The story of love - Season 2 - Part 5 in Gujarati Fiction Stories by Kanha ni Meera books and stories PDF | The story of love - Season 2 - Part 5

Featured Books
Share

The story of love - Season 2 - Part 5

ૐ નમઃ શિવાયઃ

The Story of Love Season-2 PART-5

અત્યાર સુધી આપડે જોયું કે ભાવિક ભાઈ અને જોસના બેન કેદ માં થી નીકળવા માટે એક છોકરી ની મદદ લે છે...

"જો તમે બન્ને ત્યાં થી એક વર્ષ પેહલા જ નીકળી ગયા હતા તો આજે જ કેમ તમે આમારી પાસે આવ્યા અને અત્યાર સુધી તમે બન્ને ક્યાં હતા..."
માહી બોલે છે...

"અમે બન્ને પેલા તો એ જ વિચાર્યું કે સીધા તમારા બન્ને પાસે જ આવી જઈએ પણ અમને એ ડર હતો કે જો અમે પકડાઈ ગયા તો મિહિર પણ માહી સુધી પોચી જશે અને આ ડર થી અમે તારી પાસે નતા આવતા..."
ભાવિક ભાઈ બોલે છે...

"તે જ છોકરી ની સાથે એક વર્ષ સુધી રહ્યા હતા અને તે છોકરી એક સાયન્ટિસ્ટ હતી જે જંગલો માં વેમ્પાયર વિશે જ જાણવા માટે આવી હતી અને જયારે અમે તેને બધી વાત કરી ત્યારે તે મદદ કરવા માટે તૈયાર થઇ ગઈ..."
જોસના બેન બોલે છે...

"તે જલ્દી અહીંયા આપડી મદદ કરવા માટે આવી જશે..."
ભાવિક ભાઈ બોલે છે...

ત્યારે જ ભાવિક ભાઈ ના ફોન ની રિંગ વાગે છે...

તે જોવે છે ત્યારે ફોન માં તેમને પ્રિયા નામ બતાવે છે...

"જો એ છોકરી પણ આવી ગઈ લાગે છે...

હું એને લઈને આવું..."

ભાવિક ભાઈ બોલે છે અને બારે નીકળી જાય છે...

થોડી વાર માં તે આવે છે અને તેમની સાથે એક છોકરી હોય છે જે ઉંમર થી જાણે 27 કે 28 વર્ષ ની જ લાગતી હોય છે તે આવી ને પેલા તો જોસના બેન ને મળે છે પછી જોસના બેન તેમને માહી થી મળાવે છે અને પછી એક એક કરી ને બધા થી પરિચય કરાવે છે...

પ્રિયા પણ તેમની સાથે બેસી જાય છે...

જયારે તેની નજર તેમની સાથે બેઠેલા જયદીપ પર જાય છે ત્યારે જાણે એને આ ચહેરો જાણી તો લાગે છે અને તે એના બેગ માંથી એક બુક નીકળે છે અને જયદીપ ની આગળ કરી દે છે...

"આ બુક ના લેખક તમે જ છો ને..."
પ્રિયા બોલે છે...

"હા આ બુક મેં જ લખી છે..."
જયદીપ બોલે છે...

*****

આ બાજુ તે છોકરો રૂમ ની બારે આવે છે અને સીડીઓ ઉતરવા લાગે છે ત્યારે જ ત્યાં એક 60 થી વધારે ઉંમર ની લગતી એક સ્ત્રી આવી જાય છે...

"આટલા મોડા ક્યાં જઈ રેહ્યો છે..."
તે બોલે છે...

"મારે થોડા કામ થી હમણાં જ બારે જવું પડશે..."
છોકરો ઉતવડ માં બોલે છે ણ ત્યાં થી નીકળવા લાગે છે...

"તને ખબર છે ને કે તારા મમ્મી પપ્પા એ તને ક્યાંએ બારે જવા માટે ની ના પાડી છે..."
તે બોલે છે...

"અરે દાદી એ તો તમે છોને જે બધું સાચવી લેશો..."
તે છોકરો બોલે છે અને ત્યાં થી નીકળી જાય છે...

તે સીધો જઈને પોતાની કાર માં બેસી જાય છે અને જેવી પોતાની કાર ચાલુ કરે છે ત્યારે જ તેની બાજુ માં એક બીજો છોકરો આવી ને બેસી જાય છે...

તે પન લગભગ તેની જ ઉંમર નો લાગતો હોય છે...

"તું મને ક્યારે એકલો નઈ જ જવા દે..."
પેહલો છોકરો બોલે છે...

"ભાઈ તને ખબર તો છે મમ્મી પપ્પા ને ખબર પડી ગઈ તો મુસીબત થઇ જશે અને એના માટે ની તારો આ મોટો ભાઈ તારી સાથે જ આવશે..."
બીજો છોકરો બોલે છે...
બન્ને ત્યાં થી નીકળી જાય છે....

