Zankhna - 18 books and stories free download online pdf in Gujarati

ઝંખના - પ્રકરણ - 18

ઝંખના @ પ્રકરણ 18

આજે આત્મા રામ ના મોટા બેન શોભના બેન બીજા મહેમાનો ને લયી ઘરે આવવાના હતાં..... આ વાત ની જાણ રુખી બા એ ગયી કાલે જ ઘરમાં બધાં ને કરી હતી કે શોભના ફોઈ મીતા માટે મુરતીયો લયી ને આવાના છે એટલે કાલે બધા જરા વહેલા ઉઠી તૈયાર થયી ઘર ને સાફ સુથરુ કરી નાખજો ,ને હા
મીના વહુ જોજો હો જમવામાં કયી કચાસ ના રહી જાય , ને મીતા ને પણ
સારી રીતે તૈયાર કરી દેજો ,
આપણી દીકરી છે તો રૂપાળી જ તોય આતો સગાઈ ની વાત છે એટલે થોડુ વધારે ધ્યાન આપવુ પડે
હા ,બા તમે ચિંતા ના કરો હુ બધુ સંભાળી લયીશ.......
રુખી બા નુ મન રાખવા માટે
મીના બેન એ એમણે કહયુ એમ જ કરવુ એમ વિચારીયુ
ને ફટાટક કામે વડગયા....ને પછી એકદમ યાદ આવ્યુ કે ગયી કાલે આ પાયલ ની લોઢીયો મા તો મીતા ને આ વાત ની જાણ કરવાની રહી
જ ગયી ,હે ભગવાન મારુ મગઝ પણ કામ નથી કરતુ
લાવ પહેલા ઉપર જયી મીતા ને ઉઠાડી આવુ એ તો
મોડે સુધી ઘોરતી હોય છે ...
મીના બેન બધુ કામ પડતુ મુકી ને ઉપર દીકરીયો ના બેડરૂમમાં ગયા , વનિતા ને સુનિતા નાહી ધોઈ તૈયાર થયી મસ્તી કરવામાં વયસત હતાં ને મીતા ફોન મા વયસત હતી....મીતા ફોન મા મયંક સાથે વાત કરી રહી
હતી ને આમ મમ્મી ને અચાનક પોતાના રુમમાં જોઈ ને ફોન કટ કરી દીધો ,
મમ્મી તમે ? હા મીતા કાલે
તુ ઉપર આવી ગયી પછી બા એ એક અગત્ય ની વાત
કરી ......શોભના ફોઈ ને તો તુ ઓડખે જ છે ને ??? તારા પપ્પા ના ફોઈ બા ,બાજુ ના વડાલી ગામ મા જ પરણાવ્યા છે એ.....
હા તે એમનુ શુ છે ?? મીના બેન અચકાતા અચકાતા બોલ્યા દીકરી શોભના ફોઈ એ તારા માટે મુરતીયો જોયો છે ને તારા સગાઈ ની વાત નાખી છે તો એ આજે એ દીકરો ને એનુ ફેમીલી લયી
શોભના ફોઈ હમણા બારેક વાગ્યા સુધી મા ઘરે આવવા ના છે ,તો તુ ફટાફટ ન્હાઈ ધોઈ ને સરસ તૈયાર થયી જા ને હા ભારે ડ્રેસ પહેરજે
વ્હોટ? મમ્મી તુ શુ વાત કરે
છે ? હજી તો મારુ ભણવાનુ બે વરસ બાકી છે ને તમે બધા અત્યાર થી મારી સગાઈ ની વાતો કરો છો ?
ને મને મારી મરજી પુછી પણ નહી ??? બેટા હુ તને સમજી શકુ છું, પણ શુ કરુ
મારા હાથ મા કયી નથી ,તારા પપ્પા નુ પણ આ વાત મા કયી તન ચાલે ....તને
તો ખબર જ છે ને કે આપણા ઘરમાં બા બાપુજી સિવાય કોઈ ની વાત નુ કોઈ
મહત્વ નથી.....પણ મમ્મી હુ કોઈ ઢીંગલી કે રમકડુ નથી કે ચાવી ભરો ને ચાલે ,આ મારી જીંદગી નો સવાલ છે
મારે લગ્ન ક્યારે કરવા અને કોની સાથે કરવા એ મારે જોવાનું છે ,.....મારી જીદંગી નો નિર્ણય હુ લયીશ.....ઓકે બા બાપુજી નહી....મીના બેન મીતા ને પ્રેમ થી સમજાવતા બોલ્યા જો બેટા આજે તો ખાલી તને જોવા જ આવવા ના છે
લગ્ન તો તારુ ભણવાનું પુરુ થાય પછી જ કરવાના છે ને
એ છોકરો પણ તને ગમે તો જ ,તારી હા હશે પછી જ બધુ નક્કી થશે , ને જો બેટા
