kanyadan books and stories free download online pdf in Gujarati

કન્યાદાન

(સેમ્ભી.. નામથી જ ખ્યાલ આવી જાય કે કોઈ પછાત વર્ગની સ્ત્રી હશે.. હા મારી આ વાર્તા નું મુખ્ય પાત્ર જ છે સેમ્ભી. ચાલો તો મારી આ વાર્તા ની શરૂઆત કરું હું આશા રાખું છું કે આપ સૌને આ વાર્તા ગમશે.)

નાનપણ તો સેમ્ભી નું ગાયો અને ભેંસો ચરાવવામાં જ વીત્યું. સાંજ પડે એટલે તેની કાકી અને ફુઈ સાથે ગાય ભેંસો દોહવામાં મદદ કરે દૂધના બોઘણા માંથી મોટા કેનમાં ઠલવે અને એ બધું દૂધ ડેરીએ પહોંચાડવામાં સેમ્ભી ના કાકા જાય અમે એ પોતાના છકડો રીક્ષા લઈને એ દૂધ વેચવા નીકળી જાય
સેમ્ભી ના જન્મ થતા જ તેની માતાનું તો મૃત્યુ થયું હતું અને પિતા તો સાધુ થઈ ગયા આ સંસારને જાણે તેમણે ત્યજી દીધો અને હિમાલયમાંથી આવેલા સાધુઓની ટોળીમાં તેઓ ભળી ગયા અને નાનકડી સેમ્ભી ને દાદી અને ફોઈ સાથે રાખવામાં આવી
સેમ્ભી ના દાદી તો સેમ્ભી ના માતાના મૃત્યુ અને પિતાના સંસાર ત્યાગથી જ ભાંગી પડ્યા વળી મોટું કુટુંબ નાનપણથી રંડાપો આવ્યો અને પોતાના બીજા દીકરાની પત્ની સગર્ભાવસ્થા દરમિયાન જ જીવ ખોઈ બેસી અને સેમ્ભી ના પિતા આ સંસારને ત્યજી ને જતા રહ્યા ફોઈ અને કાકાને પેટે પાટા બાંધીને તેણે મોટા કર્યા હતા અને હવે જ્યારે ટાઢા છાયા આરામ કરવાની વાત આવી અને એવી અવસ્થા ભોગવવાની આવી ત્યારે જાણે માથે આભ ફાટ્યું ન જાણે કઈ ઘડી હશે કે સેમ્ભી ના જન્મ પછી જાણે તેના પરિવારને વિખાઈ જવાની ક્ષણો આવી સેમ્ભી ના દાદીએ જાણે સેમ્ભી જ
અભાગણી છે એવું પુરવાર કર્યું તે સેમ્ભી નું લાલન પાલન તો કરતા પણ બસ તેની ફરજ બજાવતા ક્યારે તે સેમ્ભી ને ભેટી કે માથે વહાલનો હાથ નથી ફેરવતા સેમ્ભી ઘણી વખત મનની મનમાં જ રાખી દે છે તે પોતાના દાદીના વહાલ માટે તરસે છે પણ તેની દાદી તેની સામે પણ નથી જોતી સેમ્ભી નો જીવ ઘણી વખત મૂંઝાય છે કે મેં એવું શું પાપ કર્યું છે કે મારા દાદી મારાથી આટલા નારાજ રહે છે પણ તે કોઈને કંઈ કહી નથી શકતી
આમ સેમ્ભી નું જીવન તો જન્મતા વેત જ જાણે બંજર બની ગયું અને તેની માથે અભાગણીનું એ મોહર લાગી ગયું સેમ્ભી જ્યારે પણ તેની દાદી પાસે કોઈ સમસ્યા કહેવા જાય કે ત્યારે તેને તિરસ્કાર જ સાંપળે ક્યારેય સેમ્ભી મમતા ભરીયો વહાલનો મળ્યો પોતાની પાસે ક્યારે બે મીઠા વેણ ન તે સાંભળી શકી તેણે તેની દાદી પાસેથી ક્યારેય સેમ્ભી ના વખાણ તો દૂર એમનું નામ પણ એના મોઢે ન સાંભળ્યું પણ સેમ્ભી ની ફૂઈ અને કાકા સેમ્ભી ને ખૂબ જ પ્રેમ આપતા તે તેના જેમ બાળક બની જાતા તો તેની મા બનવા પણ પ્રયત્ન કરતા હતા તો ક્યારેક પિતાનો સાયો બનીને રહેવાની કોશિશ કરતા સેમ્ભી જાણે બાળપણમાં જ પુખ્ત બની ગઈ તે પોતાની વેદનાઓને પી ગઈ પોતાના કાકા અને ફોઈની સાથે હળી મળી ગઈ પોતાના દાદીનું પણ તેને હવે દુઃખ નો લાગતું હતું કહો ને કે એક જાતની ટેવાઈ જ ગઈ સેમ્ભી પોતાના કાકાને ફોઈ સાથે રહીને દૂધના વેપાર, ગાય ભેંસનું રખોલુ, પાલતુ પ્રાણીઓના ખોરાક, તેમની તબિયત બધાનું સારી રીતે ધ્યાન રાખવા લાગી ક્યારેક કાકા ને બહાર જવાનું થાય તો સેમ્ભી દૂધ ના કેન ડેરી સુધી કોઈ મારફત પહોંચાડી દેતી તેની કામની સારી રીતે પૂર્ણ કરી દેતી હવે તો છકડો રીક્ષા પણ ચલાવતા તેના કાકા પાસેથી શીખી ગઈ હતી એટલે પોતાનું છકડો રીક્ષા લઈને આજુબાજુના રોડ પર ફેરવતી અને શીખતી અને પોતાની ફોઇને બેસાડીને ચક્કર લગાવતી આ ક્ષણો સેમ્ભી માટે ખૂબ જ આનંદની ક્ષણો રહેતી
