Chingari - 25 books and stories free download online pdf in Gujarati

ચિનગારી - 25

મિસ્ટીએ વિવાનને સમીરના મોબાઇલ થી કોલ કર્યો, વિવાનએ રિસિવ કર્યો ને મિસ્ટીને શું બોલવું તે વિચારી રહી! "હેલ્લો, હેલ્લો? કોઈ બોલશે?", વિવાનએ પહેલા શાંતિથી પછી ગુસ્સામાં કહ્યું ને સામે થી હમમ એમ અવાજ આવ્યો એ હમમ નો અવાજ પણ વિવાન નાં ઓળખે તો શું કહેવું? તેને તરત પાછળ ફરીને સુધીર સામે જોયુ ને પછી આરવ સામે ગુસ્સાથી જોયું, ક્યાં છે તું? થોડા કડક અવાજમાં વિવાનએ કોલ પર પૂછ્યું પણ સામે હજી મિસ્ટી ચૂપ હતી, થોડી વાર સુધી બંને માંથી કોઈ બોલ્યું નહિ.

મિલીએ હાથથી બોલવાનો ઈશારો કર્યો એટલે મિસ્ટી આંખ બંધ કરીને બોલી, "હું?...હું...તમે ક્યાં છો? અને ક્યાં જાવ છો? હું ત્યાં આવું છું?" મિસ્ટી થોડીવાર અચકાઈને પછી ધડાધડ બોલી ગઈ, સુરત... કઈ દે એ લોકો ને અને હા લોકેશન મોકલી દઉં છું આવી જાવ બધા જોઈ લઉં એક એક ને... અને તું જે એકલી ત્યાં ગઈ છે ને તો ધ્યાન રાખજે, વિવાનએ કહ્યું ને તેના અવાજમાં નારાજગી હતી ને ગુસ્સો હતો પણ એને કઈ પણ રિસ્ક લીધા વગર પોતે સુધીરને જ્યાં લઈને જઇ રહ્યો હતો ત્યાંનું લોકેશન મોકલી દીધું ને ફોન મૂકી દીધો.

"આરવ ક્યારનો વિવાનને ચિંતામાં જોઈ રહ્યો હતો, શું થયુ? કોણ હતું?", આરવએ પૂછ્યું ને વિવાનએ સામે જોયા વગર બોલ્યો, "નેહાને કઈ દે, મિસ્ટીની ચિંતા કર્યા વગર ઘરે જાય, મેસેજ કરજે કોલ નહિ", શાંત અવાજે વિવાનએ કહ્યું ને તેને થોડીવાર કાર રોકીને બહાર આવ્યો ને પોતાની જાતને શાંત કરવા મથી રહ્યો.

"લો નામ લીધું ને શેર હાજર", દાદીએ મોટા અવાજે કહ્યું ને સ્ક્રીન પર વિવાનનું નામ બધાને બતાવ્યું. "રિસીવ તો કરો કોલ", રાજેશભાઈએ કહ્યું ને શૈલેષભાઈ તેમના સામે જોવા લાગ્યા, "માં એક મિનિટ આટલું કહીંને શૈલેષભાઈએ મોબાઈલ લઈ લીધો ને સીધા ગાર્ડનમાં જતા રહ્યા, ઘણી વાર વિવાન રાતે ફોન આવી રીતે કરે ને જ્યારે કરે ત્યારે દાદીને જ કરે, અને દાદીના ફોનમાં રાતે કોલ આવે એટલે ઘરના બધા લોકો સમજી જતા કે વાત અગત્યની છે એટલે કોઈ કઈ બોલતું નહિ".

"બોલ બેટા", શૈલેષભાઈએ પ્રેમથી કીધું ને વિવાનએ બે મિનિટ શ્વાસ લઈને શાંતિથી બધું જ કહ્યું. "હમમ! તો તું મિસ્ટીનાં કારણે પરેશાન છે કે તારા કામનાં કારણે તે મુસીબતમાં નાં ફસાઈ જાય, તેને કઈ થઈ નાં જાય એમ જ ને?", શૈલેષભાઈએ કહ્યું ને વિવાન હમમ કહ્યું. "અરે તું સાથે છે અને આરવ પણ છે ને તો તમે બંને થોડી કઈ થવા દેશો તેને, અને એ છોકરી ક્યાં કોઈનું કંઈ ખોટું કર્યું છે? "પણ પપ્પા ડર લાગે છે, જો કઈ થઈ ગયું તો?", વિવાનએ ચિંતા સાથે કહ્યું ને શૈલેષભાઈ પણ વિચારવા લાગ્યા આજ સુધી વિવાનને આવી રીતે તેમને નહતો જોયો, પ્રેમ ખરેખર એક કમજોરી છે તો બીજી બાજુ તાકાત પણ! "ચિંતા નાં કરીશ બેટા બધું જ સારું થશે, એવું હશે તો તું સુરત માટે તો નીકળી જ ગયો છે જઈને તારી જગ્યા પર પહોંચી જા ત્યાં સુધી હું કમિશનર સરને કોલ કરીને ત્યાં મોકલી દઈશ", શૈલેષભાઈએ કહ્યું ને વિવાન પણ થોડો શાંત થયો.

સુરત શહેરમાં આવતા જ વિવાનએ કારની સ્પીડ વધારીને તેના ઘરથી થોડે દૂર એક બીજો બંગલો જે ખાલી હતો ત્યાં કાર ને પાર્ક કરીને સુધીરને અંદર લઇ ગયો. તેને આલીશાન ઘરની અંદર ગયો ને બધી લાઈટો બંધ કરી દીધી, આરવે એ સોફા પર પડી ટોર્ચ વિવાનને આપી ને દરવાજો બહારથી બંધ કરીને આરવ જતો રહ્યો, વિવાન, સુધિરનો હાથ પકડવા ગયો પણ સુધીરે હસીને સાથે આવવા નો ઈશારો કર્યો એટલે વિવાન પણ તેને સાથે લઈ ગયો, ઉપર નાં માળે જતા છેલ્લા રૂમમાં આવતા વિવાન અટક્યો ને સુધીર ને અંદર જવા ઈશારો કર્યો તે પણ અંદર જતો રહ્યો ને ત્યાંની બધી લાઈટો ચાલુ કરી.

સફેદ પ્રકાશ પાડતા જ સામે બેડ પર વસંતભાઈને જોઈને સુધીરને આશ્ચર્ય થયું ને તેને વિવાન સામે જોયું, વિવાનએ તેના સામે સ્મિત કર્યું ને વસંતભાઈ પાસે જઈને બાજુમાં પડ્યું ઈન્જેકશન આપ્યું.


..........

ક્રમશઃ