Andhari Raatna Ochhaya - 38 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૮)

ગતાંકથી....

એટલું કહીને ઋષિકેશ મહેતાએ પોતાને પોલીસના પંજામાંથી કેવી રીતે છોડાવી? અને એમ કરવા માટે તેને કેટલું સાહસ ખેડ્યું હતું ,કેટલી પોતાની કાર્યકર્તા દર્શાવી હતી વગેરે હકીકત પોતાના મધુર અવાજમાં પોતાના સાથીદારો સમક્ષ રજૂ કરી .છેવટે તેમણે કહ્યું : " હું આ યુવક વિશે જેટલું જાણી શકું છું તેટલું બધું આપને કહી બતાવ્યું. હવે તેને આપણા ગ્રુપમાં જોડવો કે નહીં તેનો વિચાર તમારે કરવાનો છે .આ બાબતમાં ટુ નંબર આપણને વિશેષ હકીકત જણાવશે.

હવે આગળ....

પ્રથમ ઊભો થયેલો માણસ ફરી ઊઠ્યો. તે સભાનો પ્રમુખ હતો. તેમણે કહ્યું :" મિત્રો ! ટેન નંબરે જે કહ્યું છે તે તદ્દન સાચું છે .એ માણસ અહીં આવ્યો ત્યારથી મેં તેની બરાબર તપાસ કરી છે. તેને પૂછેલા પ્રશ્નોના મને બરાબર જવાબ મળ્યા છે. મારા મત પ્રમાણે એને આપણી ટોળીમાં ખુશીથી લઈ શકાય છે. હવે તમારો શો મત છે? જે કોઈ આ માણસને આપણી ટોળીમાં જોડવાની વિરુદ્ધ હોય તે હાથ ઊંચો કરે."

પ્રમુખે બધાની સામે નજર કરી. પરંતુ કોઈએ હાથ ઊંચા કર્યો નહીં. પ્રમુખે જાહેર કર્યું કે તો પછી સર્વનું મતે આ માણસને આપણી ગેંગમાં રાખવામાં આવે છે.
પ્રમુખ ની જાહેરાતને વધાવવા એકાદ બે જણે ધીમી તાળીઓ પાડી. બીજા બધા સ્તબ્ધ બની બેસી રહ્યાં. ટુ નંબર હવે દિવાકર સામે જોઈ બોલ્યો : "ઋષિકેશ મહેતા તમારા ભવિષ્યના સાથીઓ તમને પોતાની ટોળીમાં જોડવાની સંમતિ આપે છે. હવે મારું કર્તવ્ય છે કે મારે તમને અગાઉથી સાવચેત કરી દેવા. જો તમારી વિરુદ્ધ એક પણ શક પડતું કારણ રજૂ થશે તો હું તમને મૃત્યુના મુખમાં ધકેલતા જરા પણ વિચાર કરીશ નહીં તમે અમારા નિયમો પ્રમાણે વર્તવા તૈયાર છો કે?"
થોડીવાર થોભી દિવાકરે કહ્યું : " હા,હા જરૂર."
ટુ નંબર કહેવા લાગ્યા હવે તમારી સમક્ષ અત્યાર સુધી જે ભેદભર્યું વર્તન કરવામાં આવ્યું હતું તે સ્પષ્ટ થઈ ગયું છે. તમે જે ટોળીમાં જોડાયા છો તે આ દુનિયાની શ્રેષ્ઠ તો છે જ પરંતુ તેમાં કામ કરવું પણ મુશ્કેલીને નોતરવા જેવું છે પરંતુ આ ટોળીનો રુલ્સ છે કે જે કંઈ પણ પ્રાપ્ત થશે તે દરેક સભ્યોને વેંચી આપવામાં આવે છે .આજ સુધીમાં એકવીસ માણસોએ આ ગેંગમાં કામ કરતાં પોતાના જાન ગુમાવ્યા છે. આ બધું જાણવા છતાં તમે આ ટોળીમાં જોડાવા તૈયાર છો?

દિવાકરે દ્રઢતા થી ટૂંકો જવાબ આપ્યો : " હા જરૂર."

