Jalpari ni Prem Kahaani - 12 books and stories free download online pdf in Gujarati

જલપરી ની પ્રેમ કહાની - 12

મુકુલ એ વ્યક્તિ સાથે કેંન્ટિંગ તરફ ચાલ્યો. નવું જોઇનિંગ છે આપનું? હાં અને પહેલું પણ. આ મારું પહેલું પોસ્ટિંગ છે. ઓહ ધેટ્સ ગુડ એન્ડ વેલકમ આર ફેમિલી. થેંક્યું સો મચ માય ડિયર. બંને વચ્ચે ફોર્મલ વાર્તાલાપ શરૂ થયો.


હું કેપ્ટન પ્રકાશ યાદવ, યુ.પી થી છું કહેતા તે વ્યક્તિએ પોતાનો પરિચય આપ્યો અને મુકુલ સામે હાથ લંબાવ્યો. હું કેપ્ટન મુકુલ રાયચંદ ગુજરાત થી. જવાબ આપતા મુકુલે પણ હાથ મિલાવ્યો. હવે બંને જણ એક બીજા થી થોડા પરિચિત થઈ ગયા હતા.


થોડી જ વારમાં બંને કેંન્ટિંગ સુધી પહોંચી ગયા. જમતાં જમતાં પણ કોણે ક્યાં ટ્રેનિંગ કરી છે અને કેવો ટ્રેનિંગ નો અનુભવ રહ્યો એ બધુજ શેર કરી લીધું. અચાનક મુકુલે પોતાના કાંડા પર બાંધેલી ઘડિયાળમાં નજર કરી. ઓહ લંચ ટાઈમ ઓવર કેપ્ટન પ્રકાશ આપણે નીકળવું જોઈએ. મારે હજી લંચ પછી સર નવીન શ્રીધર ને મળવાનું છે.


ઓકે કેપ્ટન મુકુલ. તો ચાલો કહી બંને ઊભા થયા. સરે તમારા વિશે બધું જાણી લીધું કે બાકી છે? નાના લંચ નો ટાઇમ થઈ ગયો હતો એટલે એમણે જૉઈનિંગ લેટર પર સાઈન કરીને લંચ પછી મળવા બોલાવ્યો છે. અચ્છા તો હવે એ તમારા વિશે બધીજ માહિતી લેશે અને યોગ્ય લાગશે તો સાંજે કવોટર પર પણ બોલાવશે. આટલી વાતમાં એ જગ્યા આવી ગઈ જ્યાં બંને પહેલી વાર મળ્યા હતા. ઓકે નાઇસ ટુ મીટ યુ, મળતા રહીશું કહી બંને પોત પોતાના રસ્તે ચાલ્યા.


થોડી જ ક્ષણો માં મુકુલ ફરીથી કમાન્ડર શ્રીધર ની ઓફીસ આગળ આવ્યો, તેણે અંદર જવાની અને સર ને મળવાની પરમિશન માંગી. એક વ્યક્તિ એનો સંદેશો લઈને અંદર ગયો અને બહાર આવી તેને સર ને મળવા અંદર જવા માટે કહ્યું. મુકુલ ફરી થી અંદર ગયો અને સેલ્યુટ કરી. સરે તેની સામે જોયું અને બેસવા કહ્યું.


મુકુલ સામે બેસી ગયો. કમાન્ડરે બાજુ માં પડેલી બેલ ખખડાવી, બહાર થી એક વર્ધી પહેરેલ વ્યક્તિ આવ્યો. તેણે પણ સલામ કરી. કમાન્ડરે તેને હાથમાં એક ફાઈલ આપી અને ઓડર કર્યો કે કેપ્ટન પ્રકાશ યાદવને મારી કેબિનમાં મળવા માટે કહો. જી સર કહી પેલો વ્યક્તિ ત્યાંથી રવાના થઈ ગયો.


