Andhari Raatna Ochhaya - 30 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૩૦)

ગતાંકથી.....


બારીઓ સજજડ રીતે લ બંધ હતી કેવળ અંદરથી ઝાંખો પ્રકાશ વ વેન્ટિલેટરમાંથી બહાર આવતો હતો. છાપરા પરની ટાંકી પાસેથી એક મોટો પાઈપ જમીન સુધી નીચે ઉતારવામાં આવ્યો હતો. આ પાઈપની તપાસ કરતા તેના શરીરમાં આનંદની લહેર પ્રસરી ગઇ.તે પાઈપ ની મદદ થી તે ઉપર ચડવાનો વિચાર કરવા લાગ્યો.પાઈપથી ઉપર ચડ્યા પછી નીચે ઉતરવાનું પણ તેને મુશ્કેલ લાગ્યું નહીં.
મુત્યુ ને શરણે થયેલ મયંકની મદદથી તેમને જે પિસ્તોલ મેળવી હતી તે તેના ખિસ્સામાં જ હતી. એ પિસ્તોલ નો સ્પર્શ તેના દિલમાં સો હાથી જેટલું બળ પૂરતો હતો.એકદમ ચુપકીદીથી આમતેમ નજર ફેરવી તે સાવચેતીથી પાઈપ ઉપર ચઢવા લાગ્યો.
ઉપર પહોંચતા જ અચાનક ઉપર પ્રકાશ પડતો જોઈ તેને ડર લાગ્યો કે કદાચ ડૉ.મિશ્રાએ ત્યાં એકાદ માણસ ગોઠવ્યો હશે તો !!!


હવે આગળ...

પરંતુ એક જ ક્ષણમાં તેને સમજાઈ ગયું કે પ્રકાશ અગાસી પર બનાવેલ વેન્ટિલેશન કે અજવાસિયામાંથી આવતો હતો. દિવાકર ધીમેથી એ અજવાસિયા તરફ જવા લાગ્યો.
કાચમાંથી તેણે અંદર નજર નાખી. નીચે એક અદ્ભુત પ્રકારનું એક જ બારણા વાળું મકાન નજરે પડ્યું. રૂમમાં એક કાળા કપડા પહેરેલો માણસ આમતેમ આંટા મારે છે તેનો પોશાક જોઈને તેને ખાતરી થઈ કે આ માણસ ડૉ.મિશ્રા હોવો જોઈએ .આ બદમાશ માણસ જ બધા અનિષ્ટોનું મૂળ છે એવી હવે તેને ખાતરી થઈ હતી.

એકદમ સાવચેતીપૂર્વક કાચ માંથી નજર કરતા ડૉ. મિશ્રાને જોયા બાદ તેમની નજર ટેબલ પર સૂતેલા પ્રશાંત પર પડી પ્રશાંતને જોતા જ તે ખુશ થયો. તેના હ્દયને નિરાંત મળી પરંતુ તે સાથે જેટલો તે ખુશ થયો તો તેટલો જ ઉશ્કેરાઈ ગયો. પોતાના પ્રિય મિત્રની આવી દુદૅશા જોઈ તેના સ્નાયુઓ તંગ બન્યા, ગુસ્સાથી તેના માથાના વાળ ઉભા થઈ ગયા. તેણે તરત જ ખિસ્સામાંથી પિસ્તોલ ખેંચી કાઢી.

પરંતુ પેલી ખુરશી પર કોણ બેઠું છે ?થોડું વિચાર કર્યા બાદ દિવાકરને સમજણ પડી કે તે સોનાક્ષી છે. સોનાક્ષીની આંખોમાં મૃત્યુની છાયા તરવરતી હતી .રડી રડીને આંખો સુઝી ગઈ હતી ને એ આંખો માંથી ચોધાર આંસુડા અત્યારે વહી રહ્યા હતા.

