Lost books and stories free download online pdf in Gujarati

હારી ગયો

સમયનું ચક્ર મહાન છે, કારણ કે સમય વીતી જતા વાર નથી લાગતી અને સમય પાસે એટલો સમય નથી કે મારા માટે થોભી જાય. દુઃખ-સુખ માણસના જીવનના બે અગત્યના પાસા છે, પરંતુ કોઈના જીવનમાં સતત દુઃખનો પ્રવાહ વહેતો રહે એ વાત પણ વ્યાજબી નથી. જ્યારે માણસ પોતાના મન સાથે વાત નથી કરી શકતો ,તેને પ્રશ્ન નથી કરી શકતો કે પછી તેને થોડા સમય સુધી અંધારામાં નથી રાખી શકતો, ત્યારે માણસ હારી જાય છે. નાનપણમાં બાળક બુદ્ધિ હતી પરંતુ સમય વીતી જતા સમયની સાથે જાગૃતતા આવવાની સાથે ઘણી બધી વાતની સમજણ આવતી હોય છે, શું સારું ને શું ખરાબ તે ખબર પડતી થઈ ત્યારથી જ બાળકને અમુક ઉંમર પછી માતા -પિતાનો સહકાર મળવો જોઈએ તે નથી મળતો, જો માતા -પિતા શિક્ષિત અને સમજદાર હોય તો પોતાના બાળકને જીવન દોરી માટે સહયોગ કરશે, પરંતુ મા -બાપ અશિક્ષિત છે, અને અજાગૃત હશે તો બાળક પર ટકાવારી લાવવાનો અન્ય પરીક્ષા પાસ કરવાનો અને પૈસા કમાવાનો બોજ તેના પર મૂકી દે છે. એક સફળ માણસની પાછળ તેનો ખૂબ જ લાંબો ભૂતકાળ રહેલો હોય છે, પરંતુ તે માતા - પિતા સમજતા નથી અને બીજા વ્યક્તિનું જોઈ પોતાના બાળક પર દબાણ નાખે છે .ભારત દેશમાં નાની વયના લોકો શા માટે આપઘાત કરે છે તેનો જવાબ આપની સમક્ષ આ આર્ટિકલમાં પ્રસ્તુત કરેલ છે.

હવે એવું તો શક્ય નથી ને કે બધા જ લોકો સરકારી નોકરી લઈ શકે. ઘણા એવા લોકો હોય છે કે તેમની બુદ્ધિ અને આવડત ધંધા માટે ઉપયોગી બને ,ઘણા એવા પણ લોકો હોય છે કે તેમની બુદ્ધિ અને આવડત સામાજિક અથવા રાજકીય ક્ષેત્રમાં ઉપયોગી નીવડે ,પરંતુ રેસના ઘોડાની જેમ જીવનમાં દોડવું પડે છે કારણ કે આપણી લગામ આપણા માતા - પોતાના હાથમાં છે. દરેક વ્યક્તિને સારું કામ કરવાની ઈચ્છા અને પૂર્વમાં કરેલું તેનું આયોજન તેની સાથે હોય છે ,પરંતુ તે કામ કરી શકતો નથી કારણ કે પોતાના વ્યક્તિ તેને સાથ આપતા નથી.

ઉદાહરણ: મારી સોસાયટી અને આ સમાજને સુધારવો છે, પરંતુ આ કાર્ય માટે હું મારા પરિવારના સભ્યોની મદદ માગીશ તો મને તેમના તરફથી જવાબમાં કહેવામાં આવશે કે તારે કોઈ જરૂર નથી આ બધું કરવાની તું તારા અભ્યાસ ઉપર ધ્યાન આપ, પહેલા તું તારા પરિવારનું ધ્યાન આપ, તું તારા માતા -પિતા ની સેવા કર, આ બાબતે અમારો તને કોઈ સહકાર તને મળશે નહીં કેમકે આ સમાજમાં અમારે પણ રહેવાનું છે, આ ડર માણસને અંધારમાં મુકે છે. આપને બધા જે રોશની રાહ જોઈ રહ્યા છીએ તે કયારે નહિ મળે... હવે જો માણસ ખોટું નહીં બોલે તો આ સમાજ સોસાયટી અને તેના માતા -પિતા તેને સ્વીકારશે નહિ. તેને સાથ સહકાર નહિ આપે, હવે આ ત્રણેય પક્ષ સાથે આપણી રાજનીતિ રમવી પડશે નહીંતર આપણું અસ્તિત્વ ક્યાંય રહેશે નહીં.

સોસાયટી, સમાજ, મારા માતા-પિતા અને બીજા ઘણા બધા લોકોને કહેવું તો ઘણું બધું છે, પરંતુ ક્યાંય ને ક્યાંક સમયનો અભાવ, ડર લાગવો, પોતાના મનથી હારી જવું આ બધી પરિસ્થિતિને જોઈને મન લાગતું નથી, શું બોલવું અને કઈ રીતે આમને સમજાવવા, ઘણી વખત મન થાય છે કે આપઘાત કરી લઈએ પરંતુ આ સાચો રસ્તો નથી.......

એક મહાન યોદ્ધા કર્ણ પણ પોતાના અંગત માણસોથી હારી ગયેલો....

अंधेरे का फैसला सत्ता करती है सूरज नहीं.

 

किसी और की अपेक्षाएं पूरी करने को तुम पैदा नहीं हुए हो, तुम अपनी आत्मा को संपूर्ण करने को पैदा हुए हो।

फिर मान मिले के सम्मान,

सत्कार मिले के असतकार चिंता न करना एक ही जगत में उपाय है सत्य को पाने का सम्मान और अपमान को बराबर समझना।

 

એકલો હતો અને હારી ગયો એવું પણ નથી,
સામે ટોળામાં મારા અંગત માણસો હતા........

હું અને તમે બધા આવી ગયા..........
કંઈક તો છેલ્લે અધુરૂં રહી જ જાય છે,
જીવનના ઘણા અમુક પ્રશ્નો કહેવાના ,સમજાવવાના અને સમજવાના બાકી રહી જાય છે......
જીંદગી સિવાય અહીં ક્યાં કંઈ પુરૂં થાય છે.......