ત્યારબાદ ફરીથી તેની આંખો પર પાટા બાંધવામાં આવ્યા. પહેલાના પહેરેગીરો તેને પ્રથમની માફક જ તેને લઈને ચાલ્યા. જ્યારે તેની આંખ પરના પાટા છોડવામાં આવ્યા ત્યારે તે ગઈ રાતની જેમ જ પેલી સુંદર યુવતી સમક્ષ ઉભો હતો. રૂમમાં તેમના સિવાય બીજું કોઈ હતું નહીં.
થોડીવાર મૌન રહ્યા બાદ નમ્ર છતાં ગંભીર અવાજે પહેલી સુંદરીએ કહ્યું : "ઋષિકેશ બાબુ, હું તમને એક ગંભીર વાત કહેવા ઇચ્છું છું .જોકે આજની તમે અમારી ટોળીમાં જોડાયા છો .છતાં હજુ તેના સભ્ય બન્યા નથી. તમારે સભ્ય બનવા માટે હજુ એક પરીક્ષા આપવાની છે.

દિવાકરે માથું હલાવ્યું સુંદરી એકદમ મોહક સ્મિત કરતી બોલી : " મને લાગે છે કે તમે દિગ્મુઢ બની ગયા છો અને એમાં નવાઈ પણ નથી .એકાદ બે દિવસમાં તમારી એ દશા બદલાઈ જશે ્મારું નામ જાણો છો ? કદાચ નહીં જાણતા હો. મારું નામ જુલી છે .તમે મને અન્ય કોઈ નામ થી પણ બોલાવો તો પણ ચાલશે. તમારામાં કયું નામ વધારે પ્રચલિત છ એ હું જાણું છું.
દિવાકરે પહેલી યુવતી ને કહ્યું : "આપ શું મુસલમાન છો?
પેલી યુવતી મંદ સ્મિત કરતા બોલી :" નામ પરથી તો એવું જ કંઈ સમજાય છે ને.?!"
તેમની આ વાત સાંભળી દિવાકર વિચારમાં પડી ગયો જુલી કહેવા લાગીવ: "કોઈ એક દિવસ તમને મારી જીવન કથા સંભળાવીશ. આજે તો જવા દો એ વાત. આજે હું અમારી ગેંગ તરફથી તમને કામ સોંપવા આવી છું. ટોળીમાં જોડાયા પછી આ તમને પહેલું જ કામ સોંપવામાં આવે છે. આ કામ તમારે સફળતાપૂર્વક કરવું પડશે. જો આ કામ પાર કરવામાં તમે નિષ્ફળ જશો તો તમારા પરનો વિશ્વાસ ઓછો થઈ જશે. જો કે તમને ટોળીમાં જોડવાની સંમતિ લેવામાં આવી છે. છતાં હજુ થોડા દિવસો સુધી તમારા પર બરાબર નજર રાખવામાં આવશે માટે સાવચેત રહેજો...."
દિવાકરે કહ્યું : કસોટી કે પરીક્ષા ગમે તે હોય. હું દરેકમાં પાર ઉતારવાની આશા રાખું છું .સારું "મને કયું કામ સોંપવામાં આવે છે ?

જુલીએ દિવાકર સામે જોઈને કહ્યું : "હમણાં જ શહેરના મોટા ઝવેરી ને ત્યાં કલકત્તાના ધનાઢ્ય વિશ્વંભરસિંહ ની પત્ની હેમલતા દેવીએ એક કીંમતી મોતીની માળા બનાવવા આપી છે.
દિવાકર મનમાં ચમક્યો હેમલતાદેવીને તે સારી રીતે ઓળખતો હતો એટલું જ નહીં પરંતુ વિશ્વંભર સિંહ અને હેમલતા દેવી ખૂબ જ સ્નેહાળ અને સારા માણસો હતા. આ ટોળકી શું કામ બજાવવાનું ફરમાન કરશે ? દિવાકરે અંદર થતી ગડમથલ ને ચંચળતા ચહેરા પર જણાવવા દીધી નહીં અને તે બોલ્યો :" તો શું કરવાનું છે?"

"હાલમાં હેમલતા દેવીએ રોયલ જ્વેલર્સ માંથી એક મોતીની માળા ખરીદી છે. એવી કીંમતી મોતીની માળા આપણા દેશમાં ભાગ્યે જ મળી આવે તેમ છે .એ માળા તમારે લઈ આવવાની છે. આ તમારી પહેલી પરીક્ષા થશે!"