દિવાકરે હવે દ્રઢ નિશ્ચય કરી પિસ્તોલ તાકી પરંતુ ડૉ. મિશ્રા પ્રશાંતની નજીક એવી રીતે ઊભો હતો કે જો જરાક ચુક થાયને તો કદાચ પિસ્તાલી ગોળી તેને ન લાગતા પ્રશાંત ને વાગે ! દિવાકર મહા મુશ્કેલીમાં આવી પડ્યો. આ તરફ સમય બગાડવો પરવડે તેમ નહોતું. ડૉ. મિશ્રા ધારવાળા ચપ્પુ ને એક પ્લેટ પર ઘસતો હતો.ઉશ્કેરાટથી દિવાકરનો હાથ ધ્રુજવા લાગ્યો.
પ્લેટ પર ચપ્પુ ઘસતો ઘસતો ડૉ.મિશ્રા દીવાલ પાસે જઈ અભેરાઈ પરથી એક ખાસ પ્રકારનું મશીન લઈ તપાસવા લાગ્યો .આ સરસ તક હતી. હવે ના મહામુશ્કેલીએ મળેલા અવસરનો લાભ લઇ કાચ ઉપર પિસ્તોલ તાકી દિવાકરે ગોળી છોડી.

તે સાથે જ નીચે રસ્તા પર પોલીસની ગાડીનું સાયરન વાગ્યું . દિવાકર ચમક્યો .મકાન નીચે ઘણા માણસોના અવાજ સંભળાવવા લાગ્યા.બંધ બારણા પર હથોડા ઠોકાવા લાગ્યા !!
ગોળી છોડ્યા પછી દિવાકરે રૂમમાં નજર કરી જોઈ તો ડૉ.મિશ્રા લાંબો થઈ જમીન પર પડ્યો છે. સોનાક્ષી મૂર્છિત થઈ ગઈ છે.

નીચે બારણા પર પછડાતા હથોડાનોઅવાજ મોટો થતો જતો હતો.

દિવાકર ઉતાવળે પાઇપ વડે નીચે ઊતરવા લાગ્યો .કોણ આવ્યું ? ડૉ.મિશ્રા ના માણસો તો ન હોય..........

તે પાઇપ પરથી સરકતો સરકતો એક કૂદકો મારી નીચે જમીન પર પડ્યો કે તરત એક માણસે તેને પકડી પાડી કહ્યું : " ભારે હોંશિયાર માણસ છો ! આ અગાસી પર શા માટે ચડ્યા હતા? "
દિવાકરે વિસ્મયથી એની સાથે જોયું કે જે પહેરેગીરને તેણે ઝોકાં ખાતો જોયો હતો તે જ પરહેરેગીર અત્યારે પોતાને ગિરફતાર કરવા તૈયાર થયો છે‌.

થોડે દૂર અંધકારમાંથી કોઈએ પ્રશ્ન પૂછયો : "કોણ છે ત્યાં ?"
પહેરેદાર બોલ્યો : "હુજુર , ડાકુ પકડા ગયા."

તેના શબ્દો પુરા થાય ત્યાં એક પોલીસ ઇન્સ્પેક્ટર દિવાકર પાસે આવી ઊભો. તે દિવાકરની સામે જોઈ બોલ્યો : "આપ કોણ છો? આપને જોતા તો......"
દિવાકરે વ્યગ્રતાથી કહ્યું :આપનું માનવું બરાબર છે. હું બદમાશ કે કોઈ ચોર, ડાકુ નથી. મારું નામ દિવાકર. આ મકાનમાં મારો મિત્ર અને એક યુવતી કેદ છે .તેને છોડાવવા માટે હું અહીં આવ્યો છું .આપના રાજશેખર સાહેબ મને સારી રીતે ઓળખે છે.
વધારે ઊંડાણથી વાત કરવાની જરૂર નથી. ઇન્સ્પેક્ટર વિસ્મય સાથે બોલી ઊઠ્યો : " શું આપ જ દિવાકર !"
દિવાકર બોલ્યો :" હા જી. પરંતુ અત્યારે વધુ વાતો કરવાનો સમય નથી."
ઇન્સ્પેક્ટર બોલ્યો : " હા . હું સમજુ છું .આપને હવે વધારે ચોખવટ ની જરૂર નથી આપ મારી સાથે આવો. દરવાજો તોડવામાં આવ્યા છે."

દરવાજો તોડી ત્રણ પોલીસકર્મીઓ ઘરમાં ઘૂસ્યા . તેની પાછળ ઇન્સ્પેક્ટર અને દિવાકર પણ ઉતાવળે પગલે અંદર ગયા એક બંધ ઓરડા પાસે આવી દિવાકરે કહ્યું :
"આ જ એ રૂમ !તોડો બારણું !"
વળી ધડાકા અને કડાકાથી આખી ગલી ગાજી ઊઠી. થોડીવારમાં બારણું તુટ્યું ને બધા અંદર ગયા.

