Chingari - 26 books and stories free download online pdf in Gujarati

ચિનગારી - 26

સુધીર તારા પાસે જેટલા પણ સબૂત છે એ બધા મને આપી દે, હું આગળ કેસ ચલાવી દઈશ તું કઈ ચિંતા નાં કરીશ સુધીર", વિવાનએ શાંતિથી કહ્યું ને સુધીરએ તેને હામાં માથુ ધુણાવ્યું.

એની કોઈ જરૂર નથી વિવાન હું પોતે જ મારા બધા ગુનાહની કબૂલાત કરું છું મે જે કર્યું એ ખોટું છે, છેલ્લા ઘણા સમયથી હું બીમારીથી તડપ્યો છું, દવા લઈને પણ સારું નહિ થાય એટલા ખરાબ કામ મે કર્યા છે અને આટલું ઓછું છે કે મારી પાછળ મારા પરિવારના લોકો પણ બરબાદ થઈ ગયા, હું મારો દરેક ગુનો કબુલ કરું છું, એની જે પણ સજા હોય તે મને મંજૂર હશે તું મને અત્યારે જ જેલ ભેગો કરી દે વિવાન, સુધીર તારી માફી માંગુ છું મારા કારણે આજે તુ અનાથ થયો છે થઈ શકે તો માફ કરી દેજે, વિવાન મને તું લઈ જા, જો સમીર આવ્યો તો એ ગુસ્સાથી મને મારી નાખશે પ્લીઝ! વસંતભાઇ બોલ્યા ને તેમના આ વાક્ય પર કોઈએ વિશ્વાસ નાં આવ્યા, આજ સુધી જે કોઈ તેમના સામે પડવાની કોશિશ કરી છે તેની જાન જોખમમાં મુકાઇ જાય છે ને આજે એ પોતે પોતાનો ગુનોહ કબુત કરે છે તે વાત ખુદ સુધીરને વિવાન બંને આશ્ચર્યમાં મુકાઈ ગયા ત્યાં થોડીવારમાં એક મોટી વ્હાઇટ કાર આવી જેમાંથી આરવ આવ્યો ને તેની પાછળ સમીર, મિલી અને મિસ્ટી બહાર આવ્યા, અંદર જતા જ વિવાનએ એક નજર મિસ્ટી સામે કરી ને તે કંઈ કહેવા જાય તેની પહેલા જ વિવાનએ ઈશારો કરી આરવને વસંતભાઇને લઈ જવા કહ્યું ને પોતે સમીર પાસે આવીને તેને ગુસ્સાથી જોવા લાગ્યો.

"વિ...વા....મિસ્ટી આગળ કઈ બોલે તેની પહેલા જ વિવાનએ તેને ચૂપ રહેવા કહ્યું, મિસ્ટીને જોઈને તે શાંત તો થઈ ગયો હતો પણ તે હજી નારાજ હતો, આ બધા કામમાં તે કોઈ દિવસ મિસ્ટીને વચ્ચે લાવવા નહતો ઈચ્છતો ને આજે તે અહીંયા છે જેના કારણે તેને સમીર પર સખ્ત ગુસ્સો હતો, તે તેના પાસે ગયો, ગુસ્સાથી એક પંચ મારીને નીચે પાડી દીધો, સુધીર તરત જ સમીર પાસે ગયો ને તેને ઊભો કર્યો.

"વિવાન શું કરે છે તું?", સુધીર ગુસ્સામાં ચિલાયો. વિવાન પર જાણે કઈ જ અસર નાં થઈ હોય તેમ તે પાછો તેની આગળ ગયો પણ પાછળથી જ મિસ્ટીએ તેનો હાથ પકડ્યો.

"શાંત થઈ જા", મિસ્ટીએ નીચી નજર કરીને કહ્યું ને વિવાન તેને જોઈ રહ્યો તેને તેનો હાથ એક ઝટકાથી છોડાવ્યો ને ત્યાંથી ઘરની બહાર નીકળી ગયો, આરવે મિસ્ટી સામે જોયું ને સાથે ચાલવા કહ્યું તે પણ આરવ સાથે નીકળી ગઈ.

મિલી પણ સુધીરને મળીને ખુશ થઈ ગઈ ને સમીરએ તેના હોઠ પર લાગેલું લોહી આંગળીથી લૂછીને સાફ કર્યું ને મિલી ને સમીરને ભેટીને જોઈને બંને ને ભેટી પડ્યો.

