આમ જ ચાલવા દેવું છે.. જ્યાં સુધી સાથે છીએ ત્યાં સુધી... જ્યાં સુધી કોલેજ ચાલે ત્યાં સુધી... જ્યાં સુધી તારા પાસે મને છોડી ને જવા માટે કોઈ બાનું માં મળી જાય ત્યાં સુધી...તું તો શ્વાસ છે મારા માટે તો જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી... આ જાનકી અને પેલી જાનકી અલગ છે.. હવે મારે તારી જાના થઈ ને તારા માં જ જીવવું છે.. પણ જો તું હા, પડે તો.. નહીં તો જેમ છે તેના થી પણ બે ડગલાં પાછળ જવા કહીશ અને માત્ર એક સારા મિત્ર રહી ને પણ આખી જિંદગી સાથે રહવા તૈયાર છું હું તો.. હવે તું જે નક્કી કરે તેમ જ થશે બંધુ... તું બોલ..."
નિહાન વાતાવરણ ને જરા હળવું કરતા બોલ્યો...
" શબ્દ એ શબ્દ ને કોપી કર અને ફરી થી પેસ્ટ કરી લે જાના તું લેખક છે અમે નહીં.. આટલા ભારી ભરકમ શબ્દ અમારા પાસે નહીં હોય... બસ એક વાત ની ખબર છે મને તો કે મને મારી જાનકી જોઈએ છે બસ.."
જાનકી અને નિહાન એક બીજા ને ગળે વળગી પડે છે... હવે બંન્ને ના ચહેરા પર ખુશી, એક બીજા માટે નો અનહદ પ્રેમ અને એક સંતોષ સાફ સાફ દેખાઈ રહ્યો હતો...