Andhari Raatna Ochhaya - 11 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા (ભાગ- ૧૧)

ગતાંકથી.....

આશ્ચર્યજનક બનાવો બનવાથી જ આ મયંક ની પાછળ દિવાકર જેવો બુદ્ધિમાન અને કુશળ માનવી પડ્યો હતો! પ્રશાંતે નિશ્ચય કર્યો કે હવે મારે પોતે પણ એ જ કામ હાથમાં લેવું. મયંક વિરુધ્ધ તેના અંતઃકરણમાં જે ક્રોધ ભરાઈ રહ્યો હતો તેને માર્ગ મળવાથી પ્રશાંતને હવે શાંતિ વળી. હવેથી મયંકનો નાશ એ જ પ્રશાંતના જીવનનો એક માત્ર ઉદ્દેશ થઈ પડ્યો. આથી દિવાકરને પણ આડકતરી રીતે મદદ કરી શકશે એવી કલ્પનાથી પ્રશાંતને ભારે આનંદ થયો.
આખો દિવસ બેચેની અનુભવી વિશ્વનાથ બાબુ ભારે ચિંતામાં પડ્યા હતા. એ જ વખતે તક જોઈને સોનાક્ષીએ દિવાકરના કહેવા મુજબ કલકત્તાના કોઈ પ્રખ્યાત ડોક્ટરની મદદ લેવાની દરખાસ્ત પોતાના પપ્પા સમક્ષ રજૂ કરી. પરંતુ આવા દુઃખમાં પણ પુત્રીની દરખાસ્ત સાંભળી તેને ધમકાવીને આગળ બોલતી અટકાવવાનું વિશ્વનાથ બાબુને ઉચિત લાગ્યુ.તેણે બીજા ડોક્ટરની મદદ લેવાની ચોખ્ખી ના પાડી.આમ જ
આખો દિવસ ગમગીનીમાં પસાર થયો.
સંધ્યાકાળ પછી વિશ્વનાથ બાબુ કંઈક શાંત થયા. થોડું જમ્યા પછી આખા દિવસના થાકને અંતે તેઓ પથારીમાં પડ્યા અને ઊંઘી ગયા .સોનાક્ષી પિતાને ઉંઘતા જોઈ ભગવાનનો આભાર માની નિશ્ચિંત થઈ.
તે દિવસે રાત્રે બધા ડિનર લીધા પછી વહેલા વહેલા પોત પોતાના રૂમમાં જતા રહ્યા .દિવાકરને સ્પષ્ટ લાગ્યું કે આજે ચાંઉ ચાંઉ પોતાના વતૅન પર કંઈ વધારે પડતી સાવચેતી ભરી નજર રાખ્યા કરતો હતો .તે પોતાના રૂમમાં જઈ બારણું અને બારી અંદરથી બંધ કરી બેડ પર જઈ બેઠો. ઘેરથી લઈ આવેલ પિસ્તોલ ઓશીકા નીચે દબાવી રાખી.
એકાદ કલાક પછી તેને ઊંઘ આવવા માંડી કોટ કાઢી પથારી પર આડો પડવાની તૈયારી કરવા લાગ્યો .સુતા પછી થોડીવાર માટે ઘસઘસાટ ઊંઘી ગયો.પરંતુ તેની ઊંઘ લાંબી ટકી નહીં થોડીવાર પછી બગીચા માંથી એક પ્રચંડ અવાજ શરૂ થયો કોઈ હિસંક પશુ માર પડવાથી દદૅની પિડાતા ચીંખતો વિકૃત કંઠે અવાજ કરતું હતુ.એમના બરાડા થી વાતાવરણ ભયાનક બની ગયું હતું. તેની ઊંઘ ઊડી ગઈ .આ શાનો અવાજ !!? તે ધીરેથી બેડ પરથી ઉઠ્યો બારણા પાસે ઉભો રહી આ અવાજ શેનો છે એનો વિચાર કરવા લાગ્યો. પરંતુ તેને કંઈ જ સમજાતું નહોતું. ધીરેથી બારી ઉઘાડી બગીચામાં નજર નાખી તેને જોયું કે વાઘના જેવું કોઈ એક મોટું જનાવર જાળી નીચે હલનચલન કરી રહ્યું છે થોડીવાર ધ્યાનપૂર્વક જોયા પછી તેને લાગ્યું એ વાઘ તો ન જ હોય મોટો શિકારી કુતરા જેવું કંઈ લાગે છે તે વારંવાર હિંસક ધ્વનિ કરી આખો ગાર્ડન કંપાવી મૂકે છે .સામે બાજુથી એક બીજી ગર્જના પણ સંભળાય છે એક કૂતરો અવાજ કરે છે કે તરત તેનો સામેથી જવાબ મળે છે !આ કુતરા કોના હશે ? કદાચ રસ્તો ભૂલી ગાર્ડનમાં આવી ચડ્યા હશે. હવે બહાર જવાનો રસ્તો મળતો નહીં હોય. અરે ,પણ નહીં, તેના ગળામાં તો લાંબી દોરી બાંધેલી હોય એવું લાગે છે. દોરી બહુ લાંબી છે. તેનો બીજો છેડો ઝાડના થડ સાથે બાંધેલો છે .
