Zankhna - 38 books and stories free download online pdf in Gujarati

ઝંખના - પ્રકરણ - 38

ઝંખના @પ્રકરણ 38.......

વંશ આખો દિવશ કામીની ના વિચારો મા ખોવાયેલો રહેતો હતો ....ને મીતા મયંક એ કરેલા બેવફાઈ વિશે વિચાર્યા કરતી ,....પરેશભાઈ અને મીના બેન ને મીતા ના લગ્ન નકકી થયી ગયા એટલે ખુશ હતાં, બસ મનમાં એ વાત નો રંજ હતો કે પોતાની દીકરી એ કરેલી ચોરી ની સજા પાયલ નો ભાઈ જનક ભોગવી રહ્યો હતો ,બા રોજ મહેણાં મારી પાયલ ને હેરાન કરતાં......પણ શુ થાય ,બન્ને પતિ પત્ની મજબુર હતાં જો સાચી હકીકત બા ને કહેવા જાય તો દીકરી ની ઈજજત ખરાબ થાય ,એટલે કયી બોલી શકાય એવુ પણ નહોતુ , પરેશભાઈ જનક ને સમજાવી દેતા કે તુ કયી ખોટુ ના લગાડ મને તારી પર પુરો ભરોશો છે ....આમ વાત વાડી લેતા એમને ખબર હતી કે દીકરી તો કાલ પરણી ને સાસરે જતી રહેશે એમા એનાથી ભુલ થયી જ ગયી છે ને એનો કોઈ બીજો રસ્તો નહોતો, ને વિચારતાં આતો સારુ થયુ પેલો ચોર ,નાલાયક મયંક ખાલી રુપિયા ને ઘરેણાં લયી ગયો ને એની સાથે જો મીતા ને ભગાડી ગયો હોત તો ગામમાં કોઈ ને મોઢુ બતાવવા લાયક ના રહેત ,હશે ભગવાન એ જે કરયુ એ સારુ કરયુ ,રુપિયા તો કાલ કમાઈ લેવાશે ,.....
રાત્રી નો એક વાગ્યો હતો ને વંશ ધીરેથી દરવાજો ખોલી રાબેતા મુજબ પાછળ વાડા મા નાનકડો ગાર્ડન હતો ત્યા હિચંકે જયી બેઠો ,....ને થોડી વાર મા કામીની ચોર પગલે બહાર આવી અને વંશ ની બાજુ માં આવી ને બેઠી , આ રીતે રોજ રાત્રી નો મળવાનો એમનો નિત્યક્રમ હતો ,.....કમલેશભાઈ એ જ્યાર થી પ્લાનટ નાખ્યો ત્યાર થી વંશ અને કામીની નુ એક બીજા ને મડવાનુ પણ બંધ થયી ગયુ હતુ ,....હમેશા એક બીજા ની નજીક રહેતા ,નજરો ની સામે રહેતાં એટલે જુદાઈ ચીજ શુ છે એ ખબર નહોતી પણ હવે વંશ કામધંધે લાગ્યો ત્યારે જુદાઈ ની ખબર પડી ને બન્ને એક બીજા ને કેટલો પ્રેમ કરે છે એ પણ ખબર પડી .......ને અધૂરા મા પુરુ વંશ ની સગાઈ થયી ને ટુંક સમયમાં લગ્ન છે એ વાત જાણ્યા પછી તો બન્ને બહુ વિહવળ બની ગયા હતાં.... કામીની ની તો હાલત ખરાબ થયી ગયી હતી , ખાવા પીવા નુ ઓછુ થયી ગયુ હતુ ને આખો દિવશ હરણી ની જેમ દોડાદોડી કરતી ને આખો દિવશ ચકચક બોલ્યા કરતી કામીની એકદમ શાંત થયી ગયી હતી ,....વંશ અને કામીની ને એ વાત ની ખબર જ નહોતી કે કમલેશભાઈ એ બન્ને ને આમ અડધી રાત્રે હિંચકા મા જોઈ લીધા છે ,
વંશ કામીની ના ખોડા મા માથુ મુકી સુયી જતો ને બન્ને જણ ચાર વાગ્યા સુધી વાતો ને મોજ મસ્તી કરતાં....
આજે પણ વંશ કામીની ના ખોડા મા માથુ મુકી પડી રહ્યો હતો ....પણ બન્ને ચુપચાપ હતાં....છેવટે વંશ એ ચુપકીદી છોડી ને બોલ્યો, કામુ મને ખબર છે કે તુ અતયારે બહુ દુખી છે ......
મને ખબર નહોતી કે પપ્પા મારા લગ્ન આટલા જલદીથી નકકી કરશે , ....હુ તને બહુ પ્રેમ કરુ છું ને કરતો રહીશ..