"યાર આ કેટલું સરળ થઈ ગયું ને? મે ક્યારેય નહતું વિચાર્યું કે આ બધું એકલું સરળ હશે?", મિલીએ હસીને કહ્યું ને તે સુધીરથી છૂટી પડી. "અમને પણ નહતી ખબર કે આટલી સરળતા થી તે માની

જશે ને પોતાનો ગુનો કબુલી લેશે", સુધીરે કહ્યું ને સમીર વિચારોમાં હતો તેને જોતાં સુધીરે તેને પૂછ્યું. "ક્યાં ખોવાઈ ગયો?", સુધીરએ પૂછ્યું ને સમીરએ શાંતિથી કહ્યું, "કાશ એ વખતે મે દીનો કોલ રીસિવ કરી લીધો હોત તો આજે આપણે સાથે હોત, ત્યારે મે ગુસ્સામાં કોલ રીસિવ નાં કર્યો ને દી ને લઈને જવું પડ્યું પપ્પા ને એ, પપ્પાની તબિયત બગડી ને દી લઈને ગયા, મમ્મી પણ પપ્પા ને જોઈને ડરી ગયા ને સાથે ઝીદ કરી ને એમને પણ સાથે જતા રહ્યા, જલ્દી જલ્દી માં કારનું એક્સિડન્ટ થઈ ગયું હતું તેવું ઇન્સ્પેક્ટર કહ્યું હતું પણ હજી માન્યમાં નથી આવતું, આ બધું જ મારા કારણે થયું છે, જો તે દિવસે હું ઘરે સમય સર પહોચી ગયો હોત તો આજે...સમીર આગળ કઈ બોલી ના શક્યો. ત્યાંજ કમિશનર આવ્યા ને અંદરના રૂમમાંથી વસંતભાઇ ને લઈને જતા રહ્યા, સમીર સુધીર ને મિલી એ કમિશનર સરનો આભાર માન્યો ને તેમની સાથે જ તેમની કારમાં અમદાવાદ

આવવા નીકળી પડ્યા.

આરવ વિવાન પાસે આવ્યો ને ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેસવા જતો હતો કે તેને ઈશારો કરીને મિસ્ટીને બેસવા કહ્યું.

"મિસ્ટીએ વાત કરવાની કોસિસી કરી પણ વિવાન તેના સામે એક નજર પણ નહતો કરતો, મિસ્ટીએ પાછળ આરવ સામે જોયુ તો આરવે તેને શાંત રહેવા કહ્યું, કોઈ કઈ બોલ્યું નહિ, આરવ વિવાનનાં ગુસ્સાથી પરિચિત હતો એટલે તે કઈ જ ના બોલ્યો ને ચૂપચાપ ઘર સુધી બેસી રહ્યો.

"વિવાનએ કાર ફરી ફરીને ઘર આવ્યો, 5 મિનિટમાં પોહચતા આજે તેને 30 મિનિટ કરી જેની જાણ ખાલી આરવ ને હતી, તેને કઈ નવાઈ નાં લાગી, ત્યાંજ વિવાનનાં મોબાઈલ પર રીંગ વાગી ને તેને રિસિવ કર્યો".

"યેસ ડેડ?", વિવાનએ શાંત અવાજે કહ્યું ને સામે શૈલેષભાઈએ બોલ્યો.

"કેમ ઉખડેલો છે? કામ તો થઈ ગયું ને?", શૈલેષભાઈએ પૂછ્યું ને વિવાનએ એક નજર મિસ્ટી તરફ જોઈને કહ્યું, "કામ તો થઈ ગયું, પણ તમે કહો કે કોઈ પણ રેલેશન હોય, દોસ્ત, પ્રેમ કે કોઈ પણ તો એમાં શું જરૂરી છે?", વિવાનએ પૂછ્યું ને તેને નજર ડ્રાઇવ પર જ હતી પણ મિસ્ટીની નજર વિવાન પર અટકેલી હતી, "વિશ્વાસ", ભારે અવાજમાં શૈલેષભાઇ એ કહ્યું ને વિવાનએ હમ કહીને કોલ કટ કરી દીધો,....મારે વાત કરવી હતી ભાઈ", આરવે ધીમા અવાજે કહ્યું ને કાર ઝટકા સાથે ઘરની સામે આવીને ઊભી રહી. ને "હવે કર જઈને વાતો, પપ્પાનો લાડુ", વિવાનએ ચીડતા કહ્યું, બધા ઘરની અંદર ગયા.

.........

રાત ઘણી થઈ ગઈ હતી ને અત્યારે આમ અચાનક આરવ અને વિવાન આવશે તેં વાત ખાલી દાદી ને શૈલેષભાઇ જાણતા હતા.