આ વિચિત્ર ઘટનાનું કારણ કલ્પી ન શકવાથી તે બેડ ઉપર આવી બેઠો આખી રાત તેને ઊંઘ આવી નહીં. કૂતરાના ભસવાથી તેની ઊંઘ ક્ષણે ક્ષણે તૂટતી રહી.
સવારે ચિનાને મળતા જ તેણે તેને પ્રશ્ન પૂછ્યો કે : "ચાંઉ ચાંઉ ,આખી રાત કૂતરાનુ ભસવાનું એ શું વિશ્વનાથ બાબુની ટ્રીટમેન્ટનો એક ભાગ છે ? મને લાગે છે કે આ વ્યવસ્થા પણ ડોક્ટર મિશ્રાના કહેવા મુજબ થઈ હશે!"
ચાંઉ ચાંઉની આંખમાં એક ક્ષણે ચમક દેખાય તે બોલ્યો : "ના ,ના કુતરા તો એક ખાસ પ્રસંગ માટે લાવવામાં આવ્યા છે."
"એ ખાસ પ્રસંગ કર્યો છે ?મને કહેવામાં કંઈ વાંધો છે ?"
"ના ,એમાં વાંધો શું હોય ? મને કંઈ જ વાંધો નથી,પણ મે બરાબર ધ્યાનથી જોયું છે કે કેટલાક માણસા મકાનના સંબંધમાં થોડા દિવસથી બારીક તપાસ કરી રહ્યા છે. તેમ કરવામાં એ લોકોને હેતુ સારો નથી .પરમ દિવસે રાત્રે તો મકાનમાં ચોર આવી ચડ્યા હતા."
દિવાકર સમજી ગયો કે આ વાત સદંતર ખોટી છે ,છતાં તેણે ચિંતાતુર વદન કહ્યુ : "ઓહ !એવી વાત છે ,ત્યારે તો આ બહુ ચિંતા નો વિષય ગણાય!"
"હા ,એ જ ને, એટલે જ તો પહેરો ભરવા માટે બે કુતરા લાવવામાં આવ્યા છે ."બીજી કઈ વાત થઈ નહીં ચાંઉ ચાંઉ બીજું કામ કરવા રવાના થયો .એકાદ કલાક પછી દિવાકર સોનાક્ષી પાસે જઈ પૂછવા લાગ્યો :
"બહેન, મારું કંઈ કામ છે ? સાહેબ ફરવા જવાના છે ?"
સોનાક્ષી તેની નજીક આવી પ્રશ્નોના જવાબ ન આપતા ઉશ્કેરાયેલા અવાજે બોલવા લાગી : દિવાકર બાબુ ,આ કુતરા કોણ લાવ્યું છે એ જાણો છો ?તેને શા માટે લાવવામાં આવ્યા છે ! અરે કાલની રાત તો મહામૂશ્કેલીમાં પસાર કરી છે !"
દિવાકર ગંભીર અવાજે બોલ્યો : "મકાનમાં ચોર ન આવે એના માટે ચોકી ભરવા માટે લાવવામાં આવ્યા છે.
પરંતુ આ સંબંધમાં તમારા પપ્પાનો શું મત છે ?"
સોનાક્ષી કહ્યુ : "આશ્ચર્ય એ વાતનું છે કે પપ્પા એના ભસવાના અવાજથી જરા પણ ઉશ્કેરાતા નથી ઉલ્ટા શાંતિ અનુભવતા હોય એમ લાગે છે આ કૂતરાં કઈ જાતના છે ?"
શિકારી કુતરા? મનુષ્યને ફાડી નાખતા વિલંબ ના લગાડે તેવા."
" શિકારી કુતરા? સોનાક્ષી થરથર કાંપતા બોલી : " મને લાગે છે કે એ કામ માટે જ એને અત્રે બોલાવવામાં આવ્યા છે .સવારથી હું જોઈ રહી છે કે તેને કંઈ જ ખાવાનું આપવામાં આવ્યું નથી એને આમ ભૂખ્યા ડાંસ બનાવી રાખવાનું કારણ શું હશે ?"
દિવાકરે શાંત અવાજે કહ્યું : "હા ,એ કારણ જાણવા જ હું પ્રયત્ન કરી રહ્યો છું."


*******************************

આ બાજુ પ્રશાંત પોતાનો વિચાર અમલમાં મુકવા ઘણો આગળ વધી ચૂક્યો હતો. મયંકને તે ઓળખતો હતો. હવે વિલાસ લાલસા ના અભિનય વડે અને પુષ્કળ પૈસાની લાલચે ઓળખાણ ગાઢ મિત્રતા માં ફેરવાઈ જતા વાર લાગી નહીં. મયંક પ્રશાંતને ઓળખી શક્યો નહીં. એકાદ કરોડપતિ નો બાપનો છેલબટાઉ છોકરો કલકત્તા જેવા શહેરમાં આનંદ ભોગવવા આવ્યો છે એમ ધારી તેણે પોતાના પક્ષમાં ખેંચી લીધો આવો પૈસા થાય શિકાર તેને જોઈતો જ હતો .પ્રશાંત પણ ઉત્સાહપૂર્વક મયંકની ટોળીમાં ભળી ગયો. કૌસ્તુભમણિ હવેલીમાં તેઓની ટોળીનો અડ્ડો જામતો હતો .એ અડ્ડમાં શરાબ ને શબાબ ની રંગત જામતી હતી.મયંકે તેને એક અલબેલી રૂપલલના સાથે મુલાકાત કરાવી પ્રશાંત પણ થોડીવારમાં જ એ સ્ત્રીને વશ થઈ ગયો .એ લલના સાથે મયંકને આંખથી વાતચીત થઈ એ તેને જોયું છતાં ન જોયું કર્યું.
મયંકના ગ્રુપમાં પ્રશાંતને શહેરના પ્રખ્યાત ને આબરૂદાર ગણાતા લોકોની મુલાકાત થવા લાગી. શરાબ પીવા છતાં તેને સંતોષ ન વળતો તેઓ તે કરતા પણ વધારે ઉત્કટ નશો કરવા માટે મયંકને શરણે આવતા હતા.મયંક મોં માંગી રકમ લઈને તેને તે ખોરાક પૂરો પાડતો હતો. જો કે કામ બહુ છુપી જ રીતે પાર પાડવામાં આવતું હતું .આ બધું પ્રશાંતને અનુમાનથી કલ્પી લેવું પડતું હતુ .ખુલ્લી રીતે આમાંની એક પણ બાબત તે ગ્રુપમાં ભળ્યો હોવા છતાં તેને જાણવામાં આવી નહોતી. એક દિવસ તેણે મયંક ને કહ્યું : " આ શરાબ ને શબાબ થી તો તન ને મન ધરાય ગયું છે.તે સિવાય નું જો બીજું કોઈ કેફી વસ્તુ મળતી હોય તો તે લેવાની મને ઈચ્છા છે. શરાબ તો હવે મારા માટે સાવ પાચન થઈ ગયું છે .પરંતુ તેણે તેની આ વાત હસવામાં ઉડાવી દીધી. બીજી કોઈ કેફી વસ્તુ તે કસ્ટમર ને આપે છે એ વાત તેને કબૂલી ન હતી .પ્રશાંત આ વાતચીત પછી સમજી ગયો હતો કે હજુ મારે થોડા દિવસ વધારે ધીરજ રાખવાની જરૂર છે .હવે તે વધારે ઉત્સાહપૂર્વક પોતાનો રોલ ભજવવા લાગ્યો.
એક દિવસ સંધ્યા ટાણે મોજ મજા લૂંટ્યા બાદ પ્રશાંત ઘરે જવા માટે નીકળ્યો .બીજા કસ્ટમર પણ ચાલતા થયા હતા. પ્રશાંત અડ્ડામાંથી બહાર નીકળ્યો કે તરત પાછલા ઓરડામાંથી એક માણસ બહાર આવી મયંક પાસે આવી ઉભો તેને બ્રાન્ડેડ જીન્સ પહેર્યુ હતુ પરંતુ તેનું મોઢું બુરખા વડે ઢાંક્યું હતું. તે અત્યાર સુધી બાજુના રૂમમાં છુપાઈ રહ્યો હશે એમ લાગતું હતું.
તેણે મયંક પાસે આવીને કહ્યું : "કેમ માખી જાળમાં બરાબરની સપડાય ગઈ છે ને ?"
મયંકે એકદમ ખુશ થઈને કહ્યું : "નક્કી ! જૂલીએ તેને બરાબર કબ્જે કર્યો છે."

કોણ છે આ બુરખાધારી?
પ્રશાંત તેના કામમાં સફળ થશે?
દિવાકર ને પ્રશાંત કેવીરીતે મદદ કરશે? જાણવા માટે વાંચો આગળ નો ભાગ..........
ક્રમશઃ.....................