memoir books and stories free download online pdf in Gujarati

સંસ્મરણ

છેલ્લા ઘણા દિવસ થી વરસાદ સતત વરસી રહ્યો હતો અને અનામિકા નું હૃદય જુના સંસ્મરણો ને યાદ કરીને રડી રહ્યું હતું કારણકે આરવને ગયા ને આજે બે વર્ષ થઈ ગયા છતાં પણ તેની યાદોનું ઝુંડ તેના હૃદય પર એટલું હાવી થઈ જતું હતું કે રોકીને રાખેલા અશ્રુઓ નીપાળ અનાયાસે જ વહેતી રહેતી હતી આમ છતાં તે પોતાના દૈનિક જીવનના દરેક કાર્યમાં પરોવાયેલી રહેતી કે જેથી કરીને તે સ્ટેબલ રહી શકે પણ આરવની યાદ તેને વારંવાર ઝંજોડતી રહેતી તે સ્વીકારી જ નથી શકતી કે જે તે સપનાઓ જુએ છે જે ઝરૂખો મનમાં રહેલો છે જ્યાં વારંવાર ડોકિયું કરે છે જ્યાં આરવ સાથે હજારો વાત કરે છે તે હયાત છે જ નહીં તેનું અસ્તિત્વ જ નથી તે સ્વીકારવું તેના માટે અસંભવ બની ગયું હતું તેમ છતાં પણ પોતાના બાળકો અને પોતાના પરિવારનું એકમાત્ર આધાર એવી અનામિકા પોતાને સંભાળવા માટે પ્રયત્નશીલ રહેતી હતી આજે ખૂબ જ વરસાદ હતો માટે ઉપરથી દૂધની સપ્લાય જ ન હતી અને સાંજે તેની સાસુમાં કહે છે કે અનામિકા કાલ માટે તો દૂધ ની જરૂર પડશે જ ત્યારે અનામિકા મન મારીને પણ ગાડીની કીક મારીને પોતાના નાનકડા આદિલને લઈને રસ્તા ઉપર નીકળી પડે છે દૂધની તપાસ કરવા માટે મનથી તો એ જાણે આરવ સાથે જ ક્યાંક વિહરી રહી હોય છે પણ હકીકતમાં તો ઘરની જવાબદારીઓ નાનકડા આદિલ ને સંભાળવાની જવાબદારીઓમાં તે વ્યસ્ત રહેવા કોશિશ કરે છે અને તે ઘણી જગ્યાએ તપાસ કરે છે કે ક્યાંથી દૂધ મળી જાય તો પણ બધી જ જગ્યાએ એક જ જવાબ મળે છે કે ભારે વરસાદ હોવાના કારણે દૂધની સપ્લાય જ ઉપરથી બંધ છે ત્યારે તેને યાદ આવે છે કે શહેરમાં એક નવો મોલ બન્યો છે કે જ્યાં બધી જ વસ્તુઓ મળે છે માટે તે ઘરથી થોડી દૂર હાઇવે પર એ રોડ પર જવા નીકળે છે અને રસ્તામાં જ એક સુંદર મજાની નદીને પુલ પરથી ઓળંગતા જુએ છે અને ત્યાં જ તે સ્તબ્ધ થઈ જાય છે અને જાણે પોતાના જૂના સંસ્મરણોમાં તે ખોવાઈ જાય છે કે જ્યારે પણ વરસાદ થતો ત્યારે આરવ તેને ખેંચીને બહાર લઈ જતો કે ચાલ કેટલો સરસ નજારો છે જોવા જઈએ અને બંને ભીંજાતા સાથે અને હંમેશા આરવ અનામિકાને ગરમાગરમ પકોડા ખવડાવતો તેને દૂર લોંગ ડ્રાઈવ પર લઈ જતો અને ગાડીમાં સુંદર મજાના વરસાદના ગીતો સાંભળતા આ બધું જ જાણે એને રિયલાઇઝ થાય છે ત્યાં જ આદિલ પૂછે છે કે મમ્મા જો તો પેલું વડલાનું ટ્રી છે કેટલું અંદર ડૂબી ગયું છે કેટલો સરસ નજારો છે અને પેલું મંદિર તો જો મમ્મા ત્યાં જ અનામિકા પોતાની જાતને સંભાળે છે અને નોર્મલ થવા પ્રયત્ન કરે છે આગળ જતાં જ મોલમાં જુએ છે કે ત્યાં દૂધની વહેંચણી થઈ રહી છે અને ત્યાં મોટા મોટા બકેટ્સ છે તે ભરેલા હોય છે તેમાંથી જ બધા પાઉચ લઈ અને પૈસા આપીને જતા હોય છે અનામિકા નું ક્યાં ધ્યાન હશે ખબર નહિ તે એક અમુલનું દહીંનું પેકેટ હાથમાં લઇ પૈસા આપી ગાડીમાં જ્યારે મુકવા જાય છે ત્યારે તેને યાદ આવે છે કે અરે આ તો આરવનુ અમુલનું ફેવરિટ દહીં છે અને મારે તો દૂધ લેવાનું હતું માંડ માંડ પોતાની જાતને સંભાળે છે અને ગળામાં ડુમો ભરાઈ જાય છે ફરીથી તે ત્યાં જાય છે અને કહે છે કે સોરી ભાઈ મારે આ નોતું લેવાનું. મારે તો દૂધ જોઈતું હતું ને ભાઈ કહે છે કાંઈ વાંધો નહિ બેન ચેન્જ કરી આપું
અને અનામિકાને રીયલાઈઝ થાય છે કે તેનો આજનો દિવસ તો ભૂતકાળના સંસ્મરણોમાં ક્યાંક દૂર પોતાની યાદોમાં ધૂંધળો થયેલો દેખાય છે અને ફરીથી તેને પોતાની વાસ્તવિકતાનું ભાન થાય છે અને નાનકડા આદિલ ની જીદ કે મમ્મા મારે આઈસ્ક્રીમ પણ જોઈએ છે અને ફરીથી તે પોતાના આજના દિવસમાં સાધારણ થવા માટે પ્રયત્ન કરે છે આમ અનામિકા નો આજનો દિવસ પણ આરવ સાથે જ તેના જુના સંસ્મરણોમાં જ પસાર થઈ ગયો...... જય દ્વારકાધીશ 🙏🏻