રાતના એક વાગ્યો હતો એટલે શૈલેષભાઈ એ દાદીને દવા આપીને સુઈ જવા કહ્યુ ને સવારે બધાને મળવા મનાવી લીધા ને પોતે આરવ વિવાન અને મિસ્ટીની રાહ જોવા લાગ્યા, કારનો અવાજ આવતા જ શૈલેષભાઇ બહાર આવ્યા ને વિવાન અને આરવ બંને એ બંને હાથ પહોળા કરીને ગળે મળ્યાં,

આ ઘર પર અમદાવાદ નાં બંગલા જેવુ જ મોટું હતું પણ ત્યાં લોકો ઓછા ને અહીંયા વધારે હતા, મિસ્ટી બધું જોઈ રહી હતી ને શૈલેષભાઇ ભાઇ આરવ ને વિવાનથી છૂટા પડ્યા ને મિસ્ટી પાસે આવ્યા, તેમને જોઈને મિસ્ટી પણ તેમને પગે લાગી તો શૈલેષભાઇ એ તરત તેને રોકી.

"દીકરીઓ પગે નાં લાગે તે તો ગળે મળે, જેમ મારા આ બંને દીકરા છે તેમજ તું પણ મારી જ દીકરી છે બેટા", પ્રેમથી શૈલેષભાઇ કહ્યું ને મિસ્ટીની આંખો ભીની થઈ ગઈ. "રડવાનું નથી હો ", તેની ભીની આંખોને જોઈને શૈલેષભાઇ એ મજાક કરી ને બધાના ચહેરા પર સ્મિત છવાઈ ગયું. "પપ્પા બહુ જ થાકી ગયો છું, કાલે વાત કરીશું હો ને?", વિવાનએ કહ્યું ને તેને ખબર હતી કે શૈલેષભાઇ બધું નહિ જાણે ત્યાં સુધી કોઈને સુવા નહિ મળે એટલે તેને પહેલા જ કહી દીધુ તેના આશ્ચર્ય નાં પારે શૈલેષભાઇએ હામાં માથુ ધુણાવ્યું ને સ્મિત આપ્યું.

"આમ નાં જોઈશ, મિસ્ટી પણ થાકી ગઈ છે એટલે તેને પણ આરામ કરવાનો હોય ને, સમય તો જોવો", શૈલેષભાઇએ કહ્યું ને આરવ હસવા લાગ્યો, તેની આ હસીનું કારણ ખાલી વિવાન અને શૈલેષભાઇ ભાઈ જાણતા હતા, મિસ્ટીએ બધા સામે પ્રશ્નાર્થ નજરે જોયું.

"ચાલ બેટા હું તને ગેસ્ટ રૂમ બતાવું, તું જોઈ લેજે તને એ રૂમ ફાવશે?," શૈલેષભાઇએ કહ્યું વિવાન સામે જોયું. "પપ્પા તમે જાવ હું લઈ જઈશ મિસ્ટીને!", વિવાનએ અચાનક જોરથી કહ્યું ને તેની સામે શૈલેશભાઈએ આંખો

કાઢી.

"ધીમે બોલ બેટા, તારી મા કાકી ને બધા જાગશે તો આવી બન્યું સમજી લે", શૈલેશભાઈએ કહ્યું ને તેમને સીડી ચડીને ઉપર તેમના રૂમમાં જતા રહ્યા, તેની બાજુમાં બે રૂમ છોડીને વિવાનનો રૂમ ને તેની બાજુમાં ગેસ્ટ રૂમ જ્યાં વિવાન મિસ્ટીને રાખવા ઈચ્છતો હતો કે તેં તેની બાજુમાં જ રહે, આરવ પણ તેના રૂમમાં હસતા હસતા જતો રહ્યો.

"ચાલ!" વિવાનએ કહ્યું ને મિસ્ટી તેના પાછળ ચાલવા લાગી.

આ બહું જ અજીબ છે પણ છતાં કરવું પડશે, રૂમમાં આવતા વેતે જ વિવાનએ મનમાં જ કહ્યું ને તેને મિસ્ટીને પોતાના તરફ ખેંચીને ભેટ્યો, અચાનક ભેટવાથી મિસ્ટીને કઈ ખબર ના પડી પણ તેને પણ ધીમેથી તેના બંને હાથ વિવાનનાં ફરતે હાથ વીંટાળી દીધા ને વિવાન ધીમે ધીમે શ્વાસ ભરવા લાગ્યો તેને થોડી વાર પછી તેની પકડ વધારે મજબૂત કરી જાણે હમણાં કોઈ તેની પાસેથી મિસ્ટીને લઈ જશે.

