Andhari Raatna Ochhaya - 3 in Gujarati Detective stories by Nayana Viradiya books and stories PDF | અંધારી રાતના ઓછાયા (ભાગ -૩)

અંધારી રાતના ઓછાયા (ભાગ -૩)


ગતાંકથી.....

તેણે શંકાશીલ હ્રદયે પુછ્યું:"શું કામ ની શોધ માટે આપ આ રીતે ભટકી રહ્યા છો ? સાચે કોઈ જ કામ નથી તમારી પાસે?"
દિવાકરે આતુર નયન થી એના તરફ જોઈને કહ્યું : "ના, કોઈ જ કામ નથી.આપ ક્યાંય નોકરી અપાવી શકશો?"

યુવતીએ થોડીવાર વિચાર કરી કહ્યું : "તમને કાર ડ્રાઈવ કરવાનું ફાવશે?"
દિવાકરે કહ્યું :"અરે એમાં શું?એ કામ તો મેં બહુ કર્યું.એમ જ માનો કે પાકો ડ્રાઇવર છું."
એકદમ ખુશ થઈને એ યુવતી બોલી : "તો તો હું આપને જરૂર થી જ મદદ કરી શકીશ,મારા પપ્પાને એક ડ્રાઇવર ની જરૂર છે.જો આપને કોઈ પ્રોબ્લેમ ન હોય તો..."
"પ્રોબ્લેમ !" દિવાકર ઉત્સાહ માં બોલ્યો : "મને શું પ્રોબ્લેમ હોય એમાં?! આ તો બેકારી ન દિવસો છે કોઈ પણ જગ્યાએ, કોઈપણ કામ મળી જાય તો તો ભગવાન નો પાડ માનું ."
યુવતી હસતા હસતા તેના તરફ જોઈને ને બોલી :"ખબર નહીં કેમ , પરંતુ આપને કોઈ કામ અપાવી ને મને દિલ થી બહુ જ ખુશી મળશે."

કાર શ્રીજી નગર તરફ દોડતી હતી.શ્રીજીનગર ની હદ વટાવી
યુવતી હસતા હસતા બોલી : "તો એક કામ કરો આપ આ કાર ને ઘરે પહોંચાડો. તમારી ટેસ્ટ પણ થઈ જશે,
અરે ! ક્યારની વાતો કર્યા કરું છું પરંતુ આપનું શુભ નામ તો હજુ સુધી ખબર નથી!"

કાર ઊભી રાખી ને યુવતી એ ડ્રાઇવર સીટ દિવાકર ને આપી.દિવાકર સ્ટીયરિંગ પકડી બોલ્યો : " મારુ નામ નરેન્દ્ર પાટિલ ."
આમ અચાનક જ કાર ડ્રાઇવર નુ કામ મળવાથી દિવાકર
ખુબજ ખુશ થયો હતો.પરંતુ તેનું મન તો યુવતી ની ઓળખાણ માટે વ્યગ્ર બની રહ્યું હતું . થિયેટર પાસે મળેલા ખબરી એ આપેલ માહિતી મુજબ પેલા ગુંડા સાથે આ યુવતી ને શો સંબંધ હશે તે જાણવા તેનું મન ઉતાવળું થઈ રહ્યું હતું.ગમે તે થાય પણ એ વાત જાણીને જ રહેવી રહી.
યુવતીએ કહ્યું : " મારૂં નામ સોનાક્ષી. મારા પપ્પા નું નામ
વિશ્વનાથ દત."
આશ્ચર્યચકિત થઈ દિવાકર બોલ્યો :
"શું વાત કરો છો!!!!"
"આખા કલકત્તા માં જે દાનવીર ગણાય છે તે વિશ્વનાથ બાબુ જ તો નહિ ને...."
" હા તે જ મારા પપ્પા છે,!