પણ હુ ય શુ કરુ ? મજબુર છું.....કામુ બોલ ને કયીક તો બોલ ,તારુ મોન મને અકળાવે છે....શુ બોલું વંશ ? હવે બોલવા જેવુ કયી રહયુ જ નથી .....તુ મારી જીંદગી છે ,તુ જ મારો જીવ છે હું પણ તને અનહદ ચાહુ છું.....પણ મને શી ખબર કે મારુ ને મારા પ્રેમ નુ કોઈ ભવિષ્ય જ નથી....તારો કોઈ વાકં નથી વંશ ,મે મારી હેસિયત થી વધારે સપનાં જોઈ લીધા એ જ મારો વાકં
એ તો દેખીતુ જ છે કે તુ અને હુ ધરતી ના છેડા જેટલા દુર છીએ , તારા પપ્પા, દાદા દાદી એ મારી માને એ સમયે આશરો આપ્યો હતો જ્યારે આ દુનિયામાં મારી મા નુ કોઈ નહોતું.... આ તો સારુ છે આપણાં પ્રેમ ને દોસ્તી ની વાતો ઉડતી ઉડતી તારા પપ્પા ના કાને આવી નથી ,
બાકી સ્કુલ મા ને ગામમાં લોકો આપણાં બે ની વાતો કરે જ છે ...... કમુ ભુલ મારી છે , મે જ તને પ્રેમ મા દગો કર્યો....એમ જ કહવાય....પણ મનેય કયાં ખબર હતી કે જુદાઈ બહુ મોંધી પડશે , સહન પણ નથી થતુ તારા થી દુર પણ નથી રહી શકતો ,....ને ઈરછા હોવા છતાં તારી સાથે લગ્ન પણ નથી કરી શકતો...
કામીની ની આખં મા થી આશુ વહયે જતાં હતાં.....
વંશ મને એવુ લાગે છે કે હવે આપણે આ રીતે મડવાનુ બંધ કરી દેવુ જોઈએ , તારી સગાઈ હવે મીતા સાથે થયી ગયી છે ને લગ્ન પણ નજીક છે ,ને ખોટુ કોઈ ને જાણ થશે ઘરમાં તો મારી મા તો મને મારી જ નાખશે ,....ને જો કોઈ ને ખબર પડી તો હુ તો આત્મ હત્યા કરી લયીશ ....કમુ આવુ ના બોલ યાર , મને આદત પડી ગયી છે તારી
આ રીતે હિચંકે બેઠા તને પ્રેમ કરવાનો એક નશો થયી ગયો છે ,એ હવે છુટે એમ નથી ....ને રાત્રે એક વાગ્યે તો કોણ જોવાનુ હતુ આપણ ને ? પણ ના વંશ ના કરે નારાયણ ને કમલેશ કાકા અચાનક જાગી જાય તો, ને જો આપણો ભાંડો ફુટી જાય તો તારુ તો કયી નહી પણ મારુ ને મારી મા નુ તો આવી જ બને ,.....ને દુનિયા મા લોકો વાતો કરે કે જેણે આશરો આપ્યો એના ઘરે જ ધાડ પાડી...... કમલેશભાઈ રાત્રે પોતાના બેડરૂમમાં પડખાં ફેરવી રહ્યા હતાં, એમનો બેડરૂમ બીજા માડે હતો ને રાત્રે એક વાગે અગાશી મા જોવા ઉભા થયા ત્યારે એમણે આજે પણ વંશ ને ચોર પગલે વાડા મા જતો જોયો હતો ,....એ ગુસ્સે તો બહુ થયા હતાં...પણ કરે શું? જો નીચે જાય ને ખોટો હોબાળો થાય ,બા ,બાપુજી જાણે, ફડીયા મા રહેતા શોભના બા જાણી જાય તો સગાઈ તુટી જવાનો ને ઈજજત જવાનો ડર હતો એટલે કરે પણ શું
ચુપચાપ પોતાના બેડ મા પડ્યા, મંજુલા બેન તો એય ને નસકોરા બોલાવતા હતાં,
એમને તો સપને ય ખ્યાલ ન્હોતો કે ઘરમાં શું ચાલી રહ્યુ છે ,બિચારા બહુ સીધા સાદા ને ભોડા સવભાવ ના હતાં...
કમલેશભાઈ ની હાલત ના કહેવાય કે ના સહેવાય એવી થયી ગયી હતી....જુવાન દીકરો એને પણ જો કહેવા જાય ને વાત બગડે ને કામીની સાથે લગ્ન ની જીદ કરે તો કયાં જવુ ? એ વિચારે વંશ ને પણ કયી કહી શકતા નહોતાં.....આટલો ખર્ચ કરી પ્લાનટ નાખ્યો કે વંશ આખો દિવશ કામીની થી દુર રહે ,પણ આ રાત નુ શું કરવુ , ને એટલે જ બસ કમુરતા ઉતરે એટલે પહેલા જ શુભ ચોઘડીયા મા લગ્ન પતાવી દેવા ,ને સાથે સાથે ઓમ ના પણ એટલે મોટી જવાબદારી પુરી થાય.....