"શ..શ..,શાંત", મિસ્ટીએ તેની પીઠ પર હાથ ફેરવતા કહ્યું ને વિવાનએ ધીમા આવજે તેના કાન પાસે આવીને કહ્યું, "મારી આંખોમાં ડર નથી પણ ખરેખર તને ત્યાં જોઈને હું ડરી ગયો હતો, તને મારા પર વિશ્વાસ કેમ નથી? હું કોઈ નિર્દોષ ને શું કામ સજા કરું? મે પહેલાથી જ બધું જાણી લીધું હતું જાન", વિવાનએ કહ્યું ને મિસ્ટી સાંભળી રહી, બંને થોડીવાર એમજ ઉભા રહ્યા ને પછી અચાનક વિવાન છૂટો પડ્યો ને ભાગીને બહાર જઈને પોતાના રૂમમાં જતો રહ્યો.

"વિવાનએ ઘણી વાર વાતો કરી હતી તેના પરિવાર ની અને મિસ્ટી પણ દાદી ને બીજા બધા સાથે એક બે વાર વાતો કરી હતી જેથી તે શૈલેશભાઈ અને બીજા બધાને નામ ને ચહેરાથી ઓળખતી. તેને નેહા સાથે વાત કરવાની ઈચ્છા થઈ પણ તેનો ફોન તેની પાસે હતો જ નહિ, તેને આંખો બંધ કરી ને કેટલું થઈ ગયું આજ ના દિવસમાં તે બધું વિચારવા લાગી, ક્યાં બધાથી ભાગીને અમદાવાદ આવી હતી ને પાછી તેને તેની કિસ્મત તેના દરવાજા સામે લાવીને ઊભી રહી, એ જ શહેર જેને ઘણા લોકો પોતાના કહેનારા મળ્યા ને છોડવા પણ પડ્યા, તેની આંખો ભીની થઈ ગઈ તેને આકાશમાં ચમકતાં તારા જોયા ને નિરાશ થઈ ગઈ, તેનું ભૂતકાળ આજે સામે હતું, તે તેના જ શહેરમાં જ પાછી ફરી, મારે અહીંયાથી જવું પડશે જો હું અહીંયા વધારે રહી તો બધાને ખબર પડી જશે, હું એ બધું ફરીથી યાદ કરવા નથી માંગતી, સમય શું હોય, કોઈ ની રાહ જોવાની જે પીડા છે તે હું ફરીથી નહિ જીવું.

સવાર સવારમાં આરવ વહેલા બહાર જવા દરવાજા પાસે છુપાઈને નીકળવા લાગ્યો ને ત્યાં જ કોઈના પગનો અવાજ આવતા જ ફટાફટ દરવાજાની બહાર નીકળી ગયો, તે ઘરના પાછળ નાં ગાર્ડનમાં ગયો ને તેનો ફોન હાથના લઈને લોક ખોલ્યું, લોક ખોલતા જ તેની સામે નેહા નો ફોટો હતો, જે ફોટા માં નેહાએ રેડ લાઈટ કલરની કુર્તી પેરી હતી, ત્યારે તેને તેની સાથે એક સેલ્ફી એમ કહીને તેની સાથે પોતે થોડો દૂર ઊભો રહીને પાછળ નેહાની પૂરી તસવીર લઈ લીધી જેને ક્રોપ કરીને તેને તે ફોટો વોલપેપર પર લગાવી દીધો, બધું વિચારતા જ તેના ચહેરા પર મોટું સ્મિત આવી ગયું ને એ સ્મિત વધારે ખીલી ઉઠ્યું જ્યારે તેના ફોનમાં નેહાનો કોલ આવ્યો.

.........

ક્રમશઃ

નોંધ:- મિત્રો હું એક બીજી નોવેલ પર કામ કરી રહ્યો છું તેથી આ ચિનગારી નોવેલ ના ભાગ સમયસર રજૂ નથી થતા. હવે આ નોવેલને થોડોક સમય આપણે સ્થગિત કરીએ છીએ. ટૂંક સમયમાં એક નવીજ યુનિક સ્ટોરી સાથે નોવેલ લાવી રહ્યો છું એને પણ આટલો પ્રેમ અને સપોર્ટ આપજો એવી દિલથી ઈચ્છા છે.

આ નોવેલને સ્થગિત કરવા માટે આપ સૌ વાચક મિત્રોની દિલથી માફી માગુ છું. આવનાર સમયમાં જરૂરથી આ નોવેલને આગળ વધારીશું.