આપણે દિકરી ની જાત ને વહેલા ને મોડા પરણી ને પારકા ઘરે જ જવાનુ હોય એ જ સંસાર નો નિયમ છે ,
શુ બકવાશ વાતો કરે છે મમ્મી? જે છોકરા ને હુ ઓળખતી પારખતી નથી
એની સાથે મારે લગ્ન કરવાના ? લગ્ન માટે એક બીજા ને વરસો સુધી જાણવાં જરુરી છે ......હુ મારી મરજી ની માલિક છુ
મને મારી રીતે જીવવા નો અધિકાર છે....મને મારો જીવન સાથી પસંદ કરવાનો અધિકાર પણ છે , બસ તમે કહો એમ મારે થોડુ કરવાનુ હોય ? મીતા ની વાતો સાંભળી ને મીના બેન ચિંતા મા પડી ગયા ને સમજી ગયા
કે મીતા ને મનાવવી અઘરી છે , ભુલ મારી જ છે કાશ મે
મીતા ને શહેરમાં કૉલેજ કરવા માટે સપોર્ટ કર્યો જ ના
હોત , દીકરી ને શહેર ની હવા લાગી ગયી છે .....
મીના બેન પોતાની જાત ને સંભાળી લેતા બોલ્યા જો દીકરી હુ તારી મા છુ તારુ સારુ ખોટુ સમજુ છું , હુ તારી કોઈ દુશ્મન નથી ....
વહેલા ને મોડા લગ્ન તો કરવાના જ છે ને એના માટે
ઉંમર થાય એટલે મુરતિયા જોવાનુ ચાલુ કરવુ જ પડે .
ને હા આ જે છોકરો આવે છે જોવા માટે એ લોકો નુ ઘરબાર પણ ગામ માં જાણીતુ છે ને બહુ સુખી પરિવાર છે , દિકરો એ બાર ધોરણ સુધી ભણેલો છે ....
આપડા જેવી હવેલી તો નહો પણ મોટો બંગલો તો છે ,ગાડી છે ,જમીન છે ,
ઘરનો બોર ને ટ્રેકટર છે ,સારી એવી ખેતીવાડી છે
દુધાડા ઢોર ઢાખંર છે ,ટુંક મા
સુખી પરિવાર છે એટલે જ તો શોભના ફોઈ એ બા ,બાપુજી ને તારા માટે વાત કરી ને એ લોકો પણ આપણુ ખાનદાન જોઈ તરત જ આવવા માટે તૈયાર થયી ગયા .....મીતા બહુ જિદ્દી સ્વભાવ ની હતી મીના બેન ની વાત સાંભળવા તૈયાર જ
ન્હોતી પણ પછી મીના બેન રડવા જેવા થયી ગયા ને બોલ્યા કે દીકરી તુ મને નહી
સમજી શકે તો કોણ સમજશે ? હુ નીચે બા ,બાપુજી ને તુ ના જ પાડે
છે એવુ કહીશ તો ગયી કાલ નો પાયલ ઉપર નો ગુસ્સો મારી પર ને તારા પપ્પા પર કાઢશે ..... ને પછી ખબર નહી અમારી શુ હાલત કરશે ને એમના કેટલા બધા મહેણાં ટોણાં સાંભળવા પડશે ,બેટા પ્લીઝ માની જા
હાલ કયાં લગ્ન છે તો તુ જોવાની એ ના પાડે છે ?
આટલુ બોલતાં તો મીના બેન ની આખં મા આશુ આવી ગયા .....એ જોઈ મીતા નુ દિલ પીગળી ગયુ ,ને મનમાં કયીક વિચારી ને બોલી ભલે મમ્મી તારી ખુશી
માટે જ હુ મહેમાનો સામે આવીશ ને મને છોકરો નહી
ગમે તો હુ ના પણ પાડીશ...
બેટા એ બધી વાતો પછી વિચારજે એ બધુ પછી થયી
પડશે બસ આજે વાત સંભાળી લેજે, ચાલ તૈયાર થયી જા આટલુ બોલી મીના બેન ફટાફટ નીચે રસોડામાં ગયા ,રુખી બા નો હુકમ હતો કેટલીય જાત ના પકવાન બનાવવાનો.....મીતા મનમાં વિચારી રહી કે ભલે ને છોકરો કે ઘર ગમે એટલુ સારુ હોય હુ એની સાથે લગ્ન નહી જ કરુ ,હુ મયંક ને ચાહુ છું ને એની સાથે જ લગ્ન કરીશ , આજે ભલે ને તૈયાર થયી ઘરમાં બધા સામે નાટક કરવું પડે .....હા થાય કે ના થાય મને શુ ફર્ક પડવાનો છે ? બસ હવે કોલેજ ખુલવાને બે દિવશ ની જ વાર છે ,એક વાર પાછી શહેરમાં પહોંચી જવ ને મયંક સાથે બધુ નકકી કરી લયીશ.....અત્યારે મમ્મી પપ્પા ને મારા કારણે સાભંડવુ ના પડે બસ ,ઘરમાં ખોટા ઝગડા ના થાય .....આમ પણ મમ્મી એ આ ઘરમાં બહુ સહન કર્યુ છે , પોતાનાં જ ઘરમાં પોતાની સોતન સાથે જીવવુ કેટલુ અઘરુ છે , મમ્મી મનમાં કેટલી હીજરાતી હશે ? આમ મીના બેન નુ વિચારી ને મીતા છોકરો જોવા માટે તૈયાર થયી....