ગીતા બેન ની મજબુરી ને લાચારી પણ કમલેશભાઈ સારી રીતે જાણતાં હતા એટલે એ દુખિયારી બાઈ ને તો આ વાત કરાય એવી જ નહોતી.....બા ,બાપુજી તો જાણે તો એમને હાર્ટ એટેક જ આવે ,....એટલે એકલા એકલા ચિંતા કરતાં હતાં, રાત્રી ના ત્રણ થવા આવ્યા એટલે એ ધીરે થી નીચે આવ્યા ને ઓમ અને વંશ ના રુમમાં જોયુ કે વંશ આવ્યો કે નહી,....વંશ પલંગમાં નહોતો એ જોઈ ને સમજી ગયા કે હજી પાછળ ગાર્ડન મા જ કામીની સાથે જ છે
એમને ગુસ્સો તો એટલો આવતો હતો કે જયી ને વંશ ને બે તમાચા લગાવી દે, પણ
પછી ઈજજત નુ વિચારી ને પાછા ઉપર અગાસી મા બેઠા ને વંશ કેટલા વાગે ઘરમાં આવે છે એ જાણવાં ત્યા બેસી રહ્યા, ....ને લગભગ ચારેક વાગે દરવાજો ખખડવાનો અવાજ આવ્યો, કમલેશભાઈ એ ઉપર થી જ ડોકીયુ કર્યુ કે વંશ એના રુમમાં ગયો, કમલેશભાઈ વિચારી રહ્યા હતાં કે મારા જ ઘરમાં મારી પીઠ પાછળ આ બધુ કેટલા સમય થી ચાલી રહ્યુ હશે ? ને ઘરમાં કોઈ ને ગંધ પણ ના આવી..
સાલુ ભલાઈ નો જમાનો નથી , એકલી ગરીબ બાઈ પર દયા ખાઈ આશરો આપ્યો, રોજી આપી ને એની જ દીકરી એ મારા ઘરમાં આવુ કર્યુ,.....કમલેશભાઈ આખી રાત ના ઊંઘી શક્યા.....સાડા ચાર વાગે ગીતા ઉઠી ગયી ને ત્રણ ભેંસો ને બે ગાયો ને દોહી ,ભેંસો ને નિરણ નાખ્યુ,
બા ,બાપુજી પણ આટલા વહેલા ઉઠી તૈયાર થઈ જતા ને બંન્ને ગામના પાદરે આવેલા મંદિર એ આરતી ના દર્શન કરવા જતા ,બે કલાક રોજ ભકિત મા કાઢતાં, ને મંજુલા બેન નિરાંતે ઉઠતાં ને ચા ,નાસ્તો બનાવતા .....બહાર ઓશરી મા બા,બાપુજી ચા નાસ્તો કરવા બેઠા હતાં ને ગીતા પણ એમના ખાટલા પાસે નીચે બેસી ચા પીતી હતી , કમલેશભાઈ પણ ચા નાસ્તો કરી બાપુજી પાસે આવી ને બેઠા , ને મનમાં કયીક વિચારી બોલ્યા, ગીતા તારુ પિયર કયાં થાય ? ને ત્યા ભાઈ કે ઘરબાર એવુ કયી છે ?.....
જીંદગી મા પહેલી વાર કમલેશભાઈ ના મોઢે થી આ સવાલ ,આવી વાત સાંભળી ને બા બાપુજી ને નવાઈ લાગી ને ગીતા પણ ચમકી ગયી, ભયી મારુ પિયર તો છેક કરછ બાજુ થાય , મારા બાપા ખેત મજુર હતાં, ભાઈ કે બેન બીજુ કોઈ નોતુ ,હુ બાપા ને મારી મા ,બસ....ને લગન પશી મુ હાહરે જયી ,
ને એ પશ બીમારી મા મા બાપ મરી જયો , જે ખેતર મ કોમ કરતા તા ઈ ઝૂપંડી બોધી તી ,.....પશ લગન થયો તો એ કશુ જ નતુ ઘરબાર એ નયી , લગન ન બે વરસ થયો ન ઘરવાડો એ મરી જયો, એટલે ઈ થી મન કાઢી મૂકી , બસ હાથ મ પચા રુપિયા અતા એ લયી કોમ હોધતી આ ગોમ મ આયી ન લોક એ જમના બા નુ ન તમારુ નોમ આલયુ ક ઈ જો તમન આશરો મલી રેશે ,....બસ આ મારી જીંદગી ની હકીકત.....તે ચયમ ભયી કદી નયી ન આજ પુશયુ ? .....ના ના કયી નહી બસ આજ મનમાં આવ્યુ એટલે પુછી લીધુ ,....
