AGHORI NI ANDHI - 7 in Gujarati Short Stories by Urmeev Sarvaiya books and stories PDF | અઘોરી ની આંધી - 7

Featured Books
Categories
Share

અઘોરી ની આંધી - 7

અંતે...
અસુરો ને જાણ થઈ કે અહીંયા 3 જીવ હતા. તે ઓ એ જાણ્યું કે અહીંયા એક માનવ પણ હતો.મહાસૂર ખૂબ જ ક્રોધિત થાય છે. પણ તે પોતાની યજ્ઞ શાળા રૂપી ગામ ને છોડી શકે તેમ નથી કારણ કે તો તેનો મનસૂબો પૂરો ન થઈ શકે. માટે તે નવી યોજના ઘડી ને પેલા માણસ એટલે કે હરી ભાઈ ને રોકવાનો પ્રયત્ન કરવા માં લાગી જાય છે.

હવે આગળ .....

હવે અસુરો અને હરિભાઈ વચ્ચે કટોકટી નો સમય આવી ગયો. હરિભાઈ પોતાના ઘરે વિચાર વિવશ થય ગયો. આ બાજુ અસુરો તેને રોકવાની યોજના ઘડવા લાગ્યા. હરિભાઈ આજે એવો અટવાયો છે કે આમનો કે તેમનો... એને આશા હતી માત્ર હવે ઈશ્વરની. પલ ઘડી તો એને એમ થયું કે આ બધું છોડીને પોતાના પ્રાણ છોડી દવ. પરંતુ પછી વિચાર આવ્યો ઈશ્વર જ કરે છે હું તો માત્ર નિમિત છું અને મારે આ નિયમિત બનીને કર્તવ્ય પૂર્ણ કરવું પડશે. એ સાધુએ કીધેલી વાત ને મારે અમલમાં મૂકવી પડશે.

એક નવા વિચાર સાથે એક નવા વુજન સાથે એક નવી આશા સાથે એક નવી તાકાત સાથે ફરીથી પોતાના બાવળી ને તૈયાર કરી ગિરનાર બાજુ પ્રયાણ કર્યું ગિરનાર તો ખૂબ જ દૂર છે. અચાનક થોડોક એવો અહેસાસ થયો કે કંઈક સારું નથી થવાનું. પણ ઈશ્વરનું નામ લઈને હરિભાઈ નીકળી પડ્યા.

બીજી સવારના બીજા જ પ્રહર માં ગિરનારના જંગલોમાં પહોંચ્યા. પોતાના શુ કર રણ પ્રદેશમાંથી નાશવંત થયેલા પ્રદેશમાંથી ગિરનારના જંગલો મેં જોઈને પોતાના હૈયા થી રડવા લાગ્યો. અને હૃદંતે ફરી એ જ જિંદગી વિચારી કે આ આકૃતિને હું ક્યારેય સફળ નહીં થવા દઉં એ જ દૃષ્ટિએ ગિરિકંદરાઓમાં છે અને વેણુ આચાર્યને શોધવાના પ્રયત્નો શરૂ કરી દીધા. આવડું મોટું વન પણ કોઈ પ્રાણી, પક્ષી, નદી નહિ. કોઈ નેહડો કે કોઈ સાધુની ઝૂંપડી પણ નહીં. પરંતુ હરિભાઈ ભઇ રહિત થઈને સાધુ વીણવાચારી અને શોધવા પૂર્ણ પ્રયત્ન કરે છે. એક મૃગ જેમ એક મૃગજળની પાછળ દોડે છે તેવી જ રીતે કંઈક હરિભાઈ ભૂખ્યો અને તરસ્યો આશા વિન એકલો એકલો જંગલમાં ભટકી રહ્યો છે.

મધ્ય પ્રહર થવા લાગ્યો અને કાલ બપોરનો નીકળેલો હરિભાઈ ખૂબ જ ભૂખ્યો થયો હતો. પણ પોતાની ભૂખ ને ભૂલી અને માત્ર વેણવાચાર્યને ગોતવા માં લાગ્યો હતો. તે દૂર એક ટેકરી પર એક આશ્રમ જુવે છે. હરિભાઈ ની આંખમાં એક ચમક જોવા મળે છે અને હરિભાઈ તુરંત એ આશ્રમ તરફ દોટ મૂકે છે. ત્યાં જઈ જુવે છે તો એક આશ્રમમાં સદા વ્રત ચાલે છે અને ત્યાં હજી હરીહરનો નાદ થયો જ છે એવું હરિ ભાઈ ને લાગે છે. હરિ ભાઈ ખુશીથી ત્યાં જાય છે અને થાળી લઈ અને સૌ સાધુ નાત સાથે ભળી જાય છે.

હરિભાઈને મનમાં પણ ખબર ન હતી કે એ જ આશ્રમમાં છે શું... હરિભાઈ ને વિચાર આવ્યો ક્યાં રાત્રિના સમયથી હું એક આશ્રમ સુધી રહ્યો હતો પરંતુ ક્યાંય મને પ્રાણી પક્ષી ઝૂંપડું કે કોઈ સાધુ મને મળ્યો નથી. મનમાં કોઈક કંઈક ચેંજી રહ્યું હોય કોઈક તને ઉગારવા ઈચ્છતો હોય તેવું તને મહેસુસ થાય છે. પરંતુ એ જ ઘડીએ અન્ન થાળીમાં પડતા જ રાતું ચોળ જોઈ હરિભાઈ ને ખબર પડી ગઈ કઈક ખોટું થઈ રહ્યું છે. એ જ ઘડીમાં ધીરે ધીરે અંધકાર છવાઈ ગયો.

તમને શું લાગે હવે આગળ શું થશે? આ જાણવા સિરીઝને વાંચતી રહેવી પડશે!

Note : આ સિરીઝમાં ટાઈપિંગ મિસ્ટેક ના કારણે ઘણી બધી ભૂલો દેખાશે પરંતુ તેને નજર અંદાજ કરવી.

આશા છે કે આ સિરીઝ આપને ખુબ પસંદ આવી રહી છે અને ઊર્મિવ સરવૈયા આ માટે ખૂબ તત્પર છે. આપ સર્વે નો ખુબ ખુબ આભાર.
~ ટીમ ઉર્મિવ સરવૈયા