Maru Khetar aej Maro Aadhar - 1 books and stories free download online pdf in Gujarati

મારુ ખેતર એજ મારો આધાર - ભાગ 1

મારુ ખેતર @ પ્રકરણ 1......ઓ મંજુ લગીર ઉતાવળ કરજે....આ વરસાદ જોર અંધારીયો સ....વેરાહર ઘેર પોચી એ.............એ હા ભગી બુન બસ અમ એક કોલલો જ વાઢવાની બાકી શ.....માર બુન 4 ઢોરો ન એક પાડી બધો ન પોચી વર એટલી ચાર તો રોજ વાઢવી પડશ....ને પાસા પુરા એ નોખવા ના ને ખોણં પન આલવા નુ ....તાર તો ભેંસો એટલું દૂધ આલશ...................હાશ ..પત્યૂ ભગી બુન આવજો લગીર આ ગોહડી ઉપડાવવા...........લે મંજુ અમ જટ પગ ઉપાડય .....વરહાદ પડયાં ભેગો જ શ.......

ને આમ બેય જણં માથે ચાર ની ગાંસડી માથે ઉપાડી ગામ ભણી ઉપડી...............અલી મંજુ એક વાત પુશુ ?...???...
.હા બોલો ન ભગી બુન હું વાત શ ????..........
.
કાલ મુ તારી હાહુ ના ધેર મેરવણ લેવા જયીતી .....તે ઈ તાર ઘેર આપણા ગોમ ના સરપંચ બેઠાં તા......લશી માં ઈમની જોડે કોક ખેતરો વેચવાની વાતું કરતો તો......તારી નણંદે મન જટ મેરવણ આલી રવોના કર દીધી ....જાજી વાત કોય જોણી નયી.......એટલે આ તન પુશયુ ???????......હુ વાત કરોશો ભગી બુન??....અમાર ચો જાજી જમીન શ ....આ રોયણા વારુ અશે 2 વીગા ન પેલુ કુવાવારુ 2 વીગા ....ન ઓની પર તો મારુ ધર હેડશ...

આ રધલા ના બાપા એ દારુ મ ન જુગાર મ હંધુય વેચી મારયુ....મારુ પ આ મારો 3 છોરો નુંય ના વિચાર્યુ......મુઓ દારુ મ ન દારુ મં મન રંડાપો આલી ન મરી જયો ................મારી હાહુ ન તો બુન હું દુખ.....ડોહા નું પેશન આવશ તે મા .દીકરી લેર કરશ .....ન અઈ મારુ મન જોણંશ.....ક ઘર ચયમ નું હેડશ .......એટલું ખેતર શ તે ઢોરો નું ચાર પુરો નેકરશ ....ન વરહ નું અનાજ પોચી રેશ......ભગી બુન તમે જ ક્યો આટલો ય ખેતરો ના હોત તો માર ઘર ચમનુ હેડત.?............હા મંજુ તારી વાત એ હાચી.....પણ બુન મી તો આ કાલ હોભરયુ એટલ તન કીઘુ...મન ઈમ ક તુ ય જોણતી હશ..............લે આજ તો વાતો વાતો મ ધર ઢુકડુ આઈ જ્યુ...........લે હેડ તાણ માર ઘર આઈ જયુ....કાલ બુમ પાડે તન ખેતરે જતં.........

મંજુ રધવાઈ થયી ભેંસો ન ગાય ન નિરણ નોખી ભેંસો દોવા બેઠી ....એના હાથ ભેંસો ના આચણ માં થી દુધ ની શેર કાઢી રહ્યા હતા ને એનુ મન ભગી બુન એ કહેલી વાતો માં હતુ...કયારે બોઘરણુ છલકાઈ ગયું એનુ ભાન પણ ના રહયુ............
...અલ્યા રઘલા કયા ગયો ?..સંગી ન ઓય બોલાય તો ........આ છોરો એ હોભરતો નહી ....ગીતલી ઓરડામાં થી ડોલચુ લાય તો બા ન ઘેર દુધ આલી આવું.........ગીતા એ ડોલચુ આપ્યુ એમાં દુધ ભરી મંજુ એની સાસુ લશી મા ના ઘરે દુઘ આપવા પહોંચી રઘવાટ માં એ પગ માં ચંપલ પહેરવા નું પણ ભુલી જાય છે.....એના ઘર થી થોડુંક જ દુર લશી માં નુ ઘર હતું.........
... લશી માં ખાટલા માં બેસી છીંકણી તાણતા હતા ....મંજુ ને આવેલી જોઈ પુછ્યુ કે ચયમ મંજલી આજ દન ચયી બાજુ ઉજયો શ ક તુ આઈ દુધ આલવા ???? છોરો ચો જ્યો???......