પ્રકાશ યાદવનું નામ સાંભળીને મુકુલ ને નવાઈ લાગી. થોડી જ મિનિટો પહેલાં તે જેની સાથે હતો શું એજ વ્યક્તિની વાત થઈ રહી છે? એના મનમાં વિચાર આવ્યો પણ કમાન્ડર ને સવાલ તો ના કરી શકાય ને એટલે તે વ્યક્તિ આવે પછી જ ખબર પડે હકીકત ની.


તો કેવું લાગ્યું આપણી કેંન્ટીગ નું જમવાનું યંગ મેન? કમાન્ડરે વાત શરૂ કરી. સરસ છે, મુકુલે જવાબ આપ્યો. મુકુલ એના કમાન્ડર સામે છે એટલે એકદમ અટેનશન થઈ ને બેઠો છે. પહેલા ક્યારેય આ જગ્યા જોઈ હતી? ના સર પહેલી વખત જ અહીં આવ્યો છું.બંને વચ્ચે ઔપચારિક વાતો ચાલી રહી છે ત્યાંજ કેબિન ના દરવાજે નોક થયું અને અવાજ આવ્યો, કમ ઇન સર? યસ...યસ કમીન.


આખરે આવેલ વ્યક્તિ ને જોઈને મુકુલ ની જીજ્ઞાશા નો અંત આવ્યો. આ એજ પ્રકાશ યાદવ છે જેને એ થોડા સમય પહેલા મળ્યો હતો. પ્રકાશે આવીને સલામ કરી. પ્રકાશ મીટ કેપ્ટન મુકુલ રાયચંદ, નવું જોઈનિગ છે. મુકુલ આ કેપ્ટન પ્રકાશ યાદવ છે, કેમ્પનો સૌથી હોનહાર કેપ્ટન છે. બંને એ એક બીજા સામે જોયું અને સ્માઈલ આપી ઔપચારિક હલો કીધું.


કેપ્ટન મુકુલ આજથી તારા કવોટરમાં તારી સાથે રહેશે. કેપ્ટન હિંમત સિંગ ના જવાથી જે જગ્યા ખાલી થઈ છે ત્યાં હવે કેપ્ટન મુકુલ રહેશે. આશા છે તમે બંને એક બીજાની કંપની ને એન્જોય કરશો. જી સર, ઓકે સર બંને કેપ્ટને એક સાથે જવાબ આપ્યો. તમે બંને હવે એક બીજાને મળીને એક બીજા વિશે જણીલો મારું કામ અહી પૂરું.


જી સર કહી બંને એક બીજા સામે જોઈ હસવા લાગ્યા. કમાન્ડર નવીન શ્રીધર ને આ જોઈને બહું નવાઈ લાગી. મુકુલ સર ના મુખ ઉપર ની રેખાઓ જોઈ એમના ભાવને કળી ગયો. સર અમે બંને એક બીજા વિશે જાણીએ છીએ.


તમે એક બીજાને ઓળખો છો? હાં સર હમણાં જ કેંન્ટીગ માં જમવા ગયો ત્યારે જ અમે બંને મળી ચૂક્યા છીએ અને એક બીજા વિશે ઘણું બધું જાણી પણ લીધું છે.

ઓહ ધેટ્સ ગુડ. જી સર. ઓકે તો પછી હવે તો કામ વધારે આસન થઈ ગયું. જી સર. ઓકે તો તમે લોકો જઈ શકો છો હવે, એન્જોય યોર કંપની માય બોય. થેંક્યું સો મચ સર કહી મુકુલ ઉભો થયો અને સલામ કરી ઓફિસ થી બહાર નીકળવા માટે બંને જણ વળ્યા ત્યાંજ પાછળ થી અવાજ આવ્યો, મુકુલ સાંજે મારા કવોટર પર આવ આજે ડિનર મારી સાથે કરજે. ઓકે સર મુકુલે સહેજ સ્માઈલ સાથે જવાબ આપ્યો. પ્રકાશ અને મુકુલ એક બીજા સામે જોઈ હસ્યા. મેં કહ્યું હતું ને કે સર તને એમના કવોટર પર બોલાવશે.


ક્રમશઃ...........