Chorono Khajano - 33 books and stories free download online pdf in Gujarati

ચોરોનો ખજાનો - 33

एक और साथीदार

तुम्हारे बाप की वजह से हमने वो खोया था जिसका दुख हमे आज भी है। हमने अपनी सब से कीमती चीज खोई जिसका तुम्हे रत्ती भर भी अफसोस नहीं है। और तुम्हारी हिम्मत कैसे हुई इन्हे हाथ लगाने की।

સુમંત અતિશય ગુસ્સામાં ડેની અને દિવાન તરફ ઈશારો કરીને પૂછવા લાગ્યો.

બધા એકદમ ફાટી આંખે તેમને બંનેને જોઈ રહ્યા હતા. સુમંતની સાથે આવેલા લોકો એ નહોતા સમજી શકતા કે તેઓ એકપણ ગોળી ચલાવ્યા વિના અને એક બુંદ લોહી વહાવ્યા વિના જ આ જંગ કેવી રીતે જીતી ગયા.

જ્યારે ફીરોજના લોકો એ સમજી નહોતા રહ્યા કે તેમનો સામંત આ એક માણસનું આટલું બધું શા માટે સાંભળી રહ્યો છે. પોતાની પાસે પણ હથિયારધારી માણસો છે તેમને હુમલો કરવા માટે આદેશ કેમ નથી આપી રહ્યા..! કે પછી પોતાની સામે એટલા બધા હથિયારબંધ લોકોને જોઈને તેમનો સામંત ડરી ગયોછે..! કે પછી કોઈ બીજી વાત હતી..!

બધા પોતપોતાની રીતે અનુમાન લગાવી રહ્યા હતા કે આખરે સુમંત અને ફિરોજ ડફેર બંને એકબીજાના જૂના સાથીઓ હશે કે પછી તેમની વચ્ચે બીજો કોઈ સંબંધ હશે..?

અત્યારે ફિરોજ અને સુમંત બંનેના મનમાં એકસામટું તોફાન મચેલું હતું. તેઓ પોતાનો ભૂતકાળ કોઈને કહી પણ નહોતા શકતા અને એકબીજાને પોતાની સામે સહી પણ નહોતા શકતા.

સુમંતના મનમાં અત્યારે ફિરોજ માટે અતિશય ગુસ્સો ભરેલો હતો. અચાનક જ સુમંતને બલીએ કહેલા શબ્દો યાદ આવ્યાં કે ફિરોજ ડફેર કેવી રીતે પોતાના પરિવારને ગુમાવી ચુક્યો હતો..!

સુમંત શાંત થયો અને ફિરોજનો પકડેલો કોલર છોડી દીધો.

सुमंत: बलि, अपने साथियों को साथ लो और इस मनहूस जगह से जल्दी से निकलो। मैं इसकी शक्ल एक पल केलिए भी नहीं देखना चाहता।

સુમંતને એટલી હદે ગુસ્સો આવી રહ્યો હતો કે તે તો ફિરોજનો જીવ લેવા માટે પણ તૈયાર થઈ ગયો હતો.

बलि: जी दादा। બલી તરત જ હુકમનું પાલન કરવા માટે દોડી પડ્યો.

सुमंत: मेरा बस चलता तो मैं तुम्हे जान से मार देता, लेकिन मेरा मकसद कुछ और है। शुक्र मनाव की तुम अभी जिंदा हो। સુમંત પોતાના મનની ભડાસ કાઢતા બોલ્યો. ત્યારે જ દિવાન વચ્ચે બોલી પડ્યો.

दिवान: अगर तुम यकीन कर सको तो अब भी तुम हमारे इस मकसद में शामिल हो सकते हो। मुझे पता है की तुम्हारे बाबा ने जो तुम से कहा था वो कुछ और था लेकिन यकीन करने से तुम बहुत कुछ पा सकते हो। अपने साथियों की खुशी भी। ફિરોજ તરફ ફરીને દિવાન બોલ્યો.

सुमंत: तुम ये क्या कह रहे हो? इसको हम हमारे दल में कैसे ले सकते है? દિવાનની વાત સાંભળીને સુમંતને ખૂબ જ આશ્ચર્ય થયું એટલે તે પૂછવા લાગ્યો.

दिवान: ये लोग कोई जन्मजात लुंटरे नही है दादा, बल्कि हम में से ही एक है। इन्हे उस अपराध की सजा मिली है जो उन्होंने कभी किया ही नहीं। एक इंसान की बातो में आ कर उन्होंने अपनी पूरी जिंदगी में बहुत कुछ खोया है। इसीलिए मैं चाहता हु की इन्हे वो वापिस मिले जिसके वो हकदार है। દિવાન પણ સુમંતને સમજાવતા બોલ્યો.

सुमंत: और वो क्या है? સુમંત દિવાનને એકધારી નજરે જોઇને બોલ્યો.

दिवान: इन्होंने अपने सरदार पर अपना यकीन और यहां तक की अपने सरदार को भी खो दिया है। उनके सरदार को तो हम वापिस नही ला सकते लेकिन इन्होंने अपना जो यकीन खोया है, उस कहानी पे, अपने सरदार पे, वो यकीन मैं वापिस दिलाना चाहता हु। દિવાનની નજર હજી પણ ફિરોજ તરફ જ હતી અને તે બોલ્યો.

सुमंत: मुझे लगता है तुम्हे ऐसा नही करना चाहिए। इन लोगों का यकीन वापिस दिलाने में कही तुम अपना यकीन न खो दो। और कही ऐसा न हो की वो तुम्हे भी धोखा दे कर किसी और मुश्किल में डाल दे। धोखा देने की इनकी फितरत कोई नही बदल सकता। દિવાનને સમજાવતા સુમંત બોલ્યો.

