Zankhna - 27 books and stories free download online pdf in Gujarati

ઝંખના - પ્રકરણ - 27

ઝંખના @પ્રકરણ 27

રેલ્વે પોલીશ એ મીતા ને વેઈટીંગ રૂમમાં લયી જયી બધી પૂછપરછ કરી , ને મયંક નુ નામ ,સરનામુ ,એના પપ્પા નુ નામ ,કયો તાલુકો , જીલ્લો વગેરે સવાલો કર્યા..
મીતા એ રડતાં રડતાં કહ્યુ હુ એના વિશે કશુ જ જાણતી નથી , બસ એનુ નામ મયંક છે એટલી જ ખબર છે , ને એ મારી સાથે એસ , એસ. એલ કોલેજમાં ભણે છે એટલુ જ , ......તો બેન તમે કયાં ના છો ? હું સરથાણા ગામ થી છું....ને અંહી શહેરમાં આગળ નુ ભણવા માટે આવી છુ ..... ઓકે બેન
પણ અંહી પેલો મયંચ કયી બોય હોસ્ટેલ મા રહેતો હતો ? એ સાતેક મહીના પહેલા અમારી ગર્લ હોસ્ટેલ ની બાજુ માં બોય હોસ્ટેલ છે ત્યા રહેતો હતો પણ લાસ્ટ છ મહીના થી અંહી એના કોઈ સગા સંબંધી ના ત્યા ભાડે રૂમ રાખી હતી....
તો શુ તમે એનુ સરનામું જોયુ છે ,તો ચાલો આપણે ત્યા જયી તપાસ કરીએ,....
મીતા રડતા રડતા બોલી ના સર , એણે મને કદી એ જગ્યા કે એના સબંધી નુ ઘર બતાવ્યુ જ નથી.....ઓહહ
તો તો એ બદમાશ તમને છેતરી ગયો ,એના વિશે જાણવા માટે કોને પુછવુ ?
પોલીસ માટે એનુ પુરુ નામ સરનામું પણ ખબર ના હોય તો મુશકેલ છે એને શોધવો .
મીતા બેન તમે એને કેટલા સમય થી ઓડખો છો ? હુ એને એક વર્ષ થી ઓડખુ છું
સર ,મે ભાગી ને લગ્ન કરવા માટે ગામડે થી પચીસ તોલા ના ઘરેણાં અને વીસ લાખ રોકડા લાવી હતી ,ને એ બેગ મે એને સાચવવા આપી હતી
ઓહહહોઓ ,એટલુ બધુ સોનુ ને રોકડ રકમ તારા ઘરમાં કયાં થી ? પછી મીતા એ ગામ ની બે હવેલી ને અઢળક સંપતિ વિશે જણાવ્યું, હજારેક વીઘા જમીન અને મોટો તબેલો ને
ખેતીવાડી છે એટલે ઘરમાં આટલા પૈસા તો કાયમ રહેતા જ......મીતા ની પૂછપરછ ચાલુ હતી ને ત્યાજ મીતા ના ગ્રુપ ના ગામ ના છોકરાઓ એને શોધતાં શોધતાં રેલ્વે સ્ટેશન પણ આવી ગયા ને ફોન મા મીતા નો ફોટો બતાવી પૂછપરછ કરી તો જાણવાં મડયુ કે મીતા વેઈટીંગ રૂમમાં છે , પોલિશ સાથે છે ,....વિશાલ ,રવિ, નમન ને મહેશ ચારેય દોડતા ત્યા પહોચ્યા.....ગામ ના છોકરાઓ એટલે મીતા ના ભાઈ જેવા જ હતાં, એ લોકો ને આવેલા જોઈને મીતા શોભી પડી ને પછી ધ્રુસકે ધ્રુસકે રડી પડી......
ને બોલી વિશાલ મયંક મને છેતરી ગયો , મને લગ્ન નુ વચન આપી મને ભગાડી ને લયી જતો હતો અને પછી પહેલા સટેશન પર જ પાણી ની બોટલ લેવાના બહાને ઉતરી ગયો ,......રવિ ગુસ્સે થયી બોલ્યો, મીતા અમે તને પહેલાં જ ચેતવી હતી કે મયંક દોસ્તી ના લાયક છોકરો નહોતો ,જોજે હો બહુ આગળ ના વધતી, મજા નહી આવે ,પણ તુ કયાં અમારી કોઈ ની વાત સાંભળે જ છે ,.....પોલીશ એ વિશાલ પાસે થી મયંક ની કોલેજ ની અને પહેલા જે હોસ્ટેલ મા રહેતો હતો એનુ સરનામું લીધુ ,....ને પછી પુછયુ આ મીતા કહે છે ઘરે થી પચીસ તોલા સોનુ અને વીસ લાખ રોકડા લાવી હતી ભાગી ને લગ્ન કરવા માટે તો શુ આ વાત શક્ય છે ? એનુ ફેમીલી એટલુ રીચ છે ? હા સર ,લાવી હશે સરથાણા ગામમાં એના દાદા નુ ઘર પહેલા નંબરે આવે છે ,એના ઘરે આનાથી પણ વધારે તિજોરીમાં ભરેલુ હોય ,....
