The story of love - Season 2 - Part 4 in Gujarati Fiction Stories by Kanha ni Meera books and stories PDF | The story of love - Season 2 - Part 4

Featured Books
Share

The story of love - Season 2 - Part 4

ૐ નમઃ શિવાયઃ

The Story of Love Season-2 PART-4

અત્યાર સુધી આપડે જોયું કે જોસના બેન અને ભાવિક ભાઈ ત્યાં થી ભાગવામાં સફળ તો થઇ જાય છે પણ તે ચાર લોકો તેની પાછળ પડી જાય છે અને છેલ્લે તે બન્ને ની બધી કોશિશ ના કામ સાબિત થાય છે તે બન્ને પકડાઈ જાય છે...

ફરી થી તે બન્ને ને એ જ જગ્યા પર લઈને આવા માં આવે છે જ્યાં પેલા બાંધી ને રાખ્યા હતા...

જોશના બેન અને ભાવિક ભાઈ ને ફરી થી ત્યાં બાંધી દે છે અને ત્યારે જ રૂમ માં બે લોકો પ્રવેશ કરે છે તે બન્ને આવી ને ભાવિક ભાઈ ની સામે ઉભા રઈ જાય છે...

તે બની વ્યક્તિઓ એક એક કરીને પોતાના માસ્ક નીકળે છે તેમને જોઈને ભાવિક ભાઈ અને જોસના બેન ચોકી જાય છે...

"મિહિર...માનવી..."

તે બન્ને એક સાથે બોલે છે...

"તો તમે બન્ને છો જેમને અમને અહીંયા પકડી ને રાખ્યા છે અને અમે તમારું શું બગાડ્યું છે જેના થી તમે અમને અહીંયા પકડીને રાખ્યા છે..."

જોસના બેન બોલે છે...

"એ તું ભાવિક ને જ પૂછ..."

મિહિર એક ખતરનાખ સ્માઈલ સાથે બોલે છે...

"ભાવિક... બોલો તમે એવું તો શું થયું કે આ લોકો એ આપડા ને આ રીતે કેદ કરી ને રાખ્યા છે...?"

જોસના બેન બોલે છે...

આ સાંભળ્યા પછી પણ ભાવિક ભાઈ નીચે જોયા કરે છે કાય બોલ્યા નથી...

"બોલો ભાવિક..."

ફરી થી જોસના બેન બોલે છે...

"કેમ બોલતી બંધ થઇ ગઈ ને હવે શું થયું..."

માનવી બોલે છે...

"હું કઉ સાંભળો તો આ જ આવ્યા તા ને મારી પાસે પૈસા લેવા માટે અને ત્યારે કીધું હતું ને કે ૧ વર્ષ માં પાછા આપી દઈશ અને જો ના આપી શક્યા તો મેં એક શરત પણ મૂકી હતી..."

મિહિર બોલે છે...

"તો પૈસા માટે થઇ ને તમે બન્ને એ અમને આટલા સમય સુધી અહીંયા કેદ માં રાખ્યા અને રોજ આમારું લોહી આ રીતે લઇ જઈ ને તમને શું મળ્યું હશે..."

જોસના બેન બોલે છે...

"એ વાત તો ભાવિક સારી રીતે જાણે છે કે અમને લોહી કેટલું કામ આવે છે..."

મિહિર હસતા હસતા બોલે છે...

"આ મિહિર કોઈ સામાન્ય વ્યક્તિ નથી એ એક વેમ્પાયર છે..."

ભાવિક ભાઈ બોલે છે...

"શું તો આ વધી વસ્તુઓ સાચી છે અને તમને ખબર હોવા છતાં તમે આમની મદદ કેમ લીધી..."

જોસના બેન રોતા રોતા બોલ છે...

"એ સમય પણ મારા પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો નતો..."

ભાવિક ભાઈ બોલે છે અને આજે એમને એમની ભૂલ સમજાઈ રહી છે...

જો એ દિવસે તેમને માનવ ની મદદ ના લીધી હોત તો એ આજે માહી અને નીતિન સાથે જ હોત, તેમને તેમના છોકરાઓ થી આટલું દૂર રેવું ના પડ્યું હોત ...

"આજ નું કામ જલ્દી ચાલુ કરો અને આજે જે ભુલ થઇ એ બીજી વાર ના થવી જોઈએ..."

માનવી બોલે છે...

તે બન્ને ને એ જ હાલત માં મૂકી ને તે બન્ને ત્યાં થી જાય છે...

present time...

આ સાંભળી ને બધા ચોકી જાય છે અને બધા એક બીજા સામે જોવા લાગે છે બધા માં મન માં એક જ સવાલ હોય છે કે એ શું શરત હશે...?