પ્રશાંત બેભાન જેવી હાલતમાં ટેબલ પર સૂતો હતો. દિવાકર પાગલની જેમ તેની પાસે દોડયો અને તેને બોલાવવા લાગ્યો.
તેને ડર લાગતો હતો કે કદાચ આટલી મહેનત નિષ્ફળ ગઈ હશે તો !પરંતુ કુદરતે તેની લાજ રાખી હતી. પ્રશાંત ધીમેથી બોલ્યો :" કોણ ! દિવુભાઈ ! છેવટે આવ્યા ખરા !"
આટલા શબ્દોથી વધારે પ્રશાતથી બોલી શકાયું નહીં.
દિવાકરે પ્રશાંતને બંધનમાંથી મુક્ત કર્યા બાદ સોનાક્ષી પાસે આવી તેમના બંધન તોડી તેમની સારવાર કરવા લાગ્યો. થોડીવારમાં સોનાક્ષીને ભાન આવ્યું.

થોડીવાર પછી ચકિત નેત્રે જોઈ દિવાકર બોલી ઉઠ્યો : " મિશ્રા !ડૉ. મિશ્રા ક્યાં ?મેં તેને ગોળી મારી હતી ને તે અહીં જ લાંબો થઈ પડ્યો હતો તે મેં નજરો નજર જોયું હતું. ઇન્સ્પેક્ટર મારી બધી મહેનત વ્યર્થ ગઈ. પાપી , લુચ્ચો, બદમાશ,શૈતાન મારાથી છટકી ગયો .મેં તો તેને મારી નાખવા ખાતર જ ગોળી છોડી હતી પરંતુ તે ક્યાં ?"બંધ મકાન માંથી એ ગયો ક્યાં હોય !?"

બધા ચારે તરફ શોધ કરવા કરવા લાગ્યા .પરંતુ તેનો કોઈ જ પતો ન લાગ્યો .ડૉ મિશ્રા અદ્રશ્ય થઈ ગયો હતો.દિવાકર ગુસ્સે થઇ હાથ પછાડતો બોલ્યો : "એ કેવી રીતે શક્ય બન્યું મારી ગોળી તેને વાગી હતી તેની પુરી ખાતરી છે મને.બંધ બારણે કોઈ એમ કેમ ગાયબ થઈ શકે!?"તેને ખુબ જ અફસોસ થતો હતો.


પોલીસ અધિકારી અને તેના કર્મચારીઓએ પુરા જ રૂમને ચારે તરફથી ઘેરી મકાનની ઝીણવટભરી તપાસ કરી પરંતુ ક્યાંય પણ ડોક્ટરનો પતો લાગ્યો નહીં.મુનશી આવી રોડ ના આસપાસ ના વિસ્તાર ને રોડ પર ચેકીંગ ને પોલીસ પહેરો ચૂસ્ત રીતે ગોઠવવામાં આવ્યો પરંતુ કોઈ જ પરિણામ મળ્યું નહીં
આખરે મિશ્રા ને આકાશ ગળી ગયું કે પાતાળમાં સમાયો એ વાત કોઈને જ સમજાય નહીં

******************************
આ બનાવ ને એક અઠવાડિયુ વિતી ગયું.
મિસ્ટર રાજશેખર ના ઘરે એક સુશોભિત ને આકષૅક ડ્રોઈંગ રૂમમાં બેસી મિ.રાજશેખર દિવાકર, પ્રશાંત , પૃથ્વીરાજ નાસ્તો કરતા કરતા આ જ ઘટનાની ચર્ચા કરતા હતા.
પ્લેનમાં તેની બાજુમાં બેઠેલા એક માણસ પાસેથી મિ. રાજશેખર સાહેબે કેવી રીતે ડૉ.મિશ્રા વિશે માહિતી મેળવી .એ માહિતીને આધારે તેઓ કેવી રીતે પાછા ફર્યા. વગેરે આપવીતી વર્ણવ્યા બાદ તેઓ બોલ્યા : ડૉ. મિશ્રા એક અદ્વિતીય ક્રિમિનલ માણસ છે .એની પ્રતિભા અતુલ્ય છે. પૈસાદાર લોકોમાં તેની આબરૂ પણ અપાર છે. તેને કદી પૈસાની તાણ ભોગવવી પડી નથી.

મિ.રાજશેખર ડૉ.મિશ્રા વિશે કેટલી હકીકતો જાણે છે ?એ જાણવા વાંચતા રહો આગળનો ભાગ......
ક્રમશઃ........