Anmol Parv of Gita Jayanti in Gujarati Spiritual Stories by vansh Prajapati ......vishesh ️ books and stories PDF | ગીતા જયંતી નો અણમોલ પર્વ

Featured Books
Categories
Share

ગીતા જયંતી નો અણમોલ પર્વ

🌺ગીતા જયંતી માગશર સુદ અગિયારસ ના દિવસે ઉજવાય છે ,અને આજે ગીતા જયંતિ નો અણમોલ પર્વ છે , જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🌺


શ્રીમદ્ ભાગવત ગીતા નું મહત્વ



🌺જ્યારે અર્જૂન રણભૂમિ માં પોતાના સ્વજનો ,મામા ,કાકા , ભાઈઓ ,પુત્રો અને સંબંધીઓની સામે જોઈ , सिदती मम गात्रनी કહીને પોતાનું ધનીશ ,અને તર્કશ લઈને રથની પછલના ભાગમાં નિરાશા સાથે બેસી જાય છે ,ત્યારે ભગવાન શ્રી કૃષણ અર્જુન માં એક તેજ નુ કિરણ ભરવાં શ્રી મદ ભાગવત ગીતા નું ગાન કરે છે ,

🌺શ્રી મદ ભાગવત ગીતા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ એ એક એવો ઉપદેશ આપ્યો છે જે આપણા જીવનના દરેક પડાવમાં આપણને મદદ કરે છે , ભાગવત ગીતા એ એવો ગ્રંથ છે જે આપણી આખું જીવન બદલી શકે છે ,અને ગીતા આખું જીવન વાંચીએ તો પણ તે આપણને કંઈક નવું જ શીખવે છે કારણ કે તેમાં આપણા જીવનના દરેક પ્રશ્નનો ના જવાબ છે ,એ પણ ભગવાને સવ્યમ કહેલા જવાબ ,





🌺જ્યારે અર્જૂન યુદ્ધ કરવાની ના પાડી દે છે ,અને પોતાનું જીવન ભિક્ષા દ્વારા જીવન નિર્વાહ કરવા ભગવાન ને કહે છે ત્યારે ભગવાન અર્જુનને ઘર સંસાર માં રહીને સદ કર્મો કેવી રીતે કરવા તેનું જ્ઞાન આપે છે, માત્ર શરીર નાશવંત છે પણ આપની આત્મા અમર છે તે ક્યારેય મૃત્યુ પામતી નથી , ભગવાન અર્જુન ને બધી જ બાબતો નું જ્ઞાન કરાવે છે ,


🌺શ્રી મદ ભાગવત ગીતા એ નિરાશા થી આશા તરફ લઈ જનાર વિચાર છે ,તેમાં આપણા બધાજ પ્રશ્નોછે

ભગવાન અર્જુન ને
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥

🌺શ્લોક દ્વારા માત્ર કર્મ કરવાનું કહે છે , અને કહે છે કે ના તો કર્મ થી ભાગવું ઉચિત છે કે ના તો કર્મ ના ફળ ની આશા રાખવી ઉચિત છે ,


🌺જ્યારે અર્જૂન સ્થિત પ્રજ્ઞ ના લક્ષણો પૂછે છે स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव।

स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम्।

ત્યારે ભગવાન સ્થિત પજ્ઞ ના લક્ષણો વિશે અર્જૂન ને કહે છે અને તેની પરિભાષા સમજાવે છે ,



🌺ભગવાન ધર્મ સ્થાપવા માટે કહે છે
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत |
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् |


🌺જ્યારે જ્યારે આં સૃષ્ટિ ઉપર અધર્મ વધશે લોકોની વચ્ચે અધર્મ ફેલાશે ત્યારે હું અવતાર ધરીને તેનો પ્રચંડ વિનાશ કરીશ ,


🌺શ્રી મદ ભાગવત ગીતા એ સમસ્ત મનુષ્ય માટે છે ,ગીતા ની મહીમા ભગવાને અર્જુન ની સાથે સાથે દરેક મનુષ્ય ને માટે કર્યો છે જેથી માનવી પોતાનું જીવન સાર્થક કરી શકે ,



🌺આજ ના દિવસે જ ભગવાને પાંચ જન્ય શંખ વગાડી ગીતા નો મહિમા એક અણમોલ વાણી રૂપે માનવ જાત માટે કહ્યો હતો, રણભૂમિમાં પણ અર્જુનને અનમોલ જ્ઞાન આપ્યું હતું ભગવાને કર્મના મહિમાનો સિદ્ધાંત રૂપે ગીતાના સ્થિત પ્રજ્ઞા ધારી અનમોલ વચન અર્જુન સાથે સમગ્ર માનવ માટે રજુ કર્યા ભગવાને ,આજે પણ તે વાણી અમર છે અને સૃષ્ટિ સુધી રહેશે ,સદીઓ બદલાશે પણ ગીતા વાણી એ અમર જ રહેશે અને ભક્તો નો ઉદ્ધાર કરતી રહેશે આં અણમોલ વાણી ,


વધારે તો હું ન કહી શકું પણ મે મારા વિચારો વ્યક્ત કર્યા છે ,જો કોઈ ભૂલ હોય તો માફી પાત્ર છું ,

જે કંઈ ભૂલ હોય તે મારી સારા અને અણમોલ વિચારો ભગવાન શ્રીકૃષ્ણ ના 🙏🏻🙏🏻🌺🌺


જય જય ગીતા જયંતિ 🙏🏻🙏🏻🌺🌺
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🌺🌺
જય યોગેશ્વર 🙏🏻🙏🏻🌺🌺