Prem Asvikaar - 36 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અસ્વીકાર - 36

એમ ને એમ વેકેશન પડી ગયું...ત્યાર બાદ એક્ઝામ પત્ય પછી એક વાર મેસેજ આવ્યો કે હું મારા ઘરે જાઉં છું...ત્યાર પછી ..ઈશા ની જોડે કોઈ વાત નાં થઈ...
હર્ષ ઈશા વગર એકલો પડી ગયો હતો...એમ ને એમ 1 મહિનો વીતી ગયો અને એવા માં 1 મહિના પછી કોલેજ ખુલવા ની હતી...પણ હર્ષ ઈશા વગર 1 પળ પણ રહી ન શકતો હતો...હવે તો રાહ જોવાતી હતી.. વેકેશન પૂરું થવા ની..
હર્ષ એના સિવાય વેકેશન માં ...ફક્ત ભાઈબંધો સાથે ક્રિકેટ અને તેના સાયન્સ નાં સિર જોડે અલગ અલગ પ્રયોગો કરવા જતો રહેતો...
ત્યાં તેના સર એ એક અલગ સોલર પર ચાલતા સાધનો બનાવતા હતા અને અલગ અલગ મૂસિયમ માં મુક્ત હતા ....તેના સર એ કહ્યું કે " હર્ષ સૂર્ય માં બઉ શક્તિ છે અને એના થી ઘણી વસ્તુ ચાલી સકે તેમ છે...
હર્ષ ને એના સર જોડે નવું નવું શીખવા નું બહુ ગમતું હતું...અને એ હસી મજાક કરી ને ...નવા નવા પ્રયોગો કરતા રહેતા હતા...
એના સિવાય હર્ષ માટે કઈ ન હતું... બસ ખાલી ઈશા ની યાદો ને ટયૂશન...અને પ્રયોગો..
પણ આ બધું તો ઠીક હતું પણ જેમ જેમ દિવસો જતા ગયા એમ એમ એને ....કોલેજ ખુલવા નો ઉત્સાહ વધતો ગયો હતો...
ત્યાર બાદ એ ઘડી આવી ગઈ અને કોલેજ ખુલી ગઈ...
એક દિવસ કોલેજ જવા નીકળી ગયો અને એ દિવસ બીજા વર્ષ નો કોલેજ નો પેહલો દિવસ...
ત્યાં પેહલા દિવસ નાં જેમ અજ ભીડ જામી હતી...ત્યાં જઈ ને હર્ષ એ જોયું કે ...એને કયા ક્લાસ માં નંબર આવ્યો છે પણ ...એને નામ નાં દેખાયું...ત્યાર બાદ ફરી થી જોતો હતો અને એવા માં અજય આવી જાય છે અને બોલે છે કે ચાલ ભાઈ ક્લાસ માં આપડે બધા આ વખતે એકજ ક્લાસ માં છે.
પછી હર્ષ બોલ્યો કે..."અને ઈશા ? " " હા હા ભાઈ....બધા આપડે બધા એકજ ક્લાસ માં છીએ.... ચાલો જલ્દી નાઈ તો આપડે છેલ્લે બેસવું પડશે....
ત્યાં અંદર બધા ચાલ્યા ગયા અને હર્ષ ની આંખો...માત્ર ઈશા ને શોધી રહી હતી...
ત્યાર પછી અજય બોલ્યો કે કેમ ભાઈ તારી ઈશા હજુ આવી નથી?
જ્યારે જ્યારે અજય ઈશા નું નામ લેતો હર્ષ ની સાથે એટલે...ખૂબ ખુશી વાળી ફિલિંગ આવતી હતી...હર્ષ મનોમન હસી જતો હતો..
પણ ઈશા ત્યાં દેખાઈ ન હતી...ત્યાં એવા માં નિધિ આવી અને બોલી કે બધા કેમ છો?
બધા બોલ્યા હા હા ...અમે મજામાં છીએ...એવા માં હર્ષ બોલ્યો અરે તમારી ફ્રેન્ડ ઈશા ક્યાં છે? " અરે ઈશા?...અરે હું તમને બોલવા ની ભૂલીજ ગઈ કે...ઈશા .... એ આ કોલેજ માં થી નામ કાઢી નાખ્યું છે.. એ હવે એના ગામડે જતી રહી છે... એ હવે ત્યાજ કોલેજ પૂરી કરશે....
એવું સંભાળતા એક દમ ....હર્ષ ઉભો થાય છે અને બોલે છે અરે સુ વાત કરો છો....એવું બાનેજ નાઈ એને મને તો કઈ કીધું જ નહિ...
અજય બોલે છે " એટલે એનો મતલબ કે એ તારા જોડે વાત કરે છે?...કઈ વાંધો નહીં પણ હવે એ નહિ આવે શું કેવું? નિધિ ? " હા હા હવે એ નહિ આવે......પણ એક વાર એ એની એલ્ સી લેવા આવશે.....
હર્ષ બોલે છે કે બોલ ને ક્યારે ક્યારે આવશે? " એતો કાલે અવવ નું કેહતી હતી"
એટલું સંભાળતા તે ....ઘરે ચાલવા લાગે છે અને મનોમન બોલતો જાય છે કે આવું કોઈ દિવસ નાં બને.....
એમ નાં એમ હર્ષ ઘરે ચાલવા લાગે છે....
બધા બોલાવે છે કે આજે પેલો દિવસ છે ....અને આ હર્ષ ક્યાં ચાલવા લાગ્યો....?
હર્ષ કોઈ નું નાં સંભાળતા તે નીરસ થઈ ને ચાલવા લાગે છે.....