શું તેમને જે મિહિર અને માનવી ની સ્ટોરી સાંભળી હતી તે આ જ બન્ને હતા અને જો તે બન્ને જ હશે તો તે બન્ને કઈ રીતે બચી ગયા અને હવે તે બન્ને થી બધા ને કોણ બચાવશે...

"મમ્મી પપ્પા...

આ મિહિર અને માનવી કોણ છે...?

તમે બન્ને તેને કઈ રીતે ઓળખતા થયા...?"

નીતિન બોલે છે...

"તે બન્ને એક દિવસ અમારી ઓફિસ માં કામ થી આવ્યા હતા અને ધીમે ધીમે અમારો સંબંધ વધતો ગયો...

પહેલા કામ સુધી જ હતો પણ પછી ઘરે આવા જવા નું પણ થવા લાગ્યું અને જયારે મને પૈસા ની જરૂર પડી ત્યારે તે મદદ કરતા પણ એક દિવસ મારે ગણું મોટું નુકશાન આવી ગયું તો મિહિર અને માનવી એ મારી સામે શરત મૂકી..."

ભાવિક ભાઈ બોલે છે...

"શું શરત મૂકી...?"
નવ્યા બોલે છે...

ભાવિક ભાઈ જાણે આ વાત ને છુપાવા માંગતા હતા કે જાણે તેમના માં એટલી હિંમત જ નતી કે તે કઈ શકે...

તે જોસના બેન સામે એ ઉમીદ થી જોવે છે કે હવે એ જ બધી વાત બોલે પણ જોસના બેન ની હિંમત પણ જવાબ આપી ચુકી હતી...

"તેમને મારી પાસે માહી ને માંગી હતી..."

ભાવિક ભાઈ ઉંડો શ્વાસ લઇ ને તેને બાર છોડતા બોલે છે...

આ સાંભળી ને બધા ચોકી જાય છે...

"પણ એમાં સરત એ હતી કે જયારે માહી 18 વર્ષ ની થાય ત્યારે તે તેમની સાથે લઇ જાશે..."

જોસના બેન બોલે છે...

"તમે આવું કઈ રીતે કરી શકો..."

નીતિન ત્યાં થી ઉભો થઇ ને ગુસ્સા માં બોલે છે...

"મને એ સમય પર નતી ખબર કે હું તેમને પૈસા પાછા નઈ આપી શકું..."

ભાવિક ભાઈ ઉદાસ થઇ ને બોલે છે...

"ભાઈ પેલા મમ્મી પપ્પા ની આખી વાત સાંભળ અને હજુ બીજા ગણા સવાલો છે જે મારે જાણવા છે..."

માહી બોલે છે...

તે બન્ને સાથે બધા લોકો ના મન માં પણ ગણા સવાલો હતા અને તે હજુ એ નતા સમજી સકતા કે કોઈ પિતા પૈસા માટે પોતાની છોકરી ને આટલી મોટી મુશ્કેલી માં કઈ રીતે મૂકી શકે...

માહી નીતિન ને શાંત કરે છે અને તેની બાજુ માં બેસવા નું કે છે...

"પેલા તો મને એ કો કે તમે બન્ને ત્યાં થી કઈ રીતે નીકળી શક્યા અને અમારા વિશે તમને કઈ રીતે જાણ થઇ કે અમે અહીંયા છીએ...?"

માહી બોલે છે અને બધા આ પ્રશ્ન નો જવાબ જાણવા માંગતા હતા...

આ સાંભળી ને પેલા તો જોસના બેન અને ભાવિક ભાઈ એક બીજા ની સામે જોવે છે...

"અમે બસ એક તક ની રાહ જોતા હતા કે અમે અહીંયા થી નીકળી જઈએ અને ગમ તે કરી ને માહી એ જગ્યા પર લઇ જઈએ જેના થી એ સુરક્ષિત થઇ જાય અને તેને આ બધી મુશ્કેલી થી અમે બચાવી શકીએ..."

ભાવિક ભાઈ બોલે છે...

"બસ આ જ તક અમને એક વર્ષ પેહલા મળી ગયો જયારે તે રૂમ માં કોઈ નતું અને અમને બન્ને ને બાર કોઈ છોકરી ને આવાજ આવતો હતો ત્યારે અમે જોર જોર થી તેને બોલવા લાગ્યા અને આ સાંભળી ને તે છોકરી એ ત્યાં થી નીકળવા માં આમારા બન્ને ની મદદ કરી..."

જોસના બેન બોલે છે...

"આ છોકરી કોણ હતી જેને ભાવિક ભાઈ અને જોસના બેન ની મદદ કરી...?"
"શું બધા મળી ને માહી ને બચાવી શકશે...?"

"જેમની સ્ટોરી બધા એ સાંભળી શું આ એજ મિહિર અને માનવી છે...?"

જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...
THE STORY OF LOVE....
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...