Generation Gap: Who's Responsible? books and stories free download online pdf in Gujarati

જનરેશન ગેપ : કોણ જવાબદાર?

આજના ૨૧મી સદીનાયુગમાં જ્યારે પૃથ્વી અને મંગળ વચ્ચેનું અંતર માત્ર થોડા જ દિવસોમાં ટેક્નોલોજી દ્વારા કાપી શતો માનવપોતાના અંગત સંબંધોના લાગણીના અંતર કાપી શકતો નથી. જે આજના સમયમાં આપણી સમક્ષ એક વિકટ સમસ્યા છે. જનરેશન ગેપ એ આજના દરેક વ્યક્તિની સમસ્યા સાથે સંક્ળાયેલો છે. આજે ૩૫-૪૦ની વયે પહોંચેલા માતા- પિતા કે જેમણે બ્લેક એન્ડ વ્હાઈટ ટેલિવિઝનથી લઈને ટેબલેટ સુધીની સફર કાપી છેપરંતુ જેમણે જન્મ થતાંની સાથે ટેબલેટને જોયા-વાપર્યા છે તે પેઢી સાથે તેઓ મનનું અંતર કાપી શક્તા નથી. આજે દરેક માતા-પિતાનો એ જ પ્રશ્ન છે કેતેમનું બાળક તેમને સાંભળતું નથીકુટુંબના અન્ય સભ્યો સાથે ભળતું નથીવારંવાર ગુસ્સો કરે છેસતત ખોટું બોલે છે.નાની નાની વાતોમાં આત્મહત્યાના બનાવો વગેરે.પરંતુ દરેક વાલીએ એ જરૂર વિચાર કરવાની જરૂર છે કેઘરના કોઈ પણ વડીલના ફોન પર કોઈ અણગમતી વ્યક્તિનો ફોન આવેતો કહી દે તેઓ ઘરમાં નથી. એમ બોલતાં કોણે શીખવ્યું છેઘરની સામાન્ય વાતચીતમાં કોઈ પણ કારણસર ઉગ્ર થઈ જતા વડીલો એ ભૂલી રહ્યા છે કે નાનું બાળક તેમનું અનુકરણ કરવાનું જ છે. બાળકને ઘરલેશન કરાવવાનેબદલે કે તેની સાથે બેસીને જમવાને બદલે આજના વડીલોને તેમના મોબાઈલ પરનું વર્ક અને સર્કલ વધારે મહત્વના લાગે છે, ત્યારે આપણે ફરિયાદ કરીએ છીએ કેતે કોઈ સાથે ભળતું નથી, એકલવાયું છે'. બાળકમાં તેની અંદર રહેલા ગુણોને જોવાને બદલે ટકાવારીથી અને સતત બીજા બાળકો સાથેની તુલના પદ્ધતિથી બાળક કંટાળે છે.બાળકની ભૂલ કે નિષ્ફળતા પર કાંતો તેને અતિશય વઢનો સામનો કરવો પડે છે અથવા જાહેરમાં ઘરના સભ્યો સામે તે બાબત પર ટીકાઓનો વારંવાર સામનો કરવો પડે છે.અથવા તો કઈ ન કહેવા પર તે બેફિકરું બની જાય છે. આનો એકમાત્ર ઉપાય વાલીએ તેને શાંતથી સમજાવી યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ,તેના મનની વાત તે નિ:સંકોચપણે ઘરના સભ્યો સાથે પોતાના મનની વાત કહી શકે તેવું વાતાવરણ ઉત્પન્ન કરવું જોઈએ. બાળકની સકારાત્મકબાબતોને,તેની આવડતોને યોગ્ય પ્રોત્સાહન આપવું જોઈએ.ઘરમાં આજની પેઢી એ સોશિયલ મીડિયા સાથે જીવતી પેઢી છે. પોતાની દરેક વાતો તે દુનિયા સમક્ષ શેર કરી શકે છે. તે સત્ય જાહેરમાં કહેનારી અને જરૂર પડ્યે દુનિયા સમક્ષ કે પોતાના સ્વજનો સમક્ષ મક્કમતાથી ઊભી રહી શકનારી પેઢી છે.આજની પેઢી વાસ્તવિકતામાં જીવનારી પેઢી છે. તે ઘર અને કારકીર્દી વચ્ચે સંતુલન જાળવી બંનેમાં સફળતા પ્રાપ્ત કરનારી પેઢી છે.માત્ર જરૂર છે તેમને,તેમના ધ્યેયોને સમજી અને તેમને યોગ્ય સપોર્ટ કરવાની. ખરેખર જનરેશન ગેપ ક્યારે સર્જાય છે? જ્યારે આજના માતા-પિતા આ ટેક્નોલોજીભર્યા યુગમાં પોતાના સંતાનને માટે, તેને કોઈ ક્મી ન રહે તે માટે સતત પોતાનો સમય તેમના કાર્ય પાછળ ખર્ચે છે. ત્યારે બાળક સાધનોથી ભર્યા ઘરમાં સતત એકલતાનો સામનો કરી રહ્યું હોય છે. સમયને થોડો આયોજનપૂર્વક ગોઠવી બાળકો માટે નાનપણથી જ સમય આપવામાં આવે તો બાળક અને વાલી વચ્ચે સેતુ સધાશે. ઘણી વખત વધુ પડતું કામ માતા-પિતાનીમજબૂરી છે, બાળકને સમજવા, તેની દિનચર્યાની ઘટનાઓ માણવા, ચોવીસ કલાક્માંથી નીકળેલો ક્લાક પણ બાળકના જીવનમાં મહત્વનો છે તે વાલીએ ન ભૂલવું જોઈએ. બાળકને ઘરમાં આનંદદાયક, હકારાત્મક તથા પ્રેમાળ વાતાવરણ આપવું જોઈએ. ઘરની મુશ્કેલીઓને શક્ય તેટલી હળવાશથી લઈ બાળકને શાંતિપૂર્વક સમજાવી તેમને પણ તે મુશ્કેલી સામે લડવા તૈયાર કરવા. માત્ર સગવડ નહી પરંતુ જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓ સામે તેઓ અડગ રહી લડી શકે તેવી તાલીમ પૂરી પાડવી.ઘરના વડીલોમાતા-પિતા પાસે અઢળક અનુભવ છે જ્યારે નવી પેઢી પાસે અનેક ટેક્નોલોજી અને નવી વિચાર શક્તિ છે. જો આ બંનેનો સુખદ સમન્વય થાય તો ધરતી પરનું સ્વર્ગ દૂર નથી.