The Scorpion - 104 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ-104

રાવલો સવારે આજે વહેલો ઉઠી તૈયાર થયો. હજી મળસ્કુ જ થયું હતું અને એ શેષનારાયણાયને પ્રણામ કરી ધ્યાનમાં બેઠો. પૂજા પરવારીને મંદિરની બહાર નીકળ્યો ત્યાં સામે રુહી સ્નાનાદી પરવારીને આવી. એણે આશ્ચર્ય થી પૂછ્યુ. “રાવલા આટલો વહેલો ?”

રાવલાએ કહ્યું “હું પેલાં લોબોને લઇને જંગલમાં જઊં છું મારી સાથે હથિયારબંધ ટોળકી લઇને જઊં છું મને લોબો પાસેથી જે બાતમી મળી છે એ પ્રમાણે એવું લાગે હું મારાં લક્ષ્યથી સાવ નજીક છું. પેલી વિદેશી છોકરી પર ધ્યાન રાખજો. એની જરૂર પડે એને..”. પછી એ બોલતો અટકી ગયો.

રુહી એની સામે જોઇ રહી હતી. એ રાવલાનાં મનનો તાગ પામી ગઇ હતી... એણે કહ્યું “તે જે કામ હાથમાં લીધું છે એ જોખમી છે પણ તું તારાં લક્ષ્ય પ્રમાણે સફળતા મેળવીશ મને વિશ્વાસ છે. ભગવન. શેષનારાયણ તારી સાથેજ છે અને મારો પ્રેમ તારું રક્ષાકવચ છે”. એમ કહીને એણે રાવલાને ચૂમ્યો.

રાવલો એનાં વિશાળ કૂબામાંથી રુહી સાથે બહાર નીકળ્યો એણે પૂછ્યું "રાજા ધ્રુમન અને માહીજા હજી એમનાં કૂબામાંજ છે ?”

રોહીણીએ કહ્યું “ખાલી માહીજા છે એ સવાર સવારમાં મારી સાથે વાત કરવા આવી પણ મેં કહ્યું હમણાં ઘણાં કામ છે પૂજા બાકી છે પછી વાત કરીએ” એમ કહી મેં એને મહત્વ નાં આપ્યુ ધ્રુમન રાજા સાથે જે રીતે એણે.... મારું મન ખાટું થઇ ગયું છે અને રાજા ધ્રુમનતો તું તૈયાર થઇને આવ્યો એ પહેલાનાં બહાર નીકળી ગયાં છે.”

“તાપસીબાવાએ એમને આ ઘા થયાં પછી ક્યાંય બહાર જવા ના પાડી છે છતાં ગયાં છે. ખબર નથી એમને આટલાં વહેલાં શું કામ નીકળી આવ્યું ?”

રાવલો વિચારમાં પડી ગયો એણે કહ્યું “રાજા ધ્રુમન હજી ક્યાંક સક્રીય છે ઇશ્વર કરે કોઇ ગુન્હીત કાર્યમાં સામેલ ના હોય. એમણે મને રાજા બનાવતાં પહેલાં કહેલું કે હવે હું જંગલની રક્ષા અને પ્રભુનું નામ લઇશ. શેષનારાયણની અવકૃપા થઇ છે હું પાછો એમની કૃપાને લાયક થઇશ.”

“પણ જે રીતે માહીજા સાથે એમણે.. કંઇ સમજાતું નથી કંઇ નહીં એ નીકળ્યાં હશે તો જંગલમાંજ ગયાં હશે.. ફરી પાછી જડીબુટ્ટીઓ માટે માંગણી મળી હશે. આટલી સવારે જડીબુટ્ટીઓજ એકઠી કરવા ગયાં હશે”.

ત્યાં નવલાએ આવીને રાવલાને કહ્યું “સરદાર બધાં તૈયાર છીએ નીકળીએ ? આપણને જંગલ મધ્યમાં પહોંચતા સમય જશે અને લોબોને સાથે લીધો છે.” રાવલાએ કહ્યું “ઘોડા તૈયાર કરો અને સાથે બધાં હથિયાર સસ્ત્ર સરંજામ લઇ લેજો લોબોની બાતમી સાચી હશે તો ધીંગાણું થવું શક્ય છે.”

નવલાએ કહ્યું “બધીજ તૈયારી પુરી થઇ ગઇ છે ઘોડા તૈયાર છે લોબોને સાથે લીધો છે પેલી વિદેશી છોકરી કબીલાનાં કેદ કૂબામાં છે”.

