Andhari Raatna Ochhaya - 1 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા (ભાગ -૧)

અંધારી રાતના ઓછાયા (ભાગ -૧)

પ્રસ્તાવના:-
આ વાર્તા એક કલ્પના માત્ર છે આ વાર્તા ના પાત્રો,ઘટના કે સ્થળ સાથે કોઈ પણ સંબંધ એ સંયોગ હોય શકે છે તેનો કોઈ પણ વ્યક્તિ ઘટના,કે સ્થળ સાથે સીધો સંબંધ નથી.કોઈપણ ધમૅ,જાતિ કે જ્ઞાતિ સાથે આ વાર્તા જોડાયેલ નથી.કે કોઈપણ અંધશ્રદ્ધા ને પ્રોત્સાહન આપવા માટે નથી.માત્ર ને માત્ર મનોરંજન ના હેતુ થી કલ્પના ની પાંખ પર સમગ્ર નવલકથા રચવામાં આવી છે.
"અંધારી રાતના ઓછાયા"
ભાગ-1રાત ના અંધકાર ને ચીરતી મોટરકાર રસ્તા પર દોડી રહી હતી . ચાંદ નો આછેરો પ્રકાશ રાત ને ખુબસુરત ચાદર ઓઢાડી રહ્યો હતો .કાર એરપોર્ટ જવાના રસ્તે પુરપાટ દોડી રહી હતી. જુના જમાનામાં રોમેન્ટીક ગણાતા ગીત વાગી રહ્યા હતા.
મિ.રાજશેખર અને દિવાકર પાછળ ની સીટ પર મૌન બેઠેલા હતા. નિજૅન ને સુમસામ રસ્તામાં એ રોમેન્ટીક ગીતો મૌન ને હળવુ કરી રહ્યા હતા.
મૌન ને તોડતા રાજશેખર સાહેબે દિવાકર ને ઉદ્દેશી ને કહ્યું કે : દિવુ,આ વખતે તારે જે ક્રિમીનલ પર તારી તાકાત અજમાવવાની છે તેના જેવો ખતરનાક ક્રિમીનલ મેં મારી પુરી લાઈફ માં બીજો જોયો જ નથી.
તને ખબર છે!? તેને પકડવા માટે અનેક ડીટેકટીવ ના માઈન્ડ લગાવાયા પરંતુ તેમ છતાં આજ સુધી એ કોઈ પણ ના હાથ લાગ્યો નથી આવ્યો. હું ફોરેન ટ્રીપ પર જાવ તો છું પરંતુ ત્યાં રહીને પણ મારૂં માઈન્ડ તો તો એ બદમાશ ના કાવતરા ને કાળા કામો માં જ લાગેલું રહેશે.
દિવુ,દોસ્ત તેને પકડવાનું કામ હું તારા હવાલે કરીને જાઉં છું.
પણ.જોજે , આ કામ માં જરા સરખી પણ ગાફલાઈ ચાલે તેમ નથી.
દિવાકર હકાર માં માથુ ઘુમાવતો બોલ્યો: "તમારા આશીર્વાદ હશે તો હું આ કામ ને પાર પાડીને જ રહીશ."
"અરે ,મારા આશીર્વાદ તો હંમેશા તારી જોડે જ રહેવાના.
મને ખબર છે આ કામ ખુબ જ ડેન્જરસ છે, એટલે જ ફોરેન ટ્રિપ પર રિલેક્સ થવા જવા છતાં મારૂં મન એ ગુંડા , બદમાશ ના કાળા કામો માં જ લાગેલું રહેશે,અહીંના દરેક પળ ની ખબર મને મળવી જોઈએ."
દિવાકરે હકાર માં માથુ હલાવી મિ.રાજશેખર ના આદેશ ને સ્વીકારી લીધો.
મિ.રાજશેખર સલાહ આપતા બોલ્યાં :"મને એ બદમાશ વિશે જે કંઈ ખબર મળી હતી એ બધી જ મેં તને જણાવી દીધી છે.મે મારા આસિસ્ટન્ટ મિ.પાટેકરને પણ કહી રાખ્યું છે કે જ્યારે પણ તારે જરૂર હોય ત્યારે તેણે તારી કોઈપણ જરૂરિયાત પુરી કરવાની.જયારે પણ જરૂરી લાગે તું એને મળજે.મને લાગે છેકે ડ્રગ્સ સપ્લાય ને દાણચોરી ની તપાસ કરતા એ ગુંડા સુધી તું પહોંચી જઈશ.આ બને કામો માં એ સીધી રીતે નહીં તો આડકતરી રીતે પણ જોડાયેલો અવશ્ય છે જ.મને મળેલી આ ખબર એકદમ પાકી છે.એમના આ કરતુતો ને કોઈ કદાવર નેતા નો સપોર્ટ મળી રહ્યો છે .એટલે જ પોલીસ પણ તેનું કંઈ જ બગાડી શકતી નથી."