****************************
આ તરફ કાંકરેજના નોલેજ હાઉસમાં ડેન્સી દિન પ્રતિદિન મુંજાતી જતી હતી. આ સ્તબ્ધતા અને એકાંત ભેંકાર હવેલી ની આબોહવામાં તેના શ્વાસ પ્રતિક્ષણે ઘૂંટાય રહ્યો હતો. રાત્રે તેને સારી રીતે ઊંઘ પણ આવતી ન હતી. તેને સતત એવો આભાસ થતો હતો કે મકાનમાં મધરાતે અસંખ્ય લોકોની હેરફેર થઈ રહી છે. એક દિવસ અડધી રાતના તેના રૂમ પાસેના ગાર્ડનના ભાગમાં કોઈ મનુષ્યનો ઓછાયો હોય એમ લાગતા તેણે ધીમેથી બારી ખોલી જોયું. તો એક વિચિત્ર કપડાં પહેરેલો માણસ તેના બોસ સાથે વાત કરતો હતો .તેમના બોસ પણ તેની સાથે મંદ મંદ અવાજે ધીમે વાતો કરી રહ્યા હતા. એ અદ્ભુત આગંતુક કોણ હશે? દિવસે નહીં ને રાતે તેને અહીં આવવાની શી જરૂર પડી હશે? તેની સાથે આદિત્યનાથ વેંગડુંને શો સબંધ હશે ?

આવા આવા અનેક સવાલો ડેન્સીના મગજને મૂંઝવવા લાગ્યા. તેને દૃઢ વિશ્વાસ બેસવા લાગ્યો કે આ મકાનમાં તેના બોસથી માંડીને નોકર સુધીના બધા જ લોકોની વર્તણૂક એકદમ ભેદભરી અને રહસ્યમય છે. તેઓની બધી હિલચાલ શકથી ભરપૂર છે .ચારે તરફ ભેદભરમોના જાળા વણાયા છે .આ ભેદ ની દાળ ઉકેલવી જ જોઈએ. ડેન્સી આ કાર્યમાં ઝંપલાવવાનો નિશ્ચય કર્યો
અજાણ્યા ભવિષ્યની વિચિત્ર છબી કલ્પતા તેનું ચિત ભમવા લાગ્યું.
આદિત્યનાથ વેંગડું ઉપર તેને થોડો ઘણો સંદેહ હતો. છતાં તેને સર્વથી વધારે શક પહેલા કપાળ પર ઘા વાળા માણસ પર હતો. ગઈકાલે રાત્રે પણ એ માણસને તેણે આ મકાનમાં પ્રવેશ કરતો જોયો હતો.

લાઇબ્રેરી ના રૂમમાં બેસી ડેન્સી કામ કરી રહી હતી. તે રૂમના એક ખૂણામાં એક મોટો કબાટ હતો. કબાટ ઘણા દિવસનો અવાવરું પડ્યો હતો .એક દિવસ કંઈ એક કામ માટે તે લાઈબ્રેરીના રૂમમાંથી બહાર ગઈ .એકાદ મિનિટમાં પાછી આવી જુએ છે તો તેના બોસ એ કબાટ પાસે ઉભા ઉભા શરીર પરની ધૂળ ખંખેરે છે. તેને જોઈ તે એકદમ કબાટ તરફ ફર્યો અને તેને ધ્યાનપૂર્વક તપાસવા લાગ્યો ડેન્સી એકદમ અવાક્ બની ઊભી રહી .એક મિનિટમાં તેના બોસ કઈ રીતે આ ઓરડામાં આવી પહોંચ્યા હશે?

ત્યારથી એ કબાટને ઝીણવટપૂર્વક તપાસવા ડેન્સી નું મન ઉત્સુક બની ગયું. આટલા દિવસ તેને તેમ કરવાની તક મળી નહોતી આજે તેણે મળેલી તકનો લાભ લેવાનો વિચાર કર્યો તે દિવસે રાત્રે પોતાના રૂમ બહાર નીકળી એક નાની ટોર્ચ લઈ તે ધીમે પગલે લાઇબ્રેરીના રૂમમાં આવી.

આખરે શું ડેન્સી લાઇબ્રેરીના રૂમના કબાટ નું રહસ્ય ઉકેલી શકશે કે પકડાય જશે? જાણવા માટે વાંચો આગળ નો ભાગ......
ક્રમશઃ........