એ ચોક પાદરે રમતો અશ.....તે મુ આયી.................લે હારુ કરયુ ઓમે માર તન રાતે બોલાવાની જ તી........એ જોશના ચો જયી ??? લે આ દુધ પોણિયારે પોજરા મ મુક તો....................એ હા બા લાય .......ઓહો ચમ શો મંજુ ભાભી...?....આજ તમે આયો રઘલો નતો ..?......ના બુન છોરો રમતો હશ ચોક.....એમ કહી દુધ નુ ડોલચુ જયોત્સના ના હાથ માં આપી મંજુ લશી માં ના ખાટલા પાસે બેઠી....................ને છીંકણી તાણી ને લશી માં એ વાત ચાલુ કરી ..................મંજલી કાલ થી અમ ખેતરે ના જતી ...મી ખેતર ગોમ ના સરપંચ ન આલી દીઘો શ...કાલ લખોણપટી કરી કબજો ય કાલ ન કાલ આપી દેવાનો શ.....................હું વાત કરો શો બા તમે ?? ખેતરો પર તો માર ઢોરો ને માર છોરો બધું ઈની ઉપજ થી તો હેડશ......ને તમાર હું એવું કોમ પડયું?????.ન તમે મન પુશયુ એ નયી ક વાત નો કરી ?? ચમ બા આવુ કર્યુ????...

મંજલી મુ તારી હાહુ શુ તુ મારી હાહુ નહી તે માર તન પુશવુ પડ.....હમજી......મારા ડોહા ની મિલકત ....કોય તમારા બાપ ની નય...હમજયો.....
એ હા બા પણ મી ચો ઈમ કીધુ....પણ ચમ વેચયો એ તો કયો.................જો મંજલી આ જોશનિ ન એક હારુ ઠેકાણૂ સબંધ નક્કી કરયો .....આ જોશની છવીશ વરહ ની થી....ચોય ઠેકાણૂ નતુ પડતુ .....બે દન પેલા મંદિર ના મહારાજ આયા તા વાત લયી......આપડી જોશની રંગે શયોમ ....તે આજકાલ કરત છવી ની થયી ચોય ઠેકાણૂ નતુ પડતુ.......ન આ બાજુના ગોમ માં જ કરશન ભયી ના રમણ જોડે નક્કી કર્યું...................તે ઈના દખ જ ખેતરો વેચવો પડ્યો.................આ જમોના પરમોણે જોશની ની હાહુ એ મોટુ દેજ આલવા ની શરતે જ મારી જોશની ન ઈના ઘર ની વહુ મોનવા ની વાત થયી શ...............આ મુ અમ પંચાસી વરહ ની થયી .....ચાણ ટપકી પડુ હું ખબર..?......મારી જોશની ન ઈના ઘેર મોકલી દવ એટલે ગંગા નાહ્યા.......કરશન ભયી એ પચાસ તોલા ના દાગીના...હંધુય ફરનિસર .......ન રમણ ન ચોલા પેઠે લાખ રુપિયા રોકડા મોગયા શ....ન.જોન મ આખાય ગોમ ન લયી ન આવાના શ.....એટલે કપડો લતો ન હંધુય થયી ન એક હાત લાખ રૂપિયા ની જરૂર હતી તે પસ હું કર ખેતરો આલી દીઘો.......આપડી કને રોકડા તો ચોથી હોય ?? જે હતુ એ તો તારા ધણી એ દારુ ન જુગારમ વેડફી નોશયુ ...............પણ બા મારો છોરો નું તમ કોય ના વિચાર્યુ?....મારો રઘલો....મારી છોડી ઓ સંગલી.....ગીતલી......ન હું અમારૂં હું....????...મારો ઢોરો નો ચાર પુરો મુ ચો થી લાયે.....મારો છોરો ન મુ હું ખવડાયે ???? તમે માર છોરો નો લગીરે વચાર ના આયો.........?......જો મંજુ માર મારી છોડી નુ ધર વસતું હોય તો મુ ગમ ઈમ કરી ન ય ઈન હારા ઘેર પરણાવુ....તમન એક ઘર આલયુ ન ઢોરો આલયો ....અમ તમાર તમારું કુટવાનુ ................લશી મા ની વાત સાંભળી મંજુ સાવ ભાંગી પડે છે.....ને પોક મૂકીને રડે છે.......પણ લશી માં ને એનાં આશુ ની કોઈ કિંમત જ નથી...........થાકી હારીને નિરાશ થયી મંજુ એના ઘર પાછી આવે છે......એનુ મગજમાં એની બે દીકરી ને દીકરા ના ભવિષ્ય માટે વિચારે છે.......એના ચાર ઢોરો નું ચાર પુરો નુ શું.....કયાથી લાવીશ ને હવે શું ખવડાવીશ?........જયારથી લગ્ન કરી આ ઘેર આવી તયારૅ થી સતત દુખ જોયું હતું.......ધર ની ખેતી ને ગાયો ભેંસો ની પાછડ ખુબ મહેનત કરી જીંદગી પસાર કરતી હતી ...ને આજે તો લશી મા એ એનો આધાર એવા એ બે ખેતર પણ વેચી નાંખ્યા...........એ ઘરે આવી ખુબ રડી.....ને પછી મન માં કયીક નકકી કરીને આશુ લુછી નાખ્યા.....થોડી વાર માં રઘલો....સંગી...ને ગીતા રમી ને ઘરે આવે છે .....................મમ્મી લાવ હું ડેરી માં દુધ ભરી આવુ......ના સંગી રેવા દે આજ દુધ ડેરી એ નથી ભરવુ.................પણ મમ્મી આટલા બધા દુધ નુ આપડે હું કરવું શ...?......એતો આજ બહુ દી થયા છોરો તમન દૂધપાક નથી ખવરાયો .....એટલ......લે રધા આ પૈસા દુકોન થી જાયફળ ન ચારોડી લેતો આય ....જલદી પાસો આય .................સંગી. ગીતા ને રધલા ને આજે માં ના આવા વર્તન થી નવાયી લાગી .......પણ મન માં બાળકો ખુશ થઈ જાય છે કે આજે એમને દૂધપાક ખાવા મડવા નો છે......................મંજુ વાડા માં જયી એની ગાય અને ભેંસો ને લાડ કરે છે ને ગમાર માં ફરી થી હતું એટલું ધાસ નાંખી.....ઘર મા આવે છે......તપેલામાં દુધ ભરી ચુલે મુકી ચોખા સાફ કરી દુધ મા નાખે છે........ને વધું પડતી ખાંડ....ડબલા મા હતી એ બધી નાખે છે.......મન કઠણ કરીને એ વાડા માંથી ખેતર માં છાંટવા ની દવા ની બોટલ લયી ચૂલા પાસે બેસી પડે છે ને એ ઝેરી દવા ને દૂધપાક માં નાખી દે છે .....છોકરાઓ ને ખબર ના પડે એટલા માટે જાયફળ....ઈલાયચી .ચારોડી વધુ નાંખી ને તપેલામાં કડછી ફેરવ્યા કરે છે.....મન થી ભાંગી પડેલી એ લાચાર માં આજે પોતાની સાથે જ છોકરાઓ ને લયી જવા મજબુર બની છે...આખું ફડીયુ દૂધપાક ની સુગંધ થી મહેકી ઉઠ્યુ છે......ને બાળકો કયાંર ના જલદી દૂધપાક ખાવા મડવા નો છે એ માટે ખુબ જ ખુશ હોય છે......................ને છેવટે મંજુ નો દૂધપાક તૈયાર થઈ જાય છે........કપડા થી તપેલા ને પકડી ઓરડામાં મુકી બાળકો ને બોલાવી ને કહે કહે છે કે ડેલી નો દરવાજો આડો કરી આવે..................મમ્મી રોજ તો આપડે ઓશરી મ ખાયી એ છીએ ને આજ ઓરડામાં???????? એતો બેટા આજે આપડે સારું જમવાનું બનાવ્યું શે ને એટલૅ......કોક આવી જાય તો નજર લાગે નયી ને.....હમજયો.....લે હેડ જટ કોહા નો પેલો મોટો તોહરો લાય......આજ ફરીફયી લગાવાની શ ક કુણ વધારે દૂધપાક ખાય શ.........
.
છોકરાઓ તો આજ મમ્મી ની આવી સરસ વાતો ને ભાવતો દૂધપાક જોઈ ને રાજી ના રેડ થયી જાય છે ને હોંશે હોંશે હરીફાઈ જીતવા માટૅ દૂધપાક પર રીતસર તુટી જ પડે છે.................