રાવલાએ રોહીણીને કાનમાં કહ્યું "રુહી તું આજે પેલી વિદેશી છોકરી પાસેથી કોઇ રીતે વાત કઢાવ તો સરળતા રહેશે પછી એને પોલીસને સોંપી દઇએ. પોલીસને સોંપ્યા પછી આપણાથી એની સાથે કોઇ વાર્તાલાપ નહીં થાય.”

રોહીણીએ કહ્યું “હું એ બધું કરી લઇશ તું નિશ્ચિંત થઇને જા. અને રાત થાય પહેલાં પાછો આવી જજે મને ચિંતા રહે છે તારી. તારો સ્વભાવ આમ ખૂબ ઊગ્ર છે અને આમ સાવ મીણ જેવો”.. એમ કહીને હસી.

રાવલાએ કહ્યું “તું ઓળખે મને એવું કોણ ઓળખે ? ચાલ અમે જઇએ.” એમ કહીને રાવલો નવલાને લઇને બહાર કૂબા પાસે ઘોડાઓ હતાં ત્યાં ગયો અને હથિયારધારી સેવકો સાથે લોબોને લઇને નીકળ્યાં....

***************

રાવલાનાં ગયાં પછી રોહીણી પૂજા કરવા લાગી પૂજા પરવારી એણે શેષનારાયણ માં મનસાને પ્રાર્થના કરી. રાવલાને સફળતા આપજો એની રક્ષા કરજો કહીને માં નું ચઢાવેલું સિંદૂર કપાળમાં જે મણીકલ્પ હતું એને લગાવ્યું.

રોહીણીને સંતોષ થયો. એણે માહીજાનાં કૂબા પાસે જોયુ તો માહીજા માથું ઓળી રહી હતી.

રોહીણીએ એની પાસે જઇને પૂછ્યું "બોલ માહી તું શું કહેવા માંગતી હતી ? તે રાજા ધ્રુમન સાથે.”. ત્યાં માહીજાએ એને અટકાવીને કહ્યું "રોહીણી તને શું કહું ? હું અબળા છું તારી જેમ રક્ષાયેલી નથી પેલા રાક્ષસને ફારગતી આપીને તમારાં શરણમાં આવી છું.”

“રાજા ધ્રુમને આસવ પીને મારી સાથે..... ત્યારે મને વિચાર આવ્યો હવે હું અહીં શરણેજ આવી છું રાજા ધ્રુમન વિધુર છે... હજી મને પણ..... મેં એમનો સંબંધ સ્વીકારી લીધો. તેઓ મારી સાથે રોજ આમ બળાત્કારે પ્રેમ કરે.. હું રોજ કેટલી સુરક્ષીત રહેવાની ? એમની સાથે લગ્નજ કરવા વિચારું છું. મને અને એમને બંન્નેને સાથી મળી જશે.”

“તને થશે મેં અહીં આવીને વ્યભીચાર કર્યો પણ મારી પાસે બીજો રસ્તો નથી રાજા ધ્રુમન આમતો શેષનારાયણનાં ભક્ત છે.. આસવ અને બીજા ફેકી દ્રવ્યો લે ત્યારે ભાન ભૂલે છે પણ હું એમને સાચા રસ્તે લઇ આવીશ પેલાં રાક્ષસ જેવા તો નથીજ.”

“તને મારાં માટે જે છાપ પડી પણ મારી તારે વિવશતા સમજવી જોઇએ. મારે બીજુ કંઇ નથી જોઇતું જીવું ત્યાં સુધી સાથ અને આશરો મળી રહે ગમે ત્યારે પેલો રાક્ષસ મારાં પર હુમલો કરી શકે એની સામે મને રક્ષણ મળી રહેશે”.

રોહીણી એને સાંભળી રહી હતી પછી બોલી “ઠીક છે હું રાવલાને વાત કરીશ.... પણ અત્યારે તું મને મદદ કરી શકે. તું રુદ્રરાજાને ત્યાં ગણપત સાથે રહેતી હતી ત્યાં અવારનવાર મહેમાન તરીકે વિદેશીઓ આવતાં. આ પેલી ગોરી છોકરી પાસેથી વાત કઢાવવાની છે ચાલ એમાં મદદ કર આપણે કેદ કૂબા પાસે જઇએ.”

માહીજા અને રોહીણી પેલી વિદેશી છોકરી જે કૂબામાં કેદ હતી ત્યાં ગયાં. કૂબો ખોલાવ્યો. પેલી વિદેશી છોકરી સીધી માહીજાનાં પગમાં પડી ગઇ. રોહીણી આ જોઇ આશ્ચર્ય પામી ગઇ એણે માહીજા સામે જોયું....

******************

વધુ આવતા અંકે ---- પ્રકરણ-105