*****

આ બાજુ પ્રિયા પાસે પણ એજ બુક જોઈને બધા ને વિચાર આવે છે કે શું પ્રિયા પણ મિહિર અને માનવી વિશે બધું જાણે છે...

"હું પ્રિયા... હું એક સાયન્ટિસ્ટ છું જો તમે આ બુક ના વાંચી હોય તો હું તમને પેહલા થી આખી વાત જણાવી શકું છું..."
પ્રિયા બોલે છે...

"ના મે આ બુક વિશે બધું જાણીએ છીએ બસ અમને એ નથી સમજાતું કે તમે આટલું બધું કઈ રીતે જાણો છો..."
માનવ બોલે છે...

"તમે આ સ્ટોરી માં જે માનવી ની ફ્રેન્ડ પ્રિયા વિશે સાંભળ્યું હતું...

તે પ્રિયા બીજું કોઈ નઈ પણ હું જ છું..."
પ્રિયા બોલે છે...

"હું ત્યાં માનવી ને જ ગોતવા માટે ગઈ હતી અને ત્યારે જ હું ત્યાં ભાવિક ભાઈ અને જોસના બેન ને મળી...."
પ્રિયા ફરી થી બોલે છે...

પ્રિયા ને જયારે માનવી નો ગણા દિવસ સુધી કોઈ ફોન કે કોઈ પણ મેસેજ ના આવ્યો તો મને થયું કે એ કામ માં હશે પણ જયારે ગણા મહિના થઇ ગયા તો મને એના વિશે કોઈ જાણકારી ના મળી અને ના તો અમારી ટીમ ના કોઈ લોકો ની એની સાથે વાત થતી હતી...

ત્યારે પ્રિયા ને લાગ્યું કે કંઈક એવું બન્યું હશે જેના થી માનવી તેની સાથે વાત નથી કરતી અને તે જૂનાગઢ આવાનું નક્કી કરે છે પણ જ્યારે તે અહીંયા આવે છે તો આ હોટલ માં કોઈ નથી હોતું અને અહીંયા આજુ બાજુ કોઈ એવી વ્યક્તિ પણ નતી કે જેને પ્રિયા પૂછી શકે કે શું થયું છે...

જયારે ગણા સમય થઇ ગયો ત્યારે પ્રિયા પોલીસ પાસે જાય છે અને ત્યાં થી તેને જાણવા મળે છે કે ત્યાં રહેતા બધા લોકો ઉપર કોઈ જાનવર એ હુમલો કર્યો હતો અને બધા ત્યાર જ મુત્યુ પામ્યા....

આ વાત પર પ્રિયા ને વિશ્વાસ નતો આવતો પણ જયારે ત્યાં મુત્યુ પામેલા લોકો માં તે માનવી નું નામ જોવે છે તો તેને અગાધ લાગે છે અને તે ત્યાં થી મુંબઈ પાછી તો જાય છે પણ માનવી ને નથી ભૂલીતી....

સમય એની ગતિ થી જતો હોય છે ત્યારે જ એક દિવસ તે તેના મિત્ર ને આ બુક વાંચતા જોવે છે અને જયારે તે આ બુક વાંચે છે તો તેને સમજાઈ જાય છે કે આમાં જે માનવી ની વા કરી છે તો કોઈ બીજું નઈ પણ તેની ફ્રેન્ડ માનવી જ છે...

આ જ વિચાર થી તે ગણા વર્ષો પછી પોતાની ફ્રેન્ડ ને ગોતવા માટે જંગલો માં આવી હોય છે...

"તો તમે મારા મમ્મી પપ્પા ને ત્યાં થી કઈ રીતે બચાવ્યા..."
નીતિન બોલે છે...

"જયારે મેં ભાવિક ભાઈ અને જોસના બેન નો આવાજ સાંભળો ત્યારે બારે કોઈ નતું અને હું અંદર જઈને તેમને મારી સાથે લઇ આવી...

છેલ્લા એક વર્ષ થી અમે બસ કઈ રીતે આ વેમ્પાયર થી બચી શકીએ તેની યોજના બનાવીએ છીએ..."
પ્રિયા બોલે છે...

"માનવી તો તમારી ફ્રેન્ડ છે તો એ તમારી વાત તો માનસે ને..."
માહી બોલે છે..

"પેલા તો એ જાણવું પડશે કે માનવી એ પોતે એક વેમ્પાયર તો નથી બની ગઈ ને..."
પ્રિયા બોલે છે...

"શું માનવી ઓન એક વેમ્પાયર બની ગઈ હશે...?"
"માહી ને કઈ રીતે બચાવશે...?"
"પ્રિયા આ બધા ની મદદ કરી શકશે..."


જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...
THE STORY OF LOVE....
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...