दिवान: अगर उस इंसान को यकीन की तलाश न होती तो तुम्हारे इतना कहने पर वो तुम्हे जवाब जरूर देता। वो यकीन की तलाश करना चाहता है तो उसे करने दो। मुझे यकीन है की वो इसमें सफल होगा। और धोखा देने की तो कोई बात ही नही आती, क्यों की जो खुद धोखा खाया हुआ है वो धोखा कैसे दे सकता है।

सुमंत: तुम जानते हो की तुम क्या करने जा रहे हो? सीरत तुम्हारे इस फैंसले से सहमत नही होगी। હવે દિવાનને ડરાવતા સુમંત બોલ્યો.

दिवान: मुझे नहीं पता की इसके पिता ने कोन सी गलती की थी, लेकिन उस एक गलती की सजा ये लोग आज तक भुगत रहे है। अब वक्त है अपने लोगों को माफ़ करने का। मुझे अपनी सरदार पे पूरा यकीन है, वो मेरी इस बात से जरूर सहमत होगी। એકદમ શાંત ચેહરે દિવાન બોલ્યો.

सुमंत: ठीक है फिर। तुम सीरत को मुझसे बेहतर समझते हो। भगवान करे इसे वहां देखने के बाद सीरत भी ठीक तुम्हारी ही तरह सोचे। હવે સુમંત પોતાનો ગુસ્સો શાંત કરીને વાત કરી રહ્યો હતો.

दिवान: मुझे यकीन है।

ફિરોજ અને દિવાનની નજર હજી પણ એકબીજાને જોઈ રહી હતી. ફિરોજ ની આંખોમાં એટલા સમયમાં પહેલીવાર આંસુ દેખાયા.

હવે સુમંત ને પણ લાગી રહ્યું હતું કે દિવાન જે કહી રહ્યો હતો તે કદાચ સાચું હતું. તેમ છતાં સુમંત ફીરોજને હજી એકવાર ડરાવતા બોલ્યો.

सुमंत: अपने साथियों को जो समझाना है वो समझा दो। आज के बाद तुम इन्हे नही मिल पाओगे। और हां, तुम जिंदा वापिस लौटोगे इसकी कोई गारंटी नहीं है, इसीलिए इन्हें आखिरी अलविदा कह लो। और मुझसे तो तुम दूर ही रहना।

फिरोज: आज तक कभी मैं जिंदा हु इस बात का एहसास नहीं हुआ। आज पहली बार मुझे जीने की इच्छा हो रही है। इनकी बातों ने मुजमे उस यकीन पर यकीन जगाया है। मुझे नहीं पता की उन्होंने मेरे मन को कैसे जाना, लेकिन वो मेरे लिए भगवान बन कर आए है।

એટલું કહેતાં સુધીમાં તો ફિરોજ ચોધાર આંસુએ રડવા લાગ્યો. તેની આંખોમાં આંસુ સાથે અફસોસ દેખાઈ રહ્યો હતો પણ અત્યારે ડરનું કોઈ નિશાન નહોતું. તેને દિવાનની વાતો ઉપર વિશ્વાસ બેસી રહ્યો હતો.

સુમંતના કહેવા પ્રમાણે હવે બલી બધાને લઈને ત્યાંથી ચાલતો થયો. ફિરોજ પોતાના સાથીઓને બધી વાત સમજાવીને અને તે પાછો જરૂર આવશે એવું પ્રોમિસ કરીને ત્યાંથી દિવાન સાથે ચાલી નીકળ્યો.

ફિરોજને સાથે લઈને તેઓ વળી પાછા લૂણી નદીના કિનારે આવેલા તેમના સિક્રેટ લોકેશન પર પહોંચ્યા. બધાને એક વાતની ખુશી હતી કે દિવાન અને ડેની હેમખેમ પાછા આવી ગયા હતા, પણ સાથે ગુસ્સો એ વાતનો આવતો હતો કે તેઓ ફિરોજને પોતાની સાથે લઈ આવ્યા હતા.

ફિરોજને જલંધર જહાજ જોવાની ખૂબ જ ઈચ્છા હતી એટલે તેણે દિવાનને આખું જહાજ જોવાની ઈચ્છા બતાવી. દિવાને તરત જ હા કહી દીધી.

પણ સુમંત એના માટે રાજી નહોતો. એટલે તેણે પોતાનો એક માણસ ફિરોજની સાથે મોકલ્યો જેણે ફિરોજ ઉપર ધ્યાન પણ રાખવાનું હતું અને તેને જહાજ પણ બતાવવાનું હતું.

તેમના દળના અમુક લોકોને આ વાત બિલકુલ ન્હોતી ગમી પણ દિવાનની વિરૂદ્ધ બોલવાની કોઈનામાં હિંમત નહોતી. બધાએ તેમની વાત માની લીધી પણ હજી સુધી કોઈએ ફિરોજનો સ્વીકાર સંપૂર્ણ રીતે ન્હોતો કર્યો.

ફિરોજને જે કંઈ પણ જાણકારી મેળવવી હોય તે દિવાન પાસેથી જ મળતી. જો કે દિવાને તેમની સફર વિશે બધી જ વાત કરી હતી.

દિવાન પછી ડેનીએ પણ ફિરોજ સાથે સુલેહ કરી લીધી અને તેઓ પણ મિત્રો બની ગયા.


શું દિવાન ની વાતથી સિરત સહમત થશે..?
ફિરોજ હવે કોઈ દગો આપશે કે કેમ..?
કેવી રહેશે તેમની આ સફર..?

આવા અનેક પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'