The Author Asha Bhatt Follow Current Read લઘુકથાઓ By Asha Bhatt Gujarati Short Stories Share Facebook Twitter Whatsapp Featured Books LOVE IN A WRONG ERA - 1 "Hey there, human! Wait—don’t look so confused. Yes, I’m a... Niyati: The Girl Who Waited - 25 Chapter 25: A Life Painted with Memories The days had blurre... When the Moon Bled - 1 THE NIGHT THAT FOLLOWED NIHALThe village of Kallumoodu slept... Trail of the Forgotten Nomads Trail of the Forgotten NomadsThe wind in the Cracked Plains... The Unidentified Killer - 1 Copyright © 2025 Anand Kumar Sharma All rights reserved The... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share લઘુકથાઓ (616) 2.2k 5.8k 1 1. પગલાંના સભારણા ( લઘુકથાઓ ) "કેટલી વાર છે?" " હવે કોની વાટ જોવાની છે?" મેં ઉતાવળ કરાવી. સાથે સલાહ પણ હું આપતો હતો " જો.. જો કોઈ શણગાર બાકી ના રહી જાય " ફુલ-હાર હવે કંઈ મંગાવવાનું છે ?. " થોડી થોડી વારે હું માનવોના સમૂહને પૂછી પણ લેતો હતો. બધાં રડતા હતાં. મારે પણ રડવું હતું. ભરાય ગયેલું મારું હૈયું ખાલી કરવું હતુું. પણ મર્દાનગીનું લેબલ મારી પર હતું. રોકવા છતાં થોડા આંસુ ઉંબર ઓળંગી ગયાં તો કોઈના શબ્દો કાને પડ્યાં " મરદ થઈને રડે છો!" મહાપ્રયત્ને મેં આંસુનાં બંધને બાંધી રાખ્યાં. વિદાય આપવા તો મારે છેક સુધી જવું હતું, પણ " ન જવાય " પહેલા જ બધાંએ સલાહ આપી દીધી હતી. આખરે વિદાયની એ કપરી ક્ષણ પણ આવી ગઈ. મારામાં હતી એટલી મરદાનગી મેં એકઠી કરી, એક ધોળા રંગનું વસ્ત્ર મારા હાથમાં લીધું. કંકાવટીમાં કંકુ ઘોળ્યું. મારા હાથેથી તેનાં પગનાં તળીયાનું કંકુધોળણ કર્યું. મારે આ બધું નહોતું કરવું. શું કરું, મારા ઓરડાનું અજવાળુ જતું હતું. સફેદ વસ્ત્ર મેં પગનાં તળીયે મુંક્યું. તેનાં પગલાંના સંભારણા વસ્ત્ર પર અંકિત થઈ ગયાં. હવે હુું મરદ મટી નર્યો પતિ બની ગયો. મારા આંખોથી વહેતી ગંગ઼ા જમનાં એ વસ્ત્રને ભીંજવા લાગી ને મારા આંસુની પરવા કર્યાં વગર એની અર્થી ઉંબર ઓળંગી ગઈ. 2. ખાસ દિવસ " સોરી dear મારે અરજન્ટ કામ આવી જતાં હું તને જગાડયા વગર જ નિકળી ગયો છું. મને થયું તારી ઊંઘ બગાડવી નહી. કામમાં આખો દિવસ જતો રહેશે. તું ત્રિશાને લઈ તારી મમ્મીનાં ઘરે જતી રહેજે. સાંજે હું તને લઈ જઈશ. આમ પણ વેકેશન છે. ત્રિશા ભલે થોડા દિવસ મામાને ઘરે વેકેશન માણે ! " સવારમાં ઉઠતાં જ પતિની ચિઠ્ઠી ટીપોય પર પડેલી જોઈ શ્રુતિ કોપાયમાન થઈ ગઈ. 'આજના દિવસે પણ ? શું મયંકને આજનો ખાસ દિવસ યાદ નહી હોય.?? " રીસમાં ને રીસમાં મયંકને ફોન કર્યા વગર જ શ્રુતિ મમ્મીનાં ઘરે ચાલી ગઈ. ' ના મારે ફોન કરવો જ નથી, "એમને" યાદ દેવડાવવું જ નથી. એમનો પ્રેમ કેટલો છે ? આજ ખબર પડી જશે. ત્રિશાની સાથે હું પણ વેકેશન માણી લઉં. સાંજે મને તેડવા આવે એટલે સાથે નથી જવું ' દિવસ દરમિયાન શ્રુતિ ધુંધવાયેલી રહી. સાંજે મયંક આવતા, તેનો પ્રેમાળ હસતો ચહેરો જોઈ શ્રુતિ ના ન પાડી શકી. ચુપચાપ ત્રિશાને મુકી પોતાના ઘરે જવા મયંક સાથે નિકળી. ઘરની બીજી ચાવી મયંક પાસે હતી, દરવાજો મયંકે જ ખોલ્યો. ઘરમાં પ્રવેશતા જ મયંકે શ્રુતિની આંખો પર પોતાની હાથની આંગળીઓ ઢાકી દીધી અને દોરતો-દોરતો અંદર લઈ ગયો. " હવે ખોલ તારી આંખો..." મયંકે પોતાના હાથ હટાવી દીધા. શ્રુતિ આજુબાજુ જોવા લાગી... મીણબત્તીઓનો આછો આછો અજવાસ, હળવું હળવું સંગીત, ફૂગ્ગાઓથી શણગારેલી વોલ, ફૂલોથી મધમધતો પલંગ, ટીપોય પર પડેલી કેક અને સાથે ગિફ્ટબોક્સ... શ્રુતિ આશ્ચર્ય ચકિત થઈ ગઈ' લક્ઝરી હોટલનો રૂમ છે કે મારો શયનખંડ ? ' " thank you very much " મયંક, આપણી પાંચમી marriage anniversary ના ખાસ દિવસે તે મને ખૂબ જ સુંદર સરપ્રાઇઝ આપી. 3. કિનારો જોઈએ. ફળીયામાં બાંધેલ કૂતરાને પ્રેમથી ખવડાવતા, માથે હાથ પસારતા, તેને બહાર ફરવા લઈ જતાં દીકરાને પ્રવિણભાઈ નિરખી રહ્યા. લાકડીનાં ટેકે પલંગ સુધી પહોંચ્યા. " ભૂખ્યા પેટે દવા કંઈ રીતે ગળવી ? " વિચારતા બે હાથ જોડી ઈશ્વરને પ્રાર્થી રહ્યા "હવે તો કિનારો જોઈએ ! Download Our App