AGHORI NI ANDHI - 5 in Gujarati Short Stories by Urmeev Sarvaiya books and stories PDF | અઘોરી ની આંધી - 5

Featured Books
Categories
Share

અઘોરી ની આંધી - 5

અંતે...

આજુ બાજુ જોઈ ના શકે એવો પ્રકાશ ફેલાય ગયો.અને એજ પ્રકાશ પાછો અંધારા માં તબદીલ થય ગયો.અને એક મોટો શંખ નાદ થયો. હરિ ભાઈ જુવે છે તો આજુ બાજુ અંધકાર છવાયેલો જુવે છે.પેલા સાધુ ય દેખાતા ન હતા એટલે એ સમજાય ગયું કે હવે અહીંથી નીકળવા નો સમય થય ગયો છે એટલે હરી ભાઈ એ દોટ લગાવી..અને ગામ ના જાપા બાજું ભાગવા લાગ્યા.. અને આ બાજુ આસૂરો જગ્યા..

હવે આગળ...
એક શ્વાસે દોડતા હરી ભાઈ ને કંઈ સૂઝતું નતુ.તેનું લક્ષ જાપાને વટી ને આ ગામ ની હદ પુરી કરવાની હોય.હવે એમનું શરીર દોડી શકે એવી હાલત માં ન હતું.છતાં પણ રેસ માં દોડતા ઘોડા ની જેમ દોડ લગાવી. આ એમનો મરણિયો પ્રયાસ હતો.

આ બાજુ બધાય અસુરો પોતાના ધ્યાન માંથી બહાર આવ્યા અને એમને મેહસૂસ થયું કે કોઈ આપણ આજુ બાજુ હતું.તેઓ આજુ બાજુ નજર કરવા લાગ્યા તો ઝાડ ની થડ ની પાછળ એક આત્મા હોવાનો અહેસાસ થયો.અને મહાસુર ના એક ઇશારે એ આત્મા ને બે અ સુરો પકડવા આવ્યા.અને એ આત્મા ને પોતાની માયાવી શક્તિ થી પેલી આત્મા ને જકડી લીધી. એક ઉગમ પ્રકાશ જલકતો હતો. આ કઈક અલગજ પ્રકારે ચમકતું હતું. આ આત્મા દિવ્ય હતી.

જકડાયેલી આ આત્મા અસુરો ની આંખ આંજી દીધી. આજુ બાજુના વિસ્તાર માં એક સોનેરી કિરણો દોડતા હતા.આ આત્મા અસુર ની માયાવી શક્તિ માં આવે તેમ ન હતું. એટલે તરતજ એ દિવ્ય આત્મા અસુર ની માયાવી શક્તિ માંથી મુક્ત થઈ અને આકાશ માં જઈ ને ફટાકડો થઈ ફૂટે છે.

આબાજુ હરી ભાઈ ગામ ની હદ વટાવીને હાફ ખાતા બેસી જાય છે અને અસુરો આ નિહાળે છે આ અનોખું દૃશ્ય અને એક ભવિષ્ય વાણી નો નાદ આકાશ ગુંજાવે છે.
“ અસુરો...! તમારુ પતન હવે નક્કી છે ..તમારી મનશા ક્યારેય પરી પૂર્ણ થવાની નથી.. હું સમય બોલું.. અને આ સંદેશ વિષ્ણુ ભગવાન નો છે.”

આ નાદ આકાશ ગુંજવા લાગ્યો હતો.. હદ વટાવી બેસેલા હરી ભાઈ પણ આ ઘટના ને સાંભળી.. ને મનોમન ખુશ થયા..

આ બાજુ અસુરો ગુસ્સમાં આવ્યા.. અને મહાસૂર ને આટલો ગુસ્સો આવ્યો કે એક અસુર ને જીવતે જીવત યજ્ઞ માં હોમી દીધો.. બીજો... ત્રીજો.. એમ કરતાં કરતાં એ ગુસ્સે અને રોષે ભરાયેલો મહાસુર એક પછી એક ને હોમવા લાગ્યો.. અને બધા આસુર એના પગ પડી ગયા અને મહાસુર શાંત થવાની આપિલ કરી. દસેક અસુરો ને હોમ્યા બાદ એ અશાંત માહાસુર શાંત થયો. અને ગુસ્સા સાથે કીધું."આપડી યજ્ઞ શાળા માં કોઈકે પ્રવેશ કરેલો છે એ કોણ છે તપાસ કરો અને મને જણાવો” આ સાંભળી બધા અસુરો પોતાની આસુરી શક્તિ નો પ્રયોગ કરી કોણ આવ્યું હતું એની તપાસ કરવા લાગ્યા..

આ બાજુ હરી ભાઈ પેહલા એવા વ્યક્તિ હતા જે આ ગામ માંથી સફળ રીતે બહાર નીકળી આવ્યા હતા.અને મનો મન એક ખુશી ની લાગણી હતી.અને પેલા સાધુ ની કીધેલી વાત ને પણ અમલ માં મૂકવાની હતી.તે પોતાના ઘર તરફ ચાલતા થાય..છે..

અસુરો ની તપાસ ની અંતે ત્યાં 3 આત્મા એટલે કે ત્રણ જીવ હોવાનું સામે આવ્યું.. અને મહાસૂર ને જાણ થતાં જ એ અતિ ક્રોધ માં આવ્યા અને આંખો પણ ચોખ્ખું દર્શાવતી હતી કે હવે એ વિનાશ નોતરશે...

....................................................................

આપનો સહયોગ અમને ખુબ પ્રોત્સાહિત કરી રહ્યો છે.આપ વાચકો તરફથી આ અમારી અમૂલ્ય ભેટ છે.આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.
~ ટીમ ઉર્મીવ સરવૈયા