બા બોલ્યા, મુક ન ભયી બીચારી દુખિયારી બયી ને શુ કરવા એનો દુખ યાદ કરાવે છે ....જેનુ કોઈ નહી એનુ ભગવાન છે ,એ આપણાં ઓગણે નોધારી થયી આવી હતી ,ને ભગવાને આપણ ને પુણ્ય નુ કામ કરવાનો મોકો આપ્યો .......મંજુલા બેન કમલેશભાઈ ની વાતો સાંભળી ને ટેનશન મા આવી
ને વિચારી રહ્યા આટલા વરસ નહી ને આજે ગીતા ને આવુ કેમ પુછ્યુ હશે ? કયી થયુ હશે ?......કયીક યાદ આવતાં કમલેશભાઈ એ સવાર સવારમાં પરેશભાઈ ને ફોન લગાવ્યો,....જય શ્રી કૃષ્ણ પરેશભાઈ....હા જય શ્રી કૃષ્ણ.....કેમ છો કમલેશભાઈ? ઘરે બધા મજામાં ને ? હા બસ બધા મજામાં.....એ તો હૂ એમ કહેતો હતો કે કમુરતા ઉતરવાને ચાર દિવશ રહ્યા, ઉતરે એટલે લગ્ન જોવડાવવા આવીએ......
ને હા જો તમને કયી વાંધો ના હોય તો વંશ અને ઓમ બન્ને ના લગ્ન એક જ માડંવે કરી નાખીએ.....તમારુ શુ કહેવુ છે ? મને તો કોઈ વાંધો નથી મારા બા બાપુજી પણ એમ જ કહેછે ,ધામધુમથી લગ્ન કરવા છે એટલો બધો ખર્ચો કરવાનો છે તો પછી એક જ વાર મા બે લગ્ન પતતા હોય તો સોથી સારુ ,.....હા તો એમ જ રાખીએ ,આપણે કયાં રુપિયા ગોતવા જવુ છે તે ચિંતા ? સાચી વાત છે આપની....સારુ તો મડીએ ચાર દિવશ પછી ,લગ્ન જોવડાવવા....એમ કહી કમલેશભાઈ એ ફોન મુક્યો ને જમના બા ને કાનજી કાકા ને કહ્યુ, બરાબર ને બાપુજી ? એક માડંવે બેય ને પરણાવી દયીએ , ઘરમાં બે બે વહુ આવી જશે તો ઘરમાં રોનક રોનક થયી જશે
મંજુલા બેન પણ ખુશ થયી ગયા ,ને ગીતા પણ ખુશ થયી ને બોલી , હા ભાભી હવે તો ઝટ ઝટ લગ્ન ની તૈયારીઓ કરવા માંડો ને મારે જે કામ કરવા ના હોય એ મને કયી દેજો ,....તમે તો બસ થોડા દિવસ મા સાસુ બની જવાનાં....હા ગીતા એય ને પછી નિરાંત, આ રસોડામાં થી ય રજા ,અમારી મીતા વહુ ને સુનિતા બેય સંભાળી લેશે ,
કમલેશભાઈ ગાડી લયી પોતાના કામે જવા માટે નીકળ્યા,.....પરેશભાઈ એ ખુશ થયી રુખી બા ને આત્મા રામ ને કમલેશભાઈ એ કહી એ વાત જણાવી ,ને પુછયુ બા બરાબર ને એક માડંવે મીતા ને સુનિતા બેય ના લગ્ન ઉકેલી નાખીએ, હા હા ભયી એ બવુ સરસ, લ્યો લગન આયો ઢુકડો ,, મીના બેન રસોડામાં થી બહાર આવી અને બોલ્યા ,બીના ના પપ્પા હજી સુનિતા તો અઢાર વરસની છે ,એના લગ્ન ની શી ઉતાવળ છે ? વાત તો મીતા ના લગ્ન ની છે ને ? ને રુખી બા તાડુકયા તે અઢાર વરસ કયી થોડો કેવાય ? આ અમે બાર વરસ ની ઉમરે પરણી ને આવ્યા હતાં,...ચાર દીકરીયો છે એક એક કરી અવસર કરવા જયીએ તો બધુ તળિયાઝાટક થયી જાય ,વારે ઘડી પાછુ બે વરસ પછી લગન નો ખરચો કરવાનો? મીના વહુ તમને કાઈ ખબર ના પડે હમજ્યા? ને મીના બેન ચુપ થયી ગયા ને વિચાર્યું કે રાત્રે પરેશભાઈ ને સમજાવીશ....
મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 39 ઝંખના...

લેખક @ નયના બા વાઘેલા