ને મનન ગુસસે થયી મીતા ને પુછ્યુ, સાચી વાત છે આ સર ની ઘરેથી આટલુ બધુ લયી ને આવી હતી ??? પાછી મીતા રડી પડી ને હકાર મા માથુ હલાવ્યું....
ઓહહહ ,હે ભગવાન આ મયંક યી ઓ તો બહુ મોટુ કરી ને ગયો....પોલીસ એ રવિ ને પણ પુછ્યુ શુ તમને લોકો ને પણ જાણ નથી કે મયંક છેલ્લા છ મહીના થી કયાં રહેતો હતો ??? ના સર પહેલા એ અમારી હોસટેલ મા જ રહેતો હતો પણ એની ચાલચલગત સારી ન્હોતી ને હોસટેલ મા થી નાની મોટી ચોરીઓ કરતાં એક વાર પકડાઈ ગયો એટલે એને ત્યા થી કાઢી મુકયો હતો .....અમે ત્યારે જ મીતા ને ચેતવી હતી કે મયંક થી દુર રહેજે સારો છોકરો નથી ,પણ તોય મીતા એની સાથે જ ફરતી હતી ,અમે પણ પછી શુ કરી
શકીએ? ......વિશાલ એ પોલીસ ને પુછ્યુ સર અમે મીતા ને લયી જયી શકીએ ? હોસટેલ મા બધા એની ચિંતા કરે છે ને શોધખોળ પણ ચાલુ છે ,
ઓકે , મિસટર લયી જાઓ
પણ મને તમારી કોલેજ નુ ને હોસટેલ નુ સરનામુ લખાવો
અમારે આ કેશ ની તપાસ માટે જરુલ પડશે , એ બદમાશ કયાં નો છે ને કયાં ગયો એ અમારે શોધવું પડશે
છોકરી સાથે છેતરપીંડી થી લાખો ની રકમ ને ઘરેણાં ઉચાપત કરી ગયો છે , એટલે તપાસ તો થશે અને હાથમાં આવ્યો તો એને સજા પણ બહુ લાંબી થશે,
રવિ એ કોલેજ અને હોસ્ટેલ નુ સરનામુ લખાવ્યું ને પોલિશ નો આભાર માની મીતા નો સામાન લયી મીતા સાથે ગર્લ હોસ્ટેલ માં આવ્યા.....મીતા ને પાછી આવેલી જોઈ ને નીશા ને રીટા તો એને વળગી જ પડી
ને મીતા છુટ્ટા મોંઢે રડી પડી ,
ગૃહમાતા ,નઃ વોર્ડન, વોચમેન બધો સટાફ ભેગા થયી ગયા , વિશાલ એ ત્યા બધા ને મીતા સાથે બનેલી હકીકત જણાવી અને એની સાથે થયેલી છેતરપીંડી ની વાત કરી , મયંક એ કરેલા વિશ્વાસ ધાત ની વાત પણ બધા ને ખબર પડી , વોર્ડન એ મીતા ને ધમકાવી ને બોલ્યા, છોકરી તને કયી ભાન બાન છે કે નહી ? અંહી હોસ્ટેલ મા તમારા મમ્મી પપ્પા આમારા ભરોસે મુકી જાય છે ને તુ આમ પ્રેમ મા પડી કોઈક ને લયી ભાગી જાય તો અમારી હોસટેલ નુ તો નામ જ ખરાબ થાય ને ? તુ ના મડી હોત તો અમે તારા મમ્મી પપ્પા ને શું જવાબ આપત ?? મીતા તો બસ રડતી જ હતી કોઈ ને જવાબ આપતી જ નહોતી, રીટા એ પાણી નો ગ્લાસ લાવી મીતા ને પાણી પીવડાવ્યું.....વિશાલ ગુસ્સે થયી બોલ્યો, કાલે વાત કોલેજમાં થી એનુ ગામ ,નામ ને સરનામુ મડી રહેશે અને હા એનુ લીવીંગ સર્ટી ને બીજા ડોકયુમેન્ટસ લેવા તો એ કોલેજ મા આવશે ને ? કયાં જશે સાલો ચોર ,વહેલો ને મોડો પકડાઈ તો જશે જ વોર્ડન એ કહયુ ચલો બધા સો સો ના રૂમ માં
જાઓ ,ને વિશાલ તમે લોકો પણ જાઓ કાલે બધુ કરીશુ
ને બધાં પોતપોતાના રુમમાં સુવા માટે ગયા....વિશાલ ને રવિ જતા જતા રીટા ને મીતા નુ ધ્યાન રાખવાનુ કહેતા ગયાં.......બધા ગયા એટલે મીતા પાછી રીટા ને નીશા પાસે રડી પડી ને બોલી
નિશા હુ બરબાદ થયી ગયી,
મયંક એ મારા બધા સપનાં તોડી નાખ્યા મને છેતરી ગયો
હવે હુ શુ કરીશ ? ઘરે પાછા જવાનો સમય આવશે ને ઘરમાં થી ગુમ થયેલા ઘરેણાં ને પૈસા ની ચોરી ની વાત ઘરમાં, ગામમાં ખબર પડશે
હુ શુ મોઢું બતાવીશ લોકો ને
??? મમ્મી પપ્પા તો મને મારી જ નાખશે ,મે એમનો વિશ્વાસ તોડ્યો છે, પપ્પા મને કદી માફ નહી કરે ,.....