દિવાકર એકદમ મૌન બની એકાગ્ર ચિત્તે મિ.રાજશેખર ને સાંભળી રહ્યો હતો.સાહેબ નુ હજુ પણ એકધારુ બોલવાનું હજુ ચાલુ જ હતું : "જે ક્રિમીનલ ને પકડવા નુ હું તને સોંપી રહ્યો છું એનું કામ માત્ર દાણચોરી પુરતું સિમિત નથી.બહુ જ વિશાળ નેટવર્ક છે .એની કામ કરવાની સ્ટાઈલ બધા થી અલગ છે.જયારે તું એની પાછળ પડીશ ત્યારે તને એના કામ કરવાની સ્ટાઈલ અંગે ખબર પડશે.મારે મોઢે સાંભળીને તને કંઈ જ ફાયદો નહીં થાય.મે જરૂરી હુકમો આપી દિધા છે.જરૂર પડ્યે સમગ્ર પોલીસ ફોર્સ તારી હેલ્પ માટે હાજર થશે .મિ.પાટેકર પાસે થી જરૂરી કાગળ ને ફાઈલ લઈને જોઈ લેજે.અને હા સતત સાવચેત ને સર્તક રહી આગળ વધે.મને તારા પર ગળાસુધી નો વિશ્વાસ છે છતાં પણ તને ભલામણ કયૉ વગર રહેવાતું નથી."
આટલા શબ્દો પુરા થયા ત્યા જ ગાડી એરપોર્ટ ના પ્રવેશદ્વાર પર આવીને અટકી.
મિ.રાજશેખર એ દિવાકર ના ખભે હાથ રાખતા
કહ્યું : "સંભાળી ને ડગલાં માંડજે .જો આ કામ એટલું જરૂરી ન હોત તો હું તને મારી સાથે જ લઈને જાત ને ત્યાં ખુબ મજા કરાવત.નિંરાતે જજે .હું દિલ થી આશીર્વાદ
આપુ છું ને અંતઃકરણ એ જ ઇચ્છું છું કે આ કામ માં તુ સફળ રહે."
કાર માંથી ઉતરી ને બંને એ આલિંગન કયુૅ, રાજશેખર સાહેબ ને વિદાય આપી દિવાકર ફરી ગાડી માં ગોઠવાયો ને પરત ફરવા માટે ગાડી સ્ટાર્ટ થઈ .
એરપોર્ટ ની બહાર નીકળી રસ્તા પર આવતા જ ઘોર અંધકાર ને ચીરતી ગાડી માં તેને ગમગીની જેવું લાગતું હતું જાણે આ વિશાળ દુનિયામાં પોતે એકલો અટુલો થઈ ગયો છે. જેના માગૅદશૅન ,શુભકામના ને આશીર્વાદ થી પોતે અપાર સાહસ મેળવતો આજે એના વિદેશ જવાથી પોતે એકલો પડી ગયો હોય એવું લાગતું હતું.