હવે એક દિવસ તેના કાકા બહારગામ ગયા અને વરસાદના કારણે પાછા ફરી ન શક્યા આગળના ગામમાં નાનો ડેમ હોવાથી ત્યાં ગામને બે ત્રણ દિવસ બધા જ રસ્તાઓ બંધ થઈ ગયા કારણકે ડેમના પાટિયા ખોલવામાં આવ્યા હતા. હવે તેના કાકા જ્યાં ગયા હતા ત્યાં જ ફસાઈ ગયા. આ બાજુ ડેરીએ દૂધ પહોંચાડવા માટે કોઈ મળે પણ નહીં વળી વરસાદની ઋતુ માટે સેમ્ભી એ એના ફઈને કહ્યું કે એક કામ કરો ને ફોઈ આપણે દૂધના કેન ડેરી સુધી પહોંચાડી દઈએ તો ? અને તેને બધા દૂધના કેન પોતાની છકડો રીક્ષામાં ચડાવ્યા અને ફોઈને પાછળ બેસાડી અને રીક્ષા ચાલુ કરી અને આમ બે ત્રણ દિવસ સુધી તેને કાકાની ફરજ પૂરી કરી ઘરમાં તે પુરુષની જેમ પોતાનું કર્તવ્ય પૂર્ણ કરી અને ઘરનો ભાર ઉપાડી લે છે આમ છતાં તેની દાદી તેને પ્રેમહૂકથી તો વંચિત જ રાખે છે પણ દાદીના હૃદયમાં એ લાગણી તો જન્મે છે કે મારી સેમ્ભી તો દીકરાની ગરજ પૂરી પાડે છે તે અંદરથી તો હરખાય છે પણ વર્ષો પહેલાંના ઘા તેને સુખાપટ રણ પર લાગણી વરસાવી નથી શકતા. આમ એ કહી નથી શકતી કે સેમ્ભી તું મારા દીકરાની જેવી જ છો ભૂતકાળના ઘા એને એવા લાગ્યા કે વર્તમાનને તે પોતાના હૈયાની વાત કહી નથી શકતી ધીમે ધીમે એવી તો ઘણી બાબતો બની કે જેના કારણે તમામ જવાબદારીઓ સેમ્ભી સંભાળી લીધી અને ઘરમાં પુરુષની ખામીની કોઈને જાણ પણ ન થવા દીધી. જેમ કે ગાય ભેંસો લેવામાં ,દૂધનો હિસાબ કરવો ,ગાય ભેંસોને રહેવા માટેની જગ્યા ને સાચવણી કરવી, ગાયું ભેંસોના સ્વાસ્થ્યની દરકાર કરવી, ઘરમાં ખુટતી વસ્તુઓ લાવવી આવું તો ઘણું ખરું એને સેમ્ભી પોતે એક પુરુષની જેમ સંભાળી લીધું. વળી ઘરમાં બધાને મદદરૂપ પણ થવા લાગી તો એક સ્ત્રી ની જેમ ઘર સાચવતા પણ શીખી ગઈ રસોઈ બનાવવી કે બીજા ઘર કામ ઘરનું ધ્યાન રાખવું વગેરે બાબતો મા સેમ્ભી નિપુણ થઈ ગઈ
આમ 16 વર્ષની સેમ્ભી આજુબાજુના ગામ સમાજમાં પણ ઓળખીતી બની ગઈ
અને બાજુના ગામમાંથી જ સેમ્ભી માટે સગપણની વાત આવે છે સેમ્ભી ના ઘરથી પણ સધ્ધર ઘરનું માંગુ આવતા સેમ્ભી ના પરિવારના લોકો તો ખુશ થઈ જાય છે અને સેમ્ભી નું સગપણ નક્કી કરવાનું વિચારે છે સેમ્ભી ના લગ્નની વાત થાય છે લગ્નમાં કન્યાદાન માટે કાકા કાકી સેમ્ભી નું કન્યાદાન કરશે એ નક્કી થઈ જાય છે આ બાજુ સેમ્ભી ના દાદી સેમ્ભી ના વિદાયનું વિચારીને અંદરથી રડી પડે છે પણ કોઈને કંઈ નથી શકતા કે સેમ્ભી તો તેને જીવથીએ વહાલી છે હવે પણ સેમ્ભી ની જાન આવે છે મંડપમાં વર વધુની પધરામણી થાય છે સપ્તપદી ની વિધિની શરૂઆત થાય છે અને હવે વેળા આવે છે કન્યાદાનની. કન્યાદાન માટે કાકા કાકી મંડપમાં પ્રવેશે છે અને સેમ્ભી ના દાદી પોતાને રોકી નથી શકતા તે ઉભા થઈ જાય છે અને મંડપમાં પહોંચે છે અને ગોર મહારાજને કહે છે કે હે ગોરબાપા શું હું કન્યાદાન માં બેસી શકું ગોરબાપા કહે છે કે કાંઈ વાંધો નહીં માં. તમે બેસો અને સેમ્ભી ની આંખોમાંથી હરખના આંસુઓ વહેવા લાગે છે કે તે ઊભી થઈને દાદીને ભેટી જાય છે બંને દાદી દીકરી મન ભરીને રડે છે જાણે કેટલાય વર્ષો પછી કોરા રાણપર વરસાદ વરસ્યો હોય તેમ...
આખુય ગામ સમાજ બધા જ તેમને બંનેને રડતા જોઈને પોતાની આંખો ભીની કરે છે અને આમ કન્યાદાનની ક્ષણ સુખદ સ્વરૂપે પૂર્ણ થાય છે.... જય દ્વારકાધીશ 🙏🏻