તુ શાતં થયી જા મીતા હવે જે થવાનુ હતુ એ થયી ગયુ ,
હવે પછતાવા થી શુ ફાયદો?
તારા રડવાથી ગયેલી ઈજજત કે તારા પૈસા કે ઘરેણાં પાછા મડવાના નથી
રાત ના ત્રણ વાગી ગયા હતાં
એટલે બધા સુયી ગયાં ને મીતા આખી રાત રડતી રહી
ઓશિકું પણ પલડી ગયુ ,...
બીજા દિવશે સવારે વિશાલ ને રવિ મીતા ને લયી ને કોલેજ ના પ્રિન્સિપાલ પાસે
ગયાં.... ને મયંક કયા ગામનો છે ને એનુ સરનામુ શુ છે એ જણાવવા વિનંતિ કરી ....ને મીતા સાથે બનેલી ઘટના જણાવી , આ સાંભળી ને પ્રિન્સિપાલ પણ
માથે હાથ દયી બોલ્યા, ઓહહહ નો.....તો એ ગયી
કાલે આવ્યો ને જે વાત કરી
હતી એ ખોટી હતી ??? શુ
સાહેબ? કયી વાત ?...અરે કાલે એ છોકરો કાલે આવ્યો હતો મારી ઓફિસમાં ને રડતો હતો ને પછી એમ કહ્યુ કે ગામડે એના પપ્પા નુ હાર્ટ એટેક થી અવશાન થયુ છે ને
ઘરે બીજુ મોટુ કોઈ નથી એજ મોટો ભાઈ છે એટલે અરજન્ટ અરજી આપી ને એનુ લીવીંગસર્ટી ને બધા ડોકયુમેન્ટસ ની ફાઈલ લયી
ગયો ,.....આ પટાવાળો ભાઈ પણ અંહી હતો એણે એને પાણી આપી રડતો બંધ કર્યો હતો ,.....ઓહહ માય ગોડ આટલુ મોટુ જુઠ ? ને ફરેબ ? કોલેજમાં ભણતી ગામડા ની છોકરી ને પ્રેમ મા ફસાવી ને આ છોકરો લાખો રુપિયા ની કિમંત ના ઘરેણાં ને લાખો રુપિયા લયી ભાગી ગયો ? સાલો નાટકબાજ મને તો નવાઈ લાગે છે એની
એકટીંગ થી ? હુ તો એમ જ સમજયો કે ખરેખર એના પપ્પા મુત્યુ પામ્યા હશે એટલે બિચારો બહુ દુખી છે
એમ સમજી એના બધા ડોકયુમેન્ટસ આપી દીધા ,સર એનુ ગામ કે જીલ્લો એવુ કયી ખબર છે?
