Prem Asvikaar - 37 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અસ્વીકાર - 37

ઘરે જઈ ને હર્ષ વિચારે છે કે હવે જો ઈશા નહીં આવે તો હવે મારું શું થશે? શું મારી લાઇફમાંથી ઈશા જતી તો નહીં રહે ને? ઘણા બધા સવાલો તેના મનમાં થતા હતા પણ એને એક તો આશા હતી કે એ જરૂરથી પાછી આવશે અને કાલે જ એ એલ્સી લેવા આવવાની હતી તો તેને રાહ જોતા જોતા હર્ષ સુઈ જાય છે અને એમના એમ બીજો દિવસ થઈ જાય છે.
બીજા દિવસે હર્ષ વહેલા ઊઠીને મંદિરે ચાલ્યા જાય છે અને મંદિર ગયા બાદ તે કોલેજ જવા નીકળી જાય છે અને કોલેજ જઈને રોજના જેમ ઈશાને જે જગ્યાએ બેસેલી જુએ છે તે જગ્યા એ જાય છે પણ તે વખતે પણ ઈશા દેખાતી ન હતી અને એમને એમ તે બેન્ચ ને પકડીને બેસી જાય છે.
હર્ષ ખૂબ એકલો પડી ગયો હતો..એને ઈશા ની ગેરહાજરી સહન નથી કરી શકતો...
ત્યાં એવા માં નિધિ અને અજય આવે છે અને બોલવા લાગે છે કે બહાર ઈશા આવી છે એલ સી લેવા માટે.....
ત્યાં હર્ષ દોડતો બહાર ચાલ્યો જાય છે અને જુએ છે કે ...ઈશા ત્યાં આવી હતી.....અને ત્યાં જઈ ને નીડરતા થી બોલે છે કે... હાય ઈશા કેમ છે ...તમારે આ કોલેજ છોડી ને ક્યાં જવા ની જરૂર હતી...તમે આ વર્ષ પણ નાં રોકાયા અને તમે અમને છોડી ને ચાલ્યા જશો....અમે બધા એકલા પડી જઈશું....
એવા માં ઈશા હસતા હસતા બોલે છે કે....પણ સાંભળો તો ખરા...
" મારે કઈ નથી સંભાળવું...તમે જે નિર્ણય લીધો છે એ સારો નથી લીધો અમે તમને નહિ જવા દઈએ....."
" અરે પણ સાંભળો તો ખરા "
" નાં નાં ...અમારે કઈ નથી સંભાળવું બસ "
" અરે કોને કીધું કે હું ....અહી થી જતી રહવા ની છું? "
" નાં નાં તમે નાં જતાં "
એવા માં હર્ષ એક દમ શોક થઈ જાય છે અને બોલે છે કે શું ? તમે શું કીધું?
" એટલે હા ...હું ક્યાંય નથી જવા ની અને આવી અફવા કોને ફેલાવી કે હું ...કોલેજ છોડવા ની છું? "
હર્ષ ને ખબર પડી ગઈ કે . ઈશા નથી જવા ની...પણ અજય અને નિધિ એ કીધું હતું એટલે ...એને વિશ્વાસ નાં થયો...અને બોલવા લાગ્યો કે..." મને જેને પણ કીધું એને હું છોડવા નો નથી ...અરે નિધિ ક્યાં છે .....? "
ત્યાર બાદ નિધિ ની પાછળ પડે છે અને નિધિ પણ ત્યાં થી ચાલી જાય છે...
નિધિ નાં જોડે જઈ ને બોલે છે તુતો કેહતી હતી કે ...ઈશા હવે નહિ આવે...
" હા તો હૂતો ખાલી ખાલી કેહતી હતી....." " અરે નિધિ આમ નાં કરવા નું હોય...ખબર છે હું રાતે ઊગ્યો પણ નથી...." " અરે સોરી યાર...એતો જસ્ટ મજાક ...."
"અરે સોરી ના હોય તને ખબર છે મારો જીવ હથેળી પર આવી ગયો હતો અને તને મજાક શું જે છે અને હા તે કેવી રીતે નક્કી કરી દીધું કે હવે નહીં આવે એને મને હમણાં જ કહ્યું કે હું અહીંયા જ છું અને તે મને ખામોખા ડરાવી દીધો"
"અરે હર્ષ કીધું ને અમે બધા મજા કરતા હતા મગજન પર લેવાની જરૂર નથી અને હા ઈશા તારી જોડે જ છે કઈ જતી રહી નથી તો તું આટલું બધું ટેન્શન લે છે "
"અરે વાત સાચી છે પણ કદાચ જો તમારી વાત સાચી નીકળી હોય તો મારું શું થાય મારે તો લેવાના દેવા થઈ જાત ને"
" કાંઈ કશું થયું નથી ચાલો હવે ક્લાસ ભરવા આજે પણ તમારે બધાને પાછળ બેસવું છે કે શું?"
"વાત સાચી છે નિધિ ચાલો બધા જલ્દી ચાલો"
એમ બોલતા બોલતા બધા હસતા હસતા ગ્લાસ ભરવા ચાલતા રહ્યા અને હર્ષ ધીમે ધીમે હિસાબ જોઈ રહ્યો હતો ઈશા પણ ખુશ નજર આવી રહી હતી કારણ કે તેને આ વાત સાંભળીને ખૂબ જ હસી આવી રહી હતી
અને હર્ષ પણ ગાન્ડા ની જેમ તે બધું બોલી રહ્યો હતો