મીના બેન ની મદદ માટે ખેતરે થી રમણ રાધા ને લયી ને આવી ગયો હતો , ઘરમાં નવા પડદા ને નવી ચાદરો પથરાઈ હતી ,ઓશરી મા ઢોલિયા ઢાડયા હતા , રુખી બા ને આત્મા રામ બસ શોભના બેન ની રાહ જોઈ ને બેઠા હતાં ને એટલામાં ગાડી નુ હોર્ન વાગયુ એટલે રમણે દોડતા જયી હવેલી નો દરવાજો ખોલ્યો, ને શોભના બા સાથે મહેમાનો ને મીઠો આવકાર આપ્યો...શોભના બેન ,છોકરો ને એના મમ્મી પપ્પા એમ ચાર જણ આવ્યા હતા ,મીના બેન એ બધા ને પાણી આપ્યુ ને બધા ને પગે લાગી ખાટલે બેસાડ્યા.....ને મીના બેન એ રસોડામાં જયી ચા ની તપેલી ચઢાવી ......ને રાધા ને ઉપર મોકલી મીતા ને નીચે બોલાવી ... સાથે સુનિતા પણ આવી ,મીતા એ કરતાં તો સુનિતા વધારે તૈયાર થયી હતી ,મીતા એ ગ્રીન કલર નો ડ્રેસ પહેર્યો હતો , હાથ મા ગ્રીન મેચીંગ બંગડી પહેરી ને લાંબા વાડ ને છુટા રાખ્યા હતા , મીતા એ ચહેરા પર કોઈ ખાશ મેકઅપ કર્યો નહોતો એ છતાં પણ સુંદર લાગી રહી હતી ,. ... ચા તૈયાર થયી ગયી એટલે મીના બેન એ મીતા ને ચા ની ટ્રે પકડાવી મહેમાનો ને ચા આપવા જવા કહ્યુ, મન વગર ની મીતા હાથ મા ચા લયી બહાર ઓશરી મા આવી ,ને બધા ને ચા આપી ,
રુખી બા બોલ્યા દીકરી બધા ને પગે લાગો ,.... એટલે મીતા એ એ ફોરમાલીટી પણ પુરી કરી ને પછી બા ના કહેવાથી એમની પાસે બેઠી ,
છોકરો ને એના મમ્મી પપ્પા મીતા નુ નખશીખ નિરીક્ષણ કર્યુ, ને મીતા ને જાણે એવુ લાગી રહયુ હતુ કે પોતે કોઈ મેજ કે ખુરશી હૉય ને કોઈ એને જોઈ ને ખરીદવા આવ્યુ હોય......પણ ચુપચાપ બેસી રહી , છોકરો દેખાવે ઘણો સુંદર હતો .....છોકરા ના મમ્મી એ સુનિતા ને જોઈ ને પુછયુ આ દીકરી નુ પણ હજી બાકી જ હશે ને ? ...હા એ તો મીતા થી નાની છે .....જો બા તમને વાંધો ના હોય તો અમારો નાનો દીકરો પણ છે
જો એક જ ઘરમાં બન્ને નુ સગપણ નક્કી થાય તો એનાથી રૂડું શું??? રુખી મા બોલ્યા તો તો તમારા મોઢાં મા ધી ,સાકર ....ચાર દીકરી ઓ છે અમારે એમાથી બે ની ઉંમર થયી હવે સગાઈ ને લાયક .....મીનાબેન રસોડામાં થી બા ની વાતો સાંભળી ને મનોમન દુખી થતા હતા ,હજી તો મીતા એ લગ્ન ને લાયક ના કહેવાય પે બા સુનિતા ની પણ વાત કરેછે.....આમ આવેલા મહેમાન તો મીતા ને સુનિતા બન્ને દીકરીયો નો હાથ માંગી લીધો એમને તો બન્ને દીકરી ગમી .......હવે આવેલા છોકરા સાથે મીતા ની સગાઈ નકકી થશે કે પછી બીજુ કયી જ થશે ? મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 19 ઝંખના. .......

લેખક @ નયના બા વાઘેલા
Share

NEW REALESED