ને એક પછી એક એમ મંજુ ને એના માસૂમ બાળકો ત્યા જ ઢડી પડે છે.....................એ કારમી ગોજારી રાત નો અંધકાર મંજુ ને એના માસૂમ બાળકો ની છેલ્લી રાત.................સવાર નુ અજવાળું થતા ભેંસો ને ગાય નીરણ નો ને દોહવા નો સમય થતા એ મુંગા પશું ઓ જોરશોરથી ભાભરે છે ......એમનો આટલો બધો ભાભરવા નો અવાજ સાંભળી ને નજીક રહેતી મંજુ ની સહેલી ભગી બુન આવે છે .....મંજુ. મંજુ ની બુમો પાડતા છેક ઓરડામાં જાય છે ને ઓરડામાં બાળકો ને મંજુ ને જોઈ ચીસ પાડી ઉઠે છે........ગામ મા વાત વાયુવેગે પ્રસરી જાય છે ........લશી મા ઓરડામાં મંજુ ને એના માસૂમ બાળકો ની લાશ જોઈ ત્યા જ ઢગલો થયી જાય છે........મારુ ખેતર
@ પ્રકરણ 2 મંજુ નો અને એના બાળકો નો જીશ બચશે કે કેમ....એ જાણવા માટે વાંચો આગળ નુ પ્રકરણ.....2
.

નયના બા દિલીપ સિંહ વાધેલા @@@@@#@