straight line books and stories free download online pdf in Gujarati

સીધી લીટી

ભૂમિતિના વર્ગમા જ્યારે સીધી લીટી દોરવાનું કહ્યું હતું, ત્યારે ખૂબ તકલીફ પડી હતી. બાળપણના એ દિવસો યાદ આવી ગયા. કાયમ લીટી હંમેશા  વાંકી દોરાય.

શિક્ષકના હાથ હેઠા પડ્યા. ઘરે જઈને વિચાર્યું, આ કંઈ અઘરી વાત નથી. આખી રાત મહેનત કરીને શીખી ગઈ.

જીવનમાં આ ઉંમરે પણ આવું જ કશું છે. ખૂબ સિધા રહેવામાં માલ નથી. ટેઢા થવું ગમતું

નથી. આજે સંજના આવીને મારી ગોદમાં માથું છુપાવી રડી રહી. તેનું દિલ હળવું થવા દીધું.

‘શું થયું બેટા’ ?

‘મમ્મી વર્ગમાં છોકરી મારો બધો નાસ્તો ઝુંટવીને ખાઈ જાય છે . ‘

‘ અરે એમાં શું મોટી વાત છે. હું તને બે ડબ્બા આપીશ. પહેલાં એ ડબ્બો કાઢજે જે તને ન

ભાવતો હોય. એ સહુ ઝુંટવી લે ત્યારે બીજા ડબ્બામાંથી તમારી મનપસંદ વાનગી આરોગજે.’

સંજનાને મમ્મીની વાત ગમી.

સંજના ધીરે ધીરે સમજતી થઈ કે જીંદગીમાં કાઇંક મેળવવું હોય, આગળ વધવું હોય તો

‘થોડા વાંકા’ થવું પડશે.

મા, તું  ખૂબ ધીરે ચાલે છે.

જરા જલદી ચાલો ?

મારાથી જલદી નહી ચલાય.

તું જા હું ધીરે ધીરે ઘરે પહોંચી જઈશ.

આ સંવાદ રોજનો હતો. જુવાન સંજના સમજવા માગતી જ નહોતી કે તેની મા. હવે ખૂબ

ઝડપથી ચાલી ન શકે, ઊછળતું લોહી હતી. સિધા ચાલવાની ધમાલમાં ભૂલી ગઈ કે માતાની અને તેની ઉમરમાં ખાસ ફરક છે !

બાળપણમાં માતાએ તેની પાછળ ખૂબ મહેનત કરી હતી. તેને કારણે આજે તે સિદ્ધિ હાંસલ કરી શકી હતી.

સંજના ઝડપથી ચાલીને ઘરે પહોંચી. માને ખુશ કરવા આવતાની સાથે ચા મૂકી દીધી.
સોહિણી ધીરે ચાલીને ઘરે પહોંચી. ઘરે આવતાની સાથે ચા અને નાસ્તો તૈયાર જોયા. માને નાની સંજનાની વાતો યાદ આવતી.

સંજના એ મહેનત કરી એમ. બી. એ. ની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. પિતાનું અકસ્માતમાં મૃત્યુ

થયું હોવાથી તેને પરણવાની ઉતાવળ ન હતી. એ જો લગ્ન કરીને જાય તો મમ્મીનું કોણ?

સોહામણી સંજનાને પરણવા યુવાનો ઉત્સુક હતા. આજે સંજના સુંદર રીતે તૈયાર થઈ ગઈ હતી, તેનામાં કૂડ, કપટ કે સ્વાર્થ ન જણાતા. આજે પણ તેની લીટી સીધી અને સમાંતર

હતી.

સુહાસ, તેની આંખમાં વસ્યો હતો. ખબર પડી કે તે અનાથ છે. સંજનાને કોઈ ફરક પડતો ન હતો. બન્ને વચ્ચે વાત થાય પછી માને તે જણાવવાની હતી. સોહિણીને ગંધ આવી હતી. રાહ જોતી હતી કે દીકરી ક્યારે જણાવે છે. એ પહેલા કશું બોલવું ઉચિત ન લાગ્યું.

આજે તૈયાર થઈને સુહાસ સાથે જમવા તાજમાં જવાની હતી. સુહાસ ગાડી લઈ લેવા આવી

પહોંચ્યો. સોહિણીએ બારી માંથી જોયું. ખબર નહીં કેમ તેને સુહાસની ચાલ અને વર્તનમાં કશું અલગ જણાયું. સુહાસ, સંજના આવી એટલે ગાડીમાંથી બહાર નિકળી સંજનાનો હાથ પકડ્યો. ગાડીનો દરવાજો ખોલ્યો. સંજના આરામથી અંદર બેઠી. સુહાસ પોતાની જગ્યા પર ગોઠવાયો.

સોહિણીની અનુભવી આંખો એ આ પ્રક્રિયા નિહાળી. બોલી કાંઈ નહી. રાતના સંજના મોડેથી

આવી ત્યારે તે જાગતી હતી.

‘મમ્મી તું કેમ હજુ જાગે છે ?’

”બેટા જુવાન દિકરી રાતના ઘરે ન આવે ત્યાં સુધી તેની મા કેવી રીતે સૂઈ શકે’?

‘સારું હવે હું ઘરે આવી ગઈ છું , તું સૂઈ જા’. કહી સંજના પોતાના રૂમમાં ગઈ.

સવારે સંજના માને સુહાસ વિશે જણાવી રહી હતી. માએ એટલું જ કહ્યું,’બેટા એનો વ્યવસાય શું છે, જરા ચોક્કસ કરજે’.

સંજના ચોંકી ઊઠી, માની વાત તેને અલગ લાગી. સુહાસ મળતો ત્યારે તેના વ્યવસાયની વાત કાઢતી. સુહાસે ગલ્લા તલ્લા કરવા માંડ્યા.

‘અરે યાર પૈસા સારા મળે છે. લગ્ન પછી નવું તારું ગમતું સરસ ઘર લઈશું’.

સારું હતું, હજુ સંજના એટલી નજીક સરી ન હતી. ચેતી ગઇ. ધીરે ધીરે જાણવા મળ્યું, સુહાસ માલની હેરાફેરી, દાણચોરી અને ડ્રગ્સનો ધંધો કરે છે !