ના ,બસ એટલી ખબર છે એ ,યુપી ના બિહાર નો વતની હતો, સાહેબ ની વાત સાંભળી ને બધા અવાચક થયી ગયા કેમકે એણે તો મીતા અને આખી કોલેજ ,હોસટેલ મા બધા ને ગાઝીયાબાદ નો વતની છે
એવુ જણાવ્યું હતુ ,......સાહેબ એ પુરી ખાત્રી પૂર્વક જણાવ્યું કે ના એ યુ પી ના બિહાર નો જ વતની હતો ,ને એ પણ મુડ બિહાર નહી ,પણ ત્યા ના કોઈક નાના ગામડાં મા થી આવતો હતો ,..... ને કોલેજના રેકોડ મા એની કોઈ માહીતી નથી ,એની ફાઈલ તો એ લયી ગયો ,લીવીંગ સર્ટી હોત તો એની થોડી ઘણી જાણકારી પણ મડી રહેત , બટ આઈ એમ સોરી ,યંગમેન...એ છોકરો મારી સાથે પણ ખોટુ બોલી ને લીવીંગ સર્ટી લયી ગયો,ને હુ પણ છેતરાઈ ગયો, આપણાં કોલેજમાં પહેલી વાર આવો બનાવ બન્યો છે, હા એવુ નથી કોલેજ માં છોકરા છોકરીઓ ના પ્રેમ, અફેર આ બધુ તો નોર્મલ છે પણ આ બનાવ તો પહેલીવાર બન્યો, અમારી કોલેજ ની રેપયુટેશન પણ ખરાબ કરી
છે,....કોલેજ તરફ થી પણ મયંક સામે એફ.આર.આઈ.કરવામાં આવશે ને અમે પુરો પરયતન
કરીશુ કે મીતા એ ગંમાવેલા પૈસા ને ઘરેણાં પરત મેળવી
શકીએ.....ઓકે સર ,થેનકસ કહી મીતા ,વિશાલ અને રવિ બધા કોલેજ માં થી નીકળયા.....આખી હોસટેલ અને કોલેજ માં મીતા ના પ્રેમ પ્રકરણ મા છેતરપીંડી ની વાત વાયુ વેગે પસરાઈ ગયી
બધા વિદ્યાર્થીઓ મીતા સામે જોઈ ગુસપુસ કરવા લાગ્યા ને ઘણાં લોકો એ તો મીતા ની મશકરી પણ કરી....મીતા ને ચુપચાપ રહ્યા વિના છુટકો જ નહોતો , કોલેજ ના ગાર્ડન મા બેસી મીતા સાથે વાતચીતમાં હકીકત જાણી કે મીતા એ આટલી જલદીથી સગાઈ ને લગ્ન થી
ભાગવા માટે મયંક સાથે ભાગવાની ઉતાવળ કરી,ને મે મયંક ને દીલ થી સાચો પ્રેમ કર્યો હતો ને એની સાથે જીંદગી વિતાવવા ની ઈરછા
હતી એટલા માટે સાવ આધંડી બની ગયી ને છેતરાઈ ગયી , ને પોતાના જ ઘરમાં થી મોટી ચોરી કરી
લીધી મેં.....હું હવે ગામડે મમ્મી પપ્પા ને શું મોઢું બતાવીશ? ને દાદા દાદી તો
જાણશે તો મને મારી જ નાખશે , નાનપણમાં ને આખી જીંદગી વગર વાકં ગુના એ ગાડો ખાધી છે તો આ વખતે તો મે ઘરમાં થી મોટી ચોરી કરી છે....એ બધા મને કદી માફ નહી કરે
વિશાલ બોલ્યો ,પણ હવે શુ થાય ? તારા ઘરમાં ખબર પડ્યા વિના રહેવાની નથી ,
ને તે હવે મોટો ગુનો કર્યો જ
છે તો હવે સજા ભોગવવા
માટે તૈયાર રહેવુ જ પડશે ,
ને મીતા હવે આગળ શું કરવુ
છે ? રજા ની અરજી આપવાની છે ? તારી ચુદંડી ને સગાઈ ની વિધી છે તો તારા મમ્મી પપ્પા તને કદાચ એક બે દિવશ મા લેવા આવશે ,......મીતા નિશાશો નાંખતા બોલી હા ,વિશાલ તુ
અરજી આપી આવજે ને રજા ની , મારે હવે મમ્મી પપ્પા નો સામનો કરવો જ પડશે , મન તો થાય છે ઝેર
પી લવ ,આત્મ હત્યા કરી લવ ,પણ એમાય મમ્મી પપ્પા ની ઈજજત જાય ,એટલે હુ તો એ પણ
નથી કરી શકતી ,....મેં જે પણ કર્યુ છે એ બધા ની સજા માટે હવે મારે તૈયાર રહેવુ પડશે ,.....હવે મમ્મી પપ્પા ને દાદા દાદી જે ઈરછસે એજ કરીશ , એ લોકો કહે છે ત્યા લગ્ન પણ
કરી લયીશ, બસ આ ભણવાનુ પુરુ થાય પછી જીંદગી મા ક્યારેય આ શહેરમાં પગ નહી મુકુ.....
હવે જ્યારે મીતા ના મમ્મી પપ્પા મીતા સાથે બનેલી આ
ઘટનાં ની જાણ થશે તો શુ થશે એ તો હવે ભગવાન જ
જાણે,.....મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 28...... ઝંખના.......

લેખક @ નયના બા વાઘેલા