વિચારોમાં રસ્તો કયારે કપાય ગયો એનો ખ્યાલ દિવાકર ને ન રહ્યો.

*****************************

જરૂરી વસ્તુઓની શોપિંગ માટે દિવાકર મોડૅન માકેૅટ પહોંચ્યો.આમ તો બહુ કંઈ વધારે વસ્તુઓની શોપિંગ હતી નહીં એટલે શોપિંગ પુરૂ કરીને એ આમતેમ આંટા મારી રહ્યો હતો કે અચાનક જ એક ફ્રેન્ડ ની યાદ આવી.
તે અહીં માકેૅટ થી નજીક ના જ એરિયામાં રહેતો હતો.આટલે સુધી આવ્યો જ છે તો એને અચુક જ મળવા જવું જોઈએ એમ વિચારી એ માકેૅટ ની બહાર નીકળી એમના ઘર તરફ ના રસ્તે ચાલવા લાગ્યો.

રસ્તા થી થોડે દુર જ થિયેટર આવેલુ હતું . સ્ટ્રીટ લાઈટ નો આછો પ્રકાશ રસ્તા પર પથરાય રહ્યો હતો ને રાત ના એ આછા અંધકારમાં થિયેટર ની બહાર ના પોસ્ટર પર ની રંગીન લાઈટથી થિયેટર વધુ જ આકર્ષક ને મનમોહક લાગી રહ્યું હતુ .મુવી નો શો પુરો થયો હતો એટલે લોકો ની ચહલપહલ વધુ જણાતી હતી.દિવાકર પણ કયું મુવી ચાલે છે એ જોવા ની ઉત્સુકતા સાથે એ તરફ નજીક જઈને જોવા માટે એ તરફ વળ્યો .

રસ્તા પર એક આલીશાન કાર ઊભી હતી.દિવાકર ને તેની નજીક થી પસાર થતા થોડો વિસ્મય પામ્યો. કાર ની અંદર એક સુંદર યુવતી બેઠી છે; પરંતુ એ એકદમ ડરેલી ને ભયભીત જણાઈ રહી હતી.ખબર નહીં પરંતુ કોઈ ના આવવાનો ડર એ અનુભવી રહી હોય એવુ એના ચહેરા પર થી જણાય રહ્યું હતું તે ચકળવકળ એક ડર સાથે જોઈ રહી હતી.
દિવાકર થિયેટર ની નજીક ગયો ને દુર થી ફરી તેણે પેલી યુવતી પર નજર ઠેરવી.પરંતુ આ વખતે એણે કાર ની પાસે એક ગુંડા જેવો વિશાળકાય માણસ ઉભેલો જોયો!ધીમા અવાજે એ માણસ પેલી યુવતી સાથે કંઈક સિક્રેટ વાતો કરી રહ્યો હતો તેની ચો તરફ ફરતી નજર તેના ખોટા માણસ હોવાની સાબિતી આપી રહ્યા હતા.

દિવાકરે જરાક નજર હટાવી કે તરત એની સામે એક આંધળો ને લંગડો ભિખારી સાવ નજીક આવીને ઉભો રહ્યો,હાથ લંબાવી એ બોલતો હતો કે,"સાહેબ, કંઈ આપોને પ્રભુ તમારૂ ભલું કરશે"
અચાનક આટલી નજીક આવી ગયેલા ભિખારી નો અવાજ સાંભળી દિવાકર ચમક્યો.તે તરત સમજી ગયો એ ભિખારી સિક્રેટ પોલીસ નો માણસ છે.તે છુપા વેશ માં ખબરી હતો જે કંઈ બાતમી મેળવવા મથી રહ્યો છે.

બે ચાર સામાન્ય વાતો કયૉ પછી એ ભિખારી ને દિવાકર રસ્તાના એક નિજૅન ખૂણામાં જઇને ને વાતચીત કરવા લાગ્યા.
ક્રમશ.......