દિવાકર ઉત્સાહ થી બોલ્યો : " ત્યારે તો આપ એક ખુબ જ ધનાઢ્ય ને પ્રસિદ્ધ માણસ ના પુત્રી છો! વિશ્વનાથ બાબુ ને કોણ નથી ઓળખતું! 'વિશ્વનાથ અનાથાશ્રમ ' 'વિશ્વવનાથ દત હોસ્પિટલ 'દત વિદ્યાસંકુલ' બધા જ નામ ખુબ જ પ્રખ્યાત છે."
સોનાક્ષી એ કહ્યું : " અત્યારે પપ્પા બહુ બિમાર પડી ગયા છે.આજ કાર તો કોઈ ને મળતા પણ નથી.અત્યારે એ જે મકાનમાં રહે છે ત્યાંથી એને ખસેડી શકાય તો કદાચ તેની તબિયત સારી થાય ખરી! એ મકાન બહુ જ નિજૅન ને સુમસામ છે.આસપાસ માણસોની વસ્તી પણ નથી."
દિવાકરે આ વાત કરતી સોનાક્ષી ના ચહેરા પર ભય ની રેખા ફરી વળતાં જોઈ . તેણે કહ્યું : "એની ટ્રીટમેન્ટ કે દવા ચાલુ છે કે નહિ ?"

સોનાક્ષી એકદમ નિરાશા સાથે બોલી : હા,તે હાલ ડોક્ટર મિશ્રા ની સારવાર હેઠળ છે.ડો.મિશ્રા નુ નામ તો તમે સાંભળ્યું જ હશે.કલકતા નો પ્રખ્યાત ડોકટર એટલે જ ડો.ભગીરથ મિશ્રા !તે જ પપ્પાની ટ્રીટમેન્ટ કરે છે.તેના જેવા અનુભવી ને નિષ્ણાત ડોક્ટર કલકતા માં બહુ જ ઓછા છે.ફોરેન જઈને ભણી ત્યાં પ્રેક્ટીસ કરી બહોળો અનુભવ પણ મેળવ્યો છે.પરંતુ મને એવું લાગે છે કે તેની દવા કે ટ્રીટમેન્ટ થી પપ્પા ને કોઈજ રાહત નથી.ઉલ્ટાની દિવસે ને દિવસે એમની તબિયત વધુ ને વધુ કથળતી જાય છે.મને તો કંઈ જ સમજાતું નથી ."
સોનાક્ષી ને નિરાશા સાથે બોલતી સાંભળી થોડીવાર દિવાકર પણ મૌન બની બેસી રહ્યો.થોડીવાર પછી તે બોલ્યો : "સોનાક્ષી જી,આપને કોઈ પણ જાતની ની મદદ ની જરૂર હોય બેજીજક જણાવજો.હુ હંમેશા તૈયાર હોઈશ."
સોનાક્ષી એ કહ્યું:" થેન્કયુ."
સોનાક્ષી ના બતાવેલા રસ્તા મુજબ કાર લો-ગાડૅનરોડ તરફ આવી પહોંચી .
દિવાકરે પુછ્યું: "હવે કેટલુ દુર છે?"
દિવાકર ને અંદરથી એક ડર પણ લાગ્યો કે આ સુંદર યુવતી ક્યાંય પોતાને ફસાવી ને કોઈ ગુંડા કે ક્રિમીનલ પાસે તો નહીં લઈ જતી હોય ને?!
સોનાક્ષી એ કહ્યું :" બસ હવે દસેક મિનિટ માં પહોંચી જઈશુ .હવે આગળ રસ્તો થોડો વધુ ખરાબ છે તો તમે ગાડી ધીમી કરી નાખો."
વિરાન રસ્તા ની આસપાસ ના મકાનો ના બારણાં બંધ લાગતા હતાં.દૂર એક કારખાનાની લાઈટનો પ્રકાશ રસ્તા પર પડી રહ્યો હતો. દુર થી એન્જિન નો સંભળાય રહયો હતો. ગંગા નદીમાં કિનારો છોડી રહેલ કોઈ જહાજ નો એ અવાજ હતો !
થોડે આગળ જતાં જ સોનાક્ષી એ કાર એક સાંકડી ગલી તરફ વાળવાનું કહ્યું.ગલી એક તરફ થી બંધ હતી.એટલે કે ગલીમાં થઈ બીજા કોઈ રસ્તે બહાર નીકળી શકાય નહીં.થોડીવાર માં જ કાર એક વિશાળ લોખંડી દરવાજા પાસે આવી ને ઉભી.
સોનાક્ષીએ કહ્યું : " બસ અહીં જ.આ અમારૂ મકાન છે!
આમ તો મકાન અમારૂ નથી પપ્પાએ ભાડે રાખ્યું છે કે,વેચાતું લીધું છે તે પાક્કી ખબર નથી મને પરંતુ એ વાત પાક્કી કે આ મકાન મને જરીક પણ ગમતું નથી."
દિવાકર તેની વાત સાંભળી શંકાસ્પદ રીતે મકાન તરફ જોવા લાગ્યો.મકાન ની ફરતે વિશાળ બગીચો હતો.રાત અંધારી હોવાથી દૂર તો જોઈ ન શકાયું , પરંતુ એટલું તો સ્પષ્ટ દેખાતું હતું કે વિશાળ બગીચો સારસંભાળ ના અભાવે જંગલ જેવો અગોચર રહ્યો હતો.
કાર માંથી ઉતરી દિવાકરે ગેઈટ ની આગળ નો ફાટક
ખોલ્યો.રસ્તો ઘાસ ના ઉગવાથી ઢંકાઈ ગયો હતો.ગેઈટ ના દરવાજા ની હાલત પણ બહુ સારી ન હતી.કાર માં બેસી એકદમ ચિંતાગ્રસ્ત હ્દયે દિવાકરે કાર સાથે અંદર પ્રવેશ કર્યો.આજે રાત્રે એના જીવન નો રોમાંચક પ્રસંગ અનાયાસે જ ગોઠવાયો હતો.આ નો અંત શું હશે એ ભગવાન સિવાય કોઈ જ જાણતું ન હતું.ભગવાન નુ નામ યાદ આવતા જ એના અંતર માં થોડી રાહત ને હિંમત ની સ્ફુરણા થઈ.એકદમ હિંમત થી એ કાર મકાન તરફ વાળી મકાન નો દરવાજો બંધ હતો પરંતુ કાર ના અવાજ થી દરવાજો ખોલી એક વ્યક્તિ બહાર આવી ને દરવાજા પાસે ની લાઈટ ચાલુ કરી.

કારમાંથી ઊતરી દિવાકરે એ માણસ પર નજર નાખી એકદમ વિચિત્ર પોશાક સાથે ના ચીની જેવા લાગતા માણસ ને જોઈને એના હ્દય માં શંકા ને સંદેહ ના મોજા ઉછળવા લાગ્યા .
યુવતી ની વિચિત્ર વાતો ને વ્યવહાર,એકદમ વિચિત્ર પ્રકારનુ આ મકાન ને ક્રુર લાગતો ચીની નોકર જોઈને દિવાકર ના હ્દય માં અનેક વિચારો નો મારો ચાલુ થયો.એનુ હ્દય કંપી ઉઠ્યું હવે સાવચેતી રાખવામાં ન આવે તો ફસાઈ જવા જેવી સ્થિતિ થઈ રહે.એ કંપી ગયો.
ચીનો થોડીવાર દિવાકર સામે જોઈ રહ્યો. ત્યારબાદ અડધી હિન્દી ને અડધી ચીની જેવી ભાષામાં બોલ્યો:"
મિસીસ બાબા, સાહેબ આપના માટે ચિંતા કરી રહ્યા છે."
સોનાક્ષી એ કંટાળા ના ભાવ સાથે કહ્યું : " પણ મેં કંઈ જાણી જોઈને લેટ નથી કર્યું!"
તેના અવાજ પર થી દિવાકર ને લાગ્યું કે સોનાક્ષી આ ક્રુર ચીનના ને પસંદ કરતી નથી.દિવાકર ને પણ ખુબજ આશ્વર્ય થયું કે એક હિન્દુ ના ઘરમાં આચીની નોકર કેમ રાખ્યો હશે?

ક્રમશ........

Rate & Review

A Chavda

A Chavda 2 weeks ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 2 months ago

Vijay

Vijay 3 months ago

Hims

Hims 4 months ago

MAYURI PATEL

